Book Title: Sadi ma j Sanskruti Author(s): Velji Desai Publisher: Velji DesaiPage 42
________________ એક વાર સંસદભવનના રસોડામાં રસોયો ગેરહાજર હતો ત્યારે ઈન્દિરા ગાંધી વડા પ્રધાન હોવા છતાં રસોડામાં જઈને ચા બનાવી લાવ્યા અને સંસદ સભ્યોને પીરસવા લાગ્યા. બધા એકદમ ડઘાઈ ગયા. પરંતુ ઈન્દિરાજીએ કીધું કે હું પહેલાં સ્ત્રી છું અને પછી વડાપ્રધાન છું. આપણી બધી ભારતીય મેડમોઆટલું સમજે તો કેવું સારું? -વેલજીભાઈ દેસાઈ મારો દ્રઢ મત છે કે આપણી સંસ્કૃતિ પાસે જેટલા સમૃધ્ધ ભંડારો છે તેટલા બીજી કોઈ સંસ્કૃતિ પાસે નથી. આપણે આપણી સંસ્કૃતિને પિછાની નથી. ઉલટું આપણને તેના અભ્યાસ પ્રત્યે સૂગ કેળવવાનું અને તેની કિંમત ઓછી આંક્વાનું શીખવવામાં આવ્યું છે. આપણે આપણી સંસ્કૃતિ મુજબ આચરણ કરતા લગભગ અટકી ગયા છીએ. મારો ધર્મ મને મારી સંસ્કૃતિ પચાવીને તે મુજબ જીવન ગાળવાનો અનુરોધ કરે છે. આપણી સંસ્કૃતિ અનુસાર ન જીવીએ તો એક સમાજ તરીકે આપણે આપઘાત વહોરી લઈશું. સ્ત્રીઓ આજે અધઃપતનને માર્ગે જઈ રહી છે તે હું જાણું છું. પુરૂષ સમોવડી થવાના ઉન્માદમાં સ્ત્રીઓ પોતાનું ર્તવ્ય ભૂલી છે. - ગાંધીજી 040 For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60