________________
સ્મરણ થાય, હું સાવધાન છું એનું સ્મરણ થાય એવી દૃષ્ટિથી કદાચ સાડીનો પહેરવેશ શોધાયેલો હશે. ખરેખર તો સાડીમાં અગવડ અને અવગુણો જોવાની ટેવ તો હમણાં હમણાંની જ છે. સદીઓને સદીઓ સુધી તો સાડીમાં કદીપણ કોઈ અગવડ કે અવગુણ છે એવી કલ્પના પણ કોઈને આવી નથી. સાડી વગરનું સ્ત્રીનું જીવન કોઈએ કલ્પ્ય પણ ન હતું.
મને તો સાડી કોઈ દૈવી ચીજ લાગે છે. આપણે આપણી દેવીઓની કલ્પના સાડી વગર કરી જ શક્તા નથી. ખરેખર તો હિન્દુસ્તાનની સ્ત્રીઓ સાક્ષાત દેવીઓ જ છે. આપણને સાચી દૃષ્ટિ નથી એ જ તકલીફ છે. ગાંધીજીએ જ આમ લખ્યુ છે. કોઈપણ ઈશ્વરીય કે દૈવી ચીજ અનાદિ, અનંત હોય છે. આકાશ દૈવી ચીજ છે તેની શરૂઆત ક્યાંથી થાય છે અને અંત ક્યાં આવે છે તે સમજવું અસંભવ છે. હવે સાડીના રૂપ, રંગ, ભાત, ડીઝાઈનો જોયા જ કરો. લાખો સાડીઓ જુઓ તેનો અંત નહી આવે. નવી નવી ભાત, ડીઝાઈનો, રૂપરંગ નીકળ્યા જ કરશે. સાડીની ડીઝાઈનો કરવામાં લાખો માણસો એ પોતાના જીવતર પૂરા કર્યા છે અને હજી બીજા લાખો લોકો એ જ કામમાં મરી પરવારશે. છતાં સાડીની ડીઝાઈનો ખૂટશે જ નહીં. તો જેનો કદી અંત નથી એ ચોકક્સ ઈશ્વરીય વસ્તુ છે. તેને ધારણ કરવામાં કોઈ ઈશ્વરીય સંદેશ સમાયેલો છે. આપણે અજ્ઞાનવશ નથી સમજતા તે જુદી વાત છે. મારી શ્રધ્ધા તો એમ કહે છે કે સાડી પહેરવાથી સ્ત્રીમાં દૈવી અંશ ઉત્પન્ન થાય છે. લોકો ભલે મારી વાતને હસી કાઢે. પણ મારાં માટે તે સત્ય છે.
હું ૧૯૯૬માં અમેરિકા ગયો હતો. ત્યારે મારી ઉંમર ૫૪ વરસની હતી. મારી ઉંમરના ઘણાં બધા ગુજરાતી કુટુંબોમાં જવાનું થયું હતું. જે લોકો ત્રીસેક વરસથી અમેરિકામાં સ્થાયી થયાં હતાં તેમાં કોઈ અપવાદ વગર તમામ ગુજરાતી સ્ત્રીઓએ પેન્ટ શર્ટ પહેર્યા હતા. એક પણ ઘરે સાડી જોવા ના મળી. મને તેથી આઘાત લાગેલો. બધા જ ગુજરાતી કુટુંબોમાં ભારતીય માનસ સચવાઈ રહેલું. આમ છતાં તે ગુજરાતી અમેરિકન સ્ત્રીઓના સ્ત્રીત્વમાં થોડોક ઘટાડો હું બારીકાઈથી નિરીક્ષણ કરતાં જોઈ શકેલો. મને એવું લાગેલું કે, સાડી છોડી દેવાથી જ તેમના સ્ત્રીત્વમાં થોડીક ઉણપ આવી હશે.
યુરોપના જુદા જુદા દેશોમાં કેટલાંક યુરોપીયન કુટુંબમાં તેમના ઘરના સભ્ય તરીકે રહેવાની મને તક મળી છે. લગભગ બધાં જ ઘરોમાં જમ્યા પછી વાસણ માંજવા, રસોડું સાફ કરવું વગેરે જવાબદારી ત્યાં પુરૂષોની હોય છે. સ્ત્રીઓ ફક્ત રસોઈ કરીને ટેબલ સુધી પહોંચાડે. ત્યા તેની જવાબદારી પુરી થાય છે. લગભગ તમામ સ્ત્રીઓ પેન્ટ શર્ટનો પુરૂષના જેવો જ પહેરવેશ પહેરે. એ સ્ત્રીઓને જયારે હું ભારતીય સ્ત્રીઓ સાથે સરખાવું છું તો આપણી ભારતીય સ્ત્રીઓના અદ્ભૂત સદ્ગુણો ઉપર હું વારી જાઉં છું. ભારતીય સ્ત્રીઓમાં રહેલા અદ્ભૂત સદ્ગુણોને સાડી સાથે જ સીધો સંબંધ છે એમ મને લાગે છે. આ સમજવા માટે એક દાખલો આપું. હોલેન્ડના જે વૈજ્ઞાનિકનો ઉપર ઉલ્લેખ છે તે જ વૈજ્ઞાનિકના કહેવા મુજબ તેનો દીકરો ૩ર વરસનો થયો ત્યાં સુધી મા બાપ સાથે રહ્યો. તેના કહેવા મુજબ યુરોપમાં આ અભૂતપૂર્વ બનાવ
Jain Education International
016
For Personal & Private Use Only
www.jainelibrary.org