Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

Previous | Next

Page 52
________________ (૧) સુખી થવાનાં રસ્તા જે ઘરમાં સ્ત્રી ગુલામ હોય, દુઃખી હોયઅપમાનિત હોય તે ઘરમાં કદી સુખના હોઈ શકે. મનુસ્મૃતિમાં કીધુ છે કે જયાં સ્ત્રીઓ પૂજાય છે ત્યાં દેવો વસે છે. તમારા ઘરને દૈવી બનાવવાનું તમારા જ હાથમાં છે. નાના બાળકોને ધરાર ખવરાવવાનો ત્રાસ અતિ જોખમી છે. તેનાથી બાળકનો સ્વભાવ બગડે છે અને મોટી ઉંમરે માબાપને ધિકકારે છે. બાળકોને ખૂબ રમવા દો. ધરાર ના ભણાવો. ઓછું ભણેલામાંથી જ કરોડપતિઓ થાય છે. ખૂબ ભણેલા નોકરી જ કરે છે. એટલે ભણવા ઉપર વધુ પડતો ભારનામૂકો. બીડી, પાન, ગુટખા, તમાકુચા જેવા વ્યસનોથી બચો અને તમારા સંતાનોને બચાવો. પાક્કો નિર્ણય થાય તો ગમે તેવું વ્યસન જતું રહે છે. વ્યસનો પાછળ થતું ખર્ચ દુધ, ઘી, કેળા, ફળો ખાવામાં ખર્ચો. દવાદારૂ કે ડોક્ટરથી બચાય એટલું બચો. ઘણી દવાઓનુકશાનકારક છે અને એક રોગ દબાવીને બીજો રોગ ઊભો કરે છે. કુદરતી ઉપચાર, મૂત્ર ચિકિત્સા, આયુર્વેદ વગેરેથી ના પતે તો છેલ્લે જ તબીબી ડોકટર પાસે જવું. કેન્સર થાય તો ડોકટર પાસે ન જ જવું. આજનું શિક્ષણ બીલકુલરેઢિયાળ થઈ ગયું છે. સ્કૂલ કોલેજોમાં ખરી કેળવણી મળતી જ નથી. તેથી તમારા છોકરા સ્વચ્છંદ અને વિલાસ તરફના વળી જાય તેની કાળજી રાખો. સીનેમા, કિકેટ જેવી ફાલતું બાબતમાંથી તેને બચાવી લ્યો અને ખેતી, ધંધા, વેપાર, ઘરકામ અને વ્યવહારૂ જ્ઞાનનું શિક્ષણ અપાય એટલું જાતે જ આપો. રામાયણ, મહાભારત, ગીતા તથા રોક જેવા મહાપુરૂષોના પુસ્તકો ઘરમાં વસાવો અને ઘરમાં તે વંચાય એવું કરો. એમાંથી જ આખા જગતનું દર્શન થશે અને દુનિયાનું કોઈપણ કામ પાર પાડવાના રસ્તા ખુલી જશે. એટલે પુસ્તકો કદી પણ મોંઘા પડશે નહીં. પ્રાર્થના અને ભજનો ઘરમાં નિયમિત ગવાવા જોઈએ. આપણે આ જગતમાં કાયમી નથી એટલું સતત યાદ રાખો. આપણા જેવા કરોડો આવે છે અને કરાડો વિદાય લ્ય છે. આપણે પણ કોક દિ જવાનું છે એટલુ સતત યાદ રહેતો સારૂ. દરેકના જીવનમાં સૌથી નિશ્ચિત બાબત મૃત્યુ છે. (૮). 050 For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60