Book Title: Sadi ma j Sanskruti Author(s): Velji Desai Publisher: Velji DesaiPage 53
________________ છે. આત્મા અમર છે, શરીર નાશવંત છે, પૂર્વજન્મ છે, પુનર્જન્મ છે. પાપ પુણ્ય સાથે આવે છે, કર્મોના ફળ દરેકે ભોગવવા પડે છે, વિકારો, વાસનાથી બચો, આવા પાયાના સનાતન મલ્યો ભગ વદગીતામાં પ્રબોધેલા છે. દરેક મા સમજી શકે એમ છે. (૧૦) રાસાયણિક ખાતરો અને જે નાશક દવાઓથી બચવા પ્રયત્ન કરો. તેનાથી જમીન બગડી જાય છે. તેથી તમારાં ભવિષ્યના સંતાનો તમને શાપ આપશે કે અમારા બાપદાદા જમીનને લૂંટી ચૂસીને અમારા માટે વેરાન કરી ગયા છે. જંતુનાશક દવાઓથી જ કેન્સર થાય છે. (૧૧) ગજા ઉપરાંત ખર્ચ કરવાથી બચો. દેવુ કરીને પણ લગ્નમાં ખોટા ખર્ચા ના કરો. ટીકાનો ડર મનમાંથી કાઢી નાખો. પોખાણ હોય એટલું ખર્ચ ભલે કરો. આનંદ પણ માણો પરંતુ દેવુ ના કરશો. (૧૨) (૧૩) આવક કેમ વધારવી તેનું નરવું ચિંતન કરો. ખેતીની પેદાશો સીધી વેચી દેવાને બદલે તેમાંથી કંઈક ચીજો બનાવીને વેચવાથી આવક અવશ્ય વધી જાય છે. નોકરી શોધવા પાછળ ખૂવાર મરવા કરતા નાનકડા ધંધામાં ઓછા પ્રયત્ને વધુ કમાણી થાય છે. (૧૪) ભગવાને સારી સ્થિતિ આપી હોય તો ગામના સામૂહિક કામોમાં રસ લ્યો. પીવાનું પાણી, ગામના રસ્તા, કૂવા, શિક્ષણ, સગવડો વગેરે વધારવામાં નિસ્વાર્થપણે ફરજ સમજીને આત્મકલ્યાણ અર્થે રસ લ્યો અને થાય એટલું કરી છૂટો. (૧૫) વિચાર કરો કે કાળેહાડ કામ કરનારા કરોડો માણસો ગરીબ કેમ ? અને શહેરમાં મુઠીભર માલેતુજારોના હાથમાં ધનનાં ઢગલા ક્યાથી આવે છે ? નકકી સમાજમાં આર્થિક અંધાધૂંધી ચાલે છે. નહીંતર આવું ના હોય. તો આ બધી ગેરવ્યવસ્થાનો ઉપાય શું ? ખૂબ અભ્યાસ કરો. જગતમાં ચાલતી તમામ આર્થિક અંધાધૂંધી સ્વદેશીના ભંગમાંથી જન્મે છે. એ ગાંધીજીની વાત સમજવા પ્રયાસ કરો. પછી જે સમજાય તે પ્રમાણે જીવવા પ્રયત્ન કરો. – વેલજીભાઈ દેસાઈ Jain Education International 051 For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60