________________
આ પુસ્તકનું લખાણ તૈયાર કરવામાં મને પૂ.આ.ભ.શ્રી જગચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ.આ.ભ.શ્રી પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ.ભ.શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજ, આ.શ્રી જયસુંદરસૂરિજી તેમજ શ્રી કે. કા. શાસ્ત્રી, ડૉ. નારાયણ કંસારા, ડૉ. ભારતી મોદી, પં. વ્રજલાલ વાલજી ઉપાધ્યાય, આદિનું સુંદર માર્ગદર્શન મળ્યું છે. તેઓશ્રી અત્યન્ત પ્રવૃત્તિશીલ હોવા છતાં આ પુસ્તક સંબંધી સર્વ કાર્યોમાં સંપૂર્ણ સહકાર આપતા રહ્યા છે.
અંતે વિનમ્રભાવે જણાવવાનું કે આ વિષયમાં આ પ્રાથમિક કહી શકાય એવો પ્રયાસ હોવાથી એમાં અનેક ત્રુટિઓ હોવાનો સંભવ છે. સહૃદયી અધ્યાપકો એ જણાવશે તો એનું નિવારણ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. મિત્રભાવે બતાવેલી ભૂલો તો મીઠી જ લાગે ! ભૂલો જાણવામાં આવે તો જ એનું નિવારણ થઈ શકે.
વળી વિદ્વાન કૃપાળુ મુનિગણને સાંજલિ પ્રાર્થના છે કે તેઓ આ પુસ્તકમાં રહી જવા પામેલી ક્ષતિઓ અવશ્ય જણાવે. સજ્જનોને આવી અભ્યર્થનાની જરૂર ખરી ?
હિતવિજય
વિ.સં. ૨૦૬૧, વૈ. શુ. ૧૧
દાનસૂરિ-જ્ઞાનમંદિર, કાળુપુર,
અમદાવાદ - ૩૮૦૦૦૧
અતિ આવશ્યક પ્રયાસ
પાઠશાળામાં અભ્યાસ કરતાં બાલક-બાલિકાઓ શુદ્ધિપૂર્વક સૂત્રોનો અભ્યાસ કરે અને એમાં આગળ વધે એ માટે અપૂર્વ ધગશ ધરાવનાર મુનિશ્રી હિતવિજયજીએ કરેલો આ પ્રયાસ અતિ આવશ્યક અને અનુમોદનીય છે. આપણે ત્યાં ઘણા સમયથી ઉચ્ચારણશુદ્ધિ-વિષયક પુસ્તકની ઊણપ હતી, તે આજે આ પુસ્તકના પ્રકાશન દ્વારા દૂર થાય છે.
-
અધ્યાપકો અને અભ્યાસકો આ પુસ્તકની સહાયથી સૂત્રોનાં ઉચ્ચારણની શુદ્ધિ કેળવી, જ્ઞાનની આરાધના કરી આત્મશ્રેય સાધે એ જ અભ્યર્થના.
Jain Education International
પૂ.આ.શ્રી વિજય દેવસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિ
For Private & Personal Use Only
www.jainelibrary.org