________________
બોલવામાં તે બહેનને જરાય સંકોચ ના થયો. તે હસતાં હસતાં જ બોલતી હતી. તે બહેન બોલી તે શાક્વાળો પણ સાંભળ્યો અને રસ્તે ચાલતા હું પણ સાંભળ્યો. આ વાતનો સાર એટલો જ છે કે તે બહેન પોતાના પતિનું આધિપત્ય બહુ આનંદથી સ્વીકારે છે. રીંગણાંનું શાક તેણે કર્યું જ. હોત તો તેનો પતિ તેને મારી ન જ નાંખત. કદાચ ઠપકો આપે એવો જ તેનો ભાવ હશે. પરંતું તેણે મારી નાંખવા સુધીની અતિશયોક્તિ સાથે પોતાના પતિનું આધિપત્યસ્વીકાર્યું.
જો કે પુરૂષ સમાજે હિન્દુસ્તાનમાં તો સ્ત્રીની પુરૂષની આધિનતા સ્વીકારવાની નૈસર્ગિક વૃત્તિનો ભરપેટે દુરૂપયોગર્યો છે. અને તે દ્વારા સ્ત્રીને ખરેખર ગુલામ બનાવી છે તે સ્વીકારવું પડે એમ છે. તો આ બાબતમાં ભૂલ પુરૂષ.સમાજે કરી છે તો સુધરવાનું પુરૂ છે. સ્ત્રીઓએ પોતાનો ધર્મ બરાબર પાળ્યો છે. એટલે તેમનો દોષ નથી. પોતાનો સ્વધર્મ પાળતા છતાં પુરૂષોની ગુલામી અને જોહુકમીનો સવિનય અનાદર કરવાનો સ્ત્રીઓને સંપૂર્ણ અધિકાર છે. આ માટે રાષ્ટ્રીય આંદોલન ચલાવવાની જરૂર છે. તેમ કરવામાં શાણા પુરૂષોનો પણ તેમને સાથ મળી રહેશે. પરંતુ પોતાનો સ્વધર્મ છોડીને પુરૂષની હરિફાઈ કરવામાં કે પુરૂષ સમાજ સામે બળવો કરવામાં સ્ત્રીઓ વધુદુઃખી થશે, વધુ ખુવાર થશે એમ પશ્ચિમના સમાજ ઉપરથી જોઈ શકાય છે.
તો સ્ત્રીની પુરૂષ પ્રત્યેની આધિનતા એટલે સમર્પણ ભાવ તે સ્ત્રીની નૈસર્ગિક વૃત્તિ છે. યુરોપિયન સમાજમાં સ્ત્રી પુરૂષ સમાનતાને નામે આ નૈસર્ગિક વૃત્તિને તોડી પાડવાનો વ્યવસ્થિત પ્રયાસ થયો છે. દરેક બાબતમાં સ્ત્રીઓ અને પુરૂષો એકબીજાનાં દુશ્મન હોય એવી રીતે ગાંડી હરફિાઈ કરે છે. સ્ત્રી પોલીસ અમલદાર બને છે, લશ્કરમાં પણ જાય છે. તમામ નોકરીઓમાં હરીફાઈ કરે છે. પરંતુ તેનું પરિણામ બહુ ખરાબ આવ્યુ છે. હમણા નોકરી કરતી સ્ત્રીઓની મોજણીમાંથી જાણવા મળ્યું કે તેમાંની ૫૬ ટકા સ્ત્રીઓને મોટા હોદા કે પ્રમોશન લેવા માટે પોતાનું શરીર અને શીલ વેચવું પડ્યું હતું. આ રીતે સ્ત્રીઓને કૃત્રિમ પુરૂષો બનાવવામાં સમાજનું હિત જોખમાશે જ. પરિણામે સમાજમાં અવ્યવસ્થા ઊભી થઈ છે અને ૫૦ ટકા જેટલા લગ્નો તૂટી જાય છે. પરંતુ બાકીના ૫૦ ટકા કુટુંબોમાંથી અનેક કુટુંબોમાં ઝગડા ચાલે છે. છતાં પણ જે કુટુંબો સારી રીતે ચાલે છે તેનો જો અભ્યાસ કરવામાં આવે તો તેમાં સ્ત્રીઓ ઠીક અંશે સમર્પણ ભાવથી પુરૂષોની આધિનતા સ્વીકારી લ્ય છે. અને સ્ત્રી, સ્ત્રી સહજ ત્યાગ ભાવનાથી કુટુંબને બચાવી લ્ય છે. એટલે જેટલે અંશે સ્ત્રી, પુરૂષની આધિનતા સ્વીકારીને ચાલે છે, એટલે અંશે યુરોપિયન સમાજ સુખી છે. એટલે અંશે સ્ત્રી પુરૂષ સમાનતાને નામે સ્ત્રી પુરૂષની હરિફાઈમાં ઉતરી છે, એટલે અંશે યુરોપીય સમાજ દુઃખી થયો છે.
ઉપરોક્તદલીલોનો કોઈ એવો અર્થના કરે કે સ્ત્રીઓએ ઘરની બહારનું કોઈ કામ કરવું જ ના જોઈએ. પ્રાથમિક શિક્ષણ ક્ત બહેનો મારફત જ અપાવું જોઈએ, તેમાં પુરૂષો હોવા જ ના જોઈએ એમ ગાંધીજી લખી ગયા છે. સમાજસેવાનાં ઘણાં ક્ષેત્રોમાં બહેનો ઘણું સારું કામ કરી શકે. પરંતુ તે આખા દિવસની નોકરી તરીકે ના જ હોવું જોઈએ. બહેનોને ફક્ત ૪ કલાકનું જ કામ હોવું જોઈએ એમ ગાંધીજી ઈચ્છતા હતા, કારણ કે પોતાનું ઘર સંભાળતા તે ચાર કલાક
Jain Education International
- 014 For Personal & Private Use Only
www.jainelibrary.org