Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

View full book text
Previous | Next

Page 44
________________ તે સંપૂર્ણ ભારતીય સંસ્કારોથી સજજ હોય એવી અપેક્ષા રાખવી તે કેટલું બેહુદુઅને અનીતિમય છે? દરેક માણસ સમજી શકે કે આ બહેનોનું માનસ ખોટું છે. તેમની અપેક્ષાઓ ખોટી છે. તેમની દીકરીઓનો ઉછેર ખોટો છે. આમ થવાનું કારણ શું હશે? મને તો સ્પષ્ટ દેખાય છે કે આ બહેનોએ સાડી પહેરવાનું છોડી દીધું છે, તેથી જ તેમના માનસમાં વિકૃત વિચારો ભરાઈ ગયા છે. આધુનિક્તાના ખોટા ખ્યાલોને કારણે પોતાની દીકરીઓને સારી સ્ત્રી બનાવવાને બદલે કૃત્રિમ પુરૂષો બનાવીને તેમનું જીવન પણ બગાડશે. એમની દીકરીઓ પણ સારી સ્ત્રી થવા નહીં ઈચ્છે, પણ અમેરિકા જઈને નોકરી કરીને પુરૂષના જેવું ભટક્ત જીવન જીવશે અને એમાં જ જીવનની સાર્થકતા સમજશે. સાડીના પહેરવાથી કેટલી વિકૃતિ આવે છે તેનો આનમૂનો છે. આ સત્ય ઘટના છે. - વેલજીભાઈ દેસાઈ સ્ત્રીઓ પુરુષોની વાનરનકલ કરવા થકી અથવા પુરુષો સાથે હરિફાઇમાં ઉતરવા થકી દુનિયામાં પોતાનો ફાળો આપી શકવાની નથી. ગાંધીજી સ્ત્રીઓ આજે અધઃપતનને માર્ગે જઈ રહી છે તે હું જાણું છું. પુરુષ સમોવડી થવાના ઉન્માદમાં સ્ત્રીઓ પોતાનું કર્તવ્ય ભૂલી છે. - ગાંધીજી 042 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60