Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

View full book text
Previous | Next

Page 39
________________ આર્યનારીઓ, સાવધાન! મેડમ થવામાં ભારે જોખમ છે. ભારતીય સ્ત્રી અને યુરોપીયન મેડમ બન્ને માતા તરીકે સમાન છે. બન્ને પોતાના સંતાનો પ્રત્યે વાત્સલ્યભાવથી ખેંચાય છે અને તેમને ઉછેરવામાં શક્ય એટલો આપભોગ આપે છે. કુદરતની આ લાગણીઓમાં ક્યાંય ભેદ નથી. પરંતુ બીજી ઘણી બાબતોમાં ભારતીય સ્ત્રી યુરોપિયન મેડમથી એકદમ જુદી તરી આવે છે. ભારતીય સ્ત્રીના કૌટુંબિક સંબંધો દૂરદૂર સુધી વિસ્તરેલા હોય છે. તે કોઈની માસી તો કોઈની મામી થતી હોય છે, કોઈની ભાભી તો કોઈની કાકી કે ફઈ થતી હોય છે. તેને સાસુ હોય કે તે કોઈની સાસુ હોય, તેને સસરા હોય, નણંદ હોય, દિયર, જેઠ હોય, ભાણેજ, ભત્રીજા હોય, કાકીજી, મામીજી કે ફઈજી હોય. આ બધા સંબંધો લાંબે સુધી, ઘણા ગામો અને શહેરો સુધી ફેલાયેલા હોય છે. આ બધા સંબંધોને તે મીઠાશથી, વિનયથી, ત્યાગથી, માનસન્માનથી સાચવતી હોય છે. એમાં જરાપણ ખામી ના આવે, વિક્ષેપ ના પડે તેની કાળજી રાખવાની તે પોતાની ફરજ સમજતી હોય છે. અને જો ખામી આવે તો પોતાની ટીકા થશે, પોતાની આબરૂ ઓછી થશે એવો તેને ડર રહેતો હોય છે. તે પોતાની ફરજ પ્રત્યે એટલી બધી સભાન અને સજાગ હોય છે. આવી રીતે રહીને તે સમગ્ર કુટુંબ જીવનને મધુરતાથી ભરી દે છે. યુરોપિયન મેડમને આવા કોઈ સંબંધો હોતા જ નથી. તે કોઈની માસી કે કોઈની મામી હોતી નથી. તે કોઈની પણ ભાભી કે નણંદ હોતી નથી. તે એટલી હદ સુધી કે મામા, મામી, માસી, ભાભી, નણંદ, ફઈ, કૂવા જેવા શબ્દો જ તેની ભાષામાં હોતા નથી. એટલે આવા કોઈ સંબંધ તલભાર પણ રાખવાનો સવાલ જ રહેતો નથી. એ જેને પરણે છે તેના કુટુંબ સાથે તેને કોઈ જ લેવાદેવા હોતી નથી. પોતાના વરની બહેન સાથે તેને કોઈ લેવાદેવા હોતી નથી. તે તેની સાસુ સાથે એક દિવસ પણ રહેતી નથી. એની સાસુ તેને જમવાનું આમંત્રણ આપે તો મહેમાન તરીકે જમી આવે, પણ રસોડામાં તલભાર પણ સાસુને મદદ ના કરે. એવા આત્મીય સંબંધની તેને કલ્પના જ ના આવે. ભારતીય સ્ત્રી પીયર જાય ત્યારે પોતાના બાળકોને મામા, મામી પ્રેમથી વળગી પડે, પિયરના બાળકો ફઈ, કૂઈ કરતા ચોંટી પડે તે દશ્ય યુરોપિયન અમેરિકન મેડમની કલ્પના બહારનું છે. તેને આવા કોઈ સંબંધો હોતા જ નથી. ભારતીય સ્ત્રી પોતાના પતિ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે. પોતાના પતિના સુખ માટે તે ઉભી સૂકાય છે. પોતાને ભલે તકલીફ પડે, તેના પતિને કોઈ તકલીફ ના થવી જોઈએ એવી તેની - લાગણી હોય છે. પોતાનો જીવ રેડીને સ્વાદિષ્ટ રસોઈ કરીને પોતાના પતિને જમાડવો એ તેનો મોટામાં મોટો સંતોષ હોય છે. પોતાના પતિને શું ભાવે, શું ના ભાવે તે પહેલી વાર સાંભળે કે તરત જ તેના હૃદયમાં કોતરાય જાય છે. પછી તેને ભાવે એવી જ વાનગીઓ બનાવવાનો તેનો - 037 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60