Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

Previous | Next

Page 51
________________ સાથે રહે, પણ કાયદેસર પત્ની નહીં. બાળકો થાય તો સ્ત્રીનું સ્ત્રીત્વ બાળક પ્રત્યે વાત્સલ્યથી ખેંચાય. તેથી તે મુક્ત પુરૂષની જેમ બહાર રખડીને નોકરીઓ સતત ના જાળવી શકે. હવે સ્ત્રી પુરૂષની હરિફાઈ કરે છે એટલે બન્નેની કમાણી જુદી. પુરૂષ પોતાની આવકમાંથી ઘરમાં અધું ખર્ચ જ આપે. સ્ત્રીને બાળક હોવા છતાં અધું ખર્ચ કમાવાની જવાબદારી છે. તેથી તે હેરાન પરેશાન છે. આનો લાભ પુરૂષો પૂરેપૂરો ઉઠાવે. એટલે યુરોપમાં સ્ત્રીઓને જે દુઃખ છે, મન ઉપર ટેન્શન છે, પોતે કમાણી કરવાની જે ચિન્તા છે, તેના પ્રમાણમાં ભારતની સ્ત્રીઓ ઘરમાં જ રહીને, પતિની કમાણી પોતાની જ સમજીને જે આનંદથી રહે છે તેમાં સ્વર્ગનું સુખ છે. આ વાત યુરોપની સ્ત્રીઓ નથી સમજતી. તેથી દુઃખી થાય છે. ગાંધીજીએ ચોખ્ખું કીધું છે કે જે સમાજમાં સ્ત્રીઓએ કમાણી કરવાનોકરીએ જવું પડે તે સમાજ અચૂકપણે તૂટી જશે. જે વાત યુરોપને લાગુ પડે છે તે તમામ વાત અમેરિકાને વિશેષ પ્રમાણમાં લાગુ પડે છે. કારણ કે યુરોપ અને અમેરિકાની પરિસ્થિતિ એક સરખી જ છે. એટલે અમેરિકામાં પણ સ્ત્રીઓના વધુ ભૂંડા હાલ છે. આપણા દુર્ભાગ્યની વાત એ છે કે આપણે આપણી સંસ્કૃતિ છોડીને યુરોપ અમેરિકાની નકલ કરવા મંડયા છીએ અને અમેરિકા જવા માટે, દીકરીને અમેરિકા પરણાવવા માટે તલપાપડ છીએ. ત્યાં સાચું સુખ નથી તે સમજવું જોઈએ અને તેમાંથી આપણે બચવું જોઈએ. - વેલજીભાઈ દેસાઈ : યુરોપની દશા તપાસો, ત્યાં કોઈ સુખી જ નથી જોવામાં આવતું, કેમકે કોઈને સંતોષ જ નથી. મજૂરોને માલિકનો વિશ્વાસ નથી, માલિકને નથી મજૂરનો. બન્નેમાં એક પ્રકારની પ્રવૃતિ છે, જોર છે. પણ તે તો પાડામાં છે. તેઓ મરે ત્યાં સુધી વઢયા કરે છે. બધી ગતિએ પ્રગતિ નથી. યુરોપની પ્રજા ઊંચે ચડતી જાય છે, એમ માનવાનું આપણને કંઈ જ કારણ નથી. યુરોપના ચરણ સ્પર્શ વડે કૃત કૃત્ય થયેલું હિન્દ માનવજાતિને કશો જ આશાનો સંદેશ આપી શકે નહીં. - ગાંધીજી 049 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60