Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

View full book text
Previous | Next

Page 35
________________ પરંતુ આપણને ખરેખર ગાંડપણ ઉપડયું છે અને લાખો કરોડો માણસો આપણી સાંસ્કૃતિક સમૃધ્ધિને હડધૂત કરીને યુરોપ અમેરિકાની સાંસ્કૃતિક કંગાલિયત અને સાંસ્કૃતિક ભૂખમરાનું અનુકરણ કરવામાં ગૌરવ અનુભવવા મંડયા છે. આપણાં પહેરવેશો અત્યંત રમણીય અને ભવ્ય છે. તેમાં સૈથી ટોચે સાડી છે. સાડીની ભવ્યતા, સુંદરતા અને કળાનું વર્ણન ગમે એટલો મહાન સાહિત્યકાર પણ કરી શકે એમ નથી. દુનિયાની તમામ સુંદરતા ભેગી કરો તો પણ સાડી પહેરેલી સ્ત્રીમાં જે સુંદરતા દેખાય તેટલી ના થાય. દુનિયાની તમામ કળાનો સરવાળો કરો તો પણ સાડીમાં જે કળા છે એને ના પહોંચે. યુરોપ, અમેરીકાની સ્ત્રીઓ સાડી પહેરી જ ના શકે. પહેરે તો એક સાથે પચાસ વીંછી કરડતા હોય એવી અકળામણ અનુભવે અને તરત જ કાઢી નાખે. તેની સામે હિન્દુસ્તાનની સ્ત્રીઓએ સદીઓથી સાડીના જાજરમાન પોષાકની ભવ્યકળા આત્મસાત કરી છે. છતાં પણ લાખો ઘરોમાંથી લોકો ધડાધડ સોનાની ઈંટો ફેંકી દે એવી રીતે આ અતિ સુંદર, અતિ ભવ્ય અને અતિ દિવ્ય પહેરવેશનો સ્ત્રીઓએ ત્યાગ ર્યો છે અને યુરોપના અવિચારી અને વિકૃત પહેરવેશો અપનાવવામાં ગર્વ અનુભવે છે હાય રે, હિન્દુસ્તાનનો વિનિપાત! સાડી વગરનું હિન્દુસ્તાન આત્મા વગરના શરીર જેવું કરેલું થઈ જશે એમાં મને શંકા નથી. સાડી તો ભારતીય સંસ્કૃતિનું રક્ષાક્વચ છે. એગઈ તો સંસ્કૃતિ કદી બચવાની નથી. આપણાં કટુંબિક સંબંધો કેટલા મીઠાં, મધુર છે. કાકા, કાકી, મામા, મામી, માસી, માસા, ફઈ ફુઆ, ભાઈ, ભાભી, નણંદ, ભોજાઈ વગેરેમાં કેટલી મીઠાશ છે, કેટલી મધુરતા છે, કેટલો પ્રેમ છે. પણ આ બધાને ટપી જાય એવો શબ્દ છે “તમારાં ભાઈ”. તમે કોઈ અજાણ્યા : માણસને ફોન કરો તો જવાબ મળે તમારા ભાઈ ઘરે નથી. આવો ભવ્ય અને આત્મીય જવાબ દુનીયાના કોઈ દેશમાં તમને ન મળે. સ્ત્રીને મન જે સર્વસ્વ છે તે પોતાના પતિને પણ એક અજાણ્યા માણસને તેના ભાઈ રૂપે ઉચ્ચારે છે, નહીં કે પોતાના પતિ તરીકે. આખા જગતને પોતાનું કુટુંબ ગણવાની આ ભવ્ય કલ્પના ફક્ત ભારતીય સંસ્કૃતિમાં જ છે. હાયરે હિન્દુસ્તાન, સંસ્કાર સમૃધ્ધિથી છલકાતા આ મીઠાં મધુર સંબંધોને ફટાફટ ફેંકી દીધા અને ચીંથરેહાલ જેવા, મામી, ફઈને એક લાકડીએ હાંક્તા આન્ટી, અંકલ અને મારા હસબન્ડ, મારી વાઈફ શબ્દો આપણે સ્વીકારી લીધા અને એમ બોલવામાં આજની યુવા પેઢી ગર્વ અનુભવે. સોનાના - બિસ્કીટો રસ્તા ઉપર ફેંકી દેવા જેવું જ આ છે. " પરંતુ પરાકાષ્ઠા તો આવી આખે આખી ભાષા જ ફેંકી દેવામાં. અંગ્રેજી માધ્યમનું ગાંડપણ લાખો, કરોડો માણસોને વળગ્યું. તેઓ તો જે મહેલોમાં સદીઓથી વસે છે તે મહેલોને જ તોડવા મંડયા છે. એ મહેલો તોડીને રસ્તે રખડતા ભીખારી થવામાં ગૌરવ અનુભવે છે. અંગ્રેજી માધ્યમમાં ભણાવીને પોતાના દીકરાને અમેરિકન મજૂર બનાવવાને જ જીવનની ઈતિશ્રી સમજે છે. સ્વભાષાનો અનાદર રાષ્ટ્રીય આપઘાત છે એ ગાંધીજીની વાત નથી સાંભળવી. દુનિયાના તમામ ભાષાશાસ્ત્રી માતૃભાષાની જ હિમાયત કરે છે તે વાત નથી સાંભળવી. દુનિયા 033 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60