Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

View full book text
Previous | Next

Page 46
________________ સ્ત્રી પાસે સમર્પણભાવ છે. પોતાના પતિને કાંઈ જ તકલીફ નહીં પડવા દે. પોતાને ભલે હેરાન થવુ પડે. પોતાના બાળકો માટે તે ભૂખી રહેશે. સ્વાદિષ્ટ રસોઇ કરી હોય, ઘરના બધા ખાઈ જાય, પોતાની પાછળ ના વધે તો પણ રાજી રહે. આ તો અદભૂત દેવી સમર્પણભાવ છે. પુરૂષ તો આ બાબતમાં સાવ જ સ્વાર્થ હોય છે. પોતે વધારે ખાઈ જાય, પત્નીને માટે કાંઈ ના વધે તો પણ પત્નીને દોષ દે કે કેમ ઓછુ રાંધ્યું? સ્ત્રી પોતાના પતિ માટે ખુવાર મરે, તેને સુખી રાખવા થાય એટલા પ્રયત્નો કરે, તેની એક એક ઈચ્છાનો સ્ત્રી અમલ કરે, છતાં પણ પુરૂષ તો પત્નીને ખીજવે, ચીડવે, ઉતારી પાડે, મેણા મારે અને તેમાંથી વિકૃત આનંદ માણે. સ્ત્રી પાસે દયા છે, પવિત્રતા છે, કરૂણા છે. તેનું હૃદય હંમેશા પવિત્રતા દયા અને કરૂણાથી ભરેલું હોય છે. પુરૂષનું હૃદયસ્વાર્થ અને સંસારી કાવાદાવા અને ગડમથલથી ભરેલું હોય છે. બહુ ઓછા પુરૂષોના હૃદય પવિત્રતા, દયા અને કરૂણાથી ભરેલા જોવા મળે. સ્ત્રી પાસે સુંદરતા છે, રૂપ છે, શોભા છે, શણગાર છે. વસ્ત્રાલંકારની વિવિધતાનો વૈભવ છે. રંગબેરંગી વસ્ત્રો, તેની ડીઝાઇનો, ઘરેણા અને તેના ઘાટ, તેની કલાઓ વસ્ત્ર પરિધાનની કલાઓ વગેરેમાં તેનું મન ખૂબ પરોવાયેલું રહે છે. તેના મનના મનોભાવો પ્રમાણે જુદા જુદા રંગો, ડિઝાઈનો, ઘાટ પર પસંદગી ઉતારે છે અને ઘણીવાર સ્ત્રી આવી સ્થૂળ બાબતોમાં એટલી બધી વ્યસ્ત અને મસ્ત રહે છે કે તે પોતાનું દેવત્વ ગુમાવી બેસે છે અને પુરૂષની ગુલામ બની જાય છે. પુરૂષમાં રૂપ જેવું કાંઈ હોતુ નથી. ઘણે ભાગે આવી બાબતોમાં પુરૂષ શુષ્ક અને નિરસ હોય છે. તેનું માનસ ભોગવાદી હોય છે. સ્ત્રી જીવનમાં અનિશ્ચિતતા છે. અનેક પ્રકારના દુઃખો છે. ૨૦-૨૨ વરસની થાય ત્યાં સુધી કોઈને ખબર નથી કે તેણે કોની સાથે, ક્યા ઘરમાં જીંદગી કાઢવાની છે. લગ્ન પછી પ્રસૃતિની પીડા, બાળ ઉછેરના કષ્ટો અને તેમાં સાસરિયામાં ત્રાસ હોય તો જીંદગી નરકસમાન થઈ પડે છે. જાણે સ્ત્રીનો જન્મ જ દુઃખ ભોગવવા માટે છે. પુરૂષને આવા કોઈ જ દુઃખ આવતા નથી. સ્ત્રી પાસે આંસુનો દરિયો છે. પુરૂષ પાસે નિર્દય બેદરકારી અને બેફિકરાઈ છે તે એટલે સુધી કે સ્ત્રીના દુઃખો પ્રત્યે સહાનુભૂતિનો એક શબ્દ પણ ના બોલે. સ્ત્રીમાં વ્યસન જેવા દુષણો હોય જ નહીં પુરૂષમાં વ્યસન ના હોય તો જ નવાઈ. સ્ત્રીના તમામ કાર્યો અત્યંત પવિત્ર હોય છે, જેમાંથી પાપ લાગવાની કોઈ જ શક્યતા હોતી નથી. જેમકે રસોઇ કરવી, જમાડવું, વાસણો ધોવા, કપડા ધોવાઘર સાફ કરવું. આ બધા જ કાર્યો સંપૂર્ણપણે પવિત્ર કાર્યો છે. જ્યારે પુરૂષના ઘણા કાર્યોમાંથી પાપ જન્મે છે, અસત્ય આચરણ થાય છે. વિકૃતિઓ પેદા થાય છે વગેરે. 044 For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60