Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

View full book text
Previous | Next

Page 41
________________ કરવી પડે છે. પતિ ગમે એટલું કમાતો હોય, તે બધું તેના એકલાનું છે. ઘરખર્ચમાં મેડમે કમાઈને ભાગ આપવો પડે છે. તેથી પૈસાની કમાણી એ તેની સૌથી મોટી ચિન્તા હોય છે. મજૂરી કરવી, નોકરી શોધવી, દૂર દૂર નોકરી કે મજૂરી કરવા જવું, નાના ધાવણા બાળકો ઘોડિયાઘરમાં મૂકીને પણ પૈસા કમાવા તો જવું જ પડે. આ એક જ ચિન્તા તેને મારી નાખે છે. એટલે ભારતીય સ્ત્રીઓ જેવું સુખ એકદીના ભોગવી શકે. ભારતીય સ્ત્રીનું અહીં મેં ઠીક ઠીક આદર્શ ચિત્ર રજુ ક્યું છે. ગરીબીમાં સબડતી સ્ત્રીઓ, પુરૂષોની પજવણીથી ભયાનક લાચારીમાં જીવતી અને અંતે આપઘાત કરતી સ્ત્રીઓની વાત નથી કરી. તેઓને યુરોપિયન અમેરિકન મેડમોનું કોઈ આકર્ષણ નથી. પરંતુ દુર્ભાગ્ય અને કરુણતા એ છે કે સુખી જીવન જીવતી સ્ત્રીઓને યુરોપિયન મેડમોનું આકર્ષણ છે. તેઓ આ મેડમોની નકલ કરવા મંડી છે. સાડી જેવો જાજરમાન પહેરવેશ છોડીને યુરોપીયન મેડમોના પોણિયા પેન્ટ શર્ટ અપનાવવામાં ધન્યતા માનવા મંડી છે. મહાન આધ્યાત્મિક સંસ્કારો ધરાવતી પોતાની ભાષાઓ છોડીને પોતાના બાળકોને અંગ્રેજીમાં ભણાવવા મંડી છે અને પોતાની દીકરીઓને કોઈપણ ભોગે યુરોપિયન મેડમ જેવી બનાવવા મથે છે. ભણાવીને તેને અમેરિકા મોકલવા ઈચ્છે છે. ત્યાં બિચારી અમેરિકન મેડમાં કારખાના અને સ્ટોરમાં ગુલામ તરીકે મજૂરી કરીને કેવી દુખી થાય છે તેની કલ્પના પણ ભારતીય સ્ત્રીને નથી. ઉલ્ટ પોતે દુખી છે અને યુરોપિયન અમેરિકન મેડમો સુખી છે એવી ઉલ્ટી જ માન્યતા તેના મનમાં ઘર કરી ગઈ છે. તેથી પોતાની દીકરીને તો ભણાવી ગણાવીને કોઈપણ હિસાબે અમેરિકા મોકલીને મેડમ બનાવવા એ ઝંખે છે. તેથી નાનપણથી જ તે પોતાની ભાષાનો તિરસ્કાર કરી તેને આવડે એટલા શબ્દો અંગ્રેજીમાં બોલતા શીખવે છે. અમેરિકાના જવાય તો ભારતમાં રહીને પણ કોઈ નોકરી શોધીને તેને મેડમ બનાવવા પાછળ આખો સમાજ ગાંડો થઈ ગયો છે. પ્રાથમિક શાળામાં શિક્ષિકા થાય તે પણ મેડમ બની જાય છે અને ભારતીય સંસ્કારોને ધીકકારતી થઈ જાય છે. કોઈપણ ઓફિસમાં કામ કરતી સ્ત્રીને તેની નણંદ કે દિયર મળવા આવે અને ભાભી કહીને બોલાવે તો તેને પસંદ પડતું નથી, કારણ કે તે મેડમ બની ગઈ છે. મેડમને નણંદ કે દિયર હોતા નથી. * સાવધાન આર્યનારીઓ, મેડમ થવામાં ભારે જોખમ છે. જોજો તમારું કિંમતી માતૃપદ ખોઈ ના બેસતા. જો ભારતીય પુરૂષો યુરોપના પુરૂષોની જેમ સ્ત્રીઓને કહેવા માંડે કે તારા ભાગનું તું કમાઈને લાવ અને ઘરખર્ચમાં ભાગ આપ તો આપણી માતૃ સંસ્કૃતિ તૂટી પડે અને સુખી ઘરની સ્ત્રીઓ હેરાન પરેશાન થઈ જાય. તો યુરોપિયન અમેરિકન મેડમોને રવાડે ચડવા જેવું નથી. તેમાં દુખ અને હેરાનગતિ સિવાય કંઈ નથી. તો ભારતીય સ્ત્રીઓ પોતાનું માતૃત્વ, પોતાનું સ્ત્રીત્વ જાળવી રાખે એ જ સ્ત્રીઓના હિતમાં છે. સ્ત્રી પોતાનું સ્ત્રીત્વ, માતૃત્વ અને સતિત્વ ખોઈ બેસે તો પુરુષને મન તે ભોગ ભોગવવાનું સાધન માત્ર છે. તેનાથી વિશેષતેની કાંઈ જ કિંમત રહેતી નથી. આ બાબત યુરોપ અમેરિકાએ સાબિત કરીને આપણી સમક્ષ ધરી છે, તે દરેક સ્ત્રીએ ખાસ યાદ રાખવાની જરૂર છે. 039 For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60