________________
લખુ છું. સાડીની એક બાબતને બાજુમાં મૂકીએ તો બધી રીતે મારુ કુટુંબ ખૂબ સંસ્કારી છે, ધાર્મિક છે, સમાજસેવાની ધગશવાળુ છે. પણ સાડીમાં જ સંસ્કૃતિ છે એ વાત સ્વીકારવા કોઇ જ તૈયાર નથી. સમજાય તો પણ અમલ કરવાની તલભાર ઇચ્છા નથી.
કોણ જાણે કેટલાય વરસોથી મારા ઘરમાં સાડી જ પહેરાતી હતી. મારા દાદીમાં સાડી જ પહેરતા. રાત્રે ખાટલામાં સૂતા હોય ત્યારે ય સાડી પહેરી રાખતા. હું આઠ વરસનો થયો ત્યાં સુધી તેમની સાથે જ ખાટલામાં સૂતો. મારા બા પણ સાડી જ પહેરતા. મારા પત્નિ પણ સાડી જ પહેરે છે. સંસ્કૃતિની આ ભવ્ય પરંપરા મારા ઘરમાં જ તૂટી ગઈ અને સાડી કાયમને માટે ગઈ. હવે આવનારી અનેક પેઢીઓ લફંગા અને નફ્ફટ પહેરવેશ પહેરશે. એની શરૂઆત મારી આંખોથી મારા જ ઘરમાં મારે જોવી પડશે તેની કલ્પના જ ન હતી. ખૂબ લાચારીથી આજનું આ સમાજજીવન જોઉ છું અને ઝૂરી ઝૂરીને જીવ્યા કરું છું.
– વેલજીભાઈ દેસાઈ
સ્ત્રીઓ મારે મન અબળા જાતિ નથી. બે પૈકી તે વધારે ઉમદા છે, કેમકે આજે પણ તે ત્યાગ, મૂક કૠસહન, નમ્રતા, શ્રદ્ધા અને જ્ઞાનની સાક્ષાત્ મૂર્તિ છે.
– ગાંધીજી
હવે બહેનો કંઇક સ્વતંત્ર વિચારકારણી ધરાવવા લાગી છે, તો તેનુ ય પરિણામ ખરાબ જોઇ રહ્યો છું. કારણ કે આ પ્રત્યાધાત એવો જબરો આવ્યો છે કે સ્વચ્છંદતાને માર્ગે બહેનો વળી રહી છે, અને તેમાંથી ઉગારવી બહુ મુશ્કેલ છે.
– ગાંધીજી
સ્ત્રીઓ આજે અધઃપતનને માર્ગે જઇ રહી છે તે હું જાણું છું. પુરુષ સમોવડી થવાના ઉત્પાદમાં સ્ત્રીઓ પોતાનું કર્તવ્ય ભૂલી છે.
Jain Education International
024
For Personal & Private Use Only
– ગાંધીજી
H
www.jainelibrary.org