Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

Previous | Next

Page 48
________________ માટે સર્જાયા છે એ વાત જ તેમાં સ્વીકાર્ય નથી. સ્ત્રીએ સ્ત્રીત્વ છોડીને પુરૂષોના કાર્યો અપનાવીને પુરૂષની જેમ જ સ્ત્રી નોકરીઓ કરતી થતી જાય, મોટી કંપનીઓમાં ગુલામી કરે તેને સ્ત્રી પુરૂષ સમાનતા ગણવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી માતા છે અને તેથી સ્ત્રીએ કમાવાનું હોય જ નહીં તે વિચારને પશ્ચિમી સ્ત્રી પુરૂષ સમાનતામાં જરાપણ સ્થાન નથી. તેમાં તો સ્ત્રી બજાર ચીજ બને તેના ઉપર જ ભાર છે. આ સ્થિતિ સ્ત્રીઓને માટે ભારે કફોડી સ્થિતિ પેદા કરશે. યુરોપ અમેરિકામાં આખી કુટુંબ વ્યવસ્થા ભાંગી પડી છે અને સ્ત્રીઓ જ સૌથી વધારે દુઃખી થઈ પડી છે તે સમજી લેવું જોઈએ. એટલે શાણી બહેનો સાવધાની વર્તે. ભારતીય સંસ્કૃતિ જાળવીને સ્ત્રીનું સ્થાન ઉચું લાવવા પ્રયત્ન કરે. ખરેખર જ સ્ત્રીના હૃદયમાંથી અવિરત ત્યાગ, સમર્પણ, પ્રેમ, વાત્સલ્ય, કરૂણા અને તપશ્ચર્યાનો પ્રવાહ વહ્યા જ કરે છે. તેનાથી જ ઘર અને સમાજ નભે છે. સ્ત્રીના સંગાપન વગર સમાજ વ્યવસ્થા છિન્નભિન્ન થઇ જાય અને માનવજાતનાશ પામે. આ પ્રવાહમાં ક્યાંક કોઈવાર વિક્ષેપ પડે, પ્રવાહ રંધાય, ક્યાંક સ્ત્રી પોતાનો સ્વધર્મભૂલે, કેરીયરને રવાડે ચડી પુરૂષની હરિફાઇ કરે, ક્યાંક અતિ અન્યાયની સામે થાય અને વિફરી બેસે અને પુરૂષને કરી દેખાડે ત્યારે સમાજમાં પત્નીપીડિત પતિમંડળો નીકળી પડે છે. સ્ત્રીમાં રહેલી શક્તિનું તે ઘોતક છે. એટલે શાણા અને વિવેકયુક્ત પુરૂષોએ કબૂલ કરવું જ પડશે કે પુરૂષ કરતા સ્ત્રીમાં વધારે સદગુણો છે. વધારે શક્તિ છે, વધારે આવડત છે. વધારે ત્યાગ, તપશ્ચર્યા છે અને તેથી સ્ત્રીને માતૃપદે જ સ્વીકારવી પડે. એકવાર ઘરમાં સ્ત્રીનું માતૃપદ સ્વીકારાય એટલે તેમનું અપમાન ન જ થાય. ઉચિત માન સન્માન આપવું જ પડે. સ્ત્રીના ત્યાગ બદલ પુરૂષના મનમાં સ્ત્રી પ્રત્યે અહોભાવ પણ હોવો ઘટે છે. આટલી વાત પુરૂષો સ્વીકારે અને અમલ કરે એટલે ભારતમાં સ્વર્ગ ઉતરી આવશે એમાં મને શંકા નથી. કારણ કે તમામ સ્ત્રીઓ સાક્ષાત્ દેવીઓ છે જ. જે ઘરમાં સ્ત્રીને પુરૂષથી બીવું પડે છે ત્યાં સુખ ના હોય. જે સમાજમાં સ્ત્રીઓને પુરૂષથી ડરીને રહેવું પડે છે તે સમાજ હંમેશા ગુલામરહે છે અને સ્વરાજ કદી ભોગવી શકતો નથી. - વેલજીભાઈ દેસાઈ સ્ત્રીઓને પુરુષોથી કેવળ સ્વતંત્ર કરી મૂકવાની પશ્ચિમમાં દુર પ્રવૃતિ ચાલે છે તે પ્રવૃતિ આર્ય સંસ્કૃતિથી વિરૂદ્ધ અને હાનિકારક છે. - ગાંધીજી 046 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60