________________
(૧)
(૨) (૩)
(૪)
સ્ત્રીઓ વિષે ગાંધીજી બહેનોને મેં અહિંસાની સાક્ષાત્ મૂર્તિ કહી છે. બહેનોમાં પ્રભુએ એક એવું પ્રેમાળ હૃદય મૂક્યું છે જે પુરૂષોમાં નથી. સ્ત્રી એટલે ત્યાગ અને તપશ્ચર્યાની સાક્ષાત્ મૂર્તિ.. બહેનોનું કર્તવ્ય આપણું વાતાવરણ શુદ્ધ રાખવાનું આપણી સભ્યતા અને સંસ્કૃતિના સર્વોત્તમ તત્વને પોસવાનું અને તેમાનાં દૂષણોને દૂર કરવાનું છે. બીજા દેશો કરતાંય આર્યનારીમાં જે સંસ્કાર છે તે જુદા જ છે. પુરૂષ અહિંસાધર્મ બુદ્ધિથી સમજે છે, જયારે સ્ત્રી અહિંસા પીને જ જન્મેલી છે. સ્ત્રી અને પુરૂષ ચેતનાના બે સ્વતંત્ર અલગ ઘટકો નથી પણ એક જ સંપૂર્ણ ઘટકના બે અડધા અડધા અંગ છે. કુદરતે સ્ત્રી પુરૂષ બેઉને એકબીજાની અવેજી સારું નહીં પણ એકબીજાના પૂરક થવા સારુ સજર્યા છે. તેમના કામો તેમના દેહના ઘડતરની પેઠે જ કુદરતે નકકી કરી આપ્યા છે.
(૫)
(૬)
(૭)
052 For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org