Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

Previous | Next

Page 55
________________ (<) (૯) સ્ત્રીઓ હીનપદ કે ગુલામી અવશ્ય ન સ્વીકારે, પણ મને આશા છે કે સ્ત્રીઓને પુરૂષોથી કેવળ સ્વતંત્ર કરી મૂક્વાની પશ્ચિમમાં દુષ્ટ પ્રવૃત્તિ ચાલે છે એનો આમાં આભાસ પણ નહીં હોય. એ પ્રવૃત્તિ આર્ય સંસ્કૃતિથી વિરુધ્ધ અને હાનિકારક છે. સમાજ પરત્વે સ્ત્રી અને પુરૂષ એકબીજાના અવિભાજય અંગ છે ને એકબીજાની ન્યૂનતા પૂરે છે. એમાં શક નથી કે ક્યાંક ને ક્યાંક એક ચોકક્સ સ્થળેથી સ્ત્રી અને પુરૂષ બેઉનાં કાર્યક્ષેત્ર નોખાં ફંટાય છે. મૂળ પાયે બેઉ એક છતાં એ વાત પણ તેટલી જ સાચી છે કે આકારમાં બેઉ વચ્ચે ભારે ફેર પડી જાય છે. માતૃત્વનો ધર્મ જે મોટાભાગની સ્ત્રીઓ સદાકાળ સ્વીકારશે, તે એવા ગુણો માંગી લે છે જે પુરૂષને સારુ જરૂરી નથી. સ્ત્રી સ્વભાવે કરીને જ નિવૃત્તિ પસંદ કરનારી છે. પુરૂષ ક્રિયાપરાયણ છે. સ્ત્રી મૂળે ઘરની રાણી થઈને રહેનારી છે. પુરૂષ રોટી કમાનારો છે. સ્ત્રી એની સાચવણી કરનારી અને રોટી વહેંચીને પીરસનારી છે. દરેક અર્થમાં એ પુરૂષજાતનું સંગોપન કરનારી છે. માનવજાતિના બચ્ચાઓનું સંગોપન અને ઉછેર કરવાની કળા એ એનો ખાસ સુવાંગ અધિકાર 053 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60