________________
ટૂંકાવાળ રાખે, જેને ઓળવા જ ના પડે. સ્વીડનમાં લાંબા વાળવાળા પુરૂષો ક્યાંય જોવા ના મળ્યાં.
(૭) સ્વીડનમાં સ્ટોક હોમ જતાં પાંચ કલાક ટ્રેઈનમાં મુસાફરી કરી. મારી આજુબાજુમાં દસ પેસેન્જરોમાંથી ૪ પાસે કૂતરા હતા. મારી બાજુની સીટમાં એક છોકરી આવી. તેની પાસે સાવ નાનું ગલુડિયું હતું. તે સંડાસ પેશાબ કરે તેને વ્યવસ્થિત સાફ કરીને ગલુડિયાને ખવરાવતી પણ હતી. એ રીતે બિચારી પોતાની માતૃભાવના સંતોષતી હતી. પરણેલી તો દેખાતી ન હતી. પોષાતું નહીં હોય. એક ભાઈનો કૂતરો વારંવાર બંધાને ભસતો હતો. કૂતરા, બીલાડા પાળવાનું ત્યાં ખૂબ જ છે.
(૮) ડેનમાર્કના પાટનગર કોપનહેગનના રેલવે સ્ટેશન ઉપર ટ્રેનની રાહ જોતા સાંજના ૮ વાગે ૨૦ મીનીટ સુધી ઉભવાનું થયેલું. ત્યાં જે બીભત્સ દ્રશ્યો જોવા પડયા તેનું વર્ણન શક્ય નથી. હું જયાં ઉભો હતો ત્યાંથી ચારેય બાજુએ ૧૦-૨૦ ફૂટના અંતરમાં ચાર કજોડા (કજોડા એટલા માટે કે તે પતિ પત્ની ન હતા, પણ નોકરીમાંથી ઘરે પાછા જતા અમુક પુરૂષ અમુક સ્ત્રી સાથે ગોઠવાઈ ગયા હતા) અતિશય બીભત્સ ચેનચાળા બીલકુલ બેશરમપણે એટલી હદે કરતા હતા કે આપણે સામે જોઈ ના શકીએ. પરંતુ નજર ફેરવીએ તો ચારે ય બાજુ ૧૦-૧૫ ફૂટના અંતરે પણ એવા જ દ્રશ્યો હતા.
ઉપરના બધા પ્રસંગો મારું કામ ક૨તા અનાયાસે જોવા મળ્યા છે. હું યુરોપના સામાજિક જીવન તપાસવા ગયો ન હતો. અનાયાસે જે જોવા મળ્યું તે અહીં આપ્યું છે. પરંતુ આટલા ઉપરથી યુરોપનું જીવન કેટલું બધું વિકૃત છે તે જોઈ શકાય છે. યુરોપમાં એવી વિકૃત માન્યતા ઘર કરી ગઈ છે કે ઘરે બાળક હોય તો બહુ મોંઘુ પડે. આર્થિક રીતે ના પોસાય. તેથી સ્થિર કુટુંબ જીવન ધનવાનોને પોષાય. તેથી સામાન્ય માણસોએ લગ્ન કર્યા વગર જેની તેની સાથે કામવાસના સંતોષવી અને જીંદગી કાઢવી.
આ વિકૃતિનું કારણ સમજવા જેવું છે. યુરોપમાં સ્ત્રીના કુદરતી ગુણો ધરાવતી સાચી સ્ત્રીઓનું પ્રમાણ સાવ જ ઘટી ગયું છે. મોટા ભાગની સ્ત્રીઓ પોતાનું સ્ત્રીત્વ ભૂલીને કૃત્રિમ પુરૂષ બનવા માંગે છે. અને પુરૂષોની હરીફાઈ કરવા મથે છે. તેથી પુરૂષના જેવા પહેરવેશ અપનાવ્યા, પુરૂષના જેવું ભણી, પુરૂષોની બધી કુટેવો અપનાવી, ઘરમાં રહેવાને બદલે નોકરીઓ અપનાવી, પુરૂષોના બધા કામમાં સ્ત્રીઓએ હરીફાઈ માંડી. તેથી સ્ત્રીઓ દુઃખી દુઃખી થઈ ગઈ. સ્ત્રી સંપૂર્ણપણે પુરૂષ બની ના શકે. અને પુરૂષની હરિફાઈ કરવા માટે સ્ત્રીત્વ છોડવું પડે, માતૃત્વ છોડવું પડે. તેથી ઘર, રસોઈ, બાળકોનો ઉછેર એ બધુ તજવું પડે. આમ પુરૂષોની હરિફાઈ કરવા જતાં સ્ત્રી ના રહી ઘરની કે ના રહી ઘાટની. પણ કુદરતે તો સ્ત્રીને સ્ત્રી બનવા માટે જ માતૃસ્વભાવ અને સમર્પણભાવ આપ્યા છે. પુરૂષોએ તેનો પૂરો દુરુપયોગ કર્યો.
Jain Education International
048
For Personal & Private Use Only
www.jainelibrary.org