Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

View full book text
Previous | Next

Page 47
________________ સ્ત્રી જો ઇચ્છે તો પુરૂષના તમામ કાર્યો કરી શકે અને એટલા સારી રીતે કે પુરૂષને તે હરાવી દે, પાછળ રાખી દે. પરંતુ પુરૂષ,સ્ત્રીના બધા જ કાર્યો કરી જ ના શકે. સ્ત્રીને હરાવી દેવાનું તો સંભવ જ નથી. સ્ત્રી સાક્ષાત દેવી સ્વરૂપ છે. પુરૂષ ઘણે ભાગે રાક્ષસી વૃતિઓ ધરાવે છે. આ રીતે તમામ બાબતોમાં, તમામ ક્ષેત્રોમાં સ્ત્રી પુરૂષ કરતા ચડિયાતી છે, સદગૂણી છે, વધુ આવડતવાળી છે. છતાં પણ લાખો ઘરોમાં સ્ત્રી પુરૂષથી દબાય છે, સતત અન્યાયનો ભોગ બને છે, સતત અન્યાય સહન કરે છે. પોતાના સ્વત્વનો સ્વમાનનો ભોગ આપે છે. પુરૂષ તેને અન્યાય કરે તેને તે સ્વાભાવિક માને છે. ફક્ત તે વધારે પડતો અન્યાય ના કરે, માર ના મારે, ગાળો ના દે, અપમાન વારંવાર ના કરે તો સંતોષ માને છે, એવા લાખો, કરોડો ઘર હોય છે. સ્ત્રી પોતે ખૂબ જ સદગુણોથી ભરપૂર હોય છે. છતાં પણ કામી અથવા ક્રોધી અથવા અહંકારી અથવા શુષ્ક કે વ્યસની અને ઠોબારા અને નિર્દય પતિની પાછળ પોતાની આખી જીંદગીનો ભોગ આપે છે. તે પતિ પરાયણ થઇને સંતોષથી કે અસંતોષથી બહુ સારી રીતે ખૂબ સહકાર અને સમર્પણથી જીવે છે. ઘણે ભાગે પુરૂષથી દબાઇને રહે છે, ડરતી રહે છે. કોઈપણ ભોગે પોતાનું સ્વમાન સચવાવુ જોઇએ એવું સ્ત્રી વિચારી જ ના શકે. વિચારે કે તરત જ તે સ્ત્રી સમાજમાં અભિમાની ગણાવા માંડે. કેટલી જબરી કરૂણતા ? કેટલી મોટી વિડંબના ? કોઇ ઘરમાં સ્ત્રીનું ચાલતું હોય તે છતાં આવી દરેક સ્ત્રી પોતે જ પોતાનુ નહીં પરંતુ તેના પતિનુ જ ઘરમાં ચાલે છે એવી છાપ ઊભી કરવી શોભાસ્પદ સમજે છે! પોતાનું ચાલે છે એવું જાહેર ન થવા દયે ! સ્ત્રી પુરૂષ વચ્ચે આટલી ભારે અસમાનતા છે. દરેક બાબતમાં સ્ત્રી ચડિયાતી અને પુરૂષ ઉતરતો છે. તેથી જ ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું સ્થાન માતાનું છે. માતાનું સ્થાન અત્યંત માનપાત્ર સ્થાન છે. પુરૂષ હંમેશા સ્ત્રી કરતા ઉતરતા સ્થાને છે. છતાં પણ વ્યવહારમાં સ્ત્રી પુરૂષથી દબાઇને રહે છે અને પુરૂષ સ્ત્રી ઉપર વર્ચસ્વ ભોગવે છે. આ બાબતમાં લાખો સંસ્કારી અને જ્ઞાની કુટુંબોમાં સુખદ સ્થીતિ જોવા મળે છે. સ્ત્રીઓ લગભગ પોતાનુ માતૃપદ શોભાવે છે, ઘરમાં તેમને ખાંસ કઇ અન્યાયો નથી થતા. સ્ત્રીઓને નામે મિલકતો અને આવક પણ પુરૂષો જેટલી હોય છે. વાદ વિવાદ કે વિખવાંદ બહુ ઓછા થાય છે. એકંદરે વર્ચસ્વ પુરૂષનું હોય છે, પરંતુ સ્ત્રીઓની ઉપેક્ષા બીલકુલ થતી નથી. મને લાગે છે કે આવા કુટુંબમાં ભારતીય સંસ્કૃતિની લગભગ આદર્શ સ્થિતિ જોવા મળે છે. પરંતુ પશ્ચિમી સંસ્કૃતિમાં સ્ત્રી પુરૂષ સમાનતાની વાત થાય છે તે ખરેખર જ જોખમી છે. સ્ત્રીને માટે અપમાન જનક છે. ગાંધીજીએ તેને દુષ્ટ પ્રવૃતિ કીધી છે. તેમાં તો સ્ત્રીએ પોતાનો સ્વધર્મ છોડી, શક્ય એટલા સ્ત્રીના સદગુણોનો ત્યાગ કરીને, કૃત્રિમ પુરૂષ જેવા બનીને પુરૂષની હરિફાઇ દરેક ક્ષેત્રમાં કરવાની વાત મુખ્ય છે. સ્ત્રી પુરૂષ એક બીજાના પૂરક છે, બન્ને સહજીવનને Jain Education International 045 For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60