________________
સાડી અહિંસક સમાજનું નિર્માણ કરે છે.
ગર્ભવાસ દરમ્યાન અત્યંત નાની જગ્યામાં હાથપગ પણ હલી ના શકે એવી રીતે મહિનાની સજા કાપીને બાળક્નો જન્મ થાય પછી બાળક્ન હંમેશા ગતિશીલતા ગમે છે. દરેક રીતે અસહાય બાળક્ન કોઈ તેડે, ફેરવે, બહાર લઈ જાય એ બધુ ખૂબ ગમે છે. બાળક જ્યા
જ્યાં ગતિશીલ વસ્તુ જુએ તેમાં તેને રસ પડે છે અને ગતિ જોઈને તેને આનંદ થાય છે. ચકરડી જેવી ફરતી વસ્તુ તેને બહુ ગમે છે. વાહન જુએ તો તેમાં બેસવાનું અને ફરવાનું તેને બહુ ગમે છે. ટૂંક્યાં જ્યાં જ્યાં ગતિશીલતા તે જુએ છે તેમાંથી તેના હૃદયમાં શાંતિ મેળવે છે. નાનુ બાળક વધુમાં વધુ સમય તેની માતાના સંપર્કમાં હોય છે. તેની માતા સાડી પહેરતી હોય તો માતાના હલનચલનથી સર્જાતા સાડીના હલનચલનમાં થતી અનેક ગણી ક્લાત્મક ગતિશીલતા બાળક જોતું રહે છે અને એ ગતિશીલતાનું ભૂખ્યું હોય છે. સાડીમાં ગતિશીલતા જોઈને તેનું મન શાંત થાય છે અને તૃપ્ત થાય છે. વરસો સુધી માતાની સાડીની ગતિશીલતા જોયા કરવાથી ઉછરતા બાળકની વૃતિઓ શાંત કરવામાં અને તેનું માનવીય ઘડતર ક્રવામાં સાડી અગત્યનો ભાગ ભજવે છે. ભારતીય પ્રજા અહિંસક છે એનું એક કારણ સાડી પહેરવાની સંસ્કૃતિ છે. ભારતના મોટા ભાગના માણસો લશ્કરમાં જોડાવા તૈયાર નથી. ફક્ત પંજાબની આજુ બાજુના માણસો જ લશ્કરમાં જોડાય છે. પંજાબમાં સાડીનું પ્રમાણ ઘણું ઓછું થઈ રહ્યાં છે અને પંજાબમાંથી લક્ઝમાં માણસો મળી રહે છે. તે બન્ને બાબતને કંઈક સબંધ હોવો જોઈએ એમ મને લાગે છે. બાળક અસહાય હોય ત્યાં સુધી ઘરમાં જ માતાની સાડીની ગતિશીલતા જોઈને તથા સમાજમાં બહાર આવ્યા પછી શાળામાં શિક્ષિકાની સાડીના તરંગો અને હલનચલનથી થતી આકૃતિઓ બાળક્ના મનને શાંતિ આપવામાં અગત્યનો ભાગ ભજવે છે. પછી લગ્નપ્રસંગો નવરાત્રી જેવા તહેવારોમાં ગરબા વગેરેમાં સાડીની ઉત્કૃષ્ઠ આકૃતિઓ જે ક્ષણે ક્ષણે બદલાતી હોય તેની ગતિશીલતા જોઈને તે આનંદ મેળવે છે. આ રીતે મનુષ્યના માનસને અહિંસક અને શાંતવૃતિવાળુ બનાવવામાં સાડી જરૂર કંઈક રચનાત્મક ભાગ ભજવે છે. એકંદરે સાડી અહિંસક સમાજનું નિર્માણ કરવામાં અગત્યનો ફાળો આપે છે.
- વેલજીભાઈ દેસાઈ
પુરુષ અહિંસા ધર્મ બુદ્ધિથી સમજે છે, પણ સ્ત્રી અહિંસા પીને જ જન્મી છે.
- ગાંધીજી
020
Only
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org