Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

View full book text
Previous | Next

Page 37
________________ ખેડૂતોના એક એકર ખેતર નીચે ૭૦ કરોડના કોલસા છે. આવું અનેક જગ્યાએ છે. સૂરજનો તડકો સાથી વધારે ભારતમાં છે. પવન શક્તિ સૈાથી સારી ભારતમાં છે. ફળફળાદિ, શાકભાજી અહીં પુષ્ફળ પાકે છે. તો કોઈ વાતની કમી નથી. છતાં ૧૦ કરોડ ઘર (અર્ધ ભારત)માં વીજળીનું કનેકશન જ નથી. અર્ધું હિન્દુસ્તાન ભૂખે મરે છે. પહેરવાના કપડાં દૂરની વાત છે. ગરીબી, ગુલામી અને પાયમાલીથી હિન્દુસ્તાન ત્રસ્ત છે, ગરકાવ છે. તો મુશ્કેલી ક્યાં છે ? મુશ્કેલી એ છે કે આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણી વ્યવસ્થાઓ નથી. અંગ્રેજી ભાષામાં રાજ ચાલે, અંગ્રેજીમાં જ બધું ભણાવાય, અંગ્રેજો ઈચ્છે એવું ભણાવાય છે. મોટી કંપનીઓના ગુલામો પેદા કરવા તથા આખા હિન્દુસ્તાનની લૂંટ કરવાના શાસ્ત્રો ભણાવાય છે. એ શાસ્ત્રો ભણવામાં આપણે શાબાશી માનીએ છીએ. લૂંટારાઓ આપણને નોકર રાખે તેમાં આપણે ગર્વ અનુભવીએ છીએ. આખી રાજ્યવ્યવસ્થા પરદેશી લાભમાં ચાલે છે, આપણને લૂંટવા માટે ચાલે છે. તો જરૂર છે આપણી સંસ્કૃતિ પ્રમાણે રાજ્ય વ્યવસ્થા ગોઠવવાની, આપણી સંસ્કૃતિ પ્રમાણે નાના ગ્રામીણ ઉદ્યોગો ગોઠવવાની, આપણી સંસ્કૃતિ પ્રમાણે ન્યાય વ્યવસ્થા ગોઠવવાની, આપણી સંસ્કૃતિ પ્રમાણે કેળવણી ગોઠવવાની, આપણી સંસ્કૃતિ પ્રમાણે આરોગ્યની વ્યવસ્થા ગોઠવવાની. આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણી ભાષાઓ મારફત જ બધી વ્યવસ્થા ગાંધીજીની ઇચ્છા મુજબ વિકેન્દ્રીત ધોરણે ગોઠવાય તો દસ વીસ વરસમાં હિન્દુસ્તાન દુનિયાનો સૈાથી સમૃધ્ધ દેશ બની જાય. સંસ્કૃતિ છોડીને પારકી ભાષામાં પારકા વિચારો ભણાવીને પારકાના હિતો સધાશે અને હિન્દુસ્તાન કાયમને માટે ગુલામ અને ગરીબ રહેશે. અત્યારે એ જ થઈ રહ્યું છે. તો સંસ્કૃતિનું જતન સૌથી અગત્યની બાબત છે. આપણી ભાષા ગઈ તો આપણે કાયમનાં ગુલામ બનવાના જ. તો ચેતો, મારા ભાઈઓ બહેનો ચેતો, આપણે એક મહાભયંકર કાવતરાનો ભોગ બન્યા છીએ. આપણી ગુલામી અને ગરીબી ને કાયમ કરવાનું આ ષડયંત્ર છે. આપણી સમૃધ્ધિ પરદેશ તણાય જાય છે. આપણે તેને વિકાસ ગણીએ છીએ. આપણને ખોટું સમજાવવામાં આવે છે અને ખોટું જ ભણાવવામાં આવે છે. આજની સ્કૂલ કોલેજોનો બહિષ્કાર કરવાની જરૂર છે. આજની રાજ્યવ્યવસ્થાનો બહિષ્કાર કરવાની જરૂર છે. આજની ન્યાય વ્યવસ્થાનો બહિષ્કાર કરવાની જરૂર છે. આજના જંગી કારખાના મારફતે બધુ જ ઉત્પાદન કરીને થોડાંક જ અબજપતિઓ તેનો લાભ ઉઠાવે અને કરોડો માણસોને ભૂખે મારે તેવી ઉત્પાદન વ્યવસ્થાનો અને તેમની ચીજવસ્તુનો બહિષ્કાર કરવાની જરૂર છે. ટી.વી. અને સિનેમાનો બહિષ્કાર કરવાની જરૂર છે. સરકારી નોકરીઓ, મોટી કંપનીની નોકરીઓનો બહિષ્કાર કરવાની જરૂર છે. તે ચોખ્ખી પાપની કમાણી છે. આજના રાજકરણનો અને રાજ્યવ્યવસ્થાનો બહિષ્કાર કરવાની જરૂર છે. આખી રાજ્યવ્યવસ્થા આમપ્રજા ને બેફામપણે લૂંટીને બધી સમૃધ્ધિ અબજપતિઓને અને વિદેશીઓને ચરણે ધરવાનું પાપકાર્ય રાત દિવસ કર્યે જાય છે. તેનો બહિષ્કાર કરવાની સૈાથી 035 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60