________________
કોલેજોમાં સાડીનું પુનઃસ્થાપન
મને વિમલતાઇનું વાક્ય યાદ આવે છે કે “આજની આપણી શિક્ષણ સંસ્થાઓ આપણી સંસ્કૃતિના કતલખાના છે.
આ સંસ્કૃતિના ક્તલખાના ચલાવવા પાછળ ક્યા પરિબળો કામ કરે છે તે બરાબર સમજી લેવું જોઈએ. આજે કોઈ યુવતી સાડી પહેરીને કોલેજે જાય તો હાસ્યાસ્પદ ગણાય, અજુગતું લાગે. ખરું જોતા સ્વાભાવિક લાગવું જોએ. પરંતુ અજુગતું કેમ લાગે? હાસ્યાસ્પદ કેમ ગણાય? કારણ કે આજનું તમામ શિક્ષણ સ્ત્રીને સ્ત્રી મટાડી દઈને કૃત્રિમ પુરુષ બનાવવા માટે છે. કારણ કે દુનિયાના અબજપતિઓને આખી દુનિયાની મહેનત લૂંટી લેવી છે. તેમાં તેમણે એવી ગણતરી માંડી કે ખાલી પુરુષો તેમના કારખાના, સ્ટોર કે ઓફિસોમાં કામ કરે તેના બદલે સ્ત્રીઓ અને પુરુષો બન્ને કરે તો બમણા મજૂરો મળે અને બમણી સંપતિ ભેગી કરી શકાય. તેથી સ્ત્રીઓ પાસે પુરુષોનું કામ કરાવવા માટે સ્ત્રીઓને નકલી પુરુષો બનાવવાનું જરૂરી બન્યું. તેથી તમામ શિક્ષણ સંસ્થાઓમાં અત્યારે સ્ત્રીઓને નકલી પુરુષ બનવાનું શીખવાય છે. તો જયાં સ્ત્રીપણું ભૂલી જવાનું છે, જયાં કૃત્રિમ પુરુષ બનવાનું વ્યવસ્થિત આયોજનપૂર્વક શિક્ષણ અપાય છે ત્યાં કોઈપણ યુવતી સ્વાભાવિક સ્ત્રી તરીકે વર્તે તો કૃત્રિમ પુરુષો બનાવવાની આખી યોજનાને જ ધકકો લાગે, ધમકીરૂપ થઈ પડે. તેથી કૃત્રિમ પુરુષો તરીકે સ્ત્રીઓને તૈયાર કરવાનું આખું વૈશ્વિક કાવતરું પાર પાડી ના શકાય. તેથી એવું વાતાવરણ તૈયાર કરવામાં આવે છે કે કોઈપણ યુવતી સ્વાભાવિક સ્ત્રી તરીકે ત્યાં ના વર્તી શકે. સ્વાભાવિક સ્ત્રીનું સૌથી મોટુ લક્ષણ સાડીનો પહેરવેશ છે. તેથી તેને વ્યવસ્થિત રીતે તોડી પાડવામાં કાવતરાખોરો સફળ થયા છે. એટલે જે સ્વાભાવિક છે એ અસ્વાભાવિક ગણાવા મંડયું અને જે અસ્વાભાવિક છે તેને જ આપણે સ્વાભાવિક તરીકે સ્વીકારી લીધું. મને લાગે છે કે ભારતીય સંસ્કૃતિનું આ સૌથી ખતરનાક પતન છે. હવે ભણેલી ગણેલી યુવતી કે સ્ત્રી સાડી પહેરી જ ના શકે એવું શહેરી વાતાવરણ તૈયાર થઈ ગયું છે. આપણા પતનની આ પરાકાષ્ઠા નથી લાગતી?
જો કોઈ કોલેજમાં ભણતી છોકરીને સાડીનું મહત્વ સમજાય અને તે સાડી પહેરીને જ કોલેજે જવા મંડે તો તે ખરેખર વીરાંગના બની જાય. તે ઝડપથી આખા શહેરમાં પ્રખ્યાત થઈ જાય અને લાખો માણસોનો તેને ટેકો મળી રહે. તેનું ભવિષ્ય ખૂબ ઉજળું બની જાય. તેની સગાઈ કરોડપતિ કુટુંબમાં તરત જ થઈ જાય. રાજકારણમાં તે જવા ઈચ્છે તો તેને મોટો હોદો અને પ્રસિધ્ધિ મળી જાય અને દેશ સેવાનું ઉચ્ચ કાર્ય તેના હાથે થાય. પરંતુ આજનું નકલી શિક્ષણ મનુષ્યની અસલિયત ખીલવા દેતું નથી. નહીંતર સાડી પહેરીને કોલેજ જવું એ કોઈ બહુ મોટું ક્રાંતિકારી કામ નથી. આજથી ૫૦ વર્ષ પહેલા બધી જ યુવતીઓ સાડી પહેરીને જ સ્કૂલ કોલેજ જતી હતી. આજે પણ પૂર્વભારતમાં હાઈસ્કૂલની છોકરીઓ પણ સાડી પહેરીને જ સ્કૂલે જાય છે. ગુજરાતમાં સૌથી વધારે બગાડ પેસી ગયો છે. સમજદાર યુવતીઓ તે સુધારી લઈ શકે છે.
Jain Education International
025
For Personal & Private Use Only
www.jainelibrary.org