Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai
Catalog link: https://jainqq.org/explore/005617/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાડીમાં જ સંસ્કૃતિ લેખકઃ વેલજીભાઇ દેસાઇ હિંદુસ્તાનની તમામ સ્ત્રીઓ સાક્ષાત્ દેવીઓ છે. | -ગાંધીજી For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ વિકાસ વિષે ગાંધીજીના વિચારો મને બીક છે કે ઉદ્યોગવાદ માનવજાતિને શાપરૂપ નીવડવાનો છે. એક પ્રજા બીજી પ્રજાને લૂટે એ હંમેશને માટે ન ચાલી શકે. ઉદ્યોગવાદનો આધાર તમારી લૂંટવાની શક્તિ પર, પરદેશનાં બજારો તમારે માટે ખુલ્લા થવા પર અને હરીફોના અભાવ પર છે. હિન્દુસ્તાન જેવો વિશાળ દેશ મોટા પાયા પર ઉદ્યોગોદાખલ કરીને લાભ ખાટવાની આશાન રાખી શકે. ખરું જોતાં હિન્દુસ્તાન જ્યારે બીજી પ્રજાઓને લૂંટવા માંડશે – અને જો મોટાપાયાપર ઉદ્યોગો ચલાવેતો તેણે તેમકજ છૂટકો- તોતે બીજી પ્રજાઓને શાપરૂપ અને જગતને ત્રાસરૂપથઈ પડશે. ઉદ્યોગવાદનું ભાવિકાળું છે. થોડાજ વરસમાં પશ્ચિમની પ્રજાઓ જોશેકેતેમનો માલ ઓછા ભાવે વેચવાનું દ્વાર બંધ થઈ ગયું છે અને જો ઉદ્યોગવાદનું ભાવિ પશ્ચિમમાં કાળું હોય તો હિંદને માટેતો એથીયેકાળુંનનીવડે? ખેર, આજે તો પશ્ચિમ ઉદ્યોગવાદથી અને શોષણવાદથી ઓચાઈ ગયું છે. જો પશ્ચિમને એ રોગોની દવા ન મળતી હોય તો પશ્ચિમની નિશાળે ભણનારા આપણે નવા નિશાળિયા એ રોગનું નિવારણ શી રીતે કરી શકીશું? એ આખો ઔદ્યોગિક સુધારો એક ભારે રોગ છે, કારણ એ અનિષ્ટમય છે, મોટા મોટા નામોથી આપણે રખે ઠગાતા. વરાળ અને વીજળીના ઉપયોગ આપણે જાણીએ છીએ એટલે યોગ્ય પ્રસંગે જ અને ઉદ્યોગવાદમાં તણાયા વિના, તેનો ઉપયોગ આપણે કરી જાણવો જોઈએ. ઉદ્યોગવાદનો કોઈપણ રીતે આપણે નાશ કરવો જ રહ્યો. જેને એક છેડે ભૌતિક સમૃદ્ધિ માટેની અતૃપ્ત મહત્ત્વકાંક્ષા છે અને બીજે છેડે તેમાંથી પરિણમતું યુદ્ધ છે એવી આ સંસ્કૃતિ તરફ શંકાની નજરે જોતો અને ઉત્તરોત્તર વધતો જતો એવો એક જાગ્રતવર્ગ છે. ગરીબીનોનાશ થવો જ જોઈએ. પણ ઉદ્યોગવાદએનો ઉપાય નથી. આપણે ગામડાંને સ્વાવલંબી, સ્વયંપૂર્ણ બનાવવામાં બધી શક્તિ વાપરવાની છે, ને મોટે ભાગે જે ચીજો વાપરવાની હોય તે જ બનાવવાની છે. ગ્રામોદ્યોગનું આ રૂપ જળવાઈ રહે તો ગ્રામવાસીઓ પોતે બનાવીને વાપરી શકે એવાં આધુનિક યંત્રો અને ઓજારો વાપરે એમાં કશો વાંધો નથી. માત્રએ બીજાને ચૂસવામાં સાધનતરીકેનવાપરવાં જોઈએ. | કોઈપણ દેશને કોઈપણ પ્રસંગે યંત્રોદ્યોગો ખીલવવાની જરૂર હોય, એમ હું માનતો નથી. હિંદને તો આ વસ્તુ વિશેષ પ્રમાણમાં લાગુ પડે છે. ખરેખર, જીવન અપનાવીને તથા દુનિયા જોડે સુલેહશાંતિથી રહીને જ સ્વતંત્ર હિંદ ત્રાહિ ત્રાહિ પોકારી રહેલી દુનિયા પ્રત્યેની પોતાની ફરજ અદા કરી શકશે, એમ હું માનું છું. લક્ષ્મીની પૂજાએ આપણા પર લાદેલી અતિશય વેગીલી યંત્રશક્તિ પર રચાયેલા એવાજટિલ ભૌતિક જીવન સાથે ઉચ્ચ વિચારસરણીનો મેળ નથી. આપણે એની (પશ્ચિમના વિકાસની) નકલ કરવા જઈશું તો તેમાં હિન્દુસ્તાનની પાયમાલી થશે. હું હિંમતભેર કહું છું કે જે ભોગોના તેઓ ગુલામ બની રહ્યા છે તેના વજન તળે દબાઈને તેમને પાયમાલ થવું ન હોય તો તેમને પોતાને પણ તેમની જીવનદૃષ્ટિને નવું રૂપ આપવું પડશે. એટલું તો હું જાણું છું કે હિંદને માટે સુવર્ણમૃગ પાછળ દોડવું એ અચૂક મોતવહોરવા બરોબર છે. ટાઈટલ ત્રણ ઉપર ચાલુ... For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ સાડીમાં સંસ્કૃતિ હિંદુસ્તાનની તમામ સ્ત્રીઓ સાક્ષાત દેવીઓ છે.- ગાંધીજી સાડી ભારતીય સંસ્કૃતિનો આત્મા છે. સુવ્યવસ્થિત સાડીમાં શોભતી દેવીઓ જ્યારે આ ધરતી પર વિચરતી જોવા નહીં મળે ત્યારે હિન્દુસ્તાનનો સર્વનાશ થશે. - વેલજીભાઈ દેસાઈ લેખક અને પ્રકાશક વેલજીભાઈ દેસાઈ ૯૨, સમર્થ ટાવર, અક્ષર માર્ગ, રાજકોટ-૩૬૦ ૦૦૧ ફોનઃ 92 27 606570 email : energy@tinytechindia.com 001 For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ સાડીમાં જસંસ્કૃતિ લેખક, પ્રકાશકઃ વેલજીભાઈ દેસાઈ ૯૨, સમર્થટાવર, અક્ષર માર્ગ, રાજકોટ-૩૬૦૦૦૧, ફોનઃ ૯૨ ૨૭૯૦૬૫૭૦ energy@tinytechindia.com આ પુસ્તક કોઈપણ વ્યકિત છપાવી શકે છે, નકલ કરી શકે છે તથા આમાંના લખાણોનો અન્ય લેખોમાંછૂટથી ઉપયોગ કરી શકે છે. લેખક, પ્રકાશકે કોઈ કોપીરાઈટનો હકક રાખ્યો નથી. ♦ પડતર કિંમત રૂા. ૧૫ - ૭ પ્રાપ્તિસ્થાનઃ અમૃતભાઈ પટેલ ૪, અમુલખ સોસાયટી, શાક માર્કેટ ચોક, રાણીપ, અમદાવાદ - ૩૮૪૨૮૦. મોબાઈલ : ૯૪૨૬૫૧૧૪૯૨ મુદ્રકઃ કોન્ટેક્ટ એડ્ઝ ૭/૧૧, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ dineshtilva@gmail.com 002 For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ઘણાં વરસોથી મારાં મનમાં ધ્રાસ્કો પડી ગયો છે કે, આખું જગત બહુ ઝડપથી વિનાશના રસ્તે ધકેલાઈ રહ્યું છે. ધર્મ, નીતિ, સંયમ, સદાચારનાં બંધનો ઝડપથી તૂટતાં જાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસથી સુખસગવડના સાધનો ખૂબ વધ્યા છે. તેથી નીતિ અનીતિના વિચારને પડતો મૂકીને ગમે તેમ કરીને પૈસા કમાવા અને સુખ સગવડો ભોગવવી એવું વલણ વધતુ જાય છે. તેથી ત્યાગ અને તપશ્ચર્યા ઉપર રચાયેલી ભારતીય સંસ્કૃતિના અસ્તિત્વ સામે જ જોખમ ઊભું થયું છે. કોઈપણ સમાજ ધર્મ, નીતિ, સંયમ, સદાચાર વગર નભી જ ના શકે. યુરોપનો સમાજ સાવ ભોગવાદી બની ગયો છે અને ધર્મ, નીતિ, સંયમ, સદાચાર વગેરે ત્યાંના સમાજમાં બિનજરૂરી મૂલ્યો ગણાવા મંડયા છે. તેથી ત્યાંનું કૈટુંબિક જીવન લગભગ છિન્ન ભિન્ન થઈ ગયું છે. આપણાં દેશનાં ઘણાં લોકો, નેતાઓ અને પ્રબુધ્ધ વર્ગ યુરોપ અને અમેરિકાને આદર્શ માનીને ચાલતાં હોવાથી આપણે ત્યાં પણ ભોગવાદી સંસ્કૃતિ ઝડપથી પ્રસરવા મંડી છે. પુરૂષો તો ક્યારનાં આ ભોગવાદી સંસ્કૃતિના ગુલામ બની ચૂક્યા છે. પરંતુ સ્ત્રીઓએ પોતાનો સ્વધર્મ ઘણે ભાગે જાળવી રાખ્યો છે. તેમનાં ત્યાગ અને સહનશીલતાને લીધે જ આપણો દેશ ટકી રહ્યો છે. પરંતુ હમણાં હમણાં ખૂબ ઝડપથી સ્ત્રીઓ પણ પોતાનો સ્વધર્મ છોડીને પુરૂષોને રવાડે ચડવા મંડી છે અને મને બીક છે કે આપણાં દેશની સ્ત્રીઓ પાસે પોતાની ભવ્ય સંસ્કૃતિનો સાચવવાનો જે વારસો છે તેને સ્ત્રીઓ વગર વિચાર્યે ફેંકી દેવા માંડી છે અને યુરોપીયન સમાજના રીતરિવાજો અને દુર્ગુણો પણ સ્વીકારવા મંડી છે અને પોતાની સારી ટેવો, સદીઓથી સંવર્ધિત કરેલી પરંપરાઓ પણ છોડી દેવા મંડી છે. આના ભાગરૂપે કહેવાતા કે ભણેલા સમાજમાં સાડીનો ઝડપથી લોપ થવા માંડયો છે. સાડીમાં જ આપણી સંસ્કૃતિ રક્ષાયેલી છે અને સાડી છોડી દેવાથી આપણી સંસ્કૃતિનો કેવી રીતે વિનાશ થશે, હરાયા ઢોર જેવો રેઢિયાળ સમાજ કેવી રીતે બની જશે અને ભારત પોતાનો આત્મા જ કેવી રીતે ગુમાવી બેસશે એ આ નાનકડી પુસ્તિકામાં સમાવવાનો થોડોક પ્રયાસ કર્યો છે. તો દરેક વાચકને-ખાસ કરીને બહેનોને-ખાસ વિનંતિ કે આ પુસ્તિકા વાંચીને પોતાનો અભિપ્રાય મને અવશ્ય લખે. વિરુધ્ધ અભિપ્રાય હોય તો પણ લખે. પુસ્તિકાની ખામીઓ કે સૂચનો આવકાર્ય છે. વૈશાખ શુદ ૧૫, ૨૦૬૮ (બુદ્ધપૂર્ણિમાં) તા. ૬-૫-૨૦૧૨ (બીજી આવૃતિ) 003 For Personal & Private Use Only – વેલજીભાઈ દેસાઈ Page #6 -------------------------------------------------------------------------- ________________ તમે એવો કોઇ સમાજ જોયો છે જેનો એક એક સભ્ય સુશોભિત અલંકૃત અને કલામય પોષાકથી છવાયેલો હોય અને અચાનક બધાને ગાંડપણ ઉપડે કે ભૂખે મરતા મજૂરોના શરીર પર જે લંગોટી વીંટી છે તે જ સારો પોષાક ગણાય અને તેથી ધડાધડ પોતાના પોષાક રસ્તામાં ફેંકી દઈને લગભગ નગ્ન જેવા સ્ત્રી પુરુષો રસ્તા પર ફરવા માટે ? આપણી સ્ત્રીઓ સાડીનો ભવ્ય પોષાક છોડીને આરસ્તે જઈ રહી છે. વેલજીભાઈ દેસાઈ 004 For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ (૧) પ્રસ્તાવના . (૨) (૩) સાડીમાં જ સંસ્કૃતિ (૪) સાડી અહિંસક સમાજનું નિર્માણ કરે છે . સાડી એટલે ભારતીય સંસ્કૃતિનો આત્મા . (૫) સાડી વગરનો સ્ત્રી સમાજ કેવો હશે ? . (૬) મારા જ ઘરમાંથી સાડીને વિદાય (૭) કોલેજોમાં સાડીનું પુનઃસ્થાપન .(<) જાહેર જીવનમાં સાડી. (૯) નોકરીઓમાં સ્ત્રીઓ અને સાડી (૧૦) સંસ્કૃતિ છોડશો તો કાયમી ગુલામ બનશો (૧૧) આર્યનારીઓ, સાવધાન ! મેડમ થવામાં ભારે જોખમ છે.. (૧૨) નીતિભ્રષ્ટ આધુનિક્તા (૧૩) શ્રી પુરૂષ અસમાનતા. (૧૪) . મેં જોયુ વિકૃતિથી પીડાતુ યરોપ. (૧૫) સુખી થવાનાં રસ્તા (૧૬) સ્ત્રીઓ વિષે ગાંધીજી • 005 For Personal & Private Use Only 8 8 8 8 8 હૈં ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ Page #8 -------------------------------------------------------------------------- ________________ સાડી એટલે ભારતીય સંસ્કૃતિનો આત્મા સાડીમાં સુંદરતાની પરાકાષ્ઠા છે, નયનરમ્યતા છે. સાડીમાં કળાની પરાકાષ્ઠા છે, વિવિધતાનો વૈભવ છે. સાડીમાં નમ્રતાની પરાકાષ્ઠા છે. સાડીમાં રિધ્ધિસિધ્ધિ છે, ભવ્યતાની પરાકાષ્ઠા છે. સાડીમાં દિવ્યતા પ્રગટે છે, અધ્યાત્મ ખીલે છે, સંસ્કારો સચવાય છે. સાડીમાં સ્ત્રીત્વ વિકસે છે, સાડી પહેરેલી સ્ત્રી-પુરુષની નકલ કરી જ ના શકે. સાડીમાં સંયમ છે, શીલ રક્ષા છે, પવિત્રતા છે. સાડીમાં માન સન્માન છે, આદર સત્કાર છે. સાડીમાં માતૃત્વ છે, ત્યાગ છે, તપ છે, સમર્પણ છે. સાડીમાં શાલીનતા છે, વિનય છે. સાડીમાં મર્યાદા છે, સ્ત્રી સહજ સંકોચ છે, સાડી પહરેલ સ્રી બેશરમ ના બની શકે. સાડીમાં લાગણીનો આવિર્ભાવ છે, સાડી વડે સ્ત્રી પોતાના મનોભાવો વ્યક્ત કરી શકે છે. આ રીતે સંસ્કૃતિના તમામ ઘટકો સાડીમાં જ સમાયેલા છે. તેથી સાડી ખરેખર ભારતીય સંસ્કૃતિનો આત્મા છે. એટલે સાડીમાં જ સંસ્કૃતિ છે. – વેલજીભાઈ દેસાઈ હું માનું છું કે યુરોપીય પોશાકનું આપણું અનુકરણ એ આપણી પામરતા, નામોશી અને નબળાઈની નિશાની છે. અને જે પોશાક ભારતની આબોહવાને વધુમાં વધુ અનુકૂળ છે, સાદાઈ, કળા અને સસ્તાપણામાં દુનિયાના કોઈ પણ દેશથી પાછો પડે તેવો નથી તેમ જ આરોગ્યવિષયક જરૂરિયાતો સંતોષે છે તે પોશાકને ફગાવી દેવામાં આપણે રાષ્ટ્રીય પાપ કરી રહયા છીએ. – ગાંધીજી 006 For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ “સાડીમાં જ સંસ્કૃતિ” સુંદરતા સૌને ગમે. પરંતુ સ્ત્રીઓને તો વિશેષરૂપે ગમે, કારણ કે ઈશ્વરે સ્ત્રીઓને વધુ સુંદરતા આપી છે. એટલે દરેક સ્ત્રીને સુંદર, સુઘડ દેખાવું ગમે છે. પરંતુ યુવાન સ્ત્રીઓને તો સુંદર દેખાવું ખાસ ગમે છે. એમાંયે જેની સગાઈ કરવાની હોય તેને તો સુંદર દેખાવાની ખાસ ઈચ્છા હોય છે અને ખાસ જરૂર હોય છે, કારણ કે ભારતીય લગ્ન બજારમાં સુંદરતાની જેટલી કિંમત છે તેટલી ભાગ્યે જ બીજા કોઈ ગુણની આજે છે. ગમે કે ન ગમે પણ આપણાં સમાજની આ સત્ય હકીક્ત છે. , કોઈપણ સ્ત્રી બીજા કોઈપણ પહેરવેશ કરતાં સાડીમાં વધારે સુંદર દેખાય છે. સાડીમાં તેનું વ્યક્તિત્વ જેટલું ખીલી ઉઠે છે તેટલું બીજા કોઈપણ પહેરવેશમાં ખીલી શક્યું નથી. એટલે સાડી પહેરવાથી સ્ત્રી વધારે સુંદર દેખાય છે તે હકીક્તનો ઈન્કાર કોઈ કરી શકે એમ નથી. આમ છતાં આજની આધુનિક યુવતીઓ સાડીને તિરસ્કારે છે, સાડી પહેરવામાં અણગમો વ્યક્ત કરે છે, સાડી પહેરવાનો વિરોધ કરે છે. દરેક યુવતી સુંદર દેખાવા થાય એટલા પ્રયત્ન કરે છે અને સાડીથી પોતે વધુમાં વધુ સુંદર દેખાઈ શકે છે એ જાણતી હોવાં છતાં સાડીનો કેકેમ આટલો બધો વિરોધ કરે છે તે હું કદી સમજી શક્તો નથી. - સાડીમાં જે વ્યક્તિત્વ ખીલી ઉઠે છે એ અજોડ છે, બેનમુન છે. સાડીમાં જે કળા છે તે અતિભવ્ય છે. સાડીમાં કળાની પરાકાષ્ઠા છે. સાડીમાં જેટલી સુંદરતા છે તે બીજા કોઈપણ પહેરવેશમાં નથી, આટલી વાત તો સાડીનો પ્રખર વિરોધ કરનારી બહેનો પણ સ્વીકારે છે. સાડી આપણી સંસ્કૃતિના આવિર્ભાવનું સર્વોતમ સાધન છે. સેંકડો વરસોથી સાડી આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. સેંકડો વરસોથી કરોડોને કરોડો સ્ત્રીઓએ સાડી પહેરીને જ પોતાના આયુષ્ય પુરાંક્ય છે. તેમને સાડીને પહેરવાનો કે બીજો કોઈ પહેરવેશનો વિચાર સરખો બતાવે તો કરોડો સ્ત્રીઓ એકક્ષણમાં જ તેને ધુત્કારી કાઢે, એ રીતે સદીઓ સુધી સાડી વગરની સંસ્કૃતિની કલ્પના જ થઈ શક્તી નથી. એટલે સાડીમાં જ સંસ્કૃતિ છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી લાગતી. _007 For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ શરીરની કેટલીક મર્યાદા અને ખામીઓને સાડી આબાદરુપે ઢાંકી દે છે. જેમ કે ઉંચાઈ ઓછી હોય તો પણ સાડી પહેરેલી સ્ત્રી પ્રમાણમાં પૂરી ઉંચાઈની દેખાય છે. શરીરની 6 ટકા ખામીઓ સાડી પહેરવાથી ઢંકાય જાય છે. આ રીતે ઓછી સુંદર સ્ત્રીઓ સાડી પહેરવાથી ઘણી બધી સુંદર દેખાય છે. સાડી સ્ત્રીનું રક્ષાત્મક ક્લચ છે. સાડી પહેરેલી સ્ત્રીને કોઈપણ પુરૂષ અપમાનથી તોછડાઈથી બોલાવી શકે જ નહીં. સાડી પહેરેલી સ્ત્રી સાથે કોઈપણ અજાણ્યો પુરૂષ પૂરા માન સાથે જ વર્તીશકે. એટલે સાડી સ્ત્રીનાં ચારિત્રનું રક્ષાક્વચ છે. પરંતુ આધુનિક યુવતીઓએ સાડીને ધુત્કારી કાઢી છે અને પંજાબી ડ્રેસને અપનાવી લીધો છે. હવે તો આધુનિક યુવતીઓ તો પુરૂષોના ડ્રેસને પણ અપનાવવા લાગી છે. શહેરોમાં ૪૦ થી ૫૦ વરસની સ્ત્રીઓએ તો સાડીને પોતાના જીવનમાંથી તરછોડી કાઢી છે અને જાહેર પ્રસંગોમાં કે લગ્ન જેવા સામાજિક રિવાજોને ખાતર પણ ક્યારેક સાડી પહેરવી પડે તો મોં મચકોડે છે. આજનો પ્રવાહ ચાલુ રહેશે તો બહુ જ થોડાં વરસોમાં સાડી અદૃશ્ય થઈ જશે. આમ થશે તો મને ડર છે કે, આપણી સદીઓ જુની સંસ્કૃતિ પણ નાશ પામશે. પછી ભારતમાં કોઈ વિશેષતા નહીં રહે અને આપણાં દેશમાં પણ પુરૂષો અને સ્ત્રીઓ યુરોપના જેવાજ રેઢિયાળ થઈ જશે એમાં મને શંકા નથી. સાડી સામેના તીવ્ર વિરોધનાં કારણોમાં આજની યુવાન બહેનો મુખ્યત્વે એમ કહે છે સાડી અગવડરૂપ છે. આ વાત તો બીલકુલ સાચી છે. સાડી પહેરવામાં અગવડ વેઠવી પડે છે. તેને સરખી રાખવામાં ક્ષણે ક્ષણે સાવધાન રહેવું પડે છે. આખા શરીર ઉપર સાડી વ્યવસ્થિત જાળવી હોય તો જ સ્ત્રી સુઘડ અને સુંદર દેખાય. જરાક જેટલી બેદરકારી પણ સાડીને અવ્યવસ્થિત કરી દે છે અને તેથી સ્ત્રી અવ્યવસ્થિત દેખાવા લાગે છે. તેથી સાડીને વ્યવસ્થિત રાખવામાં ક્ષણે ક્ષણે સાવધાન રહેવું પડે છે. કામકાજ કરતાં કરતાં, રસોઈ કરતાં કરતાં, ખેતીનું કામ કરતાં કરતાં, રસ્તે ચાલતાં ચાલતાં એમ કોઈપણ વખતે સાડીને સંકોરવામાં, વ્યવસ્થિત રાખવામાં ક્ષણે ક્ષણે સાવધાન રહેવું પડે છે. જરાક ભૂલકરી, જરાક બેદરકારી રાખીને તરત જ સુઘડતાનો ભંગ વહોરવો જ પડે છે. એટલે સાડીમાં સગવડ નથી, અગવડરૂપ છે એ આક્ષેપ સંપૂર્ણ વજૂદવાળો છે. પરંતુ સગવડ અને સંસ્કૃતિ કદી પણ સાથે હોતા નથી. સંસ્કૃતિમાં હંમેશાં અગવડ જ હોય છે. આપણી સંસ્કૃતિમાં સગવડ ને કદી પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. ભારતીય પ્રજાએ નીતિ, સદાચાર અને સંસ્કૃતિની જાળવણી અર્થે અગવડ વેઠવામાં કદી અચકાટ અનુભવ્યો નથી. આપણે તો ત્યાગ અને તપશ્ચર્યાને જ પ્રાધાન્ય આપ્યું છે. સગવડનો આખો વિચાર પશ્ચિમી સંસ્કૃતિમાંથી આવેલો છે. જો આપણે સગવડવાદી બનીએ અને દરેક વાતમાં સગવડ શોધવા બેસીએ અને જયાં અગવડ પડે તે છોડતાં જઈએ તો ધર્મ, નીતિ, સદાચાર જેવા કોઈ મૂલ્યો જ બચે નહીં. દાખલા તરીકે આપણે ઘરે કોઈ મહેમાન આવે તો આપણે તેનો આદર સત્કાર કરીએ છીએ. બપોરના સમયે આપણે જમી લીધા પછી આવેને આપણને ખબર પડે કે 008 For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ આવનાર મહેમાન ભૂખ્યા છે તો તેમના માટે ફરીથી રસોઈ કરીને જમાડીએ છીએ. આ આપણી સંસ્કૃતિ છે. પરંતુ તેમાં ઘણી અગવડ વેઠવી પડે છે. અગવડ વેઠયા વગર સંસ્કૃતિ જાળવી ના શકાય. સગવડ જ વિચારવી હોય તો મહેમાનને જમાડવાની ના પાડી દેવી તેમાં સૌથી વધુ સગવડ છે. પરંતુ એમ કરવામાં આપણી સંસ્કૃતિનો ભંગ થાય છે એ આપણે સમજીએ છીએ. એટલે સાડીમાં સગવડ નથી, સાડી અગવડરૂપ છે એ દલીલને ખાતર સાડી ફેંકી દેવી એ બરાબર નથી. સાડીના જે અનેક ગુણો છે તે આધુનિક બહેનોએ ગંભીરતાથી વિચારવા જોઈએ. મનુષ્યમાત્રને જડ વસ્તુ કરતાં ચેતન વસ્તુ વધારે ગમે. જીવતો જાગતો મનુષ્ય ગમે, પરંતુ મરેલી વ્યક્તિ ના ગમે, આળસુ, એદી માણસના ગમે, કારણ કે તેનામાં ચેતન ઓછું હોય છે. ઉત્સાહી અને ચપળ માણસ ગમે, કારણ કે તેનામાં ચેતન વધારે હોય છે. સાડીનો એક મોટો. ગુણ એ છે કે સ્ત્રીમાં રહેલા ચેતનના એકે એક અંશનો આવિર્ભાવ કરીને તે જગતને બતાવી શકે છે. સ્ત્રીમાં રહેલું ચેતન સાડીમાં વ્યક્ત થાય છે. ચાલવામાં, કામકાજમાં, ઉઠવા-બેસવામાં સ્ત્રીમાં જે ચેતન હોય છે તે “મેગ્નીફાય” થઈને મોટું થઈને આપણી સમક્ષ વ્યક્ત થાય છે. સ્ત્રી એક ડગલું ભરે એટલામાં જ સાડીમાં હજારો જગ્યાએ તરંગો અને સ્પંદનો ઉત્પન્ન થાય છે અને વિલિન થાય છે. સાડીમાં ઉઠતા હજારો તરંગોના સર્જન અને વિસર્જનના દશ્યોમાંથી અલૈકિક ચેતન પ્રગટ થાય છે. આમ સ્ત્રીના એકે એક કાર્યમાં ક્ષણે ક્ષણે ચેતન પ્રગટતું રહે છે. રોટલી વણવામાં કે સંજવારી કાઢવામાં કે કોઈપણ ઘરકામ કરવામાં શરીરનું જરા જેટલું હલનચલન થાય કે તરત જ તેનો પ્રતિભાવ સાડીમાં હજારો જગ્યાએ હલન ચલન દ્વારા ઊભા થતાં તરંગોથી જોવા મળે છે. એટલે સાડી અત્યંત જીવંત વસ્તુ છે. સાડીની આ જીવંતતા મનુષ્યને મુગ્ધ કરી શકે છે. તમે ગરબે ઘૂમતી સ્ત્રીઓને જુઓ તો સાડીની જીવંતતાનો ખ્યાલ આવશે. તેમાં દરેક ડગલે ક્ષણે ક્ષણે ઉદ્ભવતા અને વિલીન થતાં તરંગો કમબધ્ધ અને લયબધ્ધ રીતે જોઈ શકાશે. આમ હજારો જગ્યાએ સાડીનું વિસ્તરણ અને સંકોચન, આરોહ અને અવરોહ, ખૂબ કલાત્મક રીતે જોવા મળશે. જેમ સમુના મોજા ઉત્પન્ન થાય છે અને વિખરાય છે. કમબધ્ધ અને તાલબધ્ધ રીતે -તે જ રીતે સર્જાતા અને વિલીન થતાં તરંગોના ભવ્ય દશ્યો ખૂબ સુંદર રીતે સાડીમાં દેખાય છે. સમુના મોજાનું કુદરતનું નૃત્ય અને સ્ત્રીઓનું ગરબે ઘૂમતું નૃત્ય- એ બન્નેમાં મને સરખી જ જીવંતતા નજરે પડે છે. સમુના મોજાનું દશ્ય સૈને સુલભ છે પરંતુ ગરબે ઘૂમતી બહેનોનું દશ્ય તો દેવોને પણ દુર્લભ છે. દુર્ભાગ્યે આપણે તેની કિંમત નથી સમજતા. - સાડીમાં સ્ત્રીની સુંદરતા ખીલી ઊઠે છે, સાડીમાં સ્ત્રી સુંદર દેખાય છે એટલો જ માત્ર સાડીનો ગુણ નથી. ખરી વાત એ છે કે, સાડીમાં જ સ્ત્રીનું સ્ત્રીત્વ ખીલે છે, વિક્સે છે, વધુ સારી રીતે પ્રગટે છે. સ્ત્રીત્વ એટલે સ્ત્રી સહજ સદ્ગણો- નમ્રતા, શાલીનતા, મર્યાદા, પવિત્રતા, 009 For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સહનશીલતા, ત્યાગ, તપશ્ચર્યા, સંકોચશીલતા વગેરે ગુણો. સ્ત્રીત્વ એટલે માતૃત્વ, માતૃભાવના, પ્રેમ, વાત્સલ્ય, સમર્પણભાવ વગેરે ગુણો. આ ગુણોથી જ સ્ત્રી શોભે છે. જે સ્ત્રીમાં આવા સ્ત્રી સહજ સદગુણો ન હોય તે સ્ત્રી તરીકે નહીં શોભે, પરંતુ પુરૂષની નકલખોર લાગશે. આનો અર્થ એ થયો કે જેનામાં સ્ત્રીત્વ નથી તે સ્ત્રીઓમાં તેમજ પુરૂષોમાં માનપાત્ર નહીં બને. હવે ખુબી એ છે કે, સ્ત્રીનું સ્ત્રીત્વ સાડી મારફત જ વધારે ખીલે છે. આ દલીલ કોઈને વિવાદાસ્પદ લાગે અને જે બહેનો સાડીનો વિરોધ કરે છે તેમને કદાચ ગળે ના ઉતરે. પરંતુ સાડી વિષે ઘણાં વરસોના ચિંતનમનન પછી મને એમ ખાતરી થઈ છે કે, સાડી ફક્ત દેહ લાલિત્ય અને બાહ્ય સુંદરતા અર્પે છે એટલું જ નથી. સાડીનું ખરું મહત્વ એ છે કે તે સ્ત્રીની આંતરિક સુંદરતા અને સ્ત્રીના સ્ત્રીત્વને પ્રગટાવે છે, ખીલવે છે, વિક્સાવે છે. આ બાબત આપણે થોડીક વિગતે સમજવી જોઈએ. આ માટે આપણે યુરોપમાં કેવી સ્થિતિ છે તેનો વિચાર કરીએ. ત્યાં સ્ત્રી-પુરૂષ સમાનતાને નામે સ્ત્રીને તમામ બાબતમાં પુરૂષની નકલખોર બનાવી છે. પરિણામે પુરૂષ જે કાંઈ કામ કરે તે સ્ત્રી પણ કરવા લાગી છે. તેથી પુરૂષના તમામ દુર્ગુણો સ્ત્રીમાં પણ પ્રવેશ્યા છે. પુરૂષ નોકરી કરે અને કમાય તો સ્ત્રી પણ નોકરી કરે અને કમાય, પુરૂષ સીગરેટ, દારૂ પીએ, તો સ્ત્રી પણ સીગરેટ, દારૂ પીએ, પુરૂષ બસનો ડ્રાઈવર બને તો સ્ત્રી પણ બસની ડ્રાઈવર બને, પુરૂષ અભિમાન કરે તો સ્ત્રી પણ અભિમાન કરે, આમ દરેક વાતમાં સ્ત્રી પુરૂષની નકલ કરે, હરિફાઈ કરે. આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે સ્ત્રીનું સ્ત્રીત્વ ઘટતું જાય, કરમાતું જાય અને પુરૂષ સહજ મિથ્યાભિમાન વધતુ જાય. આ કુદરત વિરોધી પ્રક્રિયા છે. પરિણામે યુરોપની કુટુંબ વ્યવસ્થામાં ગંભીર ગોટાળા ઊભા થયા છે. જેમ કે ત્યાં છુટાછેડાનું પ્રમાણ બેહદ વધી ગયું છે. જે લગભગ ૫૦ % ટકા સુધી પહોંચી ગયું છે, જેટલા લગ્ન થાય તેમાંથી ત્રીજા ભાગના લગ્ન પાંચ વરસમાં જ ભંગ થાય છે. દસ વરસ લગ્ન જીવન સરળતાથી ચાલે તો ત્યાં આશ્ચર્ય ગણાય. બાળકો ૧૫ વરસના થાય ત્યાં સુધી બે કે ત્રણ બાપ બદલી જાય, ગામ બદલી જાય, ઘર બદલી જાય. હજારો નહીં, બલ્કે લાખો ને લાખો માણસો હવે લગ્ન કરતાં જ નથી અને સ્ત્રી પુરૂષો કોન્ટ્રાકટ કરે છે, જે પણ ગમે ત્યારે ભાંગી પડે છે. આ બધા લક્ષણો સુવ્યવસ્થિત સમાજના નથી, પણ વેરવિખેર સમાજના છે. એટલે સ્ત્રી પુરૂષને રવાડે ચડે તેમાં આખા સમાજનું પતન છે. સ્ત્રીએ પુરૂષને રવાડે ચડવું એટલે સ્ત્રીત્વ છોડવું અને કૃત્રિમ પુરૂષ બનવું. આ કુદરત વિરોધી છે અને અશક્ય છે. છતાં પણ આ પ્રક્રિયા આખા યુરોપમાં ખૂબ પ્રસરી ગઈ છે અને તેના બહુ ખરાબ પરિણામો યુરોપ અમેરીકા ભોગવી રહ્યાં છે. એટલે પાયાની સમજવાની વાત એ છે કે, સ્ત્રી અને પુરૂષ એક સરખા નથી. બન્નેના સ્વભાવ જુદા છે. બન્નેના વ્યક્તિત્વ જુદા છે. બન્નેના કાર્યક્ષેત્ર પણ જુદા છે. બન્નેની દેહ રચના જુદી છે, બન્નેની આકાંક્ષાઓ, અપેક્ષાઓ જુદી છે. બન્ને એક બીજાના પૂરક છે. એકબીજાની હરિફાઈ કરવા માટે નથી. પરંતુ એકબીજાને મદદરૂપ થવા માટે છે. બન્નેના સ્વાભાવિક લક્ષણો જુદા જ છે. સ્ત્રી ઘર અને બાળકો સંભાળવાનું કુદરતી રીતે જ પસંદ કરે છે. 010 For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ બહાર એકલા જઈને કમાઈ ખાવું તે સ્ત્રીને માટે ઝટકે ખોટો બોજો થઈ પડે છે. પુરૂષને બહાર રખડીને કમાઈ લાવવું સ્વાભાવિક છે. ઘરમાં રસોઈ કરવી અને ઝીણી ઝીણી વ્યવસ્થા કરવી પુરૂષને માટે અસ્વાભાવિક છે અને તેથી તેને ત્રાસરૂપ થઈ પડે છે. સ્ત્રીની મનોવૃત્તિ ઘણેભાગે ત્યાગ પ્રધાન છે. પુરૂષની મનોવૃત્તિ ઘણેભાગે ભોગ પ્રધાન છે. સ્ત્રી કુટુંબને માટે, બાળકો માટે, પતિ માટે ત્યાગ કરવામાં, અગવડ અડચણ વેઠી લેવામાં સુખ માની શકે છે. પુરૂષને સ્ત્રી બિમાર હોય એ દરમ્યાન રસોઈ, કપડાં ધોવા, ઘર સાફ કરવું જેવા ઘરકામ કરવા પડે તો પણ ત્રાસરૂપ લાગે છે. જો કે ફરજ સમજીને જરૂર કરે, કરવાં જ જોઈએ. પરંતુ સ્ત્રી અને પુરૂષ બન્નેના કાર્યક્ષેત્ર જુદા છે, સ્વભાવ જુદા છે, મનોવૃત્તિ જુદી છે. એટલે દરેક પોતાના સ્વભાવને વશ વર્તે, પોતાનો સ્વધર્મ પાળે તેમાં જગતનું કલ્યાણ છે, સમાજની સુખાકારી છે. પરંતુ સ્ત્રી કે પુરૂષ પોતાનો સ્વધર્મ છોડીને બીજાના કાર્યક્ષેત્રમાં હરિફાઈ કરવા નીકળી પડે તો સમાજનું પતન થાય છે, જે આપણે યુરોપ અમેરિકામાં જોઈએ છીએ. એક્વાર મેં મારાં પત્નીને કીધું કે તું ઓફિસે આવતી જા અને મને થોડી મદદરૂપ થા તો મને બહુ ગમે. પરંતુ તેણે જે જવાબ આપ્યો તેથી મારી આંખો ખુલી ગઈ અને મારી આખી વિચારસરણી જ બદલાઈ ગઈ. જાણે પોતાનું અપમાન થયું હોય એવી રીતે છણકો કરીને તે બોલી “હું શું કરવા તમારી ઓફિસે આવું? તમારું કામ તમે જાણો. એ તો જેનું પુરૂ ના થતુ હોય એ બહાર નોકરી કરવા જાય. અમે રસોઈ કરીને તમને જમાડી દઈએ એટલે અમે છૂટયાં.” આ જવાબ તેણે એટલા બધા ગૈરવપૂર્વક અને આક્રોશથી આપ્યો કે જાણે તે ઘરની સામ્રાજ્ઞી મહારાણી હોય અને હું તેનો બહાર જઈને કમાઈ લાવનારો નોકર હોઉં એવું ચિત્ર ખડું થઈ ગયું. હું ખૂબ જ ઊંડા વિચારમાં સરી પડયો. ખરેખર ઘર સંભાળનારી સ્ત્રીનું સ્થાન સર્વોચ્ચ સ્થાન છે તે તેણે બતાવી આપ્યું. છેલ્લું વાક્ય અનાયાસે તે બહુવચનમાં બોલી. “અમે રસોઈ કરીને તમને જમાડી દઈએ એટલે અમે છૂટયાં.” આ વાક્ય મારા હૃદયમાં બેસી ગયું. આખા સ્ત્રી સમાજ વતી તે બોલી ગઈ. વ્યવહારમાં તો એવું દેખાય છે કે પુરૂષ બહારના બધા કામ અને કમાણી પોતાના હાથમાં રાખીને સ્ત્રીને ઘરમાં જ ગુલામડી જેવી સ્થિતિમાં રાખે છે. પરંતુ અહીં તો સાવ જ ઉલટું ચિત્ર ખડું થઈ ગયું મારાં પત્નીએ તો બહારનું કામ હિણપત ભરેલું ચીતરી દીધું અને ઘર સંભાળવાનું પોતાનું કામ સર્વશ્રેષ્ઠ હોય એ રીતે વાત કરી બહુ વિચાર કરતાં મને તેની વાત ખરી લાગી. આપણી ભારતીય વ્યવસ્થા ખરેખર જ સારી છે. ઘર સંભાળવું એ જૌરવભર્યું કામ છે. અને તે સ્થાન સ્ત્રીનું છે. બહાર રખડી ભટકીને કમાઈ લાવવું તે અઘરું કામ છે તે પુરૂષના ભાગે. જો સ્ત્રી પુરૂષ એકબીજાને મિત્ર સમજે તો આ વ્યવસ્થામાં સ્ત્રીનું સ્થાન ઊંચું છે, જે મારાં પત્નીએ મને સમજાવી દીધું. ઘરમાં જો સ્ત્રીઓને પુરૂષથી દબાઈને ના રહેવું પડે તો આ ઉત્તમ વ્યવસ્થા છે. પરંતુ વ્યવહારમાં પુરૂષ સ્ત્રીને દબાવી રાખે છે. તે ૧૦૦માંથી ૮૦ કિસ્સામાં સત્ય છે. એટલે સ્ત્રીઓને સ્વાભાવિક રીતે એમ થાય છે કે બહારના કામ કરવાના મળે, નોકરી કરવાની મળે, સ્વતંત્ર કમાણી મળે, સ્વતંત્રતા મળે તો પુરૂષની ગુલામીમાંથી છૂટકારો મળે. આ વિચારમાં ભારે મોટો દોષ છે , 011 For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ એક તો બહારના કામો સ્ત્રીના નૈસર્ગિક સ્વભાવ સાથે તથા માતૃત્વની જવાબદારી સાથે મેળ નથી બેસતાં, બીજુ જે સ્ત્રીઓ આવા કામ કરે છે તે હેરાન થઈ જાય છે અને ઘર સંભાળતી સ્ત્રી જેટલી તકદી સુખી થઈ શક્તી નથી. એક્વાર અમેરિકામાં કેલીફોર્નિયામાં એક ફેકટરીની બહાર એક કારમાં હું બેઠો હતો ત્યાં જ સાયરન વાગ્યું. અને ફેકટરીની બહાર માણસો નીકળી આવ્યા. બહાર આવતાં જ પોતાના ખિસ્સા કે પર્સમાંથી બ્રેડના ટૂકડા કાઢીને જેમ તેમ જલ્દીથી ખાવા માંડયા. એમાં એક અમેરિકન બાઈ પણ હતી. ભાગ્યે જ તેની ઉંમર ૩૦-૩૫ વરસ હશે. તેણે પુરૂષના જેવો જ પહેરવેશ-પેન્ટ શર્ટ પહેર્યો હતો. તેના મોઢા ઉપર થાક, કંટાળો અને અણગમો સ્પષ્ટ વર્તાતા હતાં. કદાચ તે બાઈ દૂર દૂરથી કારખાનામાં મજૂરી કરવા આવી હશે. પોતાના સંતાનોને વળી દૂરના કોઈ ઘોડીયા ઘરમાં કે બાલમંદિરમાં મૂકીને આવી હશે. પાંચ-સાતમીનીટની એરીસેસમાં જેમ કુતરા જલ્દી જલ્દી ખાય એ રીતે તે બાઈએ બ્રેડ અને પીણું ખાધું, પીધું ને સીગરેટ સળગાવી. ત્યાં તો ફરી સાયરન વાગ્યું અને બધા અંદર કામે ચડી ગયા. આ દશ્ય જોઈને હું રડી પડયો. સામાન્ય રીતે હું ક્યારેય રોતો નથી. પરંતુ તે અમેરિકન બાઈનું દશ્ય જોઈને હું ખરેખર જ રડી પડયો. હું જાણું છું કે અમેરિકાની ૯૦% ટકા સ્ત્રીઓ મજૂરણો તરીકે કારખાનામાં કે મોટાં સ્ટોરમાં મજૂરી(જોબ) કરવા જાય છે. જે મજૂરી ના કરે તો તેનું પુરું ના થાય. મને ચોક્કસ ખાતરી છે કે મારાં પત્ની જે સ્થિતિમાં રહે છે તે સ્થિતિ કરોડો અમેરિકન સ્ત્રીઓને સ્વર્ગ સમાન લાગે. ઘર સંભાળવું, ઘરે જ રહેવું અને નોકરી કરવી જ ના પડે તે સુખદ સ્થિતિની તેઓ કલ્પના પણ ના કરી શકે. આપણે અમેરિકાના ગુણગાન ગાતા થાક્તા નથી. પરંતુ ત્યાં તમામ સ્ત્રીઓને પુરૂષોની જેમ જ વેઠિયા મજૂર જેવું કામ કરવું પડે છે. ઘર સંભાળવા ઉપરાંત આ કામો કરવા પડે છે. તો જ પુરૂં થાય. એટલે પ્રમાણમાં આપણે ત્યાં ફક્ત ઘર સંભાળતી સ્ત્રીઓ ઘણી વધારે સુખી છે. પરંતુ આપણું દુર્ભાગ્ય છે કે આપણે અમેરિકાની આંધળી નકલ કરવામાં ગૈરવ અનુભવીએ છીએ. અને વરસોથી ચાલી આવતી આપણી પરંપરાઓને છોડી દેવામાં જ શાબાશીમાનીએ છીએ. એકવાર મારાં ઘરે હોલેન્ડના એક સારા વૈજ્ઞાનિક ૧૨ દિવસ રોકાઈ ગયા. તેમની પત્ની નોકરી કરે છે અને પોતે ખાસ કમાતા નથી. તેથી રસોઈથી માંડી ને રસોડાનું તમામ કામ તે વૈજ્ઞાનિક કરે છે. મને લાગે છે કે આ વૈજ્ઞાનિક પાસે જગતને આપવાં જેવું ઘણું અમૂલ્ય જ્ઞાન છે. પરંતુ રસોઈ અને રસોડાની જવાબદારીમાંથી તેમને સમય મળતો નથી. જેટલો સમય મળે છે તે યોગ વિધાના શિક્ષક તરીકે વાપરી નાંખે છે. પરંતુ તેનું જે કિંમતી વૈજ્ઞાનિક જ્ઞાન છે તેનાથી કદાચ જગત વંચિત રહી જશે એવો મને ડર છે. યુરોપની કૃત્રિમ જ નહીં, પરંતુ સાવ અકુદરતી અને અવળી જીવન પધ્ધતિને કારણે સ્ત્રી અને પુરૂષ બન્નેનો કુદરતી વિકાસ રુંધાય છે. સ્ત્રીત્વ અને પુરૂષત્વ બન્ને રુંધાય છે. 012 For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ પરંતુ આ બધી દલીલોને સાડી સાથે શું સંબંધ છે તે સ્વાભાવિક પ્રશ્ન છે. મારી દલીલ એ છે કે, સમાજની સુવ્યવસ્થા કે ગેરવ્યવસ્થાને સાડી સાથે સીધો સંબંધ છે. જો આપણે એટલું સ્વીકારીએ કે સ્ત્રી અને પુરૂષના કાર્યક્ષેત્ર જુદા છે અને એકબીજાના કાર્યક્ષેત્રમાં હરિફાઈ કરવાની જરૂર નથી, પરંતુ પોતાનો સ્વધર્મ પકડી રાખવામાં સમાજનું શ્રેય છે, તો એ જ વાત પહેરવેશ ને પણ લાગું પડે છે. સ્ત્રી અને પુરૂષના પહેરવેશ સદીઓથી જુદા છે. આ પહેરવેશ પોતાનો સ્વધર્મ પાળવામાં અનુકૂળ પડે તે રીતે ગોઠવાયેલા છે. સ્ત્રીનું સ્ત્રીત્વ વધુમાં વધુ સારી રીતે ખીલી શકે, પ્રગટી શકે, વિક્સી શકે એ દૃષ્ટિ ધ્યાનમાં રાખીને આપણાં પૂર્વજોએ સ્ત્રીને માટે સાડીનો પહેરવેશ નિશ્ચિત કરેલો જણાય છે. એને વળગી રહેવામાં સમાજનું શ્રેય છે. ફક્ત સગવડને નામે, અગવડને ટાળવાને નામે પંજાબી ડ્રેસ ઘણી બહેનોએ અપનાવી લીધો અને સાડીનો ત્યાગ કર્યો છે. હવે તેના પછીની પેઢી પંજાબી ડ્રેસનો ત્યાગ કરીને પેન્ટ શર્ટ પહેરવા માંડશે. કોલેજીયન છોકરીઓમાં પેન્ટ શર્ટ દાખલ થઈ ચૂક્યા છે. ત્યાર પછીની પેઢી વ્યવસ્થિત પેન્ટ શર્ટ છોડીને બિભત્સ લાગે એવા ચિત્ર-વિચિત્ર પહેરવેશ પહેરવા માંડશે. આમ સગવડને નામે સ્ત્રીઓએ પોતાની મર્યાદા છોડીને સાડીનો ત્યાગ કર્યો તે અંતે આખા સમાજને ક્યાં લઈ જશે એ વિચારવા જેવું છે. અને જે સ્ત્રીઓ બિભત્સ ગણાય એવા ચિત્ર-વિચિત્ર પહેરવેશ પહેરવા માંડશે તેની પાસેથી તમે સ્ત્રીત્વની, સ્ત્રી સહજ ઉમદા સદ્ગુણોની આશા નહીં રાખી શકો. આ રીતે આપણે ઝડપથી એક રેઢિયાળ સમાજ તરફ ધસી રહયાં છીએ. કેટલીક બહેનો એવી દલીલ કરે છે કે, સાડીમાં બંધન છે અને ગુલામી છે. આ દલીલ સાવ ફેંકી દેવા જેવી નથી. સાડીમાં બંધન છે એમાં તથ્ય છે જ. મારી સમજ પ્રમાણે સામાન્ય રીતે સ્ત્રીને માટે પુરૂષનું અવલંબન સ્વાભાવિક છે. ગાંધીજીએ તો ત્યાં સુધી કીધુ છે કે, સ્ત્રીને માટે જેમ માસિક ધર્મ સ્વાભાવિક છે એટલું જ સ્વાભાવિક પુરૂષનું અવલંબન છે. એટલે કે કેટલેક અંશે પુરૂષની આધિનતા સ્વીકારવી એ સ્ત્રીને માટે સ્વાભાવિક પ્રક્રિયા છે. દુનિયા આખીમાં સ્ત્રીઓ સ્વાભાવિક રીતે એવું જ ઈચ્છે કે પોતાનો પતિ પોતાના કરતાં થોડોક ઉંમરમાં મોટો હોય, પોતાના કરતાં ઊંચો હોય, પોતાના કરતાં વધારે હોંશિયાર હોય, પોતાના કરતાં શક્તિશાળી હોય, પોતાનાં કરતાં વધારે ભણેલો હોય, પોતાના કરતાં વધારે બુધ્ધિશાળી હોય. આ ઈચ્છામાં જ એ નિહિત છે કે સ્ત્રીને પોતાના પતિને સમર્પિત થઈને રહેવામાં વાંધો નથી. હિન્દુસ્તાનમાં સ્ત્રીઓમાં રહેલા પુરૂષ પ્રત્યેના નૈસર્ગિક સમર્પણભાવને એટલો બધો વિક્સાવવામાં આવ્યો છે કે, દરેકે દરેક સામાજિક રીતરિવાજમાં પ્રસંગોમાં, લગ્ન વિધિમાં, વાતચીતમાં, સાહિત્યમાં, જીવન વ્યવહારમાં એમ તમામ જગ્યાએ સ્ત્રીની પુરૂષ પ્રત્યેની આધિનતા અને સમર્પણભાવ જોઈ શકાય છે. એક્વાર હું અમદાવાદમાં ચાલતો જતો હતો, ત્યારે એક રેકડીમાંથી બે બહેનો શાક લેતી હતી. એક બહેને બીજીને સૂચવ્યું કે રીંગણાં સારાં છે, રીંગણાં લઈ લ્યો. તરત જ બીજી બહેને કીધુ કે, “ના રે ના, તમારા ભાઈ મને મારી નાંખે તેને રીંગણાંનું શાક જરાય ના ભાવે.’’ આમ 013 For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ બોલવામાં તે બહેનને જરાય સંકોચ ના થયો. તે હસતાં હસતાં જ બોલતી હતી. તે બહેન બોલી તે શાક્વાળો પણ સાંભળ્યો અને રસ્તે ચાલતા હું પણ સાંભળ્યો. આ વાતનો સાર એટલો જ છે કે તે બહેન પોતાના પતિનું આધિપત્ય બહુ આનંદથી સ્વીકારે છે. રીંગણાંનું શાક તેણે કર્યું જ. હોત તો તેનો પતિ તેને મારી ન જ નાંખત. કદાચ ઠપકો આપે એવો જ તેનો ભાવ હશે. પરંતું તેણે મારી નાંખવા સુધીની અતિશયોક્તિ સાથે પોતાના પતિનું આધિપત્યસ્વીકાર્યું. જો કે પુરૂષ સમાજે હિન્દુસ્તાનમાં તો સ્ત્રીની પુરૂષની આધિનતા સ્વીકારવાની નૈસર્ગિક વૃત્તિનો ભરપેટે દુરૂપયોગર્યો છે. અને તે દ્વારા સ્ત્રીને ખરેખર ગુલામ બનાવી છે તે સ્વીકારવું પડે એમ છે. તો આ બાબતમાં ભૂલ પુરૂષ.સમાજે કરી છે તો સુધરવાનું પુરૂ છે. સ્ત્રીઓએ પોતાનો ધર્મ બરાબર પાળ્યો છે. એટલે તેમનો દોષ નથી. પોતાનો સ્વધર્મ પાળતા છતાં પુરૂષોની ગુલામી અને જોહુકમીનો સવિનય અનાદર કરવાનો સ્ત્રીઓને સંપૂર્ણ અધિકાર છે. આ માટે રાષ્ટ્રીય આંદોલન ચલાવવાની જરૂર છે. તેમ કરવામાં શાણા પુરૂષોનો પણ તેમને સાથ મળી રહેશે. પરંતુ પોતાનો સ્વધર્મ છોડીને પુરૂષની હરિફાઈ કરવામાં કે પુરૂષ સમાજ સામે બળવો કરવામાં સ્ત્રીઓ વધુદુઃખી થશે, વધુ ખુવાર થશે એમ પશ્ચિમના સમાજ ઉપરથી જોઈ શકાય છે. તો સ્ત્રીની પુરૂષ પ્રત્યેની આધિનતા એટલે સમર્પણ ભાવ તે સ્ત્રીની નૈસર્ગિક વૃત્તિ છે. યુરોપિયન સમાજમાં સ્ત્રી પુરૂષ સમાનતાને નામે આ નૈસર્ગિક વૃત્તિને તોડી પાડવાનો વ્યવસ્થિત પ્રયાસ થયો છે. દરેક બાબતમાં સ્ત્રીઓ અને પુરૂષો એકબીજાનાં દુશ્મન હોય એવી રીતે ગાંડી હરફિાઈ કરે છે. સ્ત્રી પોલીસ અમલદાર બને છે, લશ્કરમાં પણ જાય છે. તમામ નોકરીઓમાં હરીફાઈ કરે છે. પરંતુ તેનું પરિણામ બહુ ખરાબ આવ્યુ છે. હમણા નોકરી કરતી સ્ત્રીઓની મોજણીમાંથી જાણવા મળ્યું કે તેમાંની ૫૬ ટકા સ્ત્રીઓને મોટા હોદા કે પ્રમોશન લેવા માટે પોતાનું શરીર અને શીલ વેચવું પડ્યું હતું. આ રીતે સ્ત્રીઓને કૃત્રિમ પુરૂષો બનાવવામાં સમાજનું હિત જોખમાશે જ. પરિણામે સમાજમાં અવ્યવસ્થા ઊભી થઈ છે અને ૫૦ ટકા જેટલા લગ્નો તૂટી જાય છે. પરંતુ બાકીના ૫૦ ટકા કુટુંબોમાંથી અનેક કુટુંબોમાં ઝગડા ચાલે છે. છતાં પણ જે કુટુંબો સારી રીતે ચાલે છે તેનો જો અભ્યાસ કરવામાં આવે તો તેમાં સ્ત્રીઓ ઠીક અંશે સમર્પણ ભાવથી પુરૂષોની આધિનતા સ્વીકારી લ્ય છે. અને સ્ત્રી, સ્ત્રી સહજ ત્યાગ ભાવનાથી કુટુંબને બચાવી લ્ય છે. એટલે જેટલે અંશે સ્ત્રી, પુરૂષની આધિનતા સ્વીકારીને ચાલે છે, એટલે અંશે યુરોપિયન સમાજ સુખી છે. એટલે અંશે સ્ત્રી પુરૂષ સમાનતાને નામે સ્ત્રી પુરૂષની હરિફાઈમાં ઉતરી છે, એટલે અંશે યુરોપીય સમાજ દુઃખી થયો છે. ઉપરોક્તદલીલોનો કોઈ એવો અર્થના કરે કે સ્ત્રીઓએ ઘરની બહારનું કોઈ કામ કરવું જ ના જોઈએ. પ્રાથમિક શિક્ષણ ક્ત બહેનો મારફત જ અપાવું જોઈએ, તેમાં પુરૂષો હોવા જ ના જોઈએ એમ ગાંધીજી લખી ગયા છે. સમાજસેવાનાં ઘણાં ક્ષેત્રોમાં બહેનો ઘણું સારું કામ કરી શકે. પરંતુ તે આખા દિવસની નોકરી તરીકે ના જ હોવું જોઈએ. બહેનોને ફક્ત ૪ કલાકનું જ કામ હોવું જોઈએ એમ ગાંધીજી ઈચ્છતા હતા, કારણ કે પોતાનું ઘર સંભાળતા તે ચાર કલાક - 014 For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ બહારનું કામ કરી શકે. પરંતુ તેણે લાચારીપૂર્વક બીજે નોકરી કરવા જવું પડે તે ઈચ્છનીય નથી જ. સ્વેચ્છાએ સમાજસેવાના હેતુથી તે જાહેર કાર્યમાં ભાગ લ્ય અથવા કમાણી કરવાના હેતુથી પોતાનો સ્વતંત્ર વ્યવસાય ધંધો પોતાને અનુકૂળ સમય પૂરતો કરે અને તેમાં પોતાની શક્તિ ખીલવે તેમાં જરાપણ વાંધો નહોઈ શકે. ભારતીય સમાજે સ્ત્રી પુરૂષ સંબંધોને તેના કુદરતી સ્વરૂપમાં જાણીને કુદરતી સ્વરૂપમાં જ વિક્સાવવાનો પ્રયત્ન કરેલો છે. સ્ત્રીની પુરૂષ પ્રત્યેની અધિનતા જો નૈસર્ગિક વૃત્તિ હોય તો તેનો સ્વીકાર કરીને તેને અનુરૂપ પહેરવેશ પણ ગોઠવેલો છે. એટલે સ્ત્રીને કદીપણ લડાઈ, યુધ્ધો, ઘોડેસવારી, પર્વતો ચડવા, લાંબા અંતરના પ્રવાસો કરવા જેવા કામો કરવાની જરૂર સ્વસ્થ સમાજમાં ના પડવી જોઈએ. તેથી સાડીનો પહેરવેશ આવા કામો માટે અનુકૂળ નથી. પરંતુ ઘરકામ, બાળસંભાળ તથા સ્ત્રી સ્વભાવને રૂચિકર કાર્યો થઈ શકે અને તેના આંતરિક ગુણોનો વિકાસ થાય, અનેક પ્રકારની કળાઓ તે ખીલવી શકે, તેનો આધ્યાત્મિક વિકાસ થાય, ઈશ્વર સ્મરણ, ભજન, ક્તિન, સંગીત સતત ચાલતું રહે એ દષ્ટિને ધ્યાનમાં રાખીને સ્ત્રીને માટે સાડીનો પહેરવેશ નકકી થયો હશે. તેનો ત્યાગ એટલે સ્ત્રીત્વનો ત્યાગ માતૃત્વનો ત્યાગ, આપણી સંસ્કૃતિનો જ ભાગ. માતાનો ખોળો ખુંદીને જ બાળકો મોટા થઈને મહાન કાર્યો કરી શકે. માતાના પાલવમાં જે બાળકોએ વાત્સલ્યના અનુભવ્યું હોય તે માણસના સંસ્કારમાં ખામી રહી જવાનો સંભવ છે. સાડી વગર આ સંભવ નથી. સાડી એ ફક્ત પાંચ મીટરનું કપડું નથી. તે ધારણ કરતા જ ખોળો, પાટલી, પાલવ જેવા તેના જીવંત હિસ્સા બને છે. જેનો સંસ્કાર સિંચનમાં અનેરો ફાળો હોય છે. જો હિન્દુસ્તાનમાંથી સાડી વિદાય લેશે તો હિન્દુસ્તાન જીવવા જેવો દેશ નહીં રહે. તેની જે વિશેષતા છે કે નહીં રહે. તે એક નકગાર બની જશે. અને યુરોપ કરતાંય બદતર જીવન થઈ પડશે. આજે હિન્દુસ્તાનની જે ભવ્યતા છે, જે સંસ્કૃતિ છે તે સાડીને કારણે છે અને સ્ત્રીઓના ત્યાગને કારણે જ છે. પુરૂષો તો ક્યારનાયે યુરોપના રવાડે ચડી ગયા છે. હિન્દુસ્તાનની સ્ત્રીઓ પણ જો એ રસ્તે ગઈ તોતે હિન્દુસ્તાનની કરુણાંતિકા સાબિત થશે. . સાડીને ક્ષણે ક્ષણે સરખી રાખવી પડે છે અને અવ્યવસ્થિતના થઈ જાય તેનું ક્ષણે ક્ષણે ધ્યાન રાખવું પડે છે તેને સાડીનો સૌથી મોટો અવગુણ માનવામાં આવે છે. પરંતુ આ બાબતમાં સૌથી મોટો ગુણ પણ છુપાયેલો છે. દરેક સ્ત્રીએ આખા પુરૂષ સમાજથી ક્ષણે ક્ષણે સાવધાન રહેવું જરૂરી છે. ક્ષણે ક્ષણે સાડીનું ધ્યાન રાખવામાં સાથે સાથે ક્ષણે ક્ષણે ઈશ્વરને યાદ રાખવાની પણ ટેવ પડે છે અને પુરૂષ સમાજથી સાવધાન રહેવાની પણ ટેવ પડે છે. ક્ષણે ક્ષણે ઈશ્વરને યાદ કરવામાં તે ખૂબ જ સહાયભૂત થાય છે. ક્ષણે ક્ષણે સાડીને સરખી કરતી વખતે ઈશ્વરનું સ્મરણ પણ થયાં કરે એવી દષ્ટિથી જ કદાચ સાડીનો પહેરવેશ શોધી કાઢવામાં આવ્યો હશે. મનુષ્યના જીવનનું લક્ષ્ય ઈશ્વરપ્રાપ્તિ છે. તો સાડી એ ઈશ્વર પ્રાપ્તિનું એક સાધન છે. જેટલી વાર સાડી સરખી કરવી પડે, એટલી વાર ઈશ્વર સ્મરણ થાય, હું દેહ નથી પણ આત્મા છું એનું TITી For Personal Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ થાય, હું સાવધાન છું એનું સ્મરણ થાય એવી દૃષ્ટિથી કદાચ સાડીનો પહેરવેશ શોધાયેલો હશે. ખરેખર તો સાડીમાં અગવડ અને અવગુણો જોવાની ટેવ તો હમણાં હમણાંની જ છે. સદીઓને સદીઓ સુધી તો સાડીમાં કદીપણ કોઈ અગવડ કે અવગુણ છે એવી કલ્પના પણ કોઈને આવી નથી. સાડી વગરનું સ્ત્રીનું જીવન કોઈએ કલ્પ્ય પણ ન હતું. મને તો સાડી કોઈ દૈવી ચીજ લાગે છે. આપણે આપણી દેવીઓની કલ્પના સાડી વગર કરી જ શક્તા નથી. ખરેખર તો હિન્દુસ્તાનની સ્ત્રીઓ સાક્ષાત દેવીઓ જ છે. આપણને સાચી દૃષ્ટિ નથી એ જ તકલીફ છે. ગાંધીજીએ જ આમ લખ્યુ છે. કોઈપણ ઈશ્વરીય કે દૈવી ચીજ અનાદિ, અનંત હોય છે. આકાશ દૈવી ચીજ છે તેની શરૂઆત ક્યાંથી થાય છે અને અંત ક્યાં આવે છે તે સમજવું અસંભવ છે. હવે સાડીના રૂપ, રંગ, ભાત, ડીઝાઈનો જોયા જ કરો. લાખો સાડીઓ જુઓ તેનો અંત નહી આવે. નવી નવી ભાત, ડીઝાઈનો, રૂપરંગ નીકળ્યા જ કરશે. સાડીની ડીઝાઈનો કરવામાં લાખો માણસો એ પોતાના જીવતર પૂરા કર્યા છે અને હજી બીજા લાખો લોકો એ જ કામમાં મરી પરવારશે. છતાં સાડીની ડીઝાઈનો ખૂટશે જ નહીં. તો જેનો કદી અંત નથી એ ચોકક્સ ઈશ્વરીય વસ્તુ છે. તેને ધારણ કરવામાં કોઈ ઈશ્વરીય સંદેશ સમાયેલો છે. આપણે અજ્ઞાનવશ નથી સમજતા તે જુદી વાત છે. મારી શ્રધ્ધા તો એમ કહે છે કે સાડી પહેરવાથી સ્ત્રીમાં દૈવી અંશ ઉત્પન્ન થાય છે. લોકો ભલે મારી વાતને હસી કાઢે. પણ મારાં માટે તે સત્ય છે. હું ૧૯૯૬માં અમેરિકા ગયો હતો. ત્યારે મારી ઉંમર ૫૪ વરસની હતી. મારી ઉંમરના ઘણાં બધા ગુજરાતી કુટુંબોમાં જવાનું થયું હતું. જે લોકો ત્રીસેક વરસથી અમેરિકામાં સ્થાયી થયાં હતાં તેમાં કોઈ અપવાદ વગર તમામ ગુજરાતી સ્ત્રીઓએ પેન્ટ શર્ટ પહેર્યા હતા. એક પણ ઘરે સાડી જોવા ના મળી. મને તેથી આઘાત લાગેલો. બધા જ ગુજરાતી કુટુંબોમાં ભારતીય માનસ સચવાઈ રહેલું. આમ છતાં તે ગુજરાતી અમેરિકન સ્ત્રીઓના સ્ત્રીત્વમાં થોડોક ઘટાડો હું બારીકાઈથી નિરીક્ષણ કરતાં જોઈ શકેલો. મને એવું લાગેલું કે, સાડી છોડી દેવાથી જ તેમના સ્ત્રીત્વમાં થોડીક ઉણપ આવી હશે. યુરોપના જુદા જુદા દેશોમાં કેટલાંક યુરોપીયન કુટુંબમાં તેમના ઘરના સભ્ય તરીકે રહેવાની મને તક મળી છે. લગભગ બધાં જ ઘરોમાં જમ્યા પછી વાસણ માંજવા, રસોડું સાફ કરવું વગેરે જવાબદારી ત્યાં પુરૂષોની હોય છે. સ્ત્રીઓ ફક્ત રસોઈ કરીને ટેબલ સુધી પહોંચાડે. ત્યા તેની જવાબદારી પુરી થાય છે. લગભગ તમામ સ્ત્રીઓ પેન્ટ શર્ટનો પુરૂષના જેવો જ પહેરવેશ પહેરે. એ સ્ત્રીઓને જયારે હું ભારતીય સ્ત્રીઓ સાથે સરખાવું છું તો આપણી ભારતીય સ્ત્રીઓના અદ્ભૂત સદ્ગુણો ઉપર હું વારી જાઉં છું. ભારતીય સ્ત્રીઓમાં રહેલા અદ્ભૂત સદ્ગુણોને સાડી સાથે જ સીધો સંબંધ છે એમ મને લાગે છે. આ સમજવા માટે એક દાખલો આપું. હોલેન્ડના જે વૈજ્ઞાનિકનો ઉપર ઉલ્લેખ છે તે જ વૈજ્ઞાનિકના કહેવા મુજબ તેનો દીકરો ૩ર વરસનો થયો ત્યાં સુધી મા બાપ સાથે રહ્યો. તેના કહેવા મુજબ યુરોપમાં આ અભૂતપૂર્વ બનાવ 016 For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ છે. ૨૦–૨૨ વરસે છોકરો અલગ થઈ જ જાય. પછી તે મા બાપથી જુદો જ રહે. જ્યારે પોતાને ઘરે ૩૨ વરસની ઉંમર સુધી દીકરો સાથે જ રહ્યો. મેં તેમને પૂછયું કે, હવે તે શું કરે છે ? તેણે કીધુ કે, હવે તે જુદો રહે છે, પોતાના ગામમાં જ રહે છે, પોતાના ઘરથી નજીક જ રહે છે અને હાથે રસોઈ કરીને જમે છે. તે પોતાના ઘરમાં ૩૨ વરસ રહ્યો તેને તે અભૂતપૂર્વ બનાવ સમજે છે. પરંતુ હવે તે જુદો રહે છે અને હાથે રસોઈ કરીને ખાય છે તેમાં તેને કાંઈ અસ્વાભાવિક નથી લાગતું. હવે આપણાં દેશની કોઈપણ માતા હોય, તે પોતાનો દીકરો ૩૨ વરસનો હોય કે ૬૪ વરસનો હોય, પોતે ૮૫ વરસની હોય તો પણ દીકરો હાથે રસોઈ કરીને ખાય તે માતાથી નહીં જોવાય. તે વૃદ્ધ હશે તો પણ પોતાના દીકરાને રસોઈ કરીને જમાડશે. દીકરો દુઃખ દેતો હોય તો પણ. તો ભારતની સ્ત્રીમાં કેટલું માતૃત્વ છલોછલ ભર્યું છે તે જુઓ. અને યુરોપની સ્ત્રીમાં માતૃત્વની કેટલી ખામી છે તે જુઓ. આપણી માતાઓમાં જે માતૃત્વ છે તે સદીઓથી સાડી પહેરવાથી જ વિકસ્યું છે. તો આજની પરિસ્થિતિમાં સાડી પહેરવી અથવા ના પહેરવી એ બે પરિસ્થિતિ વચ્ચે આસમાન જમીનનો તફાવત છે એ સમજી લેવું જોઈએ. જે સ્ત્રી સાડી પહેરે છે તે તત્કાળ નમ્રતા ધારણ કરે છે. સાડી સાથે સીધો જ સંકળાયેલો આ સદ્ગુણ છે. એટલે સાડી પહેરતી સ્ત્રી નમ્ર બને છે, એટલે અભિમાન ત્યાગે છે. તે પોતે સ્ત્રીજીવનની મર્યાદાઓનો સ્વીકાર કરે છે. તે પુરૂષની હરિફાઈ કરવાનું કદી વિચારતી નથી. તે પોતાનો સ્વધર્મ સમજે છે. અને પોતાના સ્વધર્મનું પાલન કરીને સ્ત્રીજીવન જીવવાનો સ્વીકાર કરે છે. તે સ્ત્રીમાં રહેલાં માતૃત્વને ઓળખે છે અને પુરૂષના અહમ્ને માતૃત્વના પ્રેમથી ઓગાળી નાખવાનું પોતાનું જીવનકાર્ય સમજે છે. તેનો આનંદ હંમેશાં ત્યાગ અને સહનશીલતામાં જુએ છે. તે કોઈ મોટી મહત્વાકાંક્ષાઓ ઘડતી નથી. પુરૂષની જેમ તે મોટા મનસૂબા બાંધતી નથી અને અહં, કીર્તિ, વૈભવના ભોગવટામાં જ જીવનની ફલશ્રુતિ છે તેવું તે સ્વીકારતી નથી. પરંતુ ત્યાગ, સહનશીલતા અને કષ્ટસહનમાંથી જ સાચુ સુખ નીપજે છે એમ તે સમજે છે. તેથી દુનિયાના આડંબરોથી તે અળગી રહે છે. તે જીવનની ક્ષણભંગુરતા સમજે છે, ભોગવિલાસની વ્યર્થતા સમજે છે અને નૈતિક મૂલ્યોની કિંમત સમજે છે. તેથી પોતાના સ્વધર્મથી ચલિત થયા વગર ઈશ્વરનું નામ લેતા ઈશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માની પોતાનું જીવન ગુજારે છે. આવી સ્ત્રી આપણી સંસ્કૃતિનું રક્ષણ કરે છે અને કુટુંબમાં તથા સમાજમાં મધુરતા પુરે છે. આવી સ્ત્રી પુરૂષ માત્રની માતા છે અને વંદનીય છે. તેથી હું જયારે જયારે સાડી પહેરેલી સ્ત્રીને જોઉં છું ત્યારે મારા હૃદયમાં ખૂબ જ શાંતિ થાય છે, આનંદ થાય છે અને મને એક પ્રકારનું સાંત્વન મળે છે કે ભારતીય સંસ્કૃતિ બચી જશે. તેથી મને તે સ્ત્રી ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરનારી દેવી સ્વરૂપે જ દેખાય છે, ભલે પછી તે સ્ત્રી કાંઈ પણ સમજણ વગર જ ફક્ત પરંપરાથી જ સાડી પહેરતી હોય. તે સાડી પહેરે છે એટલા માત્રથી જ મારા માટે તે વંદનીય દેવી બની જાય છે. 017 For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ બીજી તરફ જે સ્ત્રી સાડી પહેરવાનું છોડે છે તે સદીઓથી ચાલી આવતી પરંપરા અને સંસ્કૃતિ તોડવાનું પાપ કરે છે. તે એમ વિચારે છે કે સાડી પહેરનારી સ્ત્રીઓ જુનવાણી હોય છે. હું ભણેલી ગણેલી છું, આધુનિક છું. હું શા માટે સાડી પહેરું? સાડીમાં પડતી અગવડ હું શું કામ વેઠું. ? તે અભિમાન કરે છે. બુદ્ધિવાદી બને છે, દલીલો કરે છે. તે પુરૂષની હરિફાઈ કરે છે. પુરૂષ કરી શકે એ બધું હું પણ કરી શકું એમ વિચારે છે. એ મહત્વાકાંક્ષાઓ સેવે છે અને તે પાર પાડવા પુરૂષના કાર્યો અપનાવે છે અને પુરૂષની સાથે હરિફાઈમાં ઉતરે છે. પરિણામે પોતાનો સ્ત્રી તરીકેનો સ્વધર્મ ચૂકે છે. નમ્રતા, સહનશીલતા, શીલ, સંકોચ, ત્યાગ, તપશ્ચર્યા તથા સ્ત્રી સહજ અનેક સદગુણોથી તે ધીરે ધીરે દૂર થતી જાય છે. આમ તે સ્ત્રીત્વથી અને માતૃત્વથી ભ્રષ્ટ થાય છે. અને પુરૂષત્વ તો અપનાવી શકે તે કુદરતી રીતે જ અશક્ય છે. તેથી તેની દશા નહીં ઘરના નહીં ઘાટના જેવી થાય છે, અને એમ કરતાં સમાજજીવન, કુટુંબજીવન છિન્નભિન્ન કરવામાં તે નિમિત બને છે. આવી સ્ત્રી પુરૂષને માટે આદરણીય રહેતી નથી. વધુમાં પુરૂષ સ્વભાવને અનુકૂળ પણ સ્ત્રી સ્વભાવને પ્રતિકૂળ બહારના કાર્યોમાં અથડાતાકૂટાતા તે પોતે પણ દુઃખી થઈ જાય છે. આ રીતે સ્ત્રીત્વને ખોઈ બેસવામાં ભારે મોટું જોખમ તે ખેડે છે. યુરોપ, અમેરિકામાં સ્ત્રીઓ આવું જીવન જીવે છે. તેથી હું જયારે જયારે સાડી સિવાયના પોષાકમાં કોઈપણ સ્ત્રીને જોઉં છું ત્યારે મને ખૂબ આઘાત લાગે છે, હૃદયમાં ધ્રાસ્કો પડે છે કે ભારતીય સંસ્કૃતિ જગત ઉપરથી લુપ્ત થશે. તેથી મને તે સ્ત્રી ભારતમાતાના હૃદયમાં ભાલો મારીને ભારતીય સંસ્કૃતિનો નાશ કરનારી કુપુત્રી સ્વરૂપ જ દેખાય છે. ભલે પછી તે સ્ત્રી નિર્દોષપણે કાંઈ પણ સમજણ વગર જ ફક્ત આધુનિક દેખાવાના મોહથી જ સાડી સિવાયના અન્ય પોષાક પહેરતી હોય. તે સાડી નથી પહેરતી એટલા માત્રથી જ મારા મનમાંથી તેની કિંમત નીકળી જાય છે. મારી આ લાગણી મારી દીકરીઓને પણ પૂરેપૂરી લાગુ પડે છે. આ માટે દરેક કુટુંબમાં સાડી પહેરવાનો રિવાજ સાચવી રાખવાનો પ્રયત્ન થવો જરૂરી છે. નાની ઉંમરની સ્ત્રીઓને સાડી પહેરવા માટે સમજાવવી જોઈએ. જ્યાં હજી વડીલોની આમન્યા તૂટીનથી, ત્યાં વડીલો આગ્રહ રાખે તો સાડી જળવાઈ રહે. જેમને ખાસચીવટ હોયતે દીકરાના લગ્ન કરતી વખતે શરત મૂકે કે નવી આવનારી પૂત્રવધુએ ઘરમાં સાડી પહેરવી પડશે, જેથી પાછળથી દુખના થાય. ગામડા પોતાની સંસ્કૃતિ જાળવી રાખવા ઈચ્છે તો ગામમાં સામૂહિક ઠરાવ કરીને યુરોપીયન વિકૃતિઓને પ્રવેશતી અટકાવી શકે. પરણેલી યુવતીઓ સાડી પહેર્યા વગર ગામમાં નીકળી ના શકે એવો કાયદો કરવાની ગામને બંધારણીય છૂટ છે. ગામ લોકો યુરોપીયન વિકૃતિઓથી અંજાતાના હોય અને તેમને અટકાવવા ઈચ્છે તો કાયદેસર રીતે અટકાવી શકે છે. 018 For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ જો આપણે સમાજમાં, કુટુંબોમાં અને કોલેજોમાં સાડી પ્રચલિત અને પુનઃસ્થાપિત ના કરી શકીએ તો આપણી સંસ્કૃતિ ખત્તમ થઈ જવાની છે. તેમાં મને તલભાર પણ શંકા નથી. અત્યારે સાડીમાં પણ વિકૃતિ આવી છે. કેટલાંક લોકો સાડીના પહેરવેશને અર્ધનગ્ન પહેરવેશ કહે છે. આ આક્ષેપમાં તથ્ય છે. અત્યારે ખૂબ જ ટૂંકા બ્લાઉઝની ફેશન ઘર કરી ગઈ છે. પેટ, પડખા અને પીઠ ખુલ્લાં દેખાય તે સારું નથી લાગતું. બહેનોએ સિનેમા, ટી.વી. સીરીયલોની ફેશનોથી બચવું જોઈએ અને આપણી સંસ્કૃતિને અનુરૂપ દેહ ઢાંકીને રહેવું જોઈએ. દેહના પ્રદર્શનથી તો બચવું જ જોઈએ. સાડી આખા શરીરને સુંદર રીતે ઢાંકી શકે છે. સ્ત્રી પોતાનું સ્ત્રીત્વ, માતૃત્વ અને સતિત્વ ખોઈ બેસે તો પુરુષને મન તે ભોગ ભોગવવાનું સાધન માત્ર છે. તેનાથી વિશેષ તેની કાંઈ જ કિંમત રહેતી નથી. આ બાબત યુરોપ અમેરિકાએ સાબિત કરીને આપણી સમક્ષ ધરી છે. તે દરેક સ્ત્રીએ ખાસ યાદ રાખવાની જરૂર છે. મને તલભાર પણ શંકા નથી કે સુવ્યવસ્થિત સાડીમાં શોભતી દેવીઓ હિન્દુસ્તાની ધરતી ઉપર જ્યારે વિચરતી જોવા નહીં મળે ત્યારે હિન્દુસ્તાનનો નાશ થશે. • વેલજીભાઈ દેસાઈ “મનુષ્યને માટે જે અસંભવિત છે તે ઈશ્વર આગળ છોકરાની રમત જેવું છે. અને તેની સૃષ્ટિના અણુ અણુના ભાગ્યવિધાતા પરમેશ્વરમાં જો આપણી શ્રધ્ધા હોય તો નિઃસંદેહ દરેકે દરેક વસ્તુ સંભવિત થઈ શકે છે.’’ 019 For Personal & Private Use Only – ગાંધીજી M Page #22 -------------------------------------------------------------------------- ________________ સાડી અહિંસક સમાજનું નિર્માણ કરે છે. ગર્ભવાસ દરમ્યાન અત્યંત નાની જગ્યામાં હાથપગ પણ હલી ના શકે એવી રીતે મહિનાની સજા કાપીને બાળક્નો જન્મ થાય પછી બાળક્ન હંમેશા ગતિશીલતા ગમે છે. દરેક રીતે અસહાય બાળક્ન કોઈ તેડે, ફેરવે, બહાર લઈ જાય એ બધુ ખૂબ ગમે છે. બાળક જ્યા જ્યાં ગતિશીલ વસ્તુ જુએ તેમાં તેને રસ પડે છે અને ગતિ જોઈને તેને આનંદ થાય છે. ચકરડી જેવી ફરતી વસ્તુ તેને બહુ ગમે છે. વાહન જુએ તો તેમાં બેસવાનું અને ફરવાનું તેને બહુ ગમે છે. ટૂંક્યાં જ્યાં જ્યાં ગતિશીલતા તે જુએ છે તેમાંથી તેના હૃદયમાં શાંતિ મેળવે છે. નાનુ બાળક વધુમાં વધુ સમય તેની માતાના સંપર્કમાં હોય છે. તેની માતા સાડી પહેરતી હોય તો માતાના હલનચલનથી સર્જાતા સાડીના હલનચલનમાં થતી અનેક ગણી ક્લાત્મક ગતિશીલતા બાળક જોતું રહે છે અને એ ગતિશીલતાનું ભૂખ્યું હોય છે. સાડીમાં ગતિશીલતા જોઈને તેનું મન શાંત થાય છે અને તૃપ્ત થાય છે. વરસો સુધી માતાની સાડીની ગતિશીલતા જોયા કરવાથી ઉછરતા બાળકની વૃતિઓ શાંત કરવામાં અને તેનું માનવીય ઘડતર ક્રવામાં સાડી અગત્યનો ભાગ ભજવે છે. ભારતીય પ્રજા અહિંસક છે એનું એક કારણ સાડી પહેરવાની સંસ્કૃતિ છે. ભારતના મોટા ભાગના માણસો લશ્કરમાં જોડાવા તૈયાર નથી. ફક્ત પંજાબની આજુ બાજુના માણસો જ લશ્કરમાં જોડાય છે. પંજાબમાં સાડીનું પ્રમાણ ઘણું ઓછું થઈ રહ્યાં છે અને પંજાબમાંથી લક્ઝમાં માણસો મળી રહે છે. તે બન્ને બાબતને કંઈક સબંધ હોવો જોઈએ એમ મને લાગે છે. બાળક અસહાય હોય ત્યાં સુધી ઘરમાં જ માતાની સાડીની ગતિશીલતા જોઈને તથા સમાજમાં બહાર આવ્યા પછી શાળામાં શિક્ષિકાની સાડીના તરંગો અને હલનચલનથી થતી આકૃતિઓ બાળક્ના મનને શાંતિ આપવામાં અગત્યનો ભાગ ભજવે છે. પછી લગ્નપ્રસંગો નવરાત્રી જેવા તહેવારોમાં ગરબા વગેરેમાં સાડીની ઉત્કૃષ્ઠ આકૃતિઓ જે ક્ષણે ક્ષણે બદલાતી હોય તેની ગતિશીલતા જોઈને તે આનંદ મેળવે છે. આ રીતે મનુષ્યના માનસને અહિંસક અને શાંતવૃતિવાળુ બનાવવામાં સાડી જરૂર કંઈક રચનાત્મક ભાગ ભજવે છે. એકંદરે સાડી અહિંસક સમાજનું નિર્માણ કરવામાં અગત્યનો ફાળો આપે છે. - વેલજીભાઈ દેસાઈ પુરુષ અહિંસા ધર્મ બુદ્ધિથી સમજે છે, પણ સ્ત્રી અહિંસા પીને જ જન્મી છે. - ગાંધીજી 020 Only For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ સાડી વગરનો સ્ત્રી સમાજ કેવો હશે? સાડી ઝડપથી જઈ રહી છે. યુવતીઓએ સાડીને સદંતર છોડી દીધી છે. ભણેલી, ગણેલી સ્ત્રીઓ સાડી પહેરવામાં શરમ અનુભવે છે. ધનવાન કુટુંબોમાં તથા મધ્યમ વર્ગમાં જ્યાં આધુનિકતાએ ઘર ઘાલ્યુ છે ત્યાં ૬૦ વરસથી મોટી ઉંમરની સ્ત્રીઓ પણ સાડી ના પહેરવામાં ગૌરવ અનુભવે છે. નોકરી કરતી સ્ત્રીઓએ તો સાડીને સાવ જ હડધૂત કરી નાંખી છે. આજના યુવકો અને યુવતીઓની માતાઓ સાડી પહેરતી જ નથી, પરંતુ લગ્ન પ્રસંગે કે સામાજિક પ્રસંગોમાં ક્યારેક કલાક બે કલાક પૂરતી સાડી પહેરે તો પણ તેમને તે ગમતુ નથી. આજના યુવક યુવતીઓની દાદીમાંએ સાડી પહેરી હોય તો તેને જુનવાણી ગણીને કાંતો સહન કરી લ્ય છે. અથવા અવગણે છે (નીગ્લેક્ટ કરે છે, અથવા ધુત્કારી કાઢે છે. ગામડામાં પણ તમામ યુવતીઓએ સાડી ધુત્કારી કાઢી છે અને લગ્ન પછી સાસરે જાય ત્યાં પણ સાડી છે જ નહીં, પરંતુ ગામડામાં રહેવાનું હોય તો પણ આધુનિક ગણાવા માટે સાડીનો ત્યાગ ઝડપથી થવા માંડ્યો છે અથવા થઈ ગયો છે. ગામડાના કુટુંબો પણ શહેરની નકલ કરીને આધુનિક ગણાવાની હોડમાં છે. તેથી ગામડામાં પુરૂષો પણ પોતાના ઘરમાં પણ દીકરાની વહુ સાડીનથી પહેરતી તેનુ ગૌરવ લે છે. સૌ આધુનિકતાની આંધીમાં મૂળસહિત ઉખળીને ઉડી રહ્યાં છે. અને કયાં ફેકાઈ જશે તેની કોઈને ખબર નથી. અત્યારે ક્ત સાવ ગરીબ માણસો કે ભૂખે મરતા માણસો કે વાસણ સાફ કરવા જેવા હલકા ગણાતા (પરંતુ વાસ્તવમાં પવિત્ર) કામ કરનારી સ્ત્રીઓ કે ક્યરો વીણતી સ્ત્રીઓ પૂરતી જ જાણે સાડી બાકી રહી છે, જે ક્યારે જશે તે ખબર નથી. સાડી વગરનો સમાજ સંસ્કૃતિ વગરનો સમાજ હશે, વિકૃતિઓથી ખદબદતો સમાજ હશે, ચારિત્ર્ય ભ્રષ્ટ સમાજ હશે, પુરુષોને હરિફ અથવા દુશ્મન માનનારો સ્ત્રી સમાજ હશે, દરેક વાતમાં પુરુષોની નકલ કરનારી રેઢિયાળ સ્ત્રીઓથી ઊભરાતો સમાજ હશે, પુરૂષોની ઈર્ષ્યા કરનારો સ્ત્રી સમાજ હશે, પુરૂષો સાથે ઝઘડા કરનારી અને પુરૂષો ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપવા મથતો (પણ ઘણે ભાગે નિષ્ફળ જતો) સ્ત્રી સમાજ હશે, એદી અને આળસુ સ્ત્રીઓથી ભરેલો સ્ત્રી સમાજ હશે, બાળકોને જન્મ આપીને તેને ઉછેરવામાં હિણપત અનુભવનારો સ્ત્રી સમાજ હશે, નીતિ ભ્રષ્ટ સમાજ હશે. તેથી કોઇપણ હિસાબે નીતિ અનીતિના બાધ વગર નોકરી શોધીને પોતાની સ્થિતિ સારી કે સધ્ધર કરી લેવા મથતો સમાજ હશે. નોકરી મેળવવામાં કે ચાલુ રાખવામાં ચારિત્ર્ય શિથિલ થવું પડે તેમાં છોછ ના અનુભવનારો કે તે જીવનના કમ તરીકે સ્વીકારનારો સમાજ હશે. આધુનિકતા તેનો આરાધ્ય દેવ હશે. તેથી ટીવીમાં પીરસાતી તમામ વિકૃતિઓને ઝડપભેર સ્વીકારનારો અને પોષનારો સમાજ હશે. એકંદરે ભારતીય સંસ્કૃતિને ધીક્કારનારો અને યુરોપીયન વિકૃતિને આત્મસાત્ કરનારો તે સમાજ હશે. તેથી સ્વાભાવિક રીતે - 021 For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ જ યુરોપ, અમેરિકાની ગુલામી કરવામાં ગૌરવ અનુભવનારો સમાજ તે બનશે. તેથી યુરોપ, અમેરિકાની રાજકીય ગુલામીમાં ખુલ્લંખુલ્લા પાડવામાં કોઈને જરાપણ શરમ, સંકોચ નહીં રહે. આ ગુલામી સદાકાળને માટે હશે. આવુ હિન્દુસ્તાન જીવે એના કરતા જલ્દી મરે એમ સૌ કોઈ સંસ્કૃતિપ્રેમી વ્યક્તિ ઇચ્છશે. ઉપરોક્ત વાતમાં ઘણાને અતિશયોક્તિ લાગશે. પરંતુમયુરોપમાં ઝીણી નજરે જોયુ છે કે આવી પરિસ્થિતિ આજે જ યુરોપમાં અસ્તિત્વ ધરાવે છે. ત્યાં સંસ્કૃતિ બીલકુલ નથી. ઉપર જે અવગુણો બતાવ્યા છે તે બધા જ અવગુણો, દોષો, અનિષ્ટો યુરોપીયન સમાજમાં ઘરે ઘરમાં ફેલાઈ ચૂક્યા છે. માટે જ હું ભારપૂર્વક કહું છું કે યુરોપ, અમેરિકાનું કોઈ ભવિષ્ય જ નથી. આપણે તેના ગુલામ થઈને તેમને ટકાવી ના રાખીએ તો તે લોકો સ્વતંત્ર પ્રજા તરીકે આજની સ્થિતિમાં ટકી શકે એમ નથી. અત્યારે આપણી સરકાર યુરોપ, અમેરિકા માટે ઊભી સૂકાય છે અને હિન્દુસ્તાનમાં પેદા થતી તમામ સમૃદ્ધિ સતત યુરોપ, અમેરિકામાં ઠલવાય છે. અને ત્યાંની વિકૃતિઓ અહીં ઠલવાય છે. જેમકે બાસમતી ચોખા, કેરી, શાકભાજી, કાપડથી માંડીને શહેરોને સુવ્યવસ્થિત ચલાવવાના આધુનિક સોફટવેર ભારતમાં બનીને યુરોપ, અમેરિકા જાય છે અને આપણા ૫૦ ટકા લોકોનાગા ભૂખ્યા રહે છે. વિકાસના નામે, વિદેશ વેપારના નામે આપણું હીર ચૂસાઈ રહ્યુ છે. અને દેશમાં ગરીબી, ગુલામી, ગુનાખોરી અને વિકૃતિઓ જ વિકસી રહી છે. થોડાક શહેરોની ઝાકમઝાળથી અંજાયા વિના દેશના ઊંડાણમાં જશો તો જ ભયાનક દુર્દશાનો ચિતાર તમે જોઈ શકશો. તો આપણી સંસ્કૃતિ, આપણા પોષાક, આપણી જીવન પદ્ધતિ, આપણું અધ્યાત્મ, અપણું ગ્રામીણ અર્થતંત્ર વગેરે ધ્યાનમાં રાખીને આપણી સમાજ રચના ગોઠવવાની ખાસ જરૂર છે, જેમા યુરોપ અમેરિકાની નકલ કરવાને જરાપણ સ્થાન નથી. - વેલજીભાઈ દેસાઈ આજે પશ્ચિમના દેશોને ઘેરી વળનાર વિષયોપભોગના યશોગાન ગાનાર ભ્રામક વિજ્ઞાનના ચડતા જુવાળમાં ખેંચાઈ જવાનો ઇન્કાર કરીને તમે (સ્ત્રીઓ) શાંતિ માટેનું બળ બની શકો, કેમકે ક્ષમાશીલતા એ તમારી પ્રકૃતિ છે. પુરુષોની વાનર નકલ કરવા થકી તમે નથી પુરુષો બની શકતા કે નથી તમે તમારા સાચા સ્વરૂપે કાર્ય કરી શકતા. - ગાંધીજી 022 For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ મારા જ ઘરમાંથી સાડીને વિદાય આપણી સંસ્કૃતિ કેટલી ઝડપથી તૂટતી જાય છે તે સમજવા માટે મારો અનુભવ ટાંકુ છું. ૧૯૫૧માં હું પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે ૮ વરસની છોકરીઓ કોઈ અપવાદ વગર સાડી તો પહેરતી જ, પણ માથે પણ ઓઢીને સ્કૂલે આવતી હતી. ૧૯૫૬માં પ્રાથમિક શાળા છોડી ત્યારે મારી સાથે ભણતી છોકરીઓ સાડી તો પહેરતી જ. પરંતુ માથે ઓઢવાનું બંધ થઈ ગયેલું અને ૭-૮ વરસની છોકરીઓ ફ્રોક પહેરતી થઈ ગયેલી. ૧૯૫૯માં હું ગોંડલ ભણતો ત્યારે હાઈસ્કૂલની અર્ધી છોકરીઓ સાડી પહેરતી અને અર્ધી ફ્રોક પહેરતી. બે પ્રકારના યુનીફોર્મ ગર્લ્સ હાઈસ્કૂલમાં હતાં. ૧૯૬૨માં મુંબઈની કોલેજમાં ભણતો ત્યારે અમુક જ છોકરીઓ કાયમ સાડી પહેરીને જ કોલેજમાં આવતી. આજે દૂર દૂરના ગામડાંમાં જાઉં છું, સાવ રૂઢિચુસ્ત જુનવાણી ઘરોમાં જાઉં છું. ત્યાં પણ કોલેજમાં ભણતી છોકરીઓ કદી સાડી પહેરતી નથી. મને તરત જ વિમલા તાઈનું વાક્ય યાદ આવે છે કે “આજની આપણી શિક્ષણ સંસ્થાઓ આપણી સંસ્કૃતિના ક્તલખાના છે.’’ આ રીતે જે વિકૃતિ આખા સમાજમાં ફેલાઈ રહી છે તેમાંથી મારા ઘરને કેમ બચાવવુ તે પ્રશ્ન મને સતત સતાવતો હતો. તેથી મારા સુપુત્ર ગોપાલની સગાઈ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે મેં શરત મૂકી કે પુત્રવધુએ આખી જિંદગી સાડી જ પહેરવી પડશે. ગોપાલે પણ પૂરો સાથ આપ્યો. આ શરતથી મારુ ઘર બચી જશે એમ મેં માનેલું. પરંતુ લગ્ન પછી તરત જ ગોપાલનું માનસ બદલવા મંડ્યુ. તેણે કમને હા પાડી હશે. એ જાતજાતની દલીલો કરવા માંડ્યો. દલીલોમાં કંડવાશ અને તિરસ્કાર આવવા મંડ્યા. અને સમય જતા મુશ્કેલીઓ વધવા મંડી મારી પુત્રવધુ શર્મિલાને મેં હંમેશા સાક્ષાત્ દેવીસ્વરૂપે જ જોઇ છે, કારણકે તે વરસોથી હંમેશા સાડી પહેરતી હતી. પરંતુ તેના મનમાં પણ આધુનિકતાનું ભૂત સવાર થયેલું હતું. પરંતુ લગ્ન પહેલા જ સાડી પહેરવાની શરત મૂકેલી એટલે પહેરતી હતી. મારો ગાંધીભક્ત અને સેવાભાવી દિકરો ગોપાલ પણ આધુનિકતામાં તણાયો અને કાયમ સાડી પહેરવાનું શર્મિલાનું દુઃખ જોઇ ના શક્યો. ગોપાલની માતાને પણ ઘરમાં જુનવાણી રીતભાત પસંદ ન હતી. ગોપાલ કરતા મોટી મારી દિકરીઓ સાડી પહેરતી નથી અને શર્મીલાના કાયમી દુઃખ પ્રત્યે સહાનભૂતિ ધરાવતી હતી. મારા જ ઘરમાંથી સાડી નીકળી જાય એ વિચાર જ હું સહન કરી શકતો ન હતો. છતા એક દિવસ ગોપાલે બળવો કર્યો. શર્મિલાએ સાડી છોડી દીધી. મે ઘર છોડ્યું. જુદા ઘરમાં એકલો એક વરસ રહ્યો. ધર્મપત્નિનો સાથ અપેક્ષિત ન હતો. એકલા રહેવામાં મારી પામરતા હું ઓળખી શક્યો. જમવા માટે તો ગોપાલને ઘરે જ આવવુ પડતું હતું. એવામાં પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવવું પડ્યું અને ફરી પાછા ગોપાલને ઘરે જ રહેવું પડ્યું. ત્યારથી ખૂબ આઘાત સાથે ભગ્ન હૃદયે ગોપાલને ઘરે જ રહુ છું. આ પ્રસંગ ઘરના સભ્યોના અવગુણ ગાવા નથી લખતો, પણ આધુનિકતાનું ઘોડાપુર કેટલું વિકરાળ છે, કેટલુ જોખમી છે તે સમજાવવા માટે 023 For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ લખુ છું. સાડીની એક બાબતને બાજુમાં મૂકીએ તો બધી રીતે મારુ કુટુંબ ખૂબ સંસ્કારી છે, ધાર્મિક છે, સમાજસેવાની ધગશવાળુ છે. પણ સાડીમાં જ સંસ્કૃતિ છે એ વાત સ્વીકારવા કોઇ જ તૈયાર નથી. સમજાય તો પણ અમલ કરવાની તલભાર ઇચ્છા નથી. કોણ જાણે કેટલાય વરસોથી મારા ઘરમાં સાડી જ પહેરાતી હતી. મારા દાદીમાં સાડી જ પહેરતા. રાત્રે ખાટલામાં સૂતા હોય ત્યારે ય સાડી પહેરી રાખતા. હું આઠ વરસનો થયો ત્યાં સુધી તેમની સાથે જ ખાટલામાં સૂતો. મારા બા પણ સાડી જ પહેરતા. મારા પત્નિ પણ સાડી જ પહેરે છે. સંસ્કૃતિની આ ભવ્ય પરંપરા મારા ઘરમાં જ તૂટી ગઈ અને સાડી કાયમને માટે ગઈ. હવે આવનારી અનેક પેઢીઓ લફંગા અને નફ્ફટ પહેરવેશ પહેરશે. એની શરૂઆત મારી આંખોથી મારા જ ઘરમાં મારે જોવી પડશે તેની કલ્પના જ ન હતી. ખૂબ લાચારીથી આજનું આ સમાજજીવન જોઉ છું અને ઝૂરી ઝૂરીને જીવ્યા કરું છું. – વેલજીભાઈ દેસાઈ સ્ત્રીઓ મારે મન અબળા જાતિ નથી. બે પૈકી તે વધારે ઉમદા છે, કેમકે આજે પણ તે ત્યાગ, મૂક કૠસહન, નમ્રતા, શ્રદ્ધા અને જ્ઞાનની સાક્ષાત્ મૂર્તિ છે. – ગાંધીજી હવે બહેનો કંઇક સ્વતંત્ર વિચારકારણી ધરાવવા લાગી છે, તો તેનુ ય પરિણામ ખરાબ જોઇ રહ્યો છું. કારણ કે આ પ્રત્યાધાત એવો જબરો આવ્યો છે કે સ્વચ્છંદતાને માર્ગે બહેનો વળી રહી છે, અને તેમાંથી ઉગારવી બહુ મુશ્કેલ છે. – ગાંધીજી સ્ત્રીઓ આજે અધઃપતનને માર્ગે જઇ રહી છે તે હું જાણું છું. પુરુષ સમોવડી થવાના ઉત્પાદમાં સ્ત્રીઓ પોતાનું કર્તવ્ય ભૂલી છે. 024 For Personal & Private Use Only – ગાંધીજી H Page #27 -------------------------------------------------------------------------- ________________ કોલેજોમાં સાડીનું પુનઃસ્થાપન મને વિમલતાઇનું વાક્ય યાદ આવે છે કે “આજની આપણી શિક્ષણ સંસ્થાઓ આપણી સંસ્કૃતિના કતલખાના છે. આ સંસ્કૃતિના ક્તલખાના ચલાવવા પાછળ ક્યા પરિબળો કામ કરે છે તે બરાબર સમજી લેવું જોઈએ. આજે કોઈ યુવતી સાડી પહેરીને કોલેજે જાય તો હાસ્યાસ્પદ ગણાય, અજુગતું લાગે. ખરું જોતા સ્વાભાવિક લાગવું જોએ. પરંતુ અજુગતું કેમ લાગે? હાસ્યાસ્પદ કેમ ગણાય? કારણ કે આજનું તમામ શિક્ષણ સ્ત્રીને સ્ત્રી મટાડી દઈને કૃત્રિમ પુરુષ બનાવવા માટે છે. કારણ કે દુનિયાના અબજપતિઓને આખી દુનિયાની મહેનત લૂંટી લેવી છે. તેમાં તેમણે એવી ગણતરી માંડી કે ખાલી પુરુષો તેમના કારખાના, સ્ટોર કે ઓફિસોમાં કામ કરે તેના બદલે સ્ત્રીઓ અને પુરુષો બન્ને કરે તો બમણા મજૂરો મળે અને બમણી સંપતિ ભેગી કરી શકાય. તેથી સ્ત્રીઓ પાસે પુરુષોનું કામ કરાવવા માટે સ્ત્રીઓને નકલી પુરુષો બનાવવાનું જરૂરી બન્યું. તેથી તમામ શિક્ષણ સંસ્થાઓમાં અત્યારે સ્ત્રીઓને નકલી પુરુષ બનવાનું શીખવાય છે. તો જયાં સ્ત્રીપણું ભૂલી જવાનું છે, જયાં કૃત્રિમ પુરુષ બનવાનું વ્યવસ્થિત આયોજનપૂર્વક શિક્ષણ અપાય છે ત્યાં કોઈપણ યુવતી સ્વાભાવિક સ્ત્રી તરીકે વર્તે તો કૃત્રિમ પુરુષો બનાવવાની આખી યોજનાને જ ધકકો લાગે, ધમકીરૂપ થઈ પડે. તેથી કૃત્રિમ પુરુષો તરીકે સ્ત્રીઓને તૈયાર કરવાનું આખું વૈશ્વિક કાવતરું પાર પાડી ના શકાય. તેથી એવું વાતાવરણ તૈયાર કરવામાં આવે છે કે કોઈપણ યુવતી સ્વાભાવિક સ્ત્રી તરીકે ત્યાં ના વર્તી શકે. સ્વાભાવિક સ્ત્રીનું સૌથી મોટુ લક્ષણ સાડીનો પહેરવેશ છે. તેથી તેને વ્યવસ્થિત રીતે તોડી પાડવામાં કાવતરાખોરો સફળ થયા છે. એટલે જે સ્વાભાવિક છે એ અસ્વાભાવિક ગણાવા મંડયું અને જે અસ્વાભાવિક છે તેને જ આપણે સ્વાભાવિક તરીકે સ્વીકારી લીધું. મને લાગે છે કે ભારતીય સંસ્કૃતિનું આ સૌથી ખતરનાક પતન છે. હવે ભણેલી ગણેલી યુવતી કે સ્ત્રી સાડી પહેરી જ ના શકે એવું શહેરી વાતાવરણ તૈયાર થઈ ગયું છે. આપણા પતનની આ પરાકાષ્ઠા નથી લાગતી? જો કોઈ કોલેજમાં ભણતી છોકરીને સાડીનું મહત્વ સમજાય અને તે સાડી પહેરીને જ કોલેજે જવા મંડે તો તે ખરેખર વીરાંગના બની જાય. તે ઝડપથી આખા શહેરમાં પ્રખ્યાત થઈ જાય અને લાખો માણસોનો તેને ટેકો મળી રહે. તેનું ભવિષ્ય ખૂબ ઉજળું બની જાય. તેની સગાઈ કરોડપતિ કુટુંબમાં તરત જ થઈ જાય. રાજકારણમાં તે જવા ઈચ્છે તો તેને મોટો હોદો અને પ્રસિધ્ધિ મળી જાય અને દેશ સેવાનું ઉચ્ચ કાર્ય તેના હાથે થાય. પરંતુ આજનું નકલી શિક્ષણ મનુષ્યની અસલિયત ખીલવા દેતું નથી. નહીંતર સાડી પહેરીને કોલેજ જવું એ કોઈ બહુ મોટું ક્રાંતિકારી કામ નથી. આજથી ૫૦ વર્ષ પહેલા બધી જ યુવતીઓ સાડી પહેરીને જ સ્કૂલ કોલેજ જતી હતી. આજે પણ પૂર્વભારતમાં હાઈસ્કૂલની છોકરીઓ પણ સાડી પહેરીને જ સ્કૂલે જાય છે. ગુજરાતમાં સૌથી વધારે બગાડ પેસી ગયો છે. સમજદાર યુવતીઓ તે સુધારી લઈ શકે છે. 025 For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ મને તો સ્પષ્ટ લાગે છે કે આપણા સદ્ગુણો સાચવી રાખવા હોય, એટલે આપણી સંસ્કૃતિ સાચવી રાખવી હોય તો સાડી પહેરવાની ટેવ સાચવી રાખવી જોઈએ. એટલું જ નહીં, જે બહેનોએ સાડી પહેરવાનું છોડી દીધુ છે, એ પણ પાછી સાડી પહેરતી થાય એવો પ્રચાર અને પ્રયત્ન જરૂરી છે. આપણે યુરોપની નકલ કરવાનો ખોટો રસ્તો અપનાવ્યો છે તે છોડીને આપણે સાચે રસ્તે વળવું જોઈએ. આ કામ સૈથી અસરકારક રીતે મહિલા કોલેજ કરી શકે. અઠવાડિયામાં એક દિવસ સાડી પહેરવાનું ફરજિયાત કરવામાં આવે, પછી અઠવાડિયામાં બે દિવસ સાડી પહેરવાનું ફરજિયાત થાય. એમ કરતાં બે ત્રણ વરસમાં કાયમને માટે સાડી. પહેરવાનું ફરજિયાત કરવામાં આવે. આમ થાય તો આખા સમાજ ઉપર તેની જબરદસ્ત સારી અસર પડે. અત્યારે મહિલા કોલેજો વરસમાં એક દિવસ સાડી દિવસ ઉજવે છે. તે દિવસે બધી યુવતીઓ સાડી પહેરીને આવે ત્યારે કેવા ભવ્ય દશ્યો સર્જાય છે તો જે પ્રસંગ વરસમાં એક્વારા ઉજવીએ તેનાં કરતાં સતત સદાય એ પ્રમાણે જીવવું એ કેટલી બધી ઉંચી સ્થિતિ છે તો આવી ઉચી સ્થિતિમાં જ આપણે જીવતા હતા. તે ઉચી સ્થિતિ આપણે યુરોપની નકલ કરવા માટે છોડી છે. આપણે યાદ રાખવું ઘટે કે પશ્ચિમની દુનિયા આ ઉચી સ્થિતિની કદીપણ નકેલ કરી શકે એમ નથી. આપણે તેમના વિજ્ઞાન અને ટેકનોલોજીની તમામ નકલ કરીને તે બનાવી શકીએ છીએ. પરંતુ આપણી ઉચ્ચ સંસ્કૃતિની તે કદી નકલ કરી શકે એમ નથી. એ ઉચ્ચ સ્થિતિ છોડવામાં આપણે મુખઈ કરીએ છીએ. - વેલજીભાઈ દેસાઈ જેમ પુરુષને અપાય છે તેમ જ સ્ત્રીને કેળવણી અપાવી જોઈએ એમ હું માનતો નથી. - ગાંધીજી પુરુષ અને સ્ત્રી વચ્ચે જેમ કુદરતી ભેદ રાખ્યો છે તેમજ કેળવણીમાં ભેદની આવશ્યકતા છે. - ગાંધીજી સ્ત્રીઓ આજે અધઃપતનના માર્ગે જઈ રહી છે તે હું જાણું છું. પુરુષ સમોવડી થવાના ઉન્માદમાં સ્ત્રીઓ પોતાનું કર્તવ્યભૂલી છે. - ગાંધીજી 026 : Only For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ જાહેર જીવનમાં સાડી દેશસેવા કરવાના શુદ્ધ આશયથી જે સ્ત્રીઓ જાહેર જીવનમાં પડવા ઇચ્છે તેમના માટે સાડીથી સારો પોષાક બીજો કોઇ હોઇ જ ના શકે. જેને શુદ્ધ દેશ સેવા કરવી છે તેણે નમ્રતા ધારણ કરવી જોઈએ. સાડીમાં કુદરતી રીતે જ નમ્રતા રહેલી છે. જેને દેશસેવા કરવી છે તેણે આમ સમાજના લોકહૃદયમાં પોતાનું સ્થાન ઊભુ કરવુ જરૂરી છે. જે સ્ત્રી સાડી સિવાયનો કોઈ પણ પોષાક પહેરશે તેને લોકહૃદયમાં સ્થાન કદી નહીં મળે. આમ જનતાની સ્ત્રીઓ તેને પોતાની જ બહેન છે એમ નહીં ગણે. એ આપણાથી જુદી છે, વધારે પડતી સુધરેલી કે બગડેલી છે એમ માનીને તેની વાત સ્વીકારશે નહી, ગણકારશે નહી. પરંતુ જો સ્ત્રી સાડી પહેરીને વાત કરતી હશે તો સ્ત્રીઓને તે પોતાની લાગશે અને તેની વાત ધ્યાનથી સાંભળશે. એટલે જાહેરજીવનમાં પડેલી સ્ત્રીએ સાડી છોડીને બીજો કોઈ પણ પહેરવેશ અપનાવવો આત્મઘાતક થઈ પડશે. સોનિયા ગાંધી યુરોપીયન સ્ત્રી હોવા છતાં ભારતીય સ્ત્રી સમાજમાં પોતાનું સ્થાન જમાવવા માટે તેણે સાડીને અપનાવી, સાડી પહેરતા શીખ્યા અને અત્યારે જાહેર સભાઓમાં અચૂકપણે સાડી પહેરીને જ જાય છે. તેથી જ તે આમ સમાજમાં પોતાનું સ્થાન ઊભુ કરી શક્યા છે. આપણા રાષ્ટ્રપતિ શ્રીમતિ પ્રતિભા પાટીલ કાયમી સાડી પહેરે છે અને માથે પણ ઓઢે છે. એટલે આખા ભારતમાં તેના પ્રત્યે માનની નજરે જોવાય છે. આ જ રીતે મમતા બેનરજી કે સુષ્મા સ્વરાજ કે અન્ય સાડી પહેરતી અને જાહેરજીવનમાં કામ કરતી સ્ત્રીઓ પ્રત્યે આમ જનતાનું વલણ સામાન્ય રીતે માનપાત્ર હોય છે. આવું જ માનપાત્ર વલણ માયાવતી પ્રત્યે આમજનતામાં જોવા નહીં મળે, કારણ કે તે સાડી કદી પણ પહેરતા નથી. તેની સરખામણીમાં જયલલીતા, માયાવતીની જેમ જ વિવાદાસ્પદ હોવા છતાં સાડી પહેરે છે તેથી લોકો તેને માનની નજરે જુએ છે. - સ્ત્રીઓને માટે જાહેરજીવનમાં અને રાજકારણમાં કામ કરવું ઘણું જ અઘરું કામ છે. જે સ્ત્રીને કુટુંબની અને બાળકોની જવાબદારી છે તેના માટે જાહેરજીવન લગભગ અશક્ય જેવુ છે. જે સ્ત્રી કુટુંબ અને બાળકોની જવાબદારીથી મુક્ત છે અથવા અપરિણીત છે તે પૂરો સમય જાહેરજીવનમાં ભાગ લઈ શકે છે. આમ છતાં પોતે સ્ત્રી હોવાથી જ ઘણી મુશ્કેલીઓ રહે છે. જાહેરજીવન એમુખ્યત્વે પુરુષોનું ક્ષેત્ર છે. એટલે લગભગ પુરુષો સાથે જ તેને કામ કરવાનું બને છે. પુરુષોમાં ઘણા બધા નઠારા હોય છે કે કામી દષ્ટિવાળા હોય છે. તેમનાથી સતત બચીને ચાલવું પડે છે. આ બાબતમાં સાડીએ રક્ષાકવચ છે. સાડી પહેરેલી સ્ત્રી આપો આપ માતૃપદે બિરાજે છે. તેની સામે પુરુષથી ઊંચી આંખ થઇ ના શકે. સાડી પહેરી હોય ત્યારે સ્ત્રીની સાથે વાતચીતમાં કોઇપણ પુરુષ જરાપણ છૂટ લેવાની કે મર્યાદા ઓળંગવાની હિંમત નહીં કરી શકે. પરંતુ સાડી સિવાયનો પહેરવેશ પહેરેલી સ્ત્રી પુરુષને મન છેલબટાઉ લાગશે અને નઠારો પુરુષ તેની સાથે મઝાક કરવાના બહાને વાતચીતમાં છૂટ લેવાનો પ્રયત્ન કરશે. પણ સાડી એ સંરક્ષક દિવાલ છે. કોઈ પુરુષે કોઇ પણ અયોગ્ય શબ્દનો ઉપયોગ ભૂલથી પણ કર્યો અને સાડી પહેરેલી સ્ત્રી ફક્ત 027 For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ પોતાની નારાજગી જ બતાવે કે તરત જ પુરુષે માફી માગવી પડે. કારણ કે તે આખા માતૃસમાજનું અપમાન ગણાય જાય. સાડી પહેરેલી સ્ત્રી સાથે કોઈ પણ પુરુષે પૂરા વિનયથી જ વાત કરવી પડે. સાડી ના પહેરી હોય તો કોઇ પણ પુરુષ પોતાનાથી નાની ઉમરની સ્ત્રી સાથે વાતચીતમાં, નાની નાની બાબતોમાં છૂટ લેવા મંડી જાય છે. જો સ્ત્રી સાવધાન ના હોય તો તે ખરાબ પરિણામ તરફ દોરી જાય છે. જે સ્ત્રીએ દેશ સેવાને ખાતર જ જાહેરજીવનમાં જવું પડે છે તેણે સાદાઈ સ્વીકારવી જ પડે છે. મોજશોખ, ઠાઠમાઠ વગેરેને દેશ સેવા સાથે મેળ ખાય જ નહીં. તેથી દેશસેવાનું કાર્ય કરતી સ્ત્રીઓએ સાદઈ, ત્યાગ, પવિત્રતા, નમ્રતા, નિખાલસતા જેવા સદ્ગુણો કેળવવા જ પડે. આને માટે સાડીનો પહેરવેશ જ આદર્શ છે. પુરુષ રાજકારણમાં પાખંડી હોઇ શકે છે અને પોતાના પાખંડ છૂપાવીને વરસો સુધી કામ કરી શકે છે. પરંતુ સ્ત્રી પાખંડી બનીને જાહેરજીવનમાં લાંબુના ખેંચી શકે. તે તરત જ ખુલ્લી પડી જાય. એટલે કોઈપણ દષ્ટિકોણથી જોવામાં આવે તો પણ સ્ત્રીઓના જાહેરજીવન માટે સાડી જ આશીર્વાદરૂપ છે. સાડીમાં તેનું વ્યક્તિત્વ સોળે કળાએ ખીલી શકે છે. - વેલજીભાઈ દેસાઈ સ્ત્રી એટલે ત્યાગ અને તપશ્ચર્યાની સાક્ષાત્ મૂર્તિ. બહેનોનું કર્તવ્ય આપણું વાતાવરણ શુદ્ધ રાખવાનું, આપણી સભ્યતા અને સંસ્કૃતિના સવોત્તમ તત્વને પોષવાનું અને તેમાંના દુષણોને દૂર કરવાનું છે. બીજા દેશો કરતાય આર્યનારીમાં જે સંસ્કાર છે તે જુદા જ છે. - ગાંધીજી 028 For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ નોકરીઓમાં સ્ત્રીઓ અને સાડી પુરુષ કરતા સ્ત્રીમાં વધારે શક્તિ રહેલી છે તે આજના શિક્ષણમાં સ્પષ્ટ જોઈ શકાય છે. છોકરા જેટલી જ તક છોકરીઓને મળે તો છોકરીઓ ભણવામાં આગળ નીકળી જાય છે તે આપણે શાળા, કોલેજોના પરિણામો ઉપરથી જોઈ શકીએ છીએ. ભણવામાં હોશિયાર યુવતીઓ સરકારી નોકરીઓમાં ઉચ્ચ હોદાઓ ઉપર પણ પહોંચવા લાગી છે. ભારતના લશ્કરમાં પણ એજીનિયર થયેલી યુવતીઓ હિંમતપૂર્વક જોડાવા લાગી છે. પ્રાઈવેટ કંપનીઓમાં, શિક્ષણકાર્યમાં સ્ત્રીઓનું પ્રમાણ વધવા મંડ્યુ છે. આ બધુ કેટલે અંશે યોગ્ય છે તે વિચારવા જેવું છે. સરકારની આખી અમલદારશાહી પ્રજાને ગુલામ બનાવવા, ગુલામીમાં જકડી રાખવા અને તેનું શોષણ કરવા માટે રચવામાં આવેલી છે. તેથી સરકારી હોદા સાથે અમાનુષી સત્તા સંકળાયેલી છે, જે સત્તા માણસે નિષ્ફરતાથી પ્રજાને હેરાન કરવા માટે જ વાપરવાની છે. આવા હોદા ઉપર બેસનારા પ્રજાની કોઇ જ સેવા કરતા નથી, પણ પ્રજાનું શોષણ કરીને પાપ કરે છે. જેમ કે જિલ્લા કલેકટર કે મ્યુનિસીપલ કમીશનર. આવા હોદા પર સ્ત્રીઓ આવે, નકલી પુરુષ જેવી બનીને નિષ્ફરતાથી સત્તા ચલાવે, પુરુષ જેવા કપડા પહેરીને, મેડમ બનીને સત્તા દ્વારા રોફ જમાવે તેમાં સ્ત્રીએ શું મેળવ્યું? શું સિદ્ધ કર્યું? એટલું જ કે સ્ત્રી પણ પુરુષ જેટલી જ બગડી શકે છે. - જો સ્ત્રી સેવા માટે આવા હોદાઓ ઉપર જાય તો તેનું વર્તન પુરુષ કરતા તદ્દન ઉલ્લુ જ હોવું જોઈએ. તે પોતાની સત્તાનું ગુમાન જરાપણ ના રાખે. જે કોઇ અરજદારો તેની પાસે આવે 'તે સૌને સગા ભાઈ જેવા ગણે. તેમનું કામ તેની સગી બહેન તરીકે પ્રેમથી અને તત્પરતાથી કરી આપે. ખૂબજ સહાનભીતિથી અને વાત્સલ્યથી તેની સાથે વાત કરે અને માતૃત્વની શીતળતાનો અનુભવ દરેક અરજદારને કરાવે. તેણે પુરુષની નકલ કરવાપણુ હોય જ નહીં ઉલ્થ પુરુષ કરતા જુદી જ રીતે વર્તે. તેથી તેણે સાડી છોડી દઈને પુરુષની નકલ કરવાનું ના હોય. ઉલ્ટ વાણી, વર્તન અને કાર્યમાં પુરુષથી તદ્ન જુદા પડવું છે એવી સંભાવના સાથે તે વર્તે. તેથી પોષકમાં પણ સ્ત્રીત્વને પોષનારો સાડીનો પહેરવેશ તે કદીના છોડે. તે પોતાને બહેન કહેવરાવે અને મેડમ શબ્દ પ્રત્યે સૂગ ધરાવે તે બરાબર સમજે કે પુરુષ સમાજે જે સમાજ વ્યવસ્થાને ચૂંથી નાખી છે તેને ફરીથી સુવ્યવસ્થિત અને સુસંવાદી બનાવવાનું યુગ કાર્ય કરી રહી છે. આવુ કરે તો સ્ત્રીએ હોદો શોભાવ્યો ગણાય. તો લોકો તેના પગમાં પડે અને સામેથી માગણી કરે કે બધા જ ઉચ્ચ હોદાઓ ઉપર બહેનોની જ નિમણુંક કરો. આજે તો સ્ત્રીઓ મેડમ બનીને મોટા હોદા ઉપર મહાલે છે અને પ્રજા ઉપર જુલમ કરવામાં પુરુષની સાથે શામેલ થાય છે અને આમ પ્રજાના શ્રાપ અને તિરસ્કારને પાત્ર બને છે. યાદ રાખો કે સરકારી નોકરીએ ગંદી ચીજ છે એમ ગાંધીજીએ કીધુ છે. બાળકોના શિક્ષણમાં તો બહેનો જ શોભે. બાળકોને તો મા જોઈએ. મા તો બહેનો જ બની શકે. તેથી પ્રાથમિક શિક્ષણ ફક્ત બહેનો મારફત જ અપાવું જોઇએ એવો ગાંધીજીનો 029 For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ આગ્રહ હતો. તો જ્યાં બાળકોની મા બનીને શિક્ષણ આપવાનું છે, વાત્સલ્યમૂર્તિ બનીને વર્તવાનું છે, ત્યાં મેડમ બનીને બાળકો ઉપર સત્તા ચલાવવી શે કેટલું બેહુદૂ છે ? શિક્ષણકાર્યમાં બહેનો જરૂર જાય, જવુ જ જોઇએ. પરંતુ પુરુષની નકલ કરવા માટે નહીં, પરંતુ સ્ત્રીનો સ્વધર્મ આચરવા માટે જ જાય. તો સ્ત્રીઓએ સાડી છોડીને પુરુષની નકલ કરનારા પહેરવેશ અપનાવવાની જરૂર નથી, પણ સ્ત્રીનું યુગકાર્ય આચરવા માટે સ્ત્રીત્વને પોષનારો, ત્યાગ, તપ અને નમ્રતા સૂચક સાડીનો પહેરવેશ જરૂરી ગણવો જોઇએ. માને સાડી જ શોભે. માને કોટ પાટલુન ના શોભે. દરેક સ્ત્રી માતા છે, વાત્સલ્યમૂતિ છે તે ન ભૂલે. તે પોતાના ઇશ્વરદત સ્વભાવને વશ વર્તે. પુરુષની નકલ કરવામાં પતન છે. ન મોટી કંપનીઓમાં સ્ત્રીઓએ નોકરી કરવામાં ભારોભાર જોખમ રહેલું છે. કંપનીઓનું અસ્તિત્વ જ લોકોને લૂંટવા માટે છે. કંપની એ કાગળ ઉપર ઊભી કરેલી કરામત છે. તેમાં આત્મા નથી. તેથી હૃદય નથી, તેથી દયા નથી, લાગણી નથી, નીતિ નથી. તેનું ધ્યેય કોઇ પણ ભોગે ન્યાય અન્યાયનો પાપ પુણ્યનો વિચાર કર્યા વગર ફક્ત નફો કમાવાનું છે. આવી વ્યવસ્થામાં ઉચ્ચ હોદા ઉપર કામ કરનારા મોટા પગાર ખાતા કેટલાય મેનેજરોના મને ઇમેઇલ મળે છે કે તેઓ પોતાની ફરજ બજાવવામાં સતત પાપ લાગતુ હોવાથી કંટાળી ગયા છે અને મોટા પગારનો ભોગ આપીને પણ તેમાંથી નીકળી જવા માગે છે. બધી મોટી કંપનીઓ કાયદા માન્ય આધુનિક લૂટારાઓ અને ઘાડપાડુઓ જ છે.તેમને ત્યાં નોકરીઓ કરીને સ્ત્રીઓએ પાપની કમાણી સિવાય કાંઇ જ મેળવવાનું નથી. ઉલ્ટુ પોતાનું ચારિત્ર્ય ગુમાવવાનું કોઇપણ પળે જોખમ રહે છે. યુરોપની કંપનીઓમાં તો સ્ત્રીઓએ શરીરના સોદા કરવા પડે છે એ હવે જગજાહેર છે. ભારતની કંપનીઓ તેમનાથી ઉણી ઉતરે એવુ લાગતુ નથી. કેટલીક હોશિયાર યુવતીઓ એન્જીનિયર બનીને ભારતીય લશ્કરમાં જોડાઇને બે પાંચ વરસમાં જ આખરે ત્યાંની પરિસ્થિતિ સહન ન થતાં આપઘાત કરે છે. મોટી કંપનીઓની નકલ કરતી નાની વેપારી કંપનીઓ, પેઢીઓ, નાના કારખાના, ઓફિસો, વેચાણ કેન્દ્રો વગેરેમાં ક્યાંય પણ સ્ત્રી સંપૂર્ણ સલામત નથી. જેનું અસ્તિત્વ જ સેવા માટે નહીં, પણ સમાજના શોષણ અર્થે છે તેમાં સ્ત્રીનું શોષણ ના થાય એ બને જ નહીં. એટલે સ્ત્રીઓ ચેતે. પોતાનું સ્વભાવગત જીવનકાર્ય છોડીને પ્રાઇવેટ નોકરીઓમાં જવું તે પોતાનું અધઃપતન નોતરનારું છે. વિકાસની આંધળી દોટમાં પશ્ચિમનું અનુકરણ કરવામાં પુરુષની નકલ કરવા માટે પુરુષના પહેરવેશ અપનાવવામાં સ્ત્રીઓ પોતાનું સત્ત્વ, તત્ત્વ અને સ્ત્રીત્વ ગુમાવશે અને અંતે સેલ્સગર્લ અને કોલગર્લમાં જીવન ફેરવાઈ જશે એવી મને હૃદયમાં પ્રતીતિ થઇ ગઈ છે. સ્ત્રીઓ પોતાના સ્વતંત્ર ધંધા કરે તો વાંધો નથી. પરંતુ તેમાં પણ ખૂબ પ્રવાસો કરવા પડે, દોડા દોડી કરવી પડે તેવા કાર્યો શ્રી સ્વભાવને અનુકૂળ નથી. પોતાને ઘરે બેઠા થઈ શકે એવા ધંધા તેમને અનુકૂળ છે. તેથી ગાંધીજીએ કીધુ છે કે પુરુષોના જેવું જ સ્ત્રીઓને શિક્ષણ આપવુ ખોટુ છે. તેમનું શિક્ષણ પુરુષોના શિક્ષણથી જુદૂ જ હોવુ જોઇએ. ૯૦ ટકા સ્ત્રીઓ હંમેશા ઘર સંભાળનારી જ રહેશે. તો તેમને બાળસંભાળ, આયુર્વેદ, આરોગ્ય, પ્રસુતિ વિજ્ઞાન, ગૃહઉદ્યોગ, ધર્મ વગેરે ખાસ શીખવવું જોઇએ. પુરુષનું શિક્ષણ લઇને તે પુરુષની નકલખોર બનશે અને 030 For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ પોતાનું જીવન ખોટી દિશામાં વેડફી નાખશે. સ્ત્રીઓ માટેનું ખાસ શિક્ષણ લઈને તે પોતાનું સ્ત્રીત્વ વિકસાવીને પુરુષને સાચી દિશા બતાવીને તેને અંકુશમાં રાખશે અને આવી લાખો સ્ત્રીઓ હશે તો રાજકારણ અને જાહેરજીવનમાં પણ સ્ત્રીઓનો હાથ ઉપર રહેશે અને પુરુષોએ ખોટા ઉધામાં કરવામાં સ્ત્રીઓથી ડરીને ચાલવું પડશે. આવી સ્થિતિ લાવવી, તેના માટે પુરુષાર્થ કરવો એ આજની વિદુષી બહેનોનો સ્વધર્મ છે. વેલજીભાઈ દેસાઈ સ્ત્રીઓને નોકરી શોધવાની કે વેપાર કરવાની ઉપાધિ વિષે હું માનતો નથી.. - ગાંધીજી મને તો લાગે છે કે સ્ત્રીને ઘર અને કુટુંબ પરિવાર વચ્ચેથી ઊઠીને બહાર આવવા અને એ ઘરબારની રક્ષાને સારું ખાંધે બંદુક ઉપાડવા હાકલ કરવી અગર લલચાવવી એમાં સ્ત્રી તેમજ પુરુષ બેઉનું પતન રહેલું છે. એમાં પાછા વળીને જંગલીપણાના જમાનામાં પગલા ભરવાપણું અને વિનાશની શરૂઆત રહેલા છે. પુરુષ જે ઘોડે ચડ્યો છે તે ઘોડે ચડવા જતા સ્ત્રી પુરુષને અને પોતાને બેઉને નીચે પછાડશે. આમ થશે તો તેનું પાપ પુરુષને માથે રહેશે, કારણ કે પોતાની સાથીને તેનું સારુ કુદરતે કરી મૂકેલા ખાસ સ્વાભાવિક વ્યવસાયથી ચળાવીને પુરુષને ચાળે ચડાવ્યા સારું તે જવાબદાર લેખાશે. ઘરને સુવ્યવસ્થિત રાખવું, ચલાવવું એમાં એટલી જ ધીરતા રહેલી છે જેટલી એ ઘરબારને બહારના હુમલાથી રક્ષા કરવામાં રહેલી છે. - ગાંધીજી - 031 For Personal Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતિ છોડશો તો કાયમી ગુલામ બનશો તમે કોઈ એવો સમાજ જોયો છે જે સદીઓથી ખૂબ જ સમૃધ્ધ હોય અને અચાનક તે સમાજના લાખો, કરોડો માણસોને ગાંડપણ ઉપડી જાય અને તે બધા, ગરીબી અને ભૂખમરામાં સબડતા અન્ય કોઈ સમાજને પોતાનો આદર્શ માનવા માંડે અને તેઓની નકલ કરવા માંડે અને પોતાના સમૃધ્ધ સમાજથી હિણપત અનુભવવા માટે અને તેથી તાત્કાલિક પોતાના સમૃધ્ધ ઘરોમાંથી સદીઓથી સંઘરેલી સમૃધ્ધિ ધડાધડ રસ્તા ઉપર ક્વા માંડે, સોનાની ઈટો રસ્તા ઉપર ફેંકી દે, સોનાના બિસ્કીટ રસ્તા ઉપર ફેંકી દે, સોનાના ઘરેણા, ઝવેરાત, ધન, રાચરચીલું, કપડાં, લતા, શણગાર, વાસણો સહિત બધુ જ ધડાધડ રસ્તા ઉપર ફેંકી દે અને જે મહેલોમાં સદીઓથી તેઓ રહે છે તે મહેલોને જ તોડવા મંડે અને ભૂખે મરતાં અને ગરીબીમાં સબડતા સમાજને જે સૌથી ઉચ્ચ સમાજ માનવાનું ગાંડપણ ઘર કરી ગયું હોવાથી તેનાથી જરાપણ પાછળ રહી જવામાં પોતે પછાત ગણાશે એવી હીન ભાવનાથી સતત પીડાતા રહે અને તેથી પોતાના ઘરમાં સમૃધ્ધિની કોઈ ચીજ બચી ના જાય તેની કાળજી રાખતા થઈ જાય? તમે આવો કોઈ ગાંડો સમાજ જોયો છે? તમે આવા કોઈ ગાંડા સમાજની કલ્પના કરી શકો છો? હા, લાખો કરોડો માણસોને એક્સાથે ગાંડપણ ઉપડી જાય અને પોતાની સમૃધ્ધિ રસ્તો ઉપર ફેંક્વાડે એવો સમાજ અત્યારે ક્યાત છે. તે સમાજ એટલે આજનો સુધરેલો, શહેરી અને ઉજળિયાત સમાજ. હું સાંસ્કૃતિક સમૃધ્ધિની વાત કરું છું. સાંસ્કૃતિક દષ્ટિએ આપણે સદીઓથી સમૃધ્ધિની ટોચ ઉપર છીએ. આપણી પરંપરાઓ, આપણાં રીતરિવાજો, આપણી કુટુંબ વ્યવસ્થા, આપણા કૌટુંબિક સંબંધો, આપણાં પહેરવેશ, આપણી સમાજ વ્યવસ્થા, આપણાં તહેવારો, આપણી માનવતા, આપણી અર્થવ્યવસ્થા, આપણું સાહિત્ય, આપણી ભાષાઓ, આપણું અધ્યાત્મ, આપણાં સ્ત્રી પુરૂષ સંબંધો વગેરેમાં નાની મોટી ખામીઓ હોવા છતાં બધુ જ ભવ્ય છે, અતિ ભવ્ય છે, દિવ્ય છે, અતિ દિવ્ય છે અને અતિ સમૃધ્ધ છે. એટલે ખરેખર જ આપણે સાંસ્કૃતિક સમૃધ્ધિની ટોચ ઉપર બેઠાં છીએ. આની સામે ઉપર ગણાવેલ લગભગ બધી જ બાબતોમાં યુરોપ, અમેરિકા, સાંસ્કૃતિક ગરીબી અને સાંસ્કૃતિક ભૂખમરામાં સબડે છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. તેમની કૌટુંબિક વ્યવસ્થાઓ ભાંગી પડી છે. કૌટુંબિક સંબંધો અતિ સંકુચિત છે. ઉચ્ચ પરંપરાઓ અને રીત રિવાજો જેવું કાંઈ છે જ નહીં. ત્યાં પાડોશીઓ સાથે પણ સારા સંબંધો હોતા નથી. એટલે સમાજ વ્યવસ્થા જ નથી. આપણાં જેવી માનવતા ત્યાં નથી એ સૌ સ્વીકારે છે. ત્યાં અધ્યાત્મનો જ અભાવ છે. તેમની અર્થવ્યવસ્થા જગતના શોષણ ઉપર અને પેટ્રોલિયમ ઉપર રચાયેલી છે અને અતિ ટૂંકજીવી છે. તેનો અંત ટૂંક સમયમાં બધાને દેખાય છે. સ્ત્રી પુરુષ સંબંધો અત્યંત વિકૃત અને ચારિત્ર્યહીન છે. સાહિત્ય અને ભાષાઓમાં તો આપણે સદીઓથી તેમનાંથી આગળ છીએ. 032 For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ પરંતુ આપણને ખરેખર ગાંડપણ ઉપડયું છે અને લાખો કરોડો માણસો આપણી સાંસ્કૃતિક સમૃધ્ધિને હડધૂત કરીને યુરોપ અમેરિકાની સાંસ્કૃતિક કંગાલિયત અને સાંસ્કૃતિક ભૂખમરાનું અનુકરણ કરવામાં ગૌરવ અનુભવવા મંડયા છે. આપણાં પહેરવેશો અત્યંત રમણીય અને ભવ્ય છે. તેમાં સૈથી ટોચે સાડી છે. સાડીની ભવ્યતા, સુંદરતા અને કળાનું વર્ણન ગમે એટલો મહાન સાહિત્યકાર પણ કરી શકે એમ નથી. દુનિયાની તમામ સુંદરતા ભેગી કરો તો પણ સાડી પહેરેલી સ્ત્રીમાં જે સુંદરતા દેખાય તેટલી ના થાય. દુનિયાની તમામ કળાનો સરવાળો કરો તો પણ સાડીમાં જે કળા છે એને ના પહોંચે. યુરોપ, અમેરીકાની સ્ત્રીઓ સાડી પહેરી જ ના શકે. પહેરે તો એક સાથે પચાસ વીંછી કરડતા હોય એવી અકળામણ અનુભવે અને તરત જ કાઢી નાખે. તેની સામે હિન્દુસ્તાનની સ્ત્રીઓએ સદીઓથી સાડીના જાજરમાન પોષાકની ભવ્યકળા આત્મસાત કરી છે. છતાં પણ લાખો ઘરોમાંથી લોકો ધડાધડ સોનાની ઈંટો ફેંકી દે એવી રીતે આ અતિ સુંદર, અતિ ભવ્ય અને અતિ દિવ્ય પહેરવેશનો સ્ત્રીઓએ ત્યાગ ર્યો છે અને યુરોપના અવિચારી અને વિકૃત પહેરવેશો અપનાવવામાં ગર્વ અનુભવે છે હાય રે, હિન્દુસ્તાનનો વિનિપાત! સાડી વગરનું હિન્દુસ્તાન આત્મા વગરના શરીર જેવું કરેલું થઈ જશે એમાં મને શંકા નથી. સાડી તો ભારતીય સંસ્કૃતિનું રક્ષાક્વચ છે. એગઈ તો સંસ્કૃતિ કદી બચવાની નથી. આપણાં કટુંબિક સંબંધો કેટલા મીઠાં, મધુર છે. કાકા, કાકી, મામા, મામી, માસી, માસા, ફઈ ફુઆ, ભાઈ, ભાભી, નણંદ, ભોજાઈ વગેરેમાં કેટલી મીઠાશ છે, કેટલી મધુરતા છે, કેટલો પ્રેમ છે. પણ આ બધાને ટપી જાય એવો શબ્દ છે “તમારાં ભાઈ”. તમે કોઈ અજાણ્યા : માણસને ફોન કરો તો જવાબ મળે તમારા ભાઈ ઘરે નથી. આવો ભવ્ય અને આત્મીય જવાબ દુનીયાના કોઈ દેશમાં તમને ન મળે. સ્ત્રીને મન જે સર્વસ્વ છે તે પોતાના પતિને પણ એક અજાણ્યા માણસને તેના ભાઈ રૂપે ઉચ્ચારે છે, નહીં કે પોતાના પતિ તરીકે. આખા જગતને પોતાનું કુટુંબ ગણવાની આ ભવ્ય કલ્પના ફક્ત ભારતીય સંસ્કૃતિમાં જ છે. હાયરે હિન્દુસ્તાન, સંસ્કાર સમૃધ્ધિથી છલકાતા આ મીઠાં મધુર સંબંધોને ફટાફટ ફેંકી દીધા અને ચીંથરેહાલ જેવા, મામી, ફઈને એક લાકડીએ હાંક્તા આન્ટી, અંકલ અને મારા હસબન્ડ, મારી વાઈફ શબ્દો આપણે સ્વીકારી લીધા અને એમ બોલવામાં આજની યુવા પેઢી ગર્વ અનુભવે. સોનાના - બિસ્કીટો રસ્તા ઉપર ફેંકી દેવા જેવું જ આ છે. " પરંતુ પરાકાષ્ઠા તો આવી આખે આખી ભાષા જ ફેંકી દેવામાં. અંગ્રેજી માધ્યમનું ગાંડપણ લાખો, કરોડો માણસોને વળગ્યું. તેઓ તો જે મહેલોમાં સદીઓથી વસે છે તે મહેલોને જ તોડવા મંડયા છે. એ મહેલો તોડીને રસ્તે રખડતા ભીખારી થવામાં ગૌરવ અનુભવે છે. અંગ્રેજી માધ્યમમાં ભણાવીને પોતાના દીકરાને અમેરિકન મજૂર બનાવવાને જ જીવનની ઈતિશ્રી સમજે છે. સ્વભાષાનો અનાદર રાષ્ટ્રીય આપઘાત છે એ ગાંધીજીની વાત નથી સાંભળવી. દુનિયાના તમામ ભાષાશાસ્ત્રી માતૃભાષાની જ હિમાયત કરે છે તે વાત નથી સાંભળવી. દુનિયા 033 For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ આખીમાં માતૃભાષા જ ભણાવાય છે તે સત્ય નથી સ્વીકારવું. અંગ્રેજી માધ્યમમાં ભણેલા સ્વતંત્ર ધંધા ઉદ્યોગો સ્થાપવામાં, ચલાવવામાં નિષ્ફળ જાય છે તે સત્ય સામે આંખો મીચી જવી છે. જગતની પ્રજાઓને આર્થિક ગુલામીમાં જકડી રાખતી બહુરાષ્ટ્રીય કંપનીઓ, જે ખરા અર્થમાં ધાડપાડુઓ જ છે તે ધાડપાડુઓને ત્યાં ગુલામી કરવામાં પોતાના દીકરાનો જાણે અવતાર સુધરી ગયો. અરેરે, અંગ્રેજીમાં ભણાવો નહીં તો કાળો કેર થઈ જશે એવું વાતાવરણ બધે છવાઈ ગયું છે. આપણે આપણું ડહાપણ પણ રસ્તા ઉપર ફેંકી દીધું છે. વિચારશક્તિ પણ ફેંકી દીધી છે. ગાંધીજી જેવા મહાપુરુષની વાત પણ સાંભળવી નથી. તેમણે કીધુ છે કે પારકી ભાષામાં પારંગત થનારા કોઈપણ પ્રજામાં પાંચ ટકાથી વધુ માણસો નીકળી શકે નહીં. જ્યારે આપણે તમામે તમામ માણસો અંગ્રેજીમાં પારંગત થઈ જાય અને અંગ્રેજ અમેરિકન બની જાય એવા ખ્વાબમાં આપણાં જ સંતાનોની જીંદગી બગાડી મારીએ છીએ. તેમનું બાળપણ ખૂંચવી લઈએ છીએ અને તેના કુમળા મગજ ઉપર અતિશય ત્રાસ ગુજારીએ છીએ. અત્યાચારની આ પરાકાષ્ઠામાં જ આપણી લાખો કરોડો માતાઓ રાજી થાય છે. પોતાના છોકરાને ગુમાલીસ નથી આવડતું પણ ફોરટીફોર આવડે છે તેનો ગર્વ લ્ય છે. જ્યારે ગુલામ જેનાથી બંધાયો છે તે સાંકળના જ વખાણક્ય કરે ત્યારે ગુલામીમાંથી છૂટવાનો કોઈ જ રસ્તો બચતો નથી. અરેરે, આ અભાગિયા દેશનું શું થવા બેઠું છે? આપણે અંગ્રેજોના ગુલામ થયા, આપણું આર્થિક શોષણ થયું, આપણે ગરીબ બન્યા, આ બધુ સુધારી લેવું કોઈ મોટી વાત નથી. જો આપણે આપણી જાતને ઓળખીએ, આપણે મહાન સંસ્કૃતિના વારસદારો છીએ તે સમજીએ અને આપણો સાંસ્કૃતિક વારસો જાળવી રાખીએ તો તેમાં આર્થિક પરિસ્થિતિ સુધારી લેવાના ઉપાયો પડેલાં જે છે. તેનો ઉપયોગ કરીને આપણે થોડાં જ વરસમાં ગરીબી અને ભૂખમરાને હાંકી કાઢીએ તેમ છીએ. આપણે થોડાંક વરસમાં આર્થિક સંપન્ન સુખી સમાજ બની શકીએ તેમ છીએ. પરંતુ જો આપણે સાંસ્કૃતિક વારસો છોડી દઈએ, આપણે આપણી સંસ્કૃતિથી ગૌરવ અનુભવવાને બદલે શરમ અનુભવીએ, પરદેશી વિકૃત્તિઓને સ્વીકારતા જઈએ અને તેમ કરવામાં ગૌરવ અનુભવીએ તો આપણે કદીપણ આપણી ગરીબી અને ભુખમરો કાઢી શક્વાના નથી અને હજારો ને હજારો વરસો પછી પણ ગુલામ અને ભૂખે મરતી ગરીબ પ્રજાજ રહેવાના છીએ, તેમાં જરાપણ શંકા નથી. તો હે ભારતવાસીઓ, જરાક સ્વસ્થચિંતન કરો. આ દેશમાં પુષ્કળ અનાજ પેદા થાય છે. માથાદીઠ ૨૦૦ કીલો. બે વરસના બાળકના ભાગમાં પણ ૨૦૦ કીલો આવે. પુખ્ત ઉમરનો માણસ પણ ૨૦૦ કીલો અનાજ વરસે ના ખાઈ શકે. તો અનાજની તંગી છે જ નહીં. કાપડ માથાદીઠ ૩૬ મીટર બને છે. દરેક બાળકના ભાગેપણ ૩૬ મીટર. આટલું કાપડ તમે વાપરી જ ના શકો. ખાંડ, ગોળ માથાદીઠ ૨૪ કીલો. તેલ વ્યક્તિ દીઠ ૧૦ કીલો. આટલું તમે માંડ ખાઈ શકો. વીજળી કુટુંબ દીઠ ૫૫૦૦ યુનીટ. તમે આટલી વીજળી ક્યાં નાંખો ? ઝારખંડના 034 For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ખેડૂતોના એક એકર ખેતર નીચે ૭૦ કરોડના કોલસા છે. આવું અનેક જગ્યાએ છે. સૂરજનો તડકો સાથી વધારે ભારતમાં છે. પવન શક્તિ સૈાથી સારી ભારતમાં છે. ફળફળાદિ, શાકભાજી અહીં પુષ્ફળ પાકે છે. તો કોઈ વાતની કમી નથી. છતાં ૧૦ કરોડ ઘર (અર્ધ ભારત)માં વીજળીનું કનેકશન જ નથી. અર્ધું હિન્દુસ્તાન ભૂખે મરે છે. પહેરવાના કપડાં દૂરની વાત છે. ગરીબી, ગુલામી અને પાયમાલીથી હિન્દુસ્તાન ત્રસ્ત છે, ગરકાવ છે. તો મુશ્કેલી ક્યાં છે ? મુશ્કેલી એ છે કે આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણી વ્યવસ્થાઓ નથી. અંગ્રેજી ભાષામાં રાજ ચાલે, અંગ્રેજીમાં જ બધું ભણાવાય, અંગ્રેજો ઈચ્છે એવું ભણાવાય છે. મોટી કંપનીઓના ગુલામો પેદા કરવા તથા આખા હિન્દુસ્તાનની લૂંટ કરવાના શાસ્ત્રો ભણાવાય છે. એ શાસ્ત્રો ભણવામાં આપણે શાબાશી માનીએ છીએ. લૂંટારાઓ આપણને નોકર રાખે તેમાં આપણે ગર્વ અનુભવીએ છીએ. આખી રાજ્યવ્યવસ્થા પરદેશી લાભમાં ચાલે છે, આપણને લૂંટવા માટે ચાલે છે. તો જરૂર છે આપણી સંસ્કૃતિ પ્રમાણે રાજ્ય વ્યવસ્થા ગોઠવવાની, આપણી સંસ્કૃતિ પ્રમાણે નાના ગ્રામીણ ઉદ્યોગો ગોઠવવાની, આપણી સંસ્કૃતિ પ્રમાણે ન્યાય વ્યવસ્થા ગોઠવવાની, આપણી સંસ્કૃતિ પ્રમાણે કેળવણી ગોઠવવાની, આપણી સંસ્કૃતિ પ્રમાણે આરોગ્યની વ્યવસ્થા ગોઠવવાની. આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણી ભાષાઓ મારફત જ બધી વ્યવસ્થા ગાંધીજીની ઇચ્છા મુજબ વિકેન્દ્રીત ધોરણે ગોઠવાય તો દસ વીસ વરસમાં હિન્દુસ્તાન દુનિયાનો સૈાથી સમૃધ્ધ દેશ બની જાય. સંસ્કૃતિ છોડીને પારકી ભાષામાં પારકા વિચારો ભણાવીને પારકાના હિતો સધાશે અને હિન્દુસ્તાન કાયમને માટે ગુલામ અને ગરીબ રહેશે. અત્યારે એ જ થઈ રહ્યું છે. તો સંસ્કૃતિનું જતન સૌથી અગત્યની બાબત છે. આપણી ભાષા ગઈ તો આપણે કાયમનાં ગુલામ બનવાના જ. તો ચેતો, મારા ભાઈઓ બહેનો ચેતો, આપણે એક મહાભયંકર કાવતરાનો ભોગ બન્યા છીએ. આપણી ગુલામી અને ગરીબી ને કાયમ કરવાનું આ ષડયંત્ર છે. આપણી સમૃધ્ધિ પરદેશ તણાય જાય છે. આપણે તેને વિકાસ ગણીએ છીએ. આપણને ખોટું સમજાવવામાં આવે છે અને ખોટું જ ભણાવવામાં આવે છે. આજની સ્કૂલ કોલેજોનો બહિષ્કાર કરવાની જરૂર છે. આજની રાજ્યવ્યવસ્થાનો બહિષ્કાર કરવાની જરૂર છે. આજની ન્યાય વ્યવસ્થાનો બહિષ્કાર કરવાની જરૂર છે. આજના જંગી કારખાના મારફતે બધુ જ ઉત્પાદન કરીને થોડાંક જ અબજપતિઓ તેનો લાભ ઉઠાવે અને કરોડો માણસોને ભૂખે મારે તેવી ઉત્પાદન વ્યવસ્થાનો અને તેમની ચીજવસ્તુનો બહિષ્કાર કરવાની જરૂર છે. ટી.વી. અને સિનેમાનો બહિષ્કાર કરવાની જરૂર છે. સરકારી નોકરીઓ, મોટી કંપનીની નોકરીઓનો બહિષ્કાર કરવાની જરૂર છે. તે ચોખ્ખી પાપની કમાણી છે. આજના રાજકરણનો અને રાજ્યવ્યવસ્થાનો બહિષ્કાર કરવાની જરૂર છે. આખી રાજ્યવ્યવસ્થા આમપ્રજા ને બેફામપણે લૂંટીને બધી સમૃધ્ધિ અબજપતિઓને અને વિદેશીઓને ચરણે ધરવાનું પાપકાર્ય રાત દિવસ કર્યે જાય છે. તેનો બહિષ્કાર કરવાની સૈાથી 035 For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ તાતી જરૂરિયાત છે. આ બધું કરવા માટે દેશપ્રેમી, સંયમી, ત્યાગી, પરિશ્રમી, નિસ્વાર્થી, તેજસ્વી એવા લાખો યુવાનોની જરૂર છે. તે આપણી સંસ્કૃતિમાંથી જ મળી શકે. એટલે સંસ્કૃતિના એકે એક અંગને સાચવવાની, જીવની જેમ જતન કરવાની જરૂર છે. ' - વેલજીભાઈ દેસાઈ મારો દ્રઢ મત છે કે આપણી સંસ્કૃતિ પાસે જેટલા સમૃધ્ધ ભંડારો છે તેટલા બીજી કોઈ સંસ્કૃતિ પાસે નથી. આપણે આપણી સંસ્કૃતિને પિછાની નથી. ઉલટું આપણને તેના અભ્યાસ પ્રત્યે સૂગ કેળવવાનું અને તેની કિંમત ઓછી આંક્વાનું શીખવવામાં આવ્યું છે. આપણે આપણી સંસ્કૃતિ મુજબ આચરણ કરતા લગભગ અટકી ગયા છીએ. મારો ધર્મ મને મારી સંસ્કૃતિ પચાવીને તે મુજબ જીવન ગાળવાનો અનુરોધ કરે છે. આપણી સંસ્કૃતિ અનુસાર ન જીવીએ તો એક સમાજ તરીકે આપણે આપઘાત વહોરી લઈશું. - ગાંધીજી 036 For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ આર્યનારીઓ, સાવધાન! મેડમ થવામાં ભારે જોખમ છે. ભારતીય સ્ત્રી અને યુરોપીયન મેડમ બન્ને માતા તરીકે સમાન છે. બન્ને પોતાના સંતાનો પ્રત્યે વાત્સલ્યભાવથી ખેંચાય છે અને તેમને ઉછેરવામાં શક્ય એટલો આપભોગ આપે છે. કુદરતની આ લાગણીઓમાં ક્યાંય ભેદ નથી. પરંતુ બીજી ઘણી બાબતોમાં ભારતીય સ્ત્રી યુરોપિયન મેડમથી એકદમ જુદી તરી આવે છે. ભારતીય સ્ત્રીના કૌટુંબિક સંબંધો દૂરદૂર સુધી વિસ્તરેલા હોય છે. તે કોઈની માસી તો કોઈની મામી થતી હોય છે, કોઈની ભાભી તો કોઈની કાકી કે ફઈ થતી હોય છે. તેને સાસુ હોય કે તે કોઈની સાસુ હોય, તેને સસરા હોય, નણંદ હોય, દિયર, જેઠ હોય, ભાણેજ, ભત્રીજા હોય, કાકીજી, મામીજી કે ફઈજી હોય. આ બધા સંબંધો લાંબે સુધી, ઘણા ગામો અને શહેરો સુધી ફેલાયેલા હોય છે. આ બધા સંબંધોને તે મીઠાશથી, વિનયથી, ત્યાગથી, માનસન્માનથી સાચવતી હોય છે. એમાં જરાપણ ખામી ના આવે, વિક્ષેપ ના પડે તેની કાળજી રાખવાની તે પોતાની ફરજ સમજતી હોય છે. અને જો ખામી આવે તો પોતાની ટીકા થશે, પોતાની આબરૂ ઓછી થશે એવો તેને ડર રહેતો હોય છે. તે પોતાની ફરજ પ્રત્યે એટલી બધી સભાન અને સજાગ હોય છે. આવી રીતે રહીને તે સમગ્ર કુટુંબ જીવનને મધુરતાથી ભરી દે છે. યુરોપિયન મેડમને આવા કોઈ સંબંધો હોતા જ નથી. તે કોઈની માસી કે કોઈની મામી હોતી નથી. તે કોઈની પણ ભાભી કે નણંદ હોતી નથી. તે એટલી હદ સુધી કે મામા, મામી, માસી, ભાભી, નણંદ, ફઈ, કૂવા જેવા શબ્દો જ તેની ભાષામાં હોતા નથી. એટલે આવા કોઈ સંબંધ તલભાર પણ રાખવાનો સવાલ જ રહેતો નથી. એ જેને પરણે છે તેના કુટુંબ સાથે તેને કોઈ જ લેવાદેવા હોતી નથી. પોતાના વરની બહેન સાથે તેને કોઈ લેવાદેવા હોતી નથી. તે તેની સાસુ સાથે એક દિવસ પણ રહેતી નથી. એની સાસુ તેને જમવાનું આમંત્રણ આપે તો મહેમાન તરીકે જમી આવે, પણ રસોડામાં તલભાર પણ સાસુને મદદ ના કરે. એવા આત્મીય સંબંધની તેને કલ્પના જ ના આવે. ભારતીય સ્ત્રી પીયર જાય ત્યારે પોતાના બાળકોને મામા, મામી પ્રેમથી વળગી પડે, પિયરના બાળકો ફઈ, કૂઈ કરતા ચોંટી પડે તે દશ્ય યુરોપિયન અમેરિકન મેડમની કલ્પના બહારનું છે. તેને આવા કોઈ સંબંધો હોતા જ નથી. ભારતીય સ્ત્રી પોતાના પતિ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે. પોતાના પતિના સુખ માટે તે ઉભી સૂકાય છે. પોતાને ભલે તકલીફ પડે, તેના પતિને કોઈ તકલીફ ના થવી જોઈએ એવી તેની - લાગણી હોય છે. પોતાનો જીવ રેડીને સ્વાદિષ્ટ રસોઈ કરીને પોતાના પતિને જમાડવો એ તેનો મોટામાં મોટો સંતોષ હોય છે. પોતાના પતિને શું ભાવે, શું ના ભાવે તે પહેલી વાર સાંભળે કે તરત જ તેના હૃદયમાં કોતરાય જાય છે. પછી તેને ભાવે એવી જ વાનગીઓ બનાવવાનો તેનો - 037 For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ સતત પ્રયત્ન રહે છે. તેનો પતિ ગુસ્સો કરે, તરછોડે, અપમાનિત કરે તો પણ પતિ પ્રત્યેના સમર્પણમાં તેનામાં જરાપણ ફેર પડતો નથી. આટલી બધી લાગણી સ્ત્રીમાં ક્યાંથી આવે છે તે હું સમજી શક્તો નથી. પતિ પ્રત્યે જે લાગણી કે સમર્પણભાવ છે તે ઘણે અંશે આખા કુટુંબ પ્રત્યે. પણ હોય છે. વળી પોતાની આ લાગણીનો તે જરાપણ બદલો ઈચ્છતી નથી. જો પતિ રસોડામાં તેને મદદ કરવા જાય તો તરત જ તે કહેશે કે તમારે આવું કામ કરવાનું હોય? તે પોતે ગળાડૂબ કામમાં હોય, પતિનવરો આરામ કરતો હોય તો પણ તેને ઘરકામ ના કરવા દે. યુરોપિયન અમેરિકન મેડમોમાં આ ગુણ જોવા ના મળે. તે રસોડામાં સોઈ જરૂર કરે, પરંતુ તેનો બદલો જરૂર માગે. રસોઈ પછીના અને જમ્યા પછીના વાસણો પોતે સાફ ના કરે. તે પોતાના પતિ પાસે જ કરાવે. જમ્યા પછી મેડમ સૂતી સૂતી છાપું વાંચતી હોય કે ટીવી જોતી હોય અને તેનો પતિ રસોડામાં સાફ સફાઈનું કામ કરતો હોય તે દશ્ય યુરોપ અમેરિકામાં સામાન્ય છે. ઘરકામમાં પતિ-પત્ની વચ્ચે ભાગ પાડવાના આંતરરાષ્ટ્રીય કરારો છે. તેમાં જરાપણ ત્યાગ ભાવના, સમર્પણભાવ હોતા નથી. તબિયત સારી ના હોય તો પણ કરાર પ્રમાણે સૌસૌનું કામ સૌએ કરવાનું જ. ભારતીય સ્ત્રીનું સૌથી મોટું સુખ એ છે કે તેને પૈસા કમાવાની લેશમાત્ર ચિંતા નથી. પતિ જે કાંઈ કમાય છે તે બધું પોતાનું જ છે એમ તે સલામતપણે માની લે છે. ભારતીય પતિની કદીપણ એવી અપેક્ષા હોતી નથી કે પોતે જે કમાય છે તે ફક્ત પોતાનું છે અને પત્નીએ જુદી કમાણી કરીને ઘરખર્ચમાં ભાગ આપવો. તે સ્પષ્ટપણે સમજે છે કે પત્નીએ પૈસા કમાવાની જરાપણ ચિન્તા કરવાની હોય જ નહીં. પોતે જે કમાય છે તેમાંથી પત્નીએ ઘર ચલાવવાનું હોય છે. દરેક પુરુષ સમજે છે કે પૈસા કમાઈ લાવવા તે ફક્ત પુરુષની ફરજ છે. તેથી પત્નીને કમાઈ લાવવાનું કહેવાય જ નહીં. એટલું તો દરેક ભારતીય પતિ સ્વીકારે છે. પત્ની સામે ગમે એટલો વાંધો પડે તો પણ તું તારા ભાગના પૈસા કમાઈને લાવ એવું તે પત્નીને કદી નહીં કહે. પૈસા કમાવા માટે લાચારીથી બહાર ભટકવું પડે તે સ્થિતિ ભારતીય સ્ત્રી માટે સૌથી અપમાનજનક સ્થિતિ છે અને પત્નીને એવી અપમાનજનક સ્થિતિમાં મૂક્વાની હિંમત નિર્દય પતિ પણ નહીં કરે. એનો અર્થ એ થયો કે દરેક પુરુષ સ્ત્રીને માતૃપદે સ્વીકારે છે. એની પાસે બહાર જઈને કમાઈ લાવવાની આપેક્ષા રખાય જ નહીં. આ રીતે ભારતીય સ્ત્રી બહુ જ ઉંચા સ્થાને છે. ભારતીય સ્ત્રીનું આ સૌથી મોટું સુખ છે. તો ભારતીય સ્ત્રી માટે જે સૌથી અપમાનજનક સ્થિતિ છે, જે સ્થિતિમાં તેને કદી પણ મુકાવું પડતું નથી. તે અપમાનજનક સ્થિતિમાં યુરોપ અમેરિકાની મેડમો કાયમને માટે લાચારીપૂર્વક જીવે છે. તો કોણ સુખી છે? ભારતીય સ્ત્રી કે યુરોપિયન અમેરિકન મેડમો? આ બાબતમાં યુરોપિયન અમેરિકન મેડમો દુખી દુખી છે. તેમની સૌથી મોટી ચિન્તા પૈસા કમાવવાની હોય છે. કોઈપણ સંજોગોમાં ગમે તેમ કરીને આ મેડમોએ પૈસા કમાઈ લાવવા પડે છે. તેથી તેઓએ કારખાનામાં મજુરી કરવા જવું પડે છે. મજૂરીકે નોકરી શોધવા રખડપટી 038 For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ કરવી પડે છે. પતિ ગમે એટલું કમાતો હોય, તે બધું તેના એકલાનું છે. ઘરખર્ચમાં મેડમે કમાઈને ભાગ આપવો પડે છે. તેથી પૈસાની કમાણી એ તેની સૌથી મોટી ચિન્તા હોય છે. મજૂરી કરવી, નોકરી શોધવી, દૂર દૂર નોકરી કે મજૂરી કરવા જવું, નાના ધાવણા બાળકો ઘોડિયાઘરમાં મૂકીને પણ પૈસા કમાવા તો જવું જ પડે. આ એક જ ચિન્તા તેને મારી નાખે છે. એટલે ભારતીય સ્ત્રીઓ જેવું સુખ એકદીના ભોગવી શકે. ભારતીય સ્ત્રીનું અહીં મેં ઠીક ઠીક આદર્શ ચિત્ર રજુ ક્યું છે. ગરીબીમાં સબડતી સ્ત્રીઓ, પુરૂષોની પજવણીથી ભયાનક લાચારીમાં જીવતી અને અંતે આપઘાત કરતી સ્ત્રીઓની વાત નથી કરી. તેઓને યુરોપિયન અમેરિકન મેડમોનું કોઈ આકર્ષણ નથી. પરંતુ દુર્ભાગ્ય અને કરુણતા એ છે કે સુખી જીવન જીવતી સ્ત્રીઓને યુરોપિયન મેડમોનું આકર્ષણ છે. તેઓ આ મેડમોની નકલ કરવા મંડી છે. સાડી જેવો જાજરમાન પહેરવેશ છોડીને યુરોપીયન મેડમોના પોણિયા પેન્ટ શર્ટ અપનાવવામાં ધન્યતા માનવા મંડી છે. મહાન આધ્યાત્મિક સંસ્કારો ધરાવતી પોતાની ભાષાઓ છોડીને પોતાના બાળકોને અંગ્રેજીમાં ભણાવવા મંડી છે અને પોતાની દીકરીઓને કોઈપણ ભોગે યુરોપિયન મેડમ જેવી બનાવવા મથે છે. ભણાવીને તેને અમેરિકા મોકલવા ઈચ્છે છે. ત્યાં બિચારી અમેરિકન મેડમાં કારખાના અને સ્ટોરમાં ગુલામ તરીકે મજૂરી કરીને કેવી દુખી થાય છે તેની કલ્પના પણ ભારતીય સ્ત્રીને નથી. ઉલ્ટ પોતે દુખી છે અને યુરોપિયન અમેરિકન મેડમો સુખી છે એવી ઉલ્ટી જ માન્યતા તેના મનમાં ઘર કરી ગઈ છે. તેથી પોતાની દીકરીને તો ભણાવી ગણાવીને કોઈપણ હિસાબે અમેરિકા મોકલીને મેડમ બનાવવા એ ઝંખે છે. તેથી નાનપણથી જ તે પોતાની ભાષાનો તિરસ્કાર કરી તેને આવડે એટલા શબ્દો અંગ્રેજીમાં બોલતા શીખવે છે. અમેરિકાના જવાય તો ભારતમાં રહીને પણ કોઈ નોકરી શોધીને તેને મેડમ બનાવવા પાછળ આખો સમાજ ગાંડો થઈ ગયો છે. પ્રાથમિક શાળામાં શિક્ષિકા થાય તે પણ મેડમ બની જાય છે અને ભારતીય સંસ્કારોને ધીકકારતી થઈ જાય છે. કોઈપણ ઓફિસમાં કામ કરતી સ્ત્રીને તેની નણંદ કે દિયર મળવા આવે અને ભાભી કહીને બોલાવે તો તેને પસંદ પડતું નથી, કારણ કે તે મેડમ બની ગઈ છે. મેડમને નણંદ કે દિયર હોતા નથી. * સાવધાન આર્યનારીઓ, મેડમ થવામાં ભારે જોખમ છે. જોજો તમારું કિંમતી માતૃપદ ખોઈ ના બેસતા. જો ભારતીય પુરૂષો યુરોપના પુરૂષોની જેમ સ્ત્રીઓને કહેવા માંડે કે તારા ભાગનું તું કમાઈને લાવ અને ઘરખર્ચમાં ભાગ આપ તો આપણી માતૃ સંસ્કૃતિ તૂટી પડે અને સુખી ઘરની સ્ત્રીઓ હેરાન પરેશાન થઈ જાય. તો યુરોપિયન અમેરિકન મેડમોને રવાડે ચડવા જેવું નથી. તેમાં દુખ અને હેરાનગતિ સિવાય કંઈ નથી. તો ભારતીય સ્ત્રીઓ પોતાનું માતૃત્વ, પોતાનું સ્ત્રીત્વ જાળવી રાખે એ જ સ્ત્રીઓના હિતમાં છે. સ્ત્રી પોતાનું સ્ત્રીત્વ, માતૃત્વ અને સતિત્વ ખોઈ બેસે તો પુરુષને મન તે ભોગ ભોગવવાનું સાધન માત્ર છે. તેનાથી વિશેષતેની કાંઈ જ કિંમત રહેતી નથી. આ બાબત યુરોપ અમેરિકાએ સાબિત કરીને આપણી સમક્ષ ધરી છે, તે દરેક સ્ત્રીએ ખાસ યાદ રાખવાની જરૂર છે. 039 For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ એક વાર સંસદભવનના રસોડામાં રસોયો ગેરહાજર હતો ત્યારે ઈન્દિરા ગાંધી વડા પ્રધાન હોવા છતાં રસોડામાં જઈને ચા બનાવી લાવ્યા અને સંસદ સભ્યોને પીરસવા લાગ્યા. બધા એકદમ ડઘાઈ ગયા. પરંતુ ઈન્દિરાજીએ કીધું કે હું પહેલાં સ્ત્રી છું અને પછી વડાપ્રધાન છું. આપણી બધી ભારતીય મેડમોઆટલું સમજે તો કેવું સારું? -વેલજીભાઈ દેસાઈ મારો દ્રઢ મત છે કે આપણી સંસ્કૃતિ પાસે જેટલા સમૃધ્ધ ભંડારો છે તેટલા બીજી કોઈ સંસ્કૃતિ પાસે નથી. આપણે આપણી સંસ્કૃતિને પિછાની નથી. ઉલટું આપણને તેના અભ્યાસ પ્રત્યે સૂગ કેળવવાનું અને તેની કિંમત ઓછી આંક્વાનું શીખવવામાં આવ્યું છે. આપણે આપણી સંસ્કૃતિ મુજબ આચરણ કરતા લગભગ અટકી ગયા છીએ. મારો ધર્મ મને મારી સંસ્કૃતિ પચાવીને તે મુજબ જીવન ગાળવાનો અનુરોધ કરે છે. આપણી સંસ્કૃતિ અનુસાર ન જીવીએ તો એક સમાજ તરીકે આપણે આપઘાત વહોરી લઈશું. સ્ત્રીઓ આજે અધઃપતનને માર્ગે જઈ રહી છે તે હું જાણું છું. પુરૂષ સમોવડી થવાના ઉન્માદમાં સ્ત્રીઓ પોતાનું ર્તવ્ય ભૂલી છે. - ગાંધીજી 040 For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ નીતિભ્રષ્ટ આધુનિક્તા રાજકોટના સમૃધ્ધ વિસ્તારના એક મોટા ૧૦ માળિયા બીલ્ડીંગમાં રહેતી ૪૦-૪૫ વરસની બધી માતાઓ પોતાની કોલેજમાં ભણતી દીકરીઓને રસોઈ કરતા શીખવતી નથી અને શીખવવા માગતી પણ નથી. એટલું જ નહીં, એ બધી માતાઓ માને છે કે રસોઈ શીખવી જ પડે તો સાસરે ગયા પછી તેની સાસુ શીખવશે. આપણે શું કરવા આપણી દીકરીને હેરાન કરવી!આ બધી ૪૦-૪૫ વરસની ઉંમરની બહેનોમાંથી એક પણ બહેન સાડી પહેરતી નથી. આ બધી માતાઓ, પોતાની દીકરીઓ ફેશન પુતળીઓ બનીને જીંદગી ભોગવી લ્ય અને જરાપણ તેમને કાંઈ કામ કરવું ના પડે તો સારું એવું ઈચ્છે છે. પોતાની દીકરીઓ ખૂબ ભણે, મોટી મોટી ડીગ્રી મેળવે, અમેરિકા કે ઓસ્ટ્રેલિયા ભણવા જાય અને સારી નોકરી મેળવી લ્ય એ એમનું ધ્યેય છે. એટલે કે યુરોપ અમેરિકા જેવી મેડમ બની જાય એવું તેઓ કદાચ ઈચ્છે છે. આનો અર્થ એ છે કે જરાપણ ભારતીય સંસ્કારો તેમની દીકરીઓમાં નારહેતો વાંધો નથી. આ બધી બહેનો સારી એવી સંસ્કારી છે, સંસ્કારી માબાપની દીકરીઓ છે, સંસ્કારી ઘરોમાં સાસરે આવેલી છે, તેઓ બધી ઘર ચલાવે છે, રસોઈ કરે છે, પોતે ક્યાંય કમાવા જતી નથી, પોતાના પતિ ખૂબ કમાય છે અને પોતે જલસા કરે છે, અને ખૂબ જ સુખ ભોગવે છે. આ બહેનોને રસોઈ કરતા આવડે છે, કારણ કે તેમની માતાઓએ તેમને રસોઈ કરતા શીખવ્યું છે, રસોઈ કરવી એ સ્ત્રીનો ધર્મ છે, એ શીખવ્યું છે, સાસરે જતા પહેલાં બધુ જ ઘરકામ આવડવું જોઈએ એમ એમની માતાઓએ શીખવ્યું છે. તેથી તેઓ ઘર ચલાવે છે, આનંદથી રહે છે. કોઈ વાતે તેમના જીવનમાં સુખની ખામી નથી. " પરંતુ જે સંસ્કાર આ ૪૦-૪૫ વરસની બહેનોને તેમની માતાઓએ આપ્યા છે તેવા સંસ્કાર આ બહેનો તેમની દીકરીઓને આપવા માગતી નથી. કારણ કે તેમને આધુનિક્તાનું ભૂત વળગ્યું છે. તેથી તેમણે પોતે જ સાડી પહેરવાનું છોડી દીધું છે. પોતે તો રસોઈ કામ કરે છે, પરંતુ પોતાની દીકરીઓ ઘરમાં રસોઈ કરે અને ઘર ચલાવે તેમાં તેને પછાતપણું લાગે છે. પોતે જેવું સુખી જીવન જીવે છે તે જીવન પોતાની દીકરીઓ ભોગવે તે એમને પસંદ નથી ! તેમને કદાચ યુરોપ અમેરિકાના સ્વછંદી જીવનનું આકર્ષણ છે. હવે આ બહેનોમાંથી જેમને દીકરા મોટા થયા છે અને બે ચાર વરસ પછી તે લગ્ન કરવા જેવડા થશે તે બધી બહેનોને ઘરમાં જે વહુ આવે તે ભારતીય સંસ્કારો ધરાવતી હોય, રસોઈ કરીને કુટુંબને જમાડે, ઘર સાચવે અને આધુનિક્તાનું માનસ ન ધરાવતી હોય તેવી ઘરરખુ વહુ જોઈએ છે. તો તેમના જ મનમાં કેટલો વિરોધાભાસ પડયો છે? જો નીતિથી વિચારીએ તો તેમને જેવી વહુ જોઈએ છે એવી જ રીતે પોતાની દીકરીઓને તૈયાર કરવી જોઈએ. પોતાની દીકરીઓને આધુનિક પુતળીઓ બનાવવી છે અને રસોઈ કરતા પણ નથી શીખવવું અને દીકરાની વહુ આવે 041 For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ તે સંપૂર્ણ ભારતીય સંસ્કારોથી સજજ હોય એવી અપેક્ષા રાખવી તે કેટલું બેહુદુઅને અનીતિમય છે? દરેક માણસ સમજી શકે કે આ બહેનોનું માનસ ખોટું છે. તેમની અપેક્ષાઓ ખોટી છે. તેમની દીકરીઓનો ઉછેર ખોટો છે. આમ થવાનું કારણ શું હશે? મને તો સ્પષ્ટ દેખાય છે કે આ બહેનોએ સાડી પહેરવાનું છોડી દીધું છે, તેથી જ તેમના માનસમાં વિકૃત વિચારો ભરાઈ ગયા છે. આધુનિક્તાના ખોટા ખ્યાલોને કારણે પોતાની દીકરીઓને સારી સ્ત્રી બનાવવાને બદલે કૃત્રિમ પુરૂષો બનાવીને તેમનું જીવન પણ બગાડશે. એમની દીકરીઓ પણ સારી સ્ત્રી થવા નહીં ઈચ્છે, પણ અમેરિકા જઈને નોકરી કરીને પુરૂષના જેવું ભટક્ત જીવન જીવશે અને એમાં જ જીવનની સાર્થકતા સમજશે. સાડીના પહેરવાથી કેટલી વિકૃતિ આવે છે તેનો આનમૂનો છે. આ સત્ય ઘટના છે. - વેલજીભાઈ દેસાઈ સ્ત્રીઓ પુરુષોની વાનરનકલ કરવા થકી અથવા પુરુષો સાથે હરિફાઇમાં ઉતરવા થકી દુનિયામાં પોતાનો ફાળો આપી શકવાની નથી. ગાંધીજી સ્ત્રીઓ આજે અધઃપતનને માર્ગે જઈ રહી છે તે હું જાણું છું. પુરુષ સમોવડી થવાના ઉન્માદમાં સ્ત્રીઓ પોતાનું કર્તવ્ય ભૂલી છે. - ગાંધીજી 042 For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી પુરૂષ અસમાનતા સ્ત્રી પુરૂષ સમાનતાનો આખો ખ્યાલ વિદેશોમાંથી આયાત થયેલો છે. વાસ્તવમાં સ્ત્રી અને પુરૂષના સ્વભાવમાં તથા શરીરમાં કુદરતે એટલા મોટા પ્રમાણમાં ભેદ રાખેલા છે કે સ્ત્રી પુરૂષ સમાનતાનો વિચાર જ ના કરી શકાય. સ્ત્રીનું ચરિત્ર એટલું બધુ ઊંચું છે અને પુરૂષ સ્ત્રીના પ્રમાણમાં એટલો બધો નીચો છે કે સ્ત્રી પુરૂષની સમાનતાની વાતમાં જ સ્ત્રીનું અપમાન રહેલું છે. પશ્ચિમી સંસ્કૃતિમાં સ્ત્રીની કાંઇ જ કિંમત નથી. તે ફક્ત પુરૂષના ભોગનું સાધન ગણાય છે. અને પુરૂષ ઊંચો ગણાય છે તેથી ત્યાં સ્ત્રી પુરૂષ સમાનતાનો ખ્યાલ ઊભો થયો છે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું સ્થાન માતાનું છે અને પુરૂષ કરતા ઘણી ઉંચાઈએ છે. એટલે પશ્ચિમનું અનુકરણ કરીને આપણે ત્યાં સ્ત્રી પુરૂષ સમાનતાને નામે જે કાંઈ ચાલે છે તેને ગાંધીજીએ “દુષ્ટ પ્રવૃતિ કીધી છે. આ બાબતમાં થોડા ઊંડા ઉતરવાની જરૂર છે. સ્ત્રીમાં શું છે અને પુરૂષમાં શું છે તે સરખાવી જોઈએ. સ્ત્રી સ્વભાવમાં ખૂબ જ ઉમદા ગુણો વસેલા છે, તેનું હૃદય દયા, પ્રેમ, વાત્સલ્ય, લાગણીથી ભરેલું છે. તેની સામે પુરૂષમાં કઠોરતા છે. સ્ત્રીમાં નમ્રતા, કોમળતા છે. પુરૂષમાં અહમ છે. સ્ત્રીમાં ત્યાગવૃતિ, સહનશીલતા, વફાદારી, સમર્પણભાવ વગેરે જેવા ઉમદા ગુણો છે. જ્યારે પુરૂષમાં ભોગવૃતિ, કામવૃતિ, કોધ અને અહંકાર હોય છે. વફાદાર તો બિલકુલ હોતી નથી. સ્ત્રીમાં ત્યાગ છે, ધાર્મિકતા છે, આધ્યાત્મિકતા છે, ઇશ્વરપરાયણતા છે. તેની સામે પુરૂષમાં કામ છે, કોધ છે, અહંકાર છે. ધાર્મિકતા, આધ્યાત્મિકતા અને ઈશ્વરપરાયણતા બહુ જ જૂજ પુરૂષોમાં જોવા મળે છે. સ્ત્રી પાસે કંઠ છે, રાગ છે, સંગીત છે, ભજન છે જેનાથી પોતાનું જીવન ભક્તિમય બનાવે છે, રસમય બનાવે છે. તેની સામે પુરૂષમાં કર્કશતા હોય છે, બરછટપણું હોય છે, તોછડાઇ હોય છે. એ સ્ત્રી પાસે અનેક અદ્ભુત કળાઓ છે. તેમાંથી સર્વોતમકળા રસોઈકળા છે. જાતજાતની સ્વાદિષ્ટ વાનગીઓ તે કોઈપણ પુસ્તક વગર જ બનાવી જાણે છે. જરાપણ આળસ વગર જીંદગી આખી તે રસોઈ કરીને કુટુંબને જમાડે છે. પુરૂષ આ બાબતમાં સાવ ઠોબારો ગણાય. ઠોબારો એટલે બેદરકાર અને આવડત વગરનો. પાંચ-પંદર દિવસ પત્ની પીયર જાય તો બેબાકળો અને રઘવાયો બની જાય. ખાવામાં હેરાન થાય, પણ રસોઈતોના જ કરે. અરે, હળદર કે નીમક પોતાના ઘરના રસોડામાંથી શોધતા પણ ન આવડે ! કોઈપણ શ્રી અજાણ્યા ઘરમાં બધુ જ શોધી લેશે. પુરૂષ પોતાના જ ઘરમાં કાંઈ જ શોધી નહીં શકે. એટલો બધો ઠોબારો.. 043 For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી પાસે સમર્પણભાવ છે. પોતાના પતિને કાંઈ જ તકલીફ નહીં પડવા દે. પોતાને ભલે હેરાન થવુ પડે. પોતાના બાળકો માટે તે ભૂખી રહેશે. સ્વાદિષ્ટ રસોઇ કરી હોય, ઘરના બધા ખાઈ જાય, પોતાની પાછળ ના વધે તો પણ રાજી રહે. આ તો અદભૂત દેવી સમર્પણભાવ છે. પુરૂષ તો આ બાબતમાં સાવ જ સ્વાર્થ હોય છે. પોતે વધારે ખાઈ જાય, પત્નીને માટે કાંઈ ના વધે તો પણ પત્નીને દોષ દે કે કેમ ઓછુ રાંધ્યું? સ્ત્રી પોતાના પતિ માટે ખુવાર મરે, તેને સુખી રાખવા થાય એટલા પ્રયત્નો કરે, તેની એક એક ઈચ્છાનો સ્ત્રી અમલ કરે, છતાં પણ પુરૂષ તો પત્નીને ખીજવે, ચીડવે, ઉતારી પાડે, મેણા મારે અને તેમાંથી વિકૃત આનંદ માણે. સ્ત્રી પાસે દયા છે, પવિત્રતા છે, કરૂણા છે. તેનું હૃદય હંમેશા પવિત્રતા દયા અને કરૂણાથી ભરેલું હોય છે. પુરૂષનું હૃદયસ્વાર્થ અને સંસારી કાવાદાવા અને ગડમથલથી ભરેલું હોય છે. બહુ ઓછા પુરૂષોના હૃદય પવિત્રતા, દયા અને કરૂણાથી ભરેલા જોવા મળે. સ્ત્રી પાસે સુંદરતા છે, રૂપ છે, શોભા છે, શણગાર છે. વસ્ત્રાલંકારની વિવિધતાનો વૈભવ છે. રંગબેરંગી વસ્ત્રો, તેની ડીઝાઇનો, ઘરેણા અને તેના ઘાટ, તેની કલાઓ વસ્ત્ર પરિધાનની કલાઓ વગેરેમાં તેનું મન ખૂબ પરોવાયેલું રહે છે. તેના મનના મનોભાવો પ્રમાણે જુદા જુદા રંગો, ડિઝાઈનો, ઘાટ પર પસંદગી ઉતારે છે અને ઘણીવાર સ્ત્રી આવી સ્થૂળ બાબતોમાં એટલી બધી વ્યસ્ત અને મસ્ત રહે છે કે તે પોતાનું દેવત્વ ગુમાવી બેસે છે અને પુરૂષની ગુલામ બની જાય છે. પુરૂષમાં રૂપ જેવું કાંઈ હોતુ નથી. ઘણે ભાગે આવી બાબતોમાં પુરૂષ શુષ્ક અને નિરસ હોય છે. તેનું માનસ ભોગવાદી હોય છે. સ્ત્રી જીવનમાં અનિશ્ચિતતા છે. અનેક પ્રકારના દુઃખો છે. ૨૦-૨૨ વરસની થાય ત્યાં સુધી કોઈને ખબર નથી કે તેણે કોની સાથે, ક્યા ઘરમાં જીંદગી કાઢવાની છે. લગ્ન પછી પ્રસૃતિની પીડા, બાળ ઉછેરના કષ્ટો અને તેમાં સાસરિયામાં ત્રાસ હોય તો જીંદગી નરકસમાન થઈ પડે છે. જાણે સ્ત્રીનો જન્મ જ દુઃખ ભોગવવા માટે છે. પુરૂષને આવા કોઈ જ દુઃખ આવતા નથી. સ્ત્રી પાસે આંસુનો દરિયો છે. પુરૂષ પાસે નિર્દય બેદરકારી અને બેફિકરાઈ છે તે એટલે સુધી કે સ્ત્રીના દુઃખો પ્રત્યે સહાનુભૂતિનો એક શબ્દ પણ ના બોલે. સ્ત્રીમાં વ્યસન જેવા દુષણો હોય જ નહીં પુરૂષમાં વ્યસન ના હોય તો જ નવાઈ. સ્ત્રીના તમામ કાર્યો અત્યંત પવિત્ર હોય છે, જેમાંથી પાપ લાગવાની કોઈ જ શક્યતા હોતી નથી. જેમકે રસોઇ કરવી, જમાડવું, વાસણો ધોવા, કપડા ધોવાઘર સાફ કરવું. આ બધા જ કાર્યો સંપૂર્ણપણે પવિત્ર કાર્યો છે. જ્યારે પુરૂષના ઘણા કાર્યોમાંથી પાપ જન્મે છે, અસત્ય આચરણ થાય છે. વિકૃતિઓ પેદા થાય છે વગેરે. 044 For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી જો ઇચ્છે તો પુરૂષના તમામ કાર્યો કરી શકે અને એટલા સારી રીતે કે પુરૂષને તે હરાવી દે, પાછળ રાખી દે. પરંતુ પુરૂષ,સ્ત્રીના બધા જ કાર્યો કરી જ ના શકે. સ્ત્રીને હરાવી દેવાનું તો સંભવ જ નથી. સ્ત્રી સાક્ષાત દેવી સ્વરૂપ છે. પુરૂષ ઘણે ભાગે રાક્ષસી વૃતિઓ ધરાવે છે. આ રીતે તમામ બાબતોમાં, તમામ ક્ષેત્રોમાં સ્ત્રી પુરૂષ કરતા ચડિયાતી છે, સદગૂણી છે, વધુ આવડતવાળી છે. છતાં પણ લાખો ઘરોમાં સ્ત્રી પુરૂષથી દબાય છે, સતત અન્યાયનો ભોગ બને છે, સતત અન્યાય સહન કરે છે. પોતાના સ્વત્વનો સ્વમાનનો ભોગ આપે છે. પુરૂષ તેને અન્યાય કરે તેને તે સ્વાભાવિક માને છે. ફક્ત તે વધારે પડતો અન્યાય ના કરે, માર ના મારે, ગાળો ના દે, અપમાન વારંવાર ના કરે તો સંતોષ માને છે, એવા લાખો, કરોડો ઘર હોય છે. સ્ત્રી પોતે ખૂબ જ સદગુણોથી ભરપૂર હોય છે. છતાં પણ કામી અથવા ક્રોધી અથવા અહંકારી અથવા શુષ્ક કે વ્યસની અને ઠોબારા અને નિર્દય પતિની પાછળ પોતાની આખી જીંદગીનો ભોગ આપે છે. તે પતિ પરાયણ થઇને સંતોષથી કે અસંતોષથી બહુ સારી રીતે ખૂબ સહકાર અને સમર્પણથી જીવે છે. ઘણે ભાગે પુરૂષથી દબાઇને રહે છે, ડરતી રહે છે. કોઈપણ ભોગે પોતાનું સ્વમાન સચવાવુ જોઇએ એવું સ્ત્રી વિચારી જ ના શકે. વિચારે કે તરત જ તે સ્ત્રી સમાજમાં અભિમાની ગણાવા માંડે. કેટલી જબરી કરૂણતા ? કેટલી મોટી વિડંબના ? કોઇ ઘરમાં સ્ત્રીનું ચાલતું હોય તે છતાં આવી દરેક સ્ત્રી પોતે જ પોતાનુ નહીં પરંતુ તેના પતિનુ જ ઘરમાં ચાલે છે એવી છાપ ઊભી કરવી શોભાસ્પદ સમજે છે! પોતાનું ચાલે છે એવું જાહેર ન થવા દયે ! સ્ત્રી પુરૂષ વચ્ચે આટલી ભારે અસમાનતા છે. દરેક બાબતમાં સ્ત્રી ચડિયાતી અને પુરૂષ ઉતરતો છે. તેથી જ ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું સ્થાન માતાનું છે. માતાનું સ્થાન અત્યંત માનપાત્ર સ્થાન છે. પુરૂષ હંમેશા સ્ત્રી કરતા ઉતરતા સ્થાને છે. છતાં પણ વ્યવહારમાં સ્ત્રી પુરૂષથી દબાઇને રહે છે અને પુરૂષ સ્ત્રી ઉપર વર્ચસ્વ ભોગવે છે. આ બાબતમાં લાખો સંસ્કારી અને જ્ઞાની કુટુંબોમાં સુખદ સ્થીતિ જોવા મળે છે. સ્ત્રીઓ લગભગ પોતાનુ માતૃપદ શોભાવે છે, ઘરમાં તેમને ખાંસ કઇ અન્યાયો નથી થતા. સ્ત્રીઓને નામે મિલકતો અને આવક પણ પુરૂષો જેટલી હોય છે. વાદ વિવાદ કે વિખવાંદ બહુ ઓછા થાય છે. એકંદરે વર્ચસ્વ પુરૂષનું હોય છે, પરંતુ સ્ત્રીઓની ઉપેક્ષા બીલકુલ થતી નથી. મને લાગે છે કે આવા કુટુંબમાં ભારતીય સંસ્કૃતિની લગભગ આદર્શ સ્થિતિ જોવા મળે છે. પરંતુ પશ્ચિમી સંસ્કૃતિમાં સ્ત્રી પુરૂષ સમાનતાની વાત થાય છે તે ખરેખર જ જોખમી છે. સ્ત્રીને માટે અપમાન જનક છે. ગાંધીજીએ તેને દુષ્ટ પ્રવૃતિ કીધી છે. તેમાં તો સ્ત્રીએ પોતાનો સ્વધર્મ છોડી, શક્ય એટલા સ્ત્રીના સદગુણોનો ત્યાગ કરીને, કૃત્રિમ પુરૂષ જેવા બનીને પુરૂષની હરિફાઇ દરેક ક્ષેત્રમાં કરવાની વાત મુખ્ય છે. સ્ત્રી પુરૂષ એક બીજાના પૂરક છે, બન્ને સહજીવનને 045 For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ માટે સર્જાયા છે એ વાત જ તેમાં સ્વીકાર્ય નથી. સ્ત્રીએ સ્ત્રીત્વ છોડીને પુરૂષોના કાર્યો અપનાવીને પુરૂષની જેમ જ સ્ત્રી નોકરીઓ કરતી થતી જાય, મોટી કંપનીઓમાં ગુલામી કરે તેને સ્ત્રી પુરૂષ સમાનતા ગણવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી માતા છે અને તેથી સ્ત્રીએ કમાવાનું હોય જ નહીં તે વિચારને પશ્ચિમી સ્ત્રી પુરૂષ સમાનતામાં જરાપણ સ્થાન નથી. તેમાં તો સ્ત્રી બજાર ચીજ બને તેના ઉપર જ ભાર છે. આ સ્થિતિ સ્ત્રીઓને માટે ભારે કફોડી સ્થિતિ પેદા કરશે. યુરોપ અમેરિકામાં આખી કુટુંબ વ્યવસ્થા ભાંગી પડી છે અને સ્ત્રીઓ જ સૌથી વધારે દુઃખી થઈ પડી છે તે સમજી લેવું જોઈએ. એટલે શાણી બહેનો સાવધાની વર્તે. ભારતીય સંસ્કૃતિ જાળવીને સ્ત્રીનું સ્થાન ઉચું લાવવા પ્રયત્ન કરે. ખરેખર જ સ્ત્રીના હૃદયમાંથી અવિરત ત્યાગ, સમર્પણ, પ્રેમ, વાત્સલ્ય, કરૂણા અને તપશ્ચર્યાનો પ્રવાહ વહ્યા જ કરે છે. તેનાથી જ ઘર અને સમાજ નભે છે. સ્ત્રીના સંગાપન વગર સમાજ વ્યવસ્થા છિન્નભિન્ન થઇ જાય અને માનવજાતનાશ પામે. આ પ્રવાહમાં ક્યાંક કોઈવાર વિક્ષેપ પડે, પ્રવાહ રંધાય, ક્યાંક સ્ત્રી પોતાનો સ્વધર્મભૂલે, કેરીયરને રવાડે ચડી પુરૂષની હરિફાઇ કરે, ક્યાંક અતિ અન્યાયની સામે થાય અને વિફરી બેસે અને પુરૂષને કરી દેખાડે ત્યારે સમાજમાં પત્નીપીડિત પતિમંડળો નીકળી પડે છે. સ્ત્રીમાં રહેલી શક્તિનું તે ઘોતક છે. એટલે શાણા અને વિવેકયુક્ત પુરૂષોએ કબૂલ કરવું જ પડશે કે પુરૂષ કરતા સ્ત્રીમાં વધારે સદગુણો છે. વધારે શક્તિ છે, વધારે આવડત છે. વધારે ત્યાગ, તપશ્ચર્યા છે અને તેથી સ્ત્રીને માતૃપદે જ સ્વીકારવી પડે. એકવાર ઘરમાં સ્ત્રીનું માતૃપદ સ્વીકારાય એટલે તેમનું અપમાન ન જ થાય. ઉચિત માન સન્માન આપવું જ પડે. સ્ત્રીના ત્યાગ બદલ પુરૂષના મનમાં સ્ત્રી પ્રત્યે અહોભાવ પણ હોવો ઘટે છે. આટલી વાત પુરૂષો સ્વીકારે અને અમલ કરે એટલે ભારતમાં સ્વર્ગ ઉતરી આવશે એમાં મને શંકા નથી. કારણ કે તમામ સ્ત્રીઓ સાક્ષાત્ દેવીઓ છે જ. જે ઘરમાં સ્ત્રીને પુરૂષથી બીવું પડે છે ત્યાં સુખ ના હોય. જે સમાજમાં સ્ત્રીઓને પુરૂષથી ડરીને રહેવું પડે છે તે સમાજ હંમેશા ગુલામરહે છે અને સ્વરાજ કદી ભોગવી શકતો નથી. - વેલજીભાઈ દેસાઈ સ્ત્રીઓને પુરુષોથી કેવળ સ્વતંત્ર કરી મૂકવાની પશ્ચિમમાં દુર પ્રવૃતિ ચાલે છે તે પ્રવૃતિ આર્ય સંસ્કૃતિથી વિરૂદ્ધ અને હાનિકારક છે. - ગાંધીજી 046 For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ મેં જોયુ વિકૃતિથી પીડાતુ યુરોપ ૨૦૦૮માં હું ૧૫ દિવસ ફીનલેન્ડ, સ્વીડન, ડેનમાર્ક ગયો હતો. યુરોપ એટલે ભૌતિક સમૃધ્ધિથી છલકાતો ખંડ. વિશાળ રસ્તા, ભવ્ય વાહનો, આલીશાન ઈમારતો, ભવ્ય હોટલો, ઉડીને આંખે વળગે એવી સ્વચ્છતા વગેરેથી કોઈપણ માણસ અંજાયા વગર ના રહે. પરંતુ યુરોપની સાચી પરિસ્થિતિ સમજવા માટે ત્યાનું કૌટુંબિક સામાજિક જીવન સમજવું જોઈએ. મને જે થોડાક અનુભવો થયાત અહીં આપું છું :(૧) મારો આખો કાર્યક્રમ, મોટા માણસો સાથેની મુલાકાનો વગેરે ગોઠવનાર એક ૩૦ વરસનો યુવાન હતો. તેનું નામ ટોની હતું. તે અસાધારણ બુધ્ધિપ્રતિભા ધરાવતો હતો. છતાં તે બેકાર હતો. સરકાર જે કાંઈ બેકારી ભથ્થુ આપે તેના ઉપર તે ગરીબીમાં જીવતો હતો. તે અપરિણિત હતો. પરણવું તેને પોષાયએમનહતું. (૨) જે સંસ્થાએ મને આમંત્રણ આપેલું તેના સેક્રેટરી સાથે એક રેસ્ટોરન્ટમાં જમવાનું અને ચર્ચા કરવાનું ગોઠવેલું. તે ૪૬ વરસનો એન્જનિયર હતો. મેં તેને સંતાનો વિષે પૂછયું તો કીધું કે પોતે એકલો જ છે. પત્ની નથી. (કદાચ છૂટાછેડા થયા હશે). (૩) બે દિવસ પછી એક સંશોધન વૃત્તિના યુવાન એન્જનિયરને ઘરે જવાનું થયું હતું. તે ૩૨ વરસનો હતો. પરંતુ પરણેલો ન હતો. ખૂબ બુધ્ધિશાળી હતો. આખુ ઘર પુસ્તકોથી જ ભરેલું હતું. પરંતુ નોકરી મળતી ન હતી. તેથી સરકારના બેકારી ભથ્થા ઉપર તે જીવતો હતો. તે પોતાની માતા સાથે રહેતો હતો. તેને પણ પરણવું પોષાતું નહતું. (૪) તેના ઘરે એક ૨૦ વરસની છોકરી રસોડાના એક ખૂણામાં બેઠી હતી. તે કોણ છે એમ મેં પૂછયું ત્યારે તે ઉભી થઈ અને મારી સાથે ઓળખાણ કરાવી. તેના વિષે જાણવા મળ્યું કે તે સ્વીડનથી આવેલી છે. નાનપણથી જ તેના માબાપ તેને તજી દીધી છે. તેથી તે જ્યાં ત્યાં રખડીને મોટી થઈ છે અને વાંચતા લખતા આવડે એટલું માંડ ભણી શકી . " છે. તેના મગજમાં માબાપ પ્રત્યે ખૂબ તીરસ્કાર છે. (૫) ઉપરોક્ત બધા પ્રસંગો ફીનલેન્ડના છે. સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં મારા એક મિત્રને મળવાનું ગોઠવેલું. તે ભાઈ ૫૪ વરસના હતા. બે ત્રણ કલાક સાથે રહયા પછી અમને તે સ્ટીમર પર મૂકવા આવતા હતા ત્યારે મેં તેને સંતાનો વિષે પૂછયું. તેણે કીધું કે અમે બે જ છીએ. સંતાનો નથી. હું તરત જ સમજી ગયો કે તેની પત્ની બીજી કે ત્રીજી વારની હશે. (૬) ફિનલેન્ડમાં લગભગ પંદરેક ટકા પુરૂષો સ્ત્રીઓના જેવા લાંબા વાળ રાખે, ચોટલા રાખે કે કોઈક અંબોડા પણ બાંધે ત્યાંની લગભગ ૩૫-૪૦ ટકા સ્ત્રીઓ પુરૂષના જેવા સાવ 047 For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ટૂંકાવાળ રાખે, જેને ઓળવા જ ના પડે. સ્વીડનમાં લાંબા વાળવાળા પુરૂષો ક્યાંય જોવા ના મળ્યાં. (૭) સ્વીડનમાં સ્ટોક હોમ જતાં પાંચ કલાક ટ્રેઈનમાં મુસાફરી કરી. મારી આજુબાજુમાં દસ પેસેન્જરોમાંથી ૪ પાસે કૂતરા હતા. મારી બાજુની સીટમાં એક છોકરી આવી. તેની પાસે સાવ નાનું ગલુડિયું હતું. તે સંડાસ પેશાબ કરે તેને વ્યવસ્થિત સાફ કરીને ગલુડિયાને ખવરાવતી પણ હતી. એ રીતે બિચારી પોતાની માતૃભાવના સંતોષતી હતી. પરણેલી તો દેખાતી ન હતી. પોષાતું નહીં હોય. એક ભાઈનો કૂતરો વારંવાર બંધાને ભસતો હતો. કૂતરા, બીલાડા પાળવાનું ત્યાં ખૂબ જ છે. (૮) ડેનમાર્કના પાટનગર કોપનહેગનના રેલવે સ્ટેશન ઉપર ટ્રેનની રાહ જોતા સાંજના ૮ વાગે ૨૦ મીનીટ સુધી ઉભવાનું થયેલું. ત્યાં જે બીભત્સ દ્રશ્યો જોવા પડયા તેનું વર્ણન શક્ય નથી. હું જયાં ઉભો હતો ત્યાંથી ચારેય બાજુએ ૧૦-૨૦ ફૂટના અંતરમાં ચાર કજોડા (કજોડા એટલા માટે કે તે પતિ પત્ની ન હતા, પણ નોકરીમાંથી ઘરે પાછા જતા અમુક પુરૂષ અમુક સ્ત્રી સાથે ગોઠવાઈ ગયા હતા) અતિશય બીભત્સ ચેનચાળા બીલકુલ બેશરમપણે એટલી હદે કરતા હતા કે આપણે સામે જોઈ ના શકીએ. પરંતુ નજર ફેરવીએ તો ચારે ય બાજુ ૧૦-૧૫ ફૂટના અંતરે પણ એવા જ દ્રશ્યો હતા. ઉપરના બધા પ્રસંગો મારું કામ ક૨તા અનાયાસે જોવા મળ્યા છે. હું યુરોપના સામાજિક જીવન તપાસવા ગયો ન હતો. અનાયાસે જે જોવા મળ્યું તે અહીં આપ્યું છે. પરંતુ આટલા ઉપરથી યુરોપનું જીવન કેટલું બધું વિકૃત છે તે જોઈ શકાય છે. યુરોપમાં એવી વિકૃત માન્યતા ઘર કરી ગઈ છે કે ઘરે બાળક હોય તો બહુ મોંઘુ પડે. આર્થિક રીતે ના પોસાય. તેથી સ્થિર કુટુંબ જીવન ધનવાનોને પોષાય. તેથી સામાન્ય માણસોએ લગ્ન કર્યા વગર જેની તેની સાથે કામવાસના સંતોષવી અને જીંદગી કાઢવી. આ વિકૃતિનું કારણ સમજવા જેવું છે. યુરોપમાં સ્ત્રીના કુદરતી ગુણો ધરાવતી સાચી સ્ત્રીઓનું પ્રમાણ સાવ જ ઘટી ગયું છે. મોટા ભાગની સ્ત્રીઓ પોતાનું સ્ત્રીત્વ ભૂલીને કૃત્રિમ પુરૂષ બનવા માંગે છે. અને પુરૂષોની હરીફાઈ કરવા મથે છે. તેથી પુરૂષના જેવા પહેરવેશ અપનાવ્યા, પુરૂષના જેવું ભણી, પુરૂષોની બધી કુટેવો અપનાવી, ઘરમાં રહેવાને બદલે નોકરીઓ અપનાવી, પુરૂષોના બધા કામમાં સ્ત્રીઓએ હરીફાઈ માંડી. તેથી સ્ત્રીઓ દુઃખી દુઃખી થઈ ગઈ. સ્ત્રી સંપૂર્ણપણે પુરૂષ બની ના શકે. અને પુરૂષની હરિફાઈ કરવા માટે સ્ત્રીત્વ છોડવું પડે, માતૃત્વ છોડવું પડે. તેથી ઘર, રસોઈ, બાળકોનો ઉછેર એ બધુ તજવું પડે. આમ પુરૂષોની હરિફાઈ કરવા જતાં સ્ત્રી ના રહી ઘરની કે ના રહી ઘાટની. પણ કુદરતે તો સ્ત્રીને સ્ત્રી બનવા માટે જ માતૃસ્વભાવ અને સમર્પણભાવ આપ્યા છે. પુરૂષોએ તેનો પૂરો દુરુપયોગ કર્યો. 048 For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ સાથે રહે, પણ કાયદેસર પત્ની નહીં. બાળકો થાય તો સ્ત્રીનું સ્ત્રીત્વ બાળક પ્રત્યે વાત્સલ્યથી ખેંચાય. તેથી તે મુક્ત પુરૂષની જેમ બહાર રખડીને નોકરીઓ સતત ના જાળવી શકે. હવે સ્ત્રી પુરૂષની હરિફાઈ કરે છે એટલે બન્નેની કમાણી જુદી. પુરૂષ પોતાની આવકમાંથી ઘરમાં અધું ખર્ચ જ આપે. સ્ત્રીને બાળક હોવા છતાં અધું ખર્ચ કમાવાની જવાબદારી છે. તેથી તે હેરાન પરેશાન છે. આનો લાભ પુરૂષો પૂરેપૂરો ઉઠાવે. એટલે યુરોપમાં સ્ત્રીઓને જે દુઃખ છે, મન ઉપર ટેન્શન છે, પોતે કમાણી કરવાની જે ચિન્તા છે, તેના પ્રમાણમાં ભારતની સ્ત્રીઓ ઘરમાં જ રહીને, પતિની કમાણી પોતાની જ સમજીને જે આનંદથી રહે છે તેમાં સ્વર્ગનું સુખ છે. આ વાત યુરોપની સ્ત્રીઓ નથી સમજતી. તેથી દુઃખી થાય છે. ગાંધીજીએ ચોખ્ખું કીધું છે કે જે સમાજમાં સ્ત્રીઓએ કમાણી કરવાનોકરીએ જવું પડે તે સમાજ અચૂકપણે તૂટી જશે. જે વાત યુરોપને લાગુ પડે છે તે તમામ વાત અમેરિકાને વિશેષ પ્રમાણમાં લાગુ પડે છે. કારણ કે યુરોપ અને અમેરિકાની પરિસ્થિતિ એક સરખી જ છે. એટલે અમેરિકામાં પણ સ્ત્રીઓના વધુ ભૂંડા હાલ છે. આપણા દુર્ભાગ્યની વાત એ છે કે આપણે આપણી સંસ્કૃતિ છોડીને યુરોપ અમેરિકાની નકલ કરવા મંડયા છીએ અને અમેરિકા જવા માટે, દીકરીને અમેરિકા પરણાવવા માટે તલપાપડ છીએ. ત્યાં સાચું સુખ નથી તે સમજવું જોઈએ અને તેમાંથી આપણે બચવું જોઈએ. - વેલજીભાઈ દેસાઈ : યુરોપની દશા તપાસો, ત્યાં કોઈ સુખી જ નથી જોવામાં આવતું, કેમકે કોઈને સંતોષ જ નથી. મજૂરોને માલિકનો વિશ્વાસ નથી, માલિકને નથી મજૂરનો. બન્નેમાં એક પ્રકારની પ્રવૃતિ છે, જોર છે. પણ તે તો પાડામાં છે. તેઓ મરે ત્યાં સુધી વઢયા કરે છે. બધી ગતિએ પ્રગતિ નથી. યુરોપની પ્રજા ઊંચે ચડતી જાય છે, એમ માનવાનું આપણને કંઈ જ કારણ નથી. યુરોપના ચરણ સ્પર્શ વડે કૃત કૃત્ય થયેલું હિન્દ માનવજાતિને કશો જ આશાનો સંદેશ આપી શકે નહીં. - ગાંધીજી 049 For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ (૧) સુખી થવાનાં રસ્તા જે ઘરમાં સ્ત્રી ગુલામ હોય, દુઃખી હોયઅપમાનિત હોય તે ઘરમાં કદી સુખના હોઈ શકે. મનુસ્મૃતિમાં કીધુ છે કે જયાં સ્ત્રીઓ પૂજાય છે ત્યાં દેવો વસે છે. તમારા ઘરને દૈવી બનાવવાનું તમારા જ હાથમાં છે. નાના બાળકોને ધરાર ખવરાવવાનો ત્રાસ અતિ જોખમી છે. તેનાથી બાળકનો સ્વભાવ બગડે છે અને મોટી ઉંમરે માબાપને ધિકકારે છે. બાળકોને ખૂબ રમવા દો. ધરાર ના ભણાવો. ઓછું ભણેલામાંથી જ કરોડપતિઓ થાય છે. ખૂબ ભણેલા નોકરી જ કરે છે. એટલે ભણવા ઉપર વધુ પડતો ભારનામૂકો. બીડી, પાન, ગુટખા, તમાકુચા જેવા વ્યસનોથી બચો અને તમારા સંતાનોને બચાવો. પાક્કો નિર્ણય થાય તો ગમે તેવું વ્યસન જતું રહે છે. વ્યસનો પાછળ થતું ખર્ચ દુધ, ઘી, કેળા, ફળો ખાવામાં ખર્ચો. દવાદારૂ કે ડોક્ટરથી બચાય એટલું બચો. ઘણી દવાઓનુકશાનકારક છે અને એક રોગ દબાવીને બીજો રોગ ઊભો કરે છે. કુદરતી ઉપચાર, મૂત્ર ચિકિત્સા, આયુર્વેદ વગેરેથી ના પતે તો છેલ્લે જ તબીબી ડોકટર પાસે જવું. કેન્સર થાય તો ડોકટર પાસે ન જ જવું. આજનું શિક્ષણ બીલકુલરેઢિયાળ થઈ ગયું છે. સ્કૂલ કોલેજોમાં ખરી કેળવણી મળતી જ નથી. તેથી તમારા છોકરા સ્વચ્છંદ અને વિલાસ તરફના વળી જાય તેની કાળજી રાખો. સીનેમા, કિકેટ જેવી ફાલતું બાબતમાંથી તેને બચાવી લ્યો અને ખેતી, ધંધા, વેપાર, ઘરકામ અને વ્યવહારૂ જ્ઞાનનું શિક્ષણ અપાય એટલું જાતે જ આપો. રામાયણ, મહાભારત, ગીતા તથા રોક જેવા મહાપુરૂષોના પુસ્તકો ઘરમાં વસાવો અને ઘરમાં તે વંચાય એવું કરો. એમાંથી જ આખા જગતનું દર્શન થશે અને દુનિયાનું કોઈપણ કામ પાર પાડવાના રસ્તા ખુલી જશે. એટલે પુસ્તકો કદી પણ મોંઘા પડશે નહીં. પ્રાર્થના અને ભજનો ઘરમાં નિયમિત ગવાવા જોઈએ. આપણે આ જગતમાં કાયમી નથી એટલું સતત યાદ રાખો. આપણા જેવા કરોડો આવે છે અને કરાડો વિદાય લ્ય છે. આપણે પણ કોક દિ જવાનું છે એટલુ સતત યાદ રહેતો સારૂ. દરેકના જીવનમાં સૌથી નિશ્ચિત બાબત મૃત્યુ છે. (૮). 050 For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ છે. આત્મા અમર છે, શરીર નાશવંત છે, પૂર્વજન્મ છે, પુનર્જન્મ છે. પાપ પુણ્ય સાથે આવે છે, કર્મોના ફળ દરેકે ભોગવવા પડે છે, વિકારો, વાસનાથી બચો, આવા પાયાના સનાતન મલ્યો ભગ વદગીતામાં પ્રબોધેલા છે. દરેક મા સમજી શકે એમ છે. (૧૦) રાસાયણિક ખાતરો અને જે નાશક દવાઓથી બચવા પ્રયત્ન કરો. તેનાથી જમીન બગડી જાય છે. તેથી તમારાં ભવિષ્યના સંતાનો તમને શાપ આપશે કે અમારા બાપદાદા જમીનને લૂંટી ચૂસીને અમારા માટે વેરાન કરી ગયા છે. જંતુનાશક દવાઓથી જ કેન્સર થાય છે. (૧૧) ગજા ઉપરાંત ખર્ચ કરવાથી બચો. દેવુ કરીને પણ લગ્નમાં ખોટા ખર્ચા ના કરો. ટીકાનો ડર મનમાંથી કાઢી નાખો. પોખાણ હોય એટલું ખર્ચ ભલે કરો. આનંદ પણ માણો પરંતુ દેવુ ના કરશો. (૧૨) (૧૩) આવક કેમ વધારવી તેનું નરવું ચિંતન કરો. ખેતીની પેદાશો સીધી વેચી દેવાને બદલે તેમાંથી કંઈક ચીજો બનાવીને વેચવાથી આવક અવશ્ય વધી જાય છે. નોકરી શોધવા પાછળ ખૂવાર મરવા કરતા નાનકડા ધંધામાં ઓછા પ્રયત્ને વધુ કમાણી થાય છે. (૧૪) ભગવાને સારી સ્થિતિ આપી હોય તો ગામના સામૂહિક કામોમાં રસ લ્યો. પીવાનું પાણી, ગામના રસ્તા, કૂવા, શિક્ષણ, સગવડો વગેરે વધારવામાં નિસ્વાર્થપણે ફરજ સમજીને આત્મકલ્યાણ અર્થે રસ લ્યો અને થાય એટલું કરી છૂટો. (૧૫) વિચાર કરો કે કાળેહાડ કામ કરનારા કરોડો માણસો ગરીબ કેમ ? અને શહેરમાં મુઠીભર માલેતુજારોના હાથમાં ધનનાં ઢગલા ક્યાથી આવે છે ? નકકી સમાજમાં આર્થિક અંધાધૂંધી ચાલે છે. નહીંતર આવું ના હોય. તો આ બધી ગેરવ્યવસ્થાનો ઉપાય શું ? ખૂબ અભ્યાસ કરો. જગતમાં ચાલતી તમામ આર્થિક અંધાધૂંધી સ્વદેશીના ભંગમાંથી જન્મે છે. એ ગાંધીજીની વાત સમજવા પ્રયાસ કરો. પછી જે સમજાય તે પ્રમાણે જીવવા પ્રયત્ન કરો. – વેલજીભાઈ દેસાઈ 051 For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ (૧) (૨) (૩) (૪) સ્ત્રીઓ વિષે ગાંધીજી બહેનોને મેં અહિંસાની સાક્ષાત્ મૂર્તિ કહી છે. બહેનોમાં પ્રભુએ એક એવું પ્રેમાળ હૃદય મૂક્યું છે જે પુરૂષોમાં નથી. સ્ત્રી એટલે ત્યાગ અને તપશ્ચર્યાની સાક્ષાત્ મૂર્તિ.. બહેનોનું કર્તવ્ય આપણું વાતાવરણ શુદ્ધ રાખવાનું આપણી સભ્યતા અને સંસ્કૃતિના સર્વોત્તમ તત્વને પોસવાનું અને તેમાનાં દૂષણોને દૂર કરવાનું છે. બીજા દેશો કરતાંય આર્યનારીમાં જે સંસ્કાર છે તે જુદા જ છે. પુરૂષ અહિંસાધર્મ બુદ્ધિથી સમજે છે, જયારે સ્ત્રી અહિંસા પીને જ જન્મેલી છે. સ્ત્રી અને પુરૂષ ચેતનાના બે સ્વતંત્ર અલગ ઘટકો નથી પણ એક જ સંપૂર્ણ ઘટકના બે અડધા અડધા અંગ છે. કુદરતે સ્ત્રી પુરૂષ બેઉને એકબીજાની અવેજી સારું નહીં પણ એકબીજાના પૂરક થવા સારુ સજર્યા છે. તેમના કામો તેમના દેહના ઘડતરની પેઠે જ કુદરતે નકકી કરી આપ્યા છે. (૫) (૬) (૭) 052 For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ (<) (૯) સ્ત્રીઓ હીનપદ કે ગુલામી અવશ્ય ન સ્વીકારે, પણ મને આશા છે કે સ્ત્રીઓને પુરૂષોથી કેવળ સ્વતંત્ર કરી મૂક્વાની પશ્ચિમમાં દુષ્ટ પ્રવૃત્તિ ચાલે છે એનો આમાં આભાસ પણ નહીં હોય. એ પ્રવૃત્તિ આર્ય સંસ્કૃતિથી વિરુધ્ધ અને હાનિકારક છે. સમાજ પરત્વે સ્ત્રી અને પુરૂષ એકબીજાના અવિભાજય અંગ છે ને એકબીજાની ન્યૂનતા પૂરે છે. એમાં શક નથી કે ક્યાંક ને ક્યાંક એક ચોકક્સ સ્થળેથી સ્ત્રી અને પુરૂષ બેઉનાં કાર્યક્ષેત્ર નોખાં ફંટાય છે. મૂળ પાયે બેઉ એક છતાં એ વાત પણ તેટલી જ સાચી છે કે આકારમાં બેઉ વચ્ચે ભારે ફેર પડી જાય છે. માતૃત્વનો ધર્મ જે મોટાભાગની સ્ત્રીઓ સદાકાળ સ્વીકારશે, તે એવા ગુણો માંગી લે છે જે પુરૂષને સારુ જરૂરી નથી. સ્ત્રી સ્વભાવે કરીને જ નિવૃત્તિ પસંદ કરનારી છે. પુરૂષ ક્રિયાપરાયણ છે. સ્ત્રી મૂળે ઘરની રાણી થઈને રહેનારી છે. પુરૂષ રોટી કમાનારો છે. સ્ત્રી એની સાચવણી કરનારી અને રોટી વહેંચીને પીરસનારી છે. દરેક અર્થમાં એ પુરૂષજાતનું સંગોપન કરનારી છે. માનવજાતિના બચ્ચાઓનું સંગોપન અને ઉછેર કરવાની કળા એ એનો ખાસ સુવાંગ અધિકાર 053 For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ છે. એના હાથના સંગોપન વગર માનવજાત રખડી જ મરે અને નાશ પામે. (૧૦) સ્ત્રીઓને નોકરી શોધવાની કે વેપાર કરવાની ઉપાધિ વિશે હું માનતો નથી. (૧૧) લાખો સ્ત્રીઓને ઘરબાર છોડી રોટી કમાવા નીકળવું પડતું હોય તો તે અજુગતું છે. (૧૨) છોકરીઓને મોટી મોટી ડીગ્રી આપી પોતાના કારકુન બનાવ્યા એથી સ્વતંત્ર બુધ્ધિનો વિકાસ આપણી પ્રજામાં અટક્યો. (૧૩) પુરૂષ અને સ્ત્રી વચ્ચે જેમ કુદરતે ભેદ રાખ્યો છે તેમ જ કેળવણીમાં ભેદની આવશ્યક્તા છે. (૧૪) સ્ત્રીઓને સારું સ્થપાયેલી શાળામાં અંગ્રેજી દાખલ કરવું એ આપણી પરાધીનતા લંબાવવાનું કારણ થઈ પડશે. (૧૫) સ્ત્રીકેળવણીની રચના ઘડનારે આ વાત નિરંતર યાદ રાખવી જોઈએ ઃ દંપતીની બાહય પ્રવૃત્તિમાં પુરૂષ સર્વોપરી છે. તેથી બાહ્ય પ્રવૃત્તિનું વિશેષ જ્ઞાન તેને આવશ્યક છે. આંતર પ્રવૃત્તિમાં સ્ત્રીનું પ્રાધાન્ય છે. તેથી ગૃહવ્યવસ્થા, બાળકોની માવજત, તેઓની કેળવણી વગેરે વિષયોમાં સ્ત્રીને વિશેષ જ્ઞાન 054 For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. કંઈપણ જ્ઞાન લેવાની કોઈને બંધી કરવાની અહીં કલ્પના નથી. પણ કેળવણીનો ક્રમ આ વિચારોને ઉદ્દેશીને ઘડાયેલો ન હોય તો બન્ને વર્ગને પોતાના ક્ષેત્રમાં પૂર્ણતા મેળવવાની તક ન મળે. (૧૬) જેમ પુરૂષને અપાય છે તેમ જ સ્ત્રીને કેળવણી અપાવી જોઈએ એમ હું માનતો નથી. (૧૭) હવે બહેનો કંઈક સ્વતંત્ર વિચારસરણી ધરાવવા લાગી છે, તો તેનુંય પરિણામ ખરાબ જોઈ રહયો છું. કારણ કે આ પ્રત્યાઘાત એવો જબરો આવ્યો છે કે સ્વચ્છંદતાને માર્ગે બહેનો વળી રહી છે. અને તેમાંથી ઉગારવી બહુ મુશ્કેલ છે. (૧૮) સ્ત્રીઓ આજે અધઃપતનને માર્ગે જઈ રહી છે તે હું જાણું છું. પુરૂષ સમોવડી થવાના ઉન્માદમાં સ્ત્રીઓ પોતાનું કર્તવ્ય ભૂલી છે. (૧૯) જયાં સ્ત્રીઓને તારમાસ્તરનું કે ટાઈપીસ્ટનું કે બીબા ગોઠવવાનું કામ કરવું પડે ત્યાં સુવ્યવસ્થાનો ભંગ થયેલો હોવો જોઈએ. તે પ્રજાએ પોતાની શક્તિનું દેવાળું કાઢયું છે. તે પ્રજા પોતાની થાપણ ઉપર રહેવા લાગી છે એવી મારી માન્યતા છે. (૨૦) એક તરફથી આપણે સ્ત્રીને અંધકારમાં અને અધમ 055 For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ દશામાં રાખીએ તે ખોટું છે. તેમજ બીજી તરફથી સ્ત્રીને પુરૂષનું કામ સોંપવું તે નિર્બળતાની નિશાની છે ને સ્ત્રી ઉપર જુલમ કર્યા જેવું છે. (૨૧) સ્ત્રીઓને સારું સ્થપાયલી શાળામાં અંગ્રેજી દાખલ કરવું એ આપણી પરાધીનતા લંબાવવાનું કારણ થઈ પડશે. અંગ્રેજી ભાષામાં રહેલો ભારે ખજાનો જેમ પુરૂષોને તેમ સ્ત્રીઓને મળવો જોઈએ, એ વાક્ય મેં ઘણે મુખેથી સાંભળ્યું છે અને ઘણે ઠેકાણે વાંચ્યું છે. હું નમ્રતાપૂર્વક કહીશ કે આમાં કંઈક ભૂલ થાય છે. (૨૨) સ્ત્રીઓને યોગ્ય શિક્ષણ મળવું જોઈએ એમ હું માનું છું. પણ હું એમ અવશ્ય માનું છું કે સ્ત્રી પુરૂષની નકલ કરીને કે તેની સાથે દોડમાં ઉતરીને જગતના હિતમાં પોતાનો ફાળો નહીં આપી શકે. પુરૂષની સાથે એ દોડી તો શકશે, પણ તે પુરૂષની નકલ કરવા જશે તો જે ઉંચાઈ સુધી ચડવાની પોતાની શક્તિ છે ત્યાં લગી ચડી નહીં શકે. સ્ત્રીએ તો પુરૂષની પૂર્તિ રૂપ બનવું રહયું છે. પુરૂષ જે કરી જ ન શકે તે એણે કરવાનું છે. 056 For Personal & Private Use Only - ગાંધીજી Page #59 -------------------------------------------------------------------------- ________________ ટાઈટલ બે ઉપરથી ચાલુ... આપણા ઘણા દેશવાસીઓને મેં એમ કહેતા સાંભળ્યા છે કે આપણે અમેરિકાની જેટલી સમૃદ્ધિ મેળવીશું પણ તેની કાર્યપદ્ધતિઓ આપણે ટાળીશું. હુંકહેવાની હિંમત કરું છું કે, એવો પ્રયાસ જો કરવામાં આવશે તો તે ખચીત નિષ્ફળ નીવડવાનો છે. ઈશ્વર હિન્દુસ્તાનને યંત્રયુગથી અને સંસારને યંત્રમય હિન્દુસ્તાનથી બચાવો. આજે એક મૂઠી જેટલી કોમ (ઈગ્લેન્ડ) આર્થિક લૂંટને પંથે ચડી આખા જગતની જંગલી અભણ ગણાતી કોમોના પેટ ઉપર પગ મૂકીને બેઠેલી છે. જો તેત્રીસ કરોડ લોકોની પ્રજા આમાર્ગે ચડેતો આખા સંસારનેવેરાન કરી નાખે. - હિન્દુસ્તાનનું ભાવિ પશ્ચિમના રકમમલિન પંથે નથી - પશ્ચિમ જ એથી કંટાળ્યું છે. હિન્દુસ્તાન આજે પોતાનો આત્મા ખોવાના જોખમમાં છે. એ આત્માખોઈને એજીવીનશકે. | કોઈ માણસ પોતાની કોઈક અણધારી યાંત્રિક શોધ દ્વારા હિંદની બધી જમીન ખેડી શકે અને ખેતીની સઘળી પેદાશ પર પોતાનો કાબુ જમાવે તથા કરોડો લોકોને માટે બીજો કશો રોજગાર રહે નહીંતો તેઓ ભૂખે મરશે અને આળસુરહેવાને કારણે ઠોઠ થઈ જશે. | વ્યક્તિની મહેનત બચાવે, અને કરોડો ઝુંપડાવાસી ગામડિયાઓનો બોજો હલકો કરે એવાં સાદાં હથિયાર અને સાધનને હું જરૂર વધાવી લઉં. | મારો ઝઘડો યંત્રોની ઘેલછા સામે છે, યંત્રોની સામે નથી. મારે સમય અને પરિશ્રમનો બચાવ જરૂર કરવો છે, પણ તે ખોબા જેટલા માણસોને માટે નહીં, પણ સમસ્ત માનવજાતિ માટે. સમય અને પરિશ્રમનો બચાવ થઈ ખોબા જેટલા લોક ધનાઢય થઈને બેસે એ મને અસહ્ય છે. આજે યંત્રોને પરિણામે લાખોની પીઠ ઉપર ખોબા જેટલા લોકો સવાર થઈને બેઠા છે અને તેમને રગડે છે, કારણ એ યંત્રો ચલાવવા પાછળ લોભ રહેલો છે, ધનતૃષ્ણા રહેલી છે, જનકલ્યાણ નથી રહેતું. યંત્રો કલ્યાણસાધક હોય તો ભલે હોય એટલે યંત્રોનો સદંતર નાશ નહીં, પણ એની મર્યાદા બંધાય એમ હું ઈચ્છું છું. | - ગાંધીજી હયમાં કોતરાઈ ગયેલી મારી આર્થિક માન્યતાઓ | ઉદ્યોગો અને મશીનરી વિષે મહાત્મા ગાંધીજીના દિવ્ય વિચારો વાંચ્યા પછી અને મિકેનિકલ એજીનિયર તરીકેના મારા વરસોના અનુભવ પછી “મારી કેટલીક પાયાની માન્યતાઓ હૃદયમાં કોતરાઈ ચૂકેલી છે, જે મારા મૃત્યુ પછી શરીર સાથે બળવાની નથી પરંતુ મારા આત્મા સાથે | અતુટપણે જોડાઈને બીજા અવતારમાં સાથે આવવાની છે એવી પાકી શ્રદ્ધા છે. . | મારો ગભરાટઃ હું જ્યારે કોઈ જંગી ઉદ્યોગકેકારખાનું જોઉં છું ત્યારે હું ગભરાઉં છું. કારણકે મને તે આમ પ્રજાની સ્વતંત્રતા, સંસ્કૃતિ અને માનવતાનું નિકંદન કાઢનારાદેત્યરૂપે જ દેખાય છે. | મારુ સાંત્વનઃ જ્યારે જ્યારે હું કોઈ કુટિર કે ગૃહઉદ્યોગ જોઉં છું ત્યારે મને સાંત્વન મળે છે. કારણ કે મને તે લોકોની સ્વતંત્રતા, સ્વરાજ, સંસ્કૃતિ અને જીવનને સમૃદ્ધ કરતા ઈશ્વરના આશીર્વાદરૂપદેખાયછે. હું કોણ છું આપૃથ્વી ઉપરનું માટીનું રજકણ માત્રછું. કોઈપણ વિશેષતા વગરનો સાવ સામાન્ય માણસ છું. પરંતુ મને ઊંડી શ્રદ્ધા છે કે મોટા કારખાનાની માયાજાળનાં મોટામાં મોટા | અનિષ્ટથી માનવજાતને બચાવી લેવાનું શક્ય છે. - વેલજીભાઈ દેસાઈ For Personal & Private Use Only www.jainelibrary.o For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ વેલજીભાઈ દેસાઈનો પરિચય વેલજીભાઈ દેસાઈ મીકેનીકલ એજીનિયર છે અને એલ.એલ.બીનો પણ અભ્યાસ કરેલો છે. તેઓ જાતે બનેલા નાના ઉદ્યોગપતિ છે. હાલ રાજકોટમાં રહે છે. નાનપણથી જ ગાંધીજીના વિચારોથી આકર્ષાયા છે. તેથી તેઓ મોટા કારખાના, મોટા ઉદ્યોગો, મોટા શહેરો વગેરેના વિરોધી છે. અને ગામડાના અર્થતંત્રને બળ મળે એવા સ્વદેશી જીવનપદ્ધતિને પોષક નાના કુટુંબકક્ષાના ઉદ્યોગોના હિમાયતી છે. તેથી તેઓ કડી તોલ મીલો બનાવે છે તેની ચુકી તેલ મીલો આજે દેશોમાં ચાલે છે. હાલમાં તેઓ વીજળીનું ઉત્પાદન ખેતરે ખેતરે અને ઘરે ઘરે થઈ શકે તે માટે આમ એ જી ની પવતચકીબી. સોલાર પાવર પ્લાન્ટ અને બાયોગેસ લા તેના સંશોધન કાર્યમાં ખેલા છે. મોટા ઉદ્યોગોના પોતે દુમન છે. તેથી તેનો વિકલ્પ ઊભો થાય અને ગામડા અને ખેડૂતો સમૃદ્ધ અને સંપન્ન થાય એ માટે તે કાર્ય કરી રહ્યા છે. તેમની ઉમર 70 વરસ છે. તેઓ યુરોપ, અમેરિકા અને એશિયાના 30 દેશોમાં જઈ આવ્યા છે. “સત્ય એ જ ઇશ્વર’’માં તેઓ માને છે. કર્મયોગ એ જ એમની ભક્તિ છે. “gવી તેમણે નીચે મુજબના પુસ્તકો લખેલા છે. (1) લઘુયંત્રોની શક્યતાઓ : આ પુસ્તક 30 વર્ષ જુનુ છે. “ગ્રામ્ય ભારતનું નવસર્જન” નામે નવું પુસ્તક લખાઈ રહ્યું છે. (2) સાચા સ્વરાજની રૂપરેખા : ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, કન્નડ, મરાઠી, તેલગુમાં (3) અંગ્રેજી માધ્યમની ભયાનકતા (4) Constitution for Real Swaraj (સાચા સ્વરાજનું બંધારણ) (5) વિકાસનો પર્દાફાશ : ગુજરાતી, હિન્દી, ભારતની બધી ભાષામાં અનુવાદ થાય છે. (7) કેળવણી મંથનઃ ગુજરાતી (8) સાડીમાં જ સંસ્કૃતિ તેમની ધંધાકીય આંતરરાષ્ટ્રીય પ્રવૃતિ માટે તેમની વેબસાઈટ www.tinytechindia.com જોવી. For Personal & Private Use Only