Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ ૫. કેટલાંક પુસ્તકોમાં કાગળની વધુ પડતી કરકસર કરવા માટે છાપકામ ઘણું ગીચોગીચ કરવામાં આવ્યું હોય છે. અતિચાર જેવાં સૂત્રોમાં ઘણી વાર યોગ્ય રીતે ફકરા પણ પાડવામાં આવ્યા હોતા નથી. બાળકોને આવું ગીચ લખાણ જરાય માફક આવતું નથી. તેમને છૂટું અને મોટા અક્ષરોવાળું લખાણ જ માફક આવે છે. ૬. આજકાલ છપાતાં મોટા ભાગનાં પુસ્તકોમાં છાપ(પ્રૂફ)સંશોધન કાળજીપૂર્વક કરવામાં આવતું નથી. ‘દ્' કે ‘'ને બદલે ‘', ‘દ્દ'ને બદલે ‘દ' કે ‘દ્', ‘દુ'ને બદલે ‘', ધ'ને બદલે ‘ઘ', ‘દ્રુ'ને બદલે ‘દ્વ’, અવગ્રહ `ચિહ્નને બદલે ‘ડ' આમ એકને બદલે બીજા ભળતા જ અક્ષરો છપાયેલા હોય છે, તેમ જ બીજી પણ મુદ્રણ-વિષયક ભૂલો પાર વગરની હોય છે. - ૭. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના જ્ઞાનનો અભાવ તેમ જ અપૂરતા ભાષાકીય શિક્ષણના કારણે અને અમુક માણસો અમુક અક્ષરોનું સાચું ઉચ્ચારણ કરી શકતા નથી, આવાં કારણસર પણ ઉચ્ચારણો અશુદ્ધ બને છે. ૮. કેટલાક શિક્ષકો સંસ્કૃત-પ્રાકૃત ભાષાના જ્ઞાન વગરના હોય છે, તેથી તેમનાં પોતાનાં ઉચ્ચારણો જ અશુદ્ધ હોય છે. તેઓ બાળકોને અશુદ્ધ પાઠ આપે છે અને અશુદ્ધ પાઠ લે છે. આથી અશુદ્ધ ઉચ્ચારણોની પરંપરા ચાલતી રહે છે. ૯. બાળકો સૂત્રો ગોખતાં હોય ત્યારે તેઓ ખોટું ન ગોખે એનું ધ્યાન રાખવું જોઈએ, તે કાં તો રાખી શકાતું નથી કે રાખવામાં આવતું નથી. આમ ખોટું ગોખવાથી પણ ઉચ્ચારણો અશુદ્ધ બને છે. આમ અનેક કારણસર ભણનારનાં મુખમાં શરૂઆતથી જ ઉચ્ચારણની ખામી રહી જવા પામે છે, જે જીવનપર્યંત રહે છે અને પરંપરામાં પણ વહેતી રહે છે. જો બે પ્રતિક્રમણનાં અને પંચ પ્રતિક્રમણનાં સૂત્રોનાં પુસ્તક, તેમાં પદો, ગાથાઓ, ફકરા વગેરેની વ્યવસ્થિત ગોઠવણવાળાં, સૂત્રપાઠોના ભેદરહિત એટલે કે સર્વત્ર એકસરખા સૂત્રપાઠવાળાં, ‘ઘ-ધ-ઘ' અને ‘દ-૬' આદિ અક્ષરોના ભેદ સહેલાઈથી જાણી સારા મુદ્રણવાળાં, શકાય એવાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76