Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

View full book text
Previous | Next

Page 45
________________ સ્ત્રી પુરૂષ અસમાનતા સ્ત્રી પુરૂષ સમાનતાનો આખો ખ્યાલ વિદેશોમાંથી આયાત થયેલો છે. વાસ્તવમાં સ્ત્રી અને પુરૂષના સ્વભાવમાં તથા શરીરમાં કુદરતે એટલા મોટા પ્રમાણમાં ભેદ રાખેલા છે કે સ્ત્રી પુરૂષ સમાનતાનો વિચાર જ ના કરી શકાય. સ્ત્રીનું ચરિત્ર એટલું બધુ ઊંચું છે અને પુરૂષ સ્ત્રીના પ્રમાણમાં એટલો બધો નીચો છે કે સ્ત્રી પુરૂષની સમાનતાની વાતમાં જ સ્ત્રીનું અપમાન રહેલું છે. પશ્ચિમી સંસ્કૃતિમાં સ્ત્રીની કાંઇ જ કિંમત નથી. તે ફક્ત પુરૂષના ભોગનું સાધન ગણાય છે. અને પુરૂષ ઊંચો ગણાય છે તેથી ત્યાં સ્ત્રી પુરૂષ સમાનતાનો ખ્યાલ ઊભો થયો છે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું સ્થાન માતાનું છે અને પુરૂષ કરતા ઘણી ઉંચાઈએ છે. એટલે પશ્ચિમનું અનુકરણ કરીને આપણે ત્યાં સ્ત્રી પુરૂષ સમાનતાને નામે જે કાંઈ ચાલે છે તેને ગાંધીજીએ “દુષ્ટ પ્રવૃતિ કીધી છે. આ બાબતમાં થોડા ઊંડા ઉતરવાની જરૂર છે. સ્ત્રીમાં શું છે અને પુરૂષમાં શું છે તે સરખાવી જોઈએ. સ્ત્રી સ્વભાવમાં ખૂબ જ ઉમદા ગુણો વસેલા છે, તેનું હૃદય દયા, પ્રેમ, વાત્સલ્ય, લાગણીથી ભરેલું છે. તેની સામે પુરૂષમાં કઠોરતા છે. સ્ત્રીમાં નમ્રતા, કોમળતા છે. પુરૂષમાં અહમ છે. સ્ત્રીમાં ત્યાગવૃતિ, સહનશીલતા, વફાદારી, સમર્પણભાવ વગેરે જેવા ઉમદા ગુણો છે. જ્યારે પુરૂષમાં ભોગવૃતિ, કામવૃતિ, કોધ અને અહંકાર હોય છે. વફાદાર તો બિલકુલ હોતી નથી. સ્ત્રીમાં ત્યાગ છે, ધાર્મિકતા છે, આધ્યાત્મિકતા છે, ઇશ્વરપરાયણતા છે. તેની સામે પુરૂષમાં કામ છે, કોધ છે, અહંકાર છે. ધાર્મિકતા, આધ્યાત્મિકતા અને ઈશ્વરપરાયણતા બહુ જ જૂજ પુરૂષોમાં જોવા મળે છે. સ્ત્રી પાસે કંઠ છે, રાગ છે, સંગીત છે, ભજન છે જેનાથી પોતાનું જીવન ભક્તિમય બનાવે છે, રસમય બનાવે છે. તેની સામે પુરૂષમાં કર્કશતા હોય છે, બરછટપણું હોય છે, તોછડાઇ હોય છે. એ સ્ત્રી પાસે અનેક અદ્ભુત કળાઓ છે. તેમાંથી સર્વોતમકળા રસોઈકળા છે. જાતજાતની સ્વાદિષ્ટ વાનગીઓ તે કોઈપણ પુસ્તક વગર જ બનાવી જાણે છે. જરાપણ આળસ વગર જીંદગી આખી તે રસોઈ કરીને કુટુંબને જમાડે છે. પુરૂષ આ બાબતમાં સાવ ઠોબારો ગણાય. ઠોબારો એટલે બેદરકાર અને આવડત વગરનો. પાંચ-પંદર દિવસ પત્ની પીયર જાય તો બેબાકળો અને રઘવાયો બની જાય. ખાવામાં હેરાન થાય, પણ રસોઈતોના જ કરે. અરે, હળદર કે નીમક પોતાના ઘરના રસોડામાંથી શોધતા પણ ન આવડે ! કોઈપણ શ્રી અજાણ્યા ઘરમાં બધુ જ શોધી લેશે. પુરૂષ પોતાના જ ઘરમાં કાંઈ જ શોધી નહીં શકે. એટલો બધો ઠોબારો.. 043 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60