Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

Previous | Next

Page 8
________________ સાડી એટલે ભારતીય સંસ્કૃતિનો આત્મા સાડીમાં સુંદરતાની પરાકાષ્ઠા છે, નયનરમ્યતા છે. સાડીમાં કળાની પરાકાષ્ઠા છે, વિવિધતાનો વૈભવ છે. સાડીમાં નમ્રતાની પરાકાષ્ઠા છે. સાડીમાં રિધ્ધિસિધ્ધિ છે, ભવ્યતાની પરાકાષ્ઠા છે. સાડીમાં દિવ્યતા પ્રગટે છે, અધ્યાત્મ ખીલે છે, સંસ્કારો સચવાય છે. સાડીમાં સ્ત્રીત્વ વિકસે છે, સાડી પહેરેલી સ્ત્રી-પુરુષની નકલ કરી જ ના શકે. સાડીમાં સંયમ છે, શીલ રક્ષા છે, પવિત્રતા છે. સાડીમાં માન સન્માન છે, આદર સત્કાર છે. સાડીમાં માતૃત્વ છે, ત્યાગ છે, તપ છે, સમર્પણ છે. સાડીમાં શાલીનતા છે, વિનય છે. સાડીમાં મર્યાદા છે, સ્ત્રી સહજ સંકોચ છે, સાડી પહરેલ સ્રી બેશરમ ના બની શકે. સાડીમાં લાગણીનો આવિર્ભાવ છે, સાડી વડે સ્ત્રી પોતાના મનોભાવો વ્યક્ત કરી શકે છે. આ રીતે સંસ્કૃતિના તમામ ઘટકો સાડીમાં જ સમાયેલા છે. તેથી સાડી ખરેખર ભારતીય સંસ્કૃતિનો આત્મા છે. એટલે સાડીમાં જ સંસ્કૃતિ છે. – વેલજીભાઈ દેસાઈ હું માનું છું કે યુરોપીય પોશાકનું આપણું અનુકરણ એ આપણી પામરતા, નામોશી અને નબળાઈની નિશાની છે. અને જે પોશાક ભારતની આબોહવાને વધુમાં વધુ અનુકૂળ છે, સાદાઈ, કળા અને સસ્તાપણામાં દુનિયાના કોઈ પણ દેશથી પાછો પડે તેવો નથી તેમ જ આરોગ્યવિષયક જરૂરિયાતો સંતોષે છે તે પોશાકને ફગાવી દેવામાં આપણે રાષ્ટ્રીય પાપ કરી રહયા છીએ. – ગાંધીજી Jain Education International 006 For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60