Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

View full book text
Previous | Next

Page 43
________________ નીતિભ્રષ્ટ આધુનિક્તા રાજકોટના સમૃધ્ધ વિસ્તારના એક મોટા ૧૦ માળિયા બીલ્ડીંગમાં રહેતી ૪૦-૪૫ વરસની બધી માતાઓ પોતાની કોલેજમાં ભણતી દીકરીઓને રસોઈ કરતા શીખવતી નથી અને શીખવવા માગતી પણ નથી. એટલું જ નહીં, એ બધી માતાઓ માને છે કે રસોઈ શીખવી જ પડે તો સાસરે ગયા પછી તેની સાસુ શીખવશે. આપણે શું કરવા આપણી દીકરીને હેરાન કરવી!આ બધી ૪૦-૪૫ વરસની ઉંમરની બહેનોમાંથી એક પણ બહેન સાડી પહેરતી નથી. આ બધી માતાઓ, પોતાની દીકરીઓ ફેશન પુતળીઓ બનીને જીંદગી ભોગવી લ્ય અને જરાપણ તેમને કાંઈ કામ કરવું ના પડે તો સારું એવું ઈચ્છે છે. પોતાની દીકરીઓ ખૂબ ભણે, મોટી મોટી ડીગ્રી મેળવે, અમેરિકા કે ઓસ્ટ્રેલિયા ભણવા જાય અને સારી નોકરી મેળવી લ્ય એ એમનું ધ્યેય છે. એટલે કે યુરોપ અમેરિકા જેવી મેડમ બની જાય એવું તેઓ કદાચ ઈચ્છે છે. આનો અર્થ એ છે કે જરાપણ ભારતીય સંસ્કારો તેમની દીકરીઓમાં નારહેતો વાંધો નથી. આ બધી બહેનો સારી એવી સંસ્કારી છે, સંસ્કારી માબાપની દીકરીઓ છે, સંસ્કારી ઘરોમાં સાસરે આવેલી છે, તેઓ બધી ઘર ચલાવે છે, રસોઈ કરે છે, પોતે ક્યાંય કમાવા જતી નથી, પોતાના પતિ ખૂબ કમાય છે અને પોતે જલસા કરે છે, અને ખૂબ જ સુખ ભોગવે છે. આ બહેનોને રસોઈ કરતા આવડે છે, કારણ કે તેમની માતાઓએ તેમને રસોઈ કરતા શીખવ્યું છે, રસોઈ કરવી એ સ્ત્રીનો ધર્મ છે, એ શીખવ્યું છે, સાસરે જતા પહેલાં બધુ જ ઘરકામ આવડવું જોઈએ એમ એમની માતાઓએ શીખવ્યું છે. તેથી તેઓ ઘર ચલાવે છે, આનંદથી રહે છે. કોઈ વાતે તેમના જીવનમાં સુખની ખામી નથી. " પરંતુ જે સંસ્કાર આ ૪૦-૪૫ વરસની બહેનોને તેમની માતાઓએ આપ્યા છે તેવા સંસ્કાર આ બહેનો તેમની દીકરીઓને આપવા માગતી નથી. કારણ કે તેમને આધુનિક્તાનું ભૂત વળગ્યું છે. તેથી તેમણે પોતે જ સાડી પહેરવાનું છોડી દીધું છે. પોતે તો રસોઈ કામ કરે છે, પરંતુ પોતાની દીકરીઓ ઘરમાં રસોઈ કરે અને ઘર ચલાવે તેમાં તેને પછાતપણું લાગે છે. પોતે જેવું સુખી જીવન જીવે છે તે જીવન પોતાની દીકરીઓ ભોગવે તે એમને પસંદ નથી ! તેમને કદાચ યુરોપ અમેરિકાના સ્વછંદી જીવનનું આકર્ષણ છે. હવે આ બહેનોમાંથી જેમને દીકરા મોટા થયા છે અને બે ચાર વરસ પછી તે લગ્ન કરવા જેવડા થશે તે બધી બહેનોને ઘરમાં જે વહુ આવે તે ભારતીય સંસ્કારો ધરાવતી હોય, રસોઈ કરીને કુટુંબને જમાડે, ઘર સાચવે અને આધુનિક્તાનું માનસ ન ધરાવતી હોય તેવી ઘરરખુ વહુ જોઈએ છે. તો તેમના જ મનમાં કેટલો વિરોધાભાસ પડયો છે? જો નીતિથી વિચારીએ તો તેમને જેવી વહુ જોઈએ છે એવી જ રીતે પોતાની દીકરીઓને તૈયાર કરવી જોઈએ. પોતાની દીકરીઓને આધુનિક પુતળીઓ બનાવવી છે અને રસોઈ કરતા પણ નથી શીખવવું અને દીકરાની વહુ આવે 041 For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60