________________
પ્રસ્તાવના
ઘણાં વરસોથી મારાં મનમાં ધ્રાસ્કો પડી ગયો છે કે, આખું જગત બહુ ઝડપથી વિનાશના રસ્તે ધકેલાઈ રહ્યું છે. ધર્મ, નીતિ, સંયમ, સદાચારનાં બંધનો ઝડપથી તૂટતાં જાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસથી સુખસગવડના સાધનો ખૂબ વધ્યા છે. તેથી નીતિ અનીતિના વિચારને પડતો મૂકીને ગમે તેમ કરીને પૈસા કમાવા અને સુખ સગવડો ભોગવવી એવું વલણ વધતુ જાય છે. તેથી ત્યાગ અને તપશ્ચર્યા ઉપર રચાયેલી ભારતીય સંસ્કૃતિના અસ્તિત્વ સામે જ જોખમ ઊભું થયું છે. કોઈપણ સમાજ ધર્મ, નીતિ, સંયમ, સદાચાર વગર નભી જ ના શકે. યુરોપનો સમાજ સાવ ભોગવાદી બની ગયો છે અને ધર્મ, નીતિ, સંયમ, સદાચાર વગેરે ત્યાંના સમાજમાં બિનજરૂરી મૂલ્યો ગણાવા મંડયા છે. તેથી ત્યાંનું કૈટુંબિક જીવન લગભગ છિન્ન ભિન્ન થઈ ગયું છે. આપણાં દેશનાં ઘણાં લોકો, નેતાઓ અને પ્રબુધ્ધ વર્ગ યુરોપ અને અમેરિકાને આદર્શ માનીને ચાલતાં હોવાથી આપણે ત્યાં પણ ભોગવાદી સંસ્કૃતિ ઝડપથી પ્રસરવા મંડી છે. પુરૂષો તો ક્યારનાં આ ભોગવાદી સંસ્કૃતિના ગુલામ બની ચૂક્યા છે. પરંતુ સ્ત્રીઓએ પોતાનો સ્વધર્મ ઘણે ભાગે જાળવી રાખ્યો છે. તેમનાં ત્યાગ અને સહનશીલતાને લીધે જ આપણો દેશ ટકી રહ્યો છે.
પરંતુ હમણાં હમણાં ખૂબ ઝડપથી સ્ત્રીઓ પણ પોતાનો સ્વધર્મ છોડીને પુરૂષોને રવાડે ચડવા મંડી છે અને મને બીક છે કે આપણાં દેશની સ્ત્રીઓ પાસે પોતાની ભવ્ય સંસ્કૃતિનો સાચવવાનો જે વારસો છે તેને સ્ત્રીઓ વગર વિચાર્યે ફેંકી દેવા માંડી છે અને યુરોપીયન સમાજના રીતરિવાજો અને દુર્ગુણો પણ સ્વીકારવા મંડી છે અને પોતાની સારી ટેવો, સદીઓથી સંવર્ધિત કરેલી પરંપરાઓ પણ છોડી દેવા મંડી છે. આના ભાગરૂપે કહેવાતા કે ભણેલા સમાજમાં સાડીનો ઝડપથી લોપ થવા માંડયો છે. સાડીમાં જ આપણી સંસ્કૃતિ રક્ષાયેલી છે અને સાડી છોડી દેવાથી આપણી સંસ્કૃતિનો કેવી રીતે વિનાશ થશે, હરાયા ઢોર જેવો રેઢિયાળ સમાજ કેવી રીતે બની જશે અને ભારત પોતાનો આત્મા જ કેવી રીતે ગુમાવી બેસશે એ આ નાનકડી પુસ્તિકામાં સમાવવાનો થોડોક પ્રયાસ કર્યો છે.
તો દરેક વાચકને-ખાસ કરીને બહેનોને-ખાસ વિનંતિ કે આ પુસ્તિકા વાંચીને પોતાનો અભિપ્રાય મને અવશ્ય લખે. વિરુધ્ધ અભિપ્રાય હોય તો પણ લખે. પુસ્તિકાની ખામીઓ કે સૂચનો આવકાર્ય છે.
વૈશાખ શુદ ૧૫, ૨૦૬૮ (બુદ્ધપૂર્ણિમાં) તા. ૬-૫-૨૦૧૨ (બીજી આવૃતિ)
Jain Education International
003
For Personal & Private Use Only
– વેલજીભાઈ દેસાઈ
www.jainelibrary.org