________________
શરીરની કેટલીક મર્યાદા અને ખામીઓને સાડી આબાદરુપે ઢાંકી દે છે. જેમ કે ઉંચાઈ ઓછી હોય તો પણ સાડી પહેરેલી સ્ત્રી પ્રમાણમાં પૂરી ઉંચાઈની દેખાય છે. શરીરની 6 ટકા ખામીઓ સાડી પહેરવાથી ઢંકાય જાય છે. આ રીતે ઓછી સુંદર સ્ત્રીઓ સાડી પહેરવાથી ઘણી બધી સુંદર દેખાય છે. સાડી સ્ત્રીનું રક્ષાત્મક ક્લચ છે. સાડી પહેરેલી સ્ત્રીને કોઈપણ પુરૂષ અપમાનથી તોછડાઈથી બોલાવી શકે જ નહીં. સાડી પહેરેલી સ્ત્રી સાથે કોઈપણ અજાણ્યો પુરૂષ પૂરા માન સાથે જ વર્તીશકે. એટલે સાડી સ્ત્રીનાં ચારિત્રનું રક્ષાક્વચ છે.
પરંતુ આધુનિક યુવતીઓએ સાડીને ધુત્કારી કાઢી છે અને પંજાબી ડ્રેસને અપનાવી લીધો છે. હવે તો આધુનિક યુવતીઓ તો પુરૂષોના ડ્રેસને પણ અપનાવવા લાગી છે. શહેરોમાં ૪૦ થી ૫૦ વરસની સ્ત્રીઓએ તો સાડીને પોતાના જીવનમાંથી તરછોડી કાઢી છે અને જાહેર પ્રસંગોમાં કે લગ્ન જેવા સામાજિક રિવાજોને ખાતર પણ ક્યારેક સાડી પહેરવી પડે તો મોં મચકોડે છે. આજનો પ્રવાહ ચાલુ રહેશે તો બહુ જ થોડાં વરસોમાં સાડી અદૃશ્ય થઈ જશે. આમ થશે તો મને ડર છે કે, આપણી સદીઓ જુની સંસ્કૃતિ પણ નાશ પામશે. પછી ભારતમાં કોઈ વિશેષતા નહીં રહે અને આપણાં દેશમાં પણ પુરૂષો અને સ્ત્રીઓ યુરોપના જેવાજ રેઢિયાળ થઈ જશે એમાં મને શંકા નથી.
સાડી સામેના તીવ્ર વિરોધનાં કારણોમાં આજની યુવાન બહેનો મુખ્યત્વે એમ કહે છે સાડી અગવડરૂપ છે. આ વાત તો બીલકુલ સાચી છે. સાડી પહેરવામાં અગવડ વેઠવી પડે છે. તેને સરખી રાખવામાં ક્ષણે ક્ષણે સાવધાન રહેવું પડે છે. આખા શરીર ઉપર સાડી વ્યવસ્થિત જાળવી હોય તો જ સ્ત્રી સુઘડ અને સુંદર દેખાય. જરાક જેટલી બેદરકારી પણ સાડીને અવ્યવસ્થિત કરી દે છે અને તેથી સ્ત્રી અવ્યવસ્થિત દેખાવા લાગે છે. તેથી સાડીને વ્યવસ્થિત રાખવામાં ક્ષણે ક્ષણે સાવધાન રહેવું પડે છે. કામકાજ કરતાં કરતાં, રસોઈ કરતાં કરતાં, ખેતીનું કામ કરતાં કરતાં, રસ્તે ચાલતાં ચાલતાં એમ કોઈપણ વખતે સાડીને સંકોરવામાં, વ્યવસ્થિત રાખવામાં ક્ષણે ક્ષણે સાવધાન રહેવું પડે છે. જરાક ભૂલકરી, જરાક બેદરકારી રાખીને તરત જ સુઘડતાનો ભંગ વહોરવો જ પડે છે. એટલે સાડીમાં સગવડ નથી, અગવડરૂપ છે એ આક્ષેપ સંપૂર્ણ વજૂદવાળો છે.
પરંતુ સગવડ અને સંસ્કૃતિ કદી પણ સાથે હોતા નથી. સંસ્કૃતિમાં હંમેશાં અગવડ જ હોય છે. આપણી સંસ્કૃતિમાં સગવડ ને કદી પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. ભારતીય પ્રજાએ નીતિ, સદાચાર અને સંસ્કૃતિની જાળવણી અર્થે અગવડ વેઠવામાં કદી અચકાટ અનુભવ્યો નથી. આપણે તો ત્યાગ અને તપશ્ચર્યાને જ પ્રાધાન્ય આપ્યું છે. સગવડનો આખો વિચાર પશ્ચિમી સંસ્કૃતિમાંથી આવેલો છે. જો આપણે સગવડવાદી બનીએ અને દરેક વાતમાં સગવડ શોધવા બેસીએ અને જયાં અગવડ પડે તે છોડતાં જઈએ તો ધર્મ, નીતિ, સદાચાર જેવા કોઈ મૂલ્યો જ બચે નહીં. દાખલા તરીકે આપણે ઘરે કોઈ મહેમાન આવે તો આપણે તેનો આદર સત્કાર કરીએ છીએ. બપોરના સમયે આપણે જમી લીધા પછી આવેને આપણને ખબર પડે કે
008
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org