Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

View full book text
Previous | Next

Page 49
________________ મેં જોયુ વિકૃતિથી પીડાતુ યુરોપ ૨૦૦૮માં હું ૧૫ દિવસ ફીનલેન્ડ, સ્વીડન, ડેનમાર્ક ગયો હતો. યુરોપ એટલે ભૌતિક સમૃધ્ધિથી છલકાતો ખંડ. વિશાળ રસ્તા, ભવ્ય વાહનો, આલીશાન ઈમારતો, ભવ્ય હોટલો, ઉડીને આંખે વળગે એવી સ્વચ્છતા વગેરેથી કોઈપણ માણસ અંજાયા વગર ના રહે. પરંતુ યુરોપની સાચી પરિસ્થિતિ સમજવા માટે ત્યાનું કૌટુંબિક સામાજિક જીવન સમજવું જોઈએ. મને જે થોડાક અનુભવો થયાત અહીં આપું છું :(૧) મારો આખો કાર્યક્રમ, મોટા માણસો સાથેની મુલાકાનો વગેરે ગોઠવનાર એક ૩૦ વરસનો યુવાન હતો. તેનું નામ ટોની હતું. તે અસાધારણ બુધ્ધિપ્રતિભા ધરાવતો હતો. છતાં તે બેકાર હતો. સરકાર જે કાંઈ બેકારી ભથ્થુ આપે તેના ઉપર તે ગરીબીમાં જીવતો હતો. તે અપરિણિત હતો. પરણવું તેને પોષાયએમનહતું. (૨) જે સંસ્થાએ મને આમંત્રણ આપેલું તેના સેક્રેટરી સાથે એક રેસ્ટોરન્ટમાં જમવાનું અને ચર્ચા કરવાનું ગોઠવેલું. તે ૪૬ વરસનો એન્જનિયર હતો. મેં તેને સંતાનો વિષે પૂછયું તો કીધું કે પોતે એકલો જ છે. પત્ની નથી. (કદાચ છૂટાછેડા થયા હશે). (૩) બે દિવસ પછી એક સંશોધન વૃત્તિના યુવાન એન્જનિયરને ઘરે જવાનું થયું હતું. તે ૩૨ વરસનો હતો. પરંતુ પરણેલો ન હતો. ખૂબ બુધ્ધિશાળી હતો. આખુ ઘર પુસ્તકોથી જ ભરેલું હતું. પરંતુ નોકરી મળતી ન હતી. તેથી સરકારના બેકારી ભથ્થા ઉપર તે જીવતો હતો. તે પોતાની માતા સાથે રહેતો હતો. તેને પણ પરણવું પોષાતું નહતું. (૪) તેના ઘરે એક ૨૦ વરસની છોકરી રસોડાના એક ખૂણામાં બેઠી હતી. તે કોણ છે એમ મેં પૂછયું ત્યારે તે ઉભી થઈ અને મારી સાથે ઓળખાણ કરાવી. તેના વિષે જાણવા મળ્યું કે તે સ્વીડનથી આવેલી છે. નાનપણથી જ તેના માબાપ તેને તજી દીધી છે. તેથી તે જ્યાં ત્યાં રખડીને મોટી થઈ છે અને વાંચતા લખતા આવડે એટલું માંડ ભણી શકી . " છે. તેના મગજમાં માબાપ પ્રત્યે ખૂબ તીરસ્કાર છે. (૫) ઉપરોક્ત બધા પ્રસંગો ફીનલેન્ડના છે. સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં મારા એક મિત્રને મળવાનું ગોઠવેલું. તે ભાઈ ૫૪ વરસના હતા. બે ત્રણ કલાક સાથે રહયા પછી અમને તે સ્ટીમર પર મૂકવા આવતા હતા ત્યારે મેં તેને સંતાનો વિષે પૂછયું. તેણે કીધું કે અમે બે જ છીએ. સંતાનો નથી. હું તરત જ સમજી ગયો કે તેની પત્ની બીજી કે ત્રીજી વારની હશે. (૬) ફિનલેન્ડમાં લગભગ પંદરેક ટકા પુરૂષો સ્ત્રીઓના જેવા લાંબા વાળ રાખે, ચોટલા રાખે કે કોઈક અંબોડા પણ બાંધે ત્યાંની લગભગ ૩૫-૪૦ ટકા સ્ત્રીઓ પુરૂષના જેવા સાવ 047 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60