________________
ટાઈટલ બે ઉપરથી ચાલુ...
આપણા ઘણા દેશવાસીઓને મેં એમ કહેતા સાંભળ્યા છે કે આપણે અમેરિકાની જેટલી સમૃદ્ધિ મેળવીશું પણ તેની કાર્યપદ્ધતિઓ આપણે ટાળીશું. હુંકહેવાની હિંમત કરું છું કે, એવો પ્રયાસ જો કરવામાં આવશે તો તે ખચીત નિષ્ફળ નીવડવાનો છે. ઈશ્વર હિન્દુસ્તાનને યંત્રયુગથી અને સંસારને યંત્રમય હિન્દુસ્તાનથી બચાવો. આજે એક મૂઠી જેટલી કોમ (ઈગ્લેન્ડ) આર્થિક લૂંટને પંથે ચડી આખા જગતની જંગલી અભણ ગણાતી કોમોના પેટ ઉપર પગ મૂકીને બેઠેલી છે. જો તેત્રીસ કરોડ લોકોની પ્રજા આમાર્ગે ચડેતો આખા સંસારનેવેરાન કરી નાખે. - હિન્દુસ્તાનનું ભાવિ પશ્ચિમના રકમમલિન પંથે નથી - પશ્ચિમ જ એથી કંટાળ્યું છે. હિન્દુસ્તાન આજે પોતાનો આત્મા ખોવાના જોખમમાં છે. એ આત્માખોઈને એજીવીનશકે. | કોઈ માણસ પોતાની કોઈક અણધારી યાંત્રિક શોધ દ્વારા હિંદની બધી જમીન ખેડી શકે અને ખેતીની સઘળી પેદાશ પર પોતાનો કાબુ જમાવે તથા કરોડો લોકોને માટે બીજો કશો રોજગાર રહે નહીંતો તેઓ ભૂખે મરશે અને આળસુરહેવાને કારણે ઠોઠ થઈ જશે. | વ્યક્તિની મહેનત બચાવે, અને કરોડો ઝુંપડાવાસી ગામડિયાઓનો બોજો હલકો કરે એવાં સાદાં હથિયાર અને સાધનને હું જરૂર વધાવી લઉં. | મારો ઝઘડો યંત્રોની ઘેલછા સામે છે, યંત્રોની સામે નથી. મારે સમય અને પરિશ્રમનો બચાવ જરૂર કરવો છે, પણ તે ખોબા જેટલા માણસોને માટે નહીં, પણ સમસ્ત માનવજાતિ માટે. સમય અને પરિશ્રમનો બચાવ થઈ ખોબા જેટલા લોક ધનાઢય થઈને બેસે એ મને અસહ્ય છે. આજે યંત્રોને પરિણામે લાખોની પીઠ ઉપર ખોબા જેટલા લોકો સવાર થઈને બેઠા છે અને તેમને રગડે છે, કારણ એ યંત્રો ચલાવવા પાછળ લોભ રહેલો છે, ધનતૃષ્ણા રહેલી છે, જનકલ્યાણ નથી રહેતું. યંત્રો કલ્યાણસાધક હોય તો ભલે હોય એટલે યંત્રોનો સદંતર નાશ નહીં, પણ એની મર્યાદા બંધાય એમ હું ઈચ્છું છું.
| - ગાંધીજી હયમાં કોતરાઈ ગયેલી મારી આર્થિક માન્યતાઓ | ઉદ્યોગો અને મશીનરી વિષે મહાત્મા ગાંધીજીના દિવ્ય વિચારો વાંચ્યા પછી અને મિકેનિકલ એજીનિયર તરીકેના મારા વરસોના અનુભવ પછી “મારી કેટલીક પાયાની માન્યતાઓ હૃદયમાં કોતરાઈ ચૂકેલી છે, જે મારા મૃત્યુ પછી શરીર સાથે બળવાની નથી પરંતુ મારા આત્મા સાથે | અતુટપણે જોડાઈને બીજા અવતારમાં સાથે આવવાની છે એવી પાકી શ્રદ્ધા છે. . | મારો ગભરાટઃ હું જ્યારે કોઈ જંગી ઉદ્યોગકેકારખાનું જોઉં છું ત્યારે હું ગભરાઉં છું. કારણકે
મને તે આમ પ્રજાની સ્વતંત્રતા, સંસ્કૃતિ અને માનવતાનું નિકંદન કાઢનારાદેત્યરૂપે જ દેખાય છે. | મારુ સાંત્વનઃ જ્યારે જ્યારે હું કોઈ કુટિર કે ગૃહઉદ્યોગ જોઉં છું ત્યારે મને સાંત્વન મળે છે. કારણ કે મને તે લોકોની સ્વતંત્રતા, સ્વરાજ, સંસ્કૃતિ અને જીવનને સમૃદ્ધ કરતા ઈશ્વરના આશીર્વાદરૂપદેખાયછે.
હું કોણ છું આપૃથ્વી ઉપરનું માટીનું રજકણ માત્રછું. કોઈપણ વિશેષતા વગરનો સાવ સામાન્ય માણસ છું. પરંતુ મને ઊંડી શ્રદ્ધા છે કે મોટા કારખાનાની માયાજાળનાં મોટામાં મોટા | અનિષ્ટથી માનવજાતને બચાવી લેવાનું શક્ય છે.
- વેલજીભાઈ દેસાઈ For Personal & Private Use Only www.jainelibrary.o
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org