Book Title: Sadi ma j Sanskruti Author(s): Velji Desai Publisher: Velji DesaiPage 58
________________ દશામાં રાખીએ તે ખોટું છે. તેમજ બીજી તરફથી સ્ત્રીને પુરૂષનું કામ સોંપવું તે નિર્બળતાની નિશાની છે ને સ્ત્રી ઉપર જુલમ કર્યા જેવું છે. (૨૧) સ્ત્રીઓને સારું સ્થપાયલી શાળામાં અંગ્રેજી દાખલ કરવું એ આપણી પરાધીનતા લંબાવવાનું કારણ થઈ પડશે. અંગ્રેજી ભાષામાં રહેલો ભારે ખજાનો જેમ પુરૂષોને તેમ સ્ત્રીઓને મળવો જોઈએ, એ વાક્ય મેં ઘણે મુખેથી સાંભળ્યું છે અને ઘણે ઠેકાણે વાંચ્યું છે. હું નમ્રતાપૂર્વક કહીશ કે આમાં કંઈક ભૂલ થાય છે. (૨૨) સ્ત્રીઓને યોગ્ય શિક્ષણ મળવું જોઈએ એમ હું માનું છું. પણ હું એમ અવશ્ય માનું છું કે સ્ત્રી પુરૂષની નકલ કરીને કે તેની સાથે દોડમાં ઉતરીને જગતના હિતમાં પોતાનો ફાળો નહીં આપી શકે. પુરૂષની સાથે એ દોડી તો શકશે, પણ તે પુરૂષની નકલ કરવા જશે તો જે ઉંચાઈ સુધી ચડવાની પોતાની શક્તિ છે ત્યાં લગી ચડી નહીં શકે. સ્ત્રીએ તો પુરૂષની પૂર્તિ રૂપ બનવું રહયું છે. પુરૂષ જે કરી જ ન શકે તે એણે કરવાનું છે. Jain Education International 056 For Personal & Private Use Only - ગાંધીજી www.jainelibrary.orgPage Navigation
1 ... 56 57 58 59 60