________________
“સાડીમાં જ સંસ્કૃતિ”
સુંદરતા સૌને ગમે. પરંતુ સ્ત્રીઓને તો વિશેષરૂપે ગમે, કારણ કે ઈશ્વરે સ્ત્રીઓને વધુ સુંદરતા આપી છે. એટલે દરેક સ્ત્રીને સુંદર, સુઘડ દેખાવું ગમે છે. પરંતુ યુવાન સ્ત્રીઓને તો સુંદર દેખાવું ખાસ ગમે છે. એમાંયે જેની સગાઈ કરવાની હોય તેને તો સુંદર દેખાવાની ખાસ ઈચ્છા હોય છે અને ખાસ જરૂર હોય છે, કારણ કે ભારતીય લગ્ન બજારમાં સુંદરતાની જેટલી કિંમત છે તેટલી ભાગ્યે જ બીજા કોઈ ગુણની આજે છે. ગમે કે ન ગમે પણ આપણાં સમાજની આ સત્ય હકીક્ત છે. ,
કોઈપણ સ્ત્રી બીજા કોઈપણ પહેરવેશ કરતાં સાડીમાં વધારે સુંદર દેખાય છે. સાડીમાં તેનું વ્યક્તિત્વ જેટલું ખીલી ઉઠે છે તેટલું બીજા કોઈપણ પહેરવેશમાં ખીલી શક્યું નથી. એટલે સાડી પહેરવાથી સ્ત્રી વધારે સુંદર દેખાય છે તે હકીક્તનો ઈન્કાર કોઈ કરી શકે એમ નથી. આમ છતાં આજની આધુનિક યુવતીઓ સાડીને તિરસ્કારે છે, સાડી પહેરવામાં અણગમો વ્યક્ત કરે છે, સાડી પહેરવાનો વિરોધ કરે છે. દરેક યુવતી સુંદર દેખાવા થાય એટલા પ્રયત્ન કરે છે અને સાડીથી પોતે વધુમાં વધુ સુંદર દેખાઈ શકે છે એ જાણતી હોવાં છતાં સાડીનો કેકેમ આટલો બધો વિરોધ કરે છે તે હું કદી સમજી શક્તો નથી. - સાડીમાં જે વ્યક્તિત્વ ખીલી ઉઠે છે એ અજોડ છે, બેનમુન છે. સાડીમાં જે કળા છે તે અતિભવ્ય છે. સાડીમાં કળાની પરાકાષ્ઠા છે. સાડીમાં જેટલી સુંદરતા છે તે બીજા કોઈપણ પહેરવેશમાં નથી, આટલી વાત તો સાડીનો પ્રખર વિરોધ કરનારી બહેનો પણ સ્વીકારે છે. સાડી આપણી સંસ્કૃતિના આવિર્ભાવનું સર્વોતમ સાધન છે. સેંકડો વરસોથી સાડી આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. સેંકડો વરસોથી કરોડોને કરોડો સ્ત્રીઓએ સાડી પહેરીને જ પોતાના આયુષ્ય પુરાંક્ય છે. તેમને સાડીને પહેરવાનો કે બીજો કોઈ પહેરવેશનો વિચાર સરખો બતાવે તો કરોડો સ્ત્રીઓ એકક્ષણમાં જ તેને ધુત્કારી કાઢે, એ રીતે સદીઓ સુધી સાડી વગરની સંસ્કૃતિની કલ્પના જ થઈ શક્તી નથી. એટલે સાડીમાં જ સંસ્કૃતિ છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી લાગતી.
_007
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org