________________
૩. ખમાસમણ (પ્રણિપાત) સૂત્ર ઇચ્છામિ ખમાસમણો વંદિઉં, જાવણિજ્જાએ, નિસાહિઆએ, મFએણ વંદામિ / ૧ /
ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન ૧. ખમાસમણો : આ શબ્દમાં ચોથા નંબરે રહેલા “મ' અક્ષરનું ઉચ્ચારણ બરાબર ઉપયોગ રાખીને કરવું. “ખમાસમણો'ને બદલે
ખમાસણો' એવું (પાંચ અક્ષરને બદલે ચાર અક્ષરવાળું) અશુદ્ધ ઉચ્ચારણ ન થઈ જાય એની સાવધાની રાખવી.
૨. વંદિઉં : આમાંના છેલ્લા “ઉ” અક્ષર ઉપર અનુસ્વાર (મીંડું) છે એ ધ્યાનમાં રાખીને છેલ્લે બે હોઠ ભેગા કરીને “ઉમ્' બોલવું. વંદિઉમ”ને બદલે ‘વંદિઉ' એવું અશુદ્ધ બોલવું નહિ.
આ શબ્દમાં વચ્ચેનો અક્ષર “દિ' છે, પણ દે’ નથી એ ધ્યાનમાં રાખવું અને “વંદિઉં'ને બદલે ‘વંદેઉં એવું ખોટું ઉચ્ચારણ કરવું નહિ.
૩. જાવણિજ્જાએ આમાંના જોડાક્ષર “જ્જા' (જુ + જા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “ણિ' અક્ષર ઉપર ભાર આવે એ રીતે “જાવ-ણિજૂ' બોલીને તરત “જાએ” બોલવું. (જાવ-ણિજૂ -જાએ)
૪. નિસાહિઆએ : આ શબ્દમાં એક પણ જોડાક્ષર નથી. પ્રથમના બે અક્ષર “નિસી” છે, પણ “નિસ્સી' નથી એ ધ્યાનમાં રાખીને, પ્રથમના “નિ' અક્ષર ઉપર સહેજ પણ ભાર આપ્યા વિના નિસી” બોલીને તરત “હિઆએ” બોલવું. (નિસી-હિઆએ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org