________________
વિકાસ વિષે ગાંધીજીના વિચારો મને બીક છે કે ઉદ્યોગવાદ માનવજાતિને શાપરૂપ નીવડવાનો છે. એક પ્રજા બીજી પ્રજાને લૂટે એ હંમેશને માટે ન ચાલી શકે. ઉદ્યોગવાદનો આધાર તમારી લૂંટવાની શક્તિ પર, પરદેશનાં બજારો તમારે માટે ખુલ્લા થવા પર અને હરીફોના અભાવ પર છે. હિન્દુસ્તાન જેવો વિશાળ દેશ મોટા પાયા પર ઉદ્યોગોદાખલ કરીને લાભ ખાટવાની આશાન રાખી શકે. ખરું જોતાં હિન્દુસ્તાન
જ્યારે બીજી પ્રજાઓને લૂંટવા માંડશે – અને જો મોટાપાયાપર ઉદ્યોગો ચલાવેતો તેણે તેમકજ છૂટકો- તોતે બીજી પ્રજાઓને શાપરૂપ અને જગતને ત્રાસરૂપથઈ પડશે.
ઉદ્યોગવાદનું ભાવિકાળું છે. થોડાજ વરસમાં પશ્ચિમની પ્રજાઓ જોશેકેતેમનો માલ ઓછા ભાવે વેચવાનું દ્વાર બંધ થઈ ગયું છે અને જો ઉદ્યોગવાદનું ભાવિ પશ્ચિમમાં કાળું હોય તો હિંદને માટેતો એથીયેકાળુંનનીવડે?
ખેર, આજે તો પશ્ચિમ ઉદ્યોગવાદથી અને શોષણવાદથી ઓચાઈ ગયું છે. જો પશ્ચિમને એ રોગોની દવા ન મળતી હોય તો પશ્ચિમની નિશાળે ભણનારા આપણે નવા નિશાળિયા એ રોગનું નિવારણ શી રીતે કરી શકીશું? એ આખો ઔદ્યોગિક સુધારો એક ભારે રોગ છે, કારણ એ અનિષ્ટમય છે, મોટા મોટા નામોથી આપણે રખે ઠગાતા. વરાળ અને વીજળીના ઉપયોગ આપણે જાણીએ છીએ એટલે યોગ્ય પ્રસંગે જ અને ઉદ્યોગવાદમાં તણાયા વિના, તેનો ઉપયોગ આપણે કરી જાણવો જોઈએ. ઉદ્યોગવાદનો કોઈપણ રીતે આપણે નાશ કરવો જ રહ્યો.
જેને એક છેડે ભૌતિક સમૃદ્ધિ માટેની અતૃપ્ત મહત્ત્વકાંક્ષા છે અને બીજે છેડે તેમાંથી પરિણમતું યુદ્ધ છે એવી આ સંસ્કૃતિ તરફ શંકાની નજરે જોતો અને ઉત્તરોત્તર વધતો જતો એવો એક જાગ્રતવર્ગ છે.
ગરીબીનોનાશ થવો જ જોઈએ. પણ ઉદ્યોગવાદએનો ઉપાય નથી.
આપણે ગામડાંને સ્વાવલંબી, સ્વયંપૂર્ણ બનાવવામાં બધી શક્તિ વાપરવાની છે, ને મોટે ભાગે જે ચીજો વાપરવાની હોય તે જ બનાવવાની છે. ગ્રામોદ્યોગનું આ રૂપ જળવાઈ રહે તો ગ્રામવાસીઓ પોતે બનાવીને વાપરી શકે એવાં આધુનિક યંત્રો અને ઓજારો વાપરે એમાં કશો વાંધો નથી. માત્રએ બીજાને ચૂસવામાં સાધનતરીકેનવાપરવાં જોઈએ. | કોઈપણ દેશને કોઈપણ પ્રસંગે યંત્રોદ્યોગો ખીલવવાની જરૂર હોય, એમ હું માનતો નથી. હિંદને તો આ વસ્તુ વિશેષ પ્રમાણમાં લાગુ પડે છે. ખરેખર, જીવન અપનાવીને તથા દુનિયા જોડે સુલેહશાંતિથી રહીને જ સ્વતંત્ર હિંદ ત્રાહિ ત્રાહિ પોકારી રહેલી દુનિયા પ્રત્યેની પોતાની ફરજ અદા કરી શકશે, એમ હું માનું છું. લક્ષ્મીની પૂજાએ આપણા પર લાદેલી અતિશય વેગીલી યંત્રશક્તિ પર રચાયેલા એવાજટિલ ભૌતિક જીવન સાથે ઉચ્ચ વિચારસરણીનો મેળ નથી.
આપણે એની (પશ્ચિમના વિકાસની) નકલ કરવા જઈશું તો તેમાં હિન્દુસ્તાનની પાયમાલી થશે. હું હિંમતભેર કહું છું કે જે ભોગોના તેઓ ગુલામ બની રહ્યા છે તેના વજન તળે દબાઈને તેમને પાયમાલ થવું ન હોય તો તેમને પોતાને પણ તેમની જીવનદૃષ્ટિને નવું રૂપ આપવું પડશે. એટલું તો હું જાણું છું કે હિંદને માટે સુવર્ણમૃગ પાછળ દોડવું એ અચૂક મોતવહોરવા બરોબર છે.
ટાઈટલ ત્રણ ઉપર ચાલુ...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org