Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

Previous | Next

Page 60
________________ વેલજીભાઈ દેસાઈનો પરિચય વેલજીભાઈ દેસાઈ મીકેનીકલ એજીનિયર છે અને એલ.એલ.બીનો પણ અભ્યાસ કરેલો છે. તેઓ જાતે બનેલા નાના ઉદ્યોગપતિ છે. હાલ રાજકોટમાં રહે છે. નાનપણથી જ ગાંધીજીના વિચારોથી આકર્ષાયા છે. તેથી તેઓ મોટા કારખાના, મોટા ઉદ્યોગો, મોટા શહેરો વગેરેના વિરોધી છે. અને ગામડાના અર્થતંત્રને બળ મળે એવા સ્વદેશી જીવનપદ્ધતિને પોષક નાના કુટુંબકક્ષાના ઉદ્યોગોના હિમાયતી છે. તેથી તેઓ કડી તોલ મીલો બનાવે છે તેની ચુકી તેલ મીલો આજે દેશોમાં ચાલે છે. હાલમાં તેઓ વીજળીનું ઉત્પાદન ખેતરે ખેતરે અને ઘરે ઘરે થઈ શકે તે માટે આમ એ જી ની પવતચકીબી. સોલાર પાવર પ્લાન્ટ અને બાયોગેસ લા તેના સંશોધન કાર્યમાં ખેલા છે. મોટા ઉદ્યોગોના પોતે દુમન છે. તેથી તેનો વિકલ્પ ઊભો થાય અને ગામડા અને ખેડૂતો સમૃદ્ધ અને સંપન્ન થાય એ માટે તે કાર્ય કરી રહ્યા છે. તેમની ઉમર 70 વરસ છે. તેઓ યુરોપ, અમેરિકા અને એશિયાના 30 દેશોમાં જઈ આવ્યા છે. “સત્ય એ જ ઇશ્વર’’માં તેઓ માને છે. કર્મયોગ એ જ એમની ભક્તિ છે. “gવી તેમણે નીચે મુજબના પુસ્તકો લખેલા છે. (1) લઘુયંત્રોની શક્યતાઓ : આ પુસ્તક 30 વર્ષ જુનુ છે. “ગ્રામ્ય ભારતનું નવસર્જન” નામે નવું પુસ્તક લખાઈ રહ્યું છે. (2) સાચા સ્વરાજની રૂપરેખા : ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, કન્નડ, મરાઠી, તેલગુમાં (3) અંગ્રેજી માધ્યમની ભયાનકતા (4) Constitution for Real Swaraj (સાચા સ્વરાજનું બંધારણ) (5) વિકાસનો પર્દાફાશ : ગુજરાતી, હિન્દી, ભારતની બધી ભાષામાં અનુવાદ થાય છે. (7) કેળવણી મંથનઃ ગુજરાતી (8) સાડીમાં જ સંસ્કૃતિ તેમની ધંધાકીય આંતરરાષ્ટ્રીય પ્રવૃતિ માટે તેમની વેબસાઈટ www.tinytechindia.com જોવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60