Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

Previous | Next

Page 34
________________ સંસ્કૃતિ છોડશો તો કાયમી ગુલામ બનશો તમે કોઈ એવો સમાજ જોયો છે જે સદીઓથી ખૂબ જ સમૃધ્ધ હોય અને અચાનક તે સમાજના લાખો, કરોડો માણસોને ગાંડપણ ઉપડી જાય અને તે બધા, ગરીબી અને ભૂખમરામાં સબડતા અન્ય કોઈ સમાજને પોતાનો આદર્શ માનવા માંડે અને તેઓની નકલ કરવા માંડે અને પોતાના સમૃધ્ધ સમાજથી હિણપત અનુભવવા માટે અને તેથી તાત્કાલિક પોતાના સમૃધ્ધ ઘરોમાંથી સદીઓથી સંઘરેલી સમૃધ્ધિ ધડાધડ રસ્તા ઉપર ક્વા માંડે, સોનાની ઈટો રસ્તા ઉપર ફેંકી દે, સોનાના બિસ્કીટ રસ્તા ઉપર ફેંકી દે, સોનાના ઘરેણા, ઝવેરાત, ધન, રાચરચીલું, કપડાં, લતા, શણગાર, વાસણો સહિત બધુ જ ધડાધડ રસ્તા ઉપર ફેંકી દે અને જે મહેલોમાં સદીઓથી તેઓ રહે છે તે મહેલોને જ તોડવા મંડે અને ભૂખે મરતાં અને ગરીબીમાં સબડતા સમાજને જે સૌથી ઉચ્ચ સમાજ માનવાનું ગાંડપણ ઘર કરી ગયું હોવાથી તેનાથી જરાપણ પાછળ રહી જવામાં પોતે પછાત ગણાશે એવી હીન ભાવનાથી સતત પીડાતા રહે અને તેથી પોતાના ઘરમાં સમૃધ્ધિની કોઈ ચીજ બચી ના જાય તેની કાળજી રાખતા થઈ જાય? તમે આવો કોઈ ગાંડો સમાજ જોયો છે? તમે આવા કોઈ ગાંડા સમાજની કલ્પના કરી શકો છો? હા, લાખો કરોડો માણસોને એક્સાથે ગાંડપણ ઉપડી જાય અને પોતાની સમૃધ્ધિ રસ્તો ઉપર ફેંક્વાડે એવો સમાજ અત્યારે ક્યાત છે. તે સમાજ એટલે આજનો સુધરેલો, શહેરી અને ઉજળિયાત સમાજ. હું સાંસ્કૃતિક સમૃધ્ધિની વાત કરું છું. સાંસ્કૃતિક દષ્ટિએ આપણે સદીઓથી સમૃધ્ધિની ટોચ ઉપર છીએ. આપણી પરંપરાઓ, આપણાં રીતરિવાજો, આપણી કુટુંબ વ્યવસ્થા, આપણા કૌટુંબિક સંબંધો, આપણાં પહેરવેશ, આપણી સમાજ વ્યવસ્થા, આપણાં તહેવારો, આપણી માનવતા, આપણી અર્થવ્યવસ્થા, આપણું સાહિત્ય, આપણી ભાષાઓ, આપણું અધ્યાત્મ, આપણાં સ્ત્રી પુરૂષ સંબંધો વગેરેમાં નાની મોટી ખામીઓ હોવા છતાં બધુ જ ભવ્ય છે, અતિ ભવ્ય છે, દિવ્ય છે, અતિ દિવ્ય છે અને અતિ સમૃધ્ધ છે. એટલે ખરેખર જ આપણે સાંસ્કૃતિક સમૃધ્ધિની ટોચ ઉપર બેઠાં છીએ. આની સામે ઉપર ગણાવેલ લગભગ બધી જ બાબતોમાં યુરોપ, અમેરિકા, સાંસ્કૃતિક ગરીબી અને સાંસ્કૃતિક ભૂખમરામાં સબડે છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. તેમની કૌટુંબિક વ્યવસ્થાઓ ભાંગી પડી છે. કૌટુંબિક સંબંધો અતિ સંકુચિત છે. ઉચ્ચ પરંપરાઓ અને રીત રિવાજો જેવું કાંઈ છે જ નહીં. ત્યાં પાડોશીઓ સાથે પણ સારા સંબંધો હોતા નથી. એટલે સમાજ વ્યવસ્થા જ નથી. આપણાં જેવી માનવતા ત્યાં નથી એ સૌ સ્વીકારે છે. ત્યાં અધ્યાત્મનો જ અભાવ છે. તેમની અર્થવ્યવસ્થા જગતના શોષણ ઉપર અને પેટ્રોલિયમ ઉપર રચાયેલી છે અને અતિ ટૂંકજીવી છે. તેનો અંત ટૂંક સમયમાં બધાને દેખાય છે. સ્ત્રી પુરુષ સંબંધો અત્યંત વિકૃત અને ચારિત્ર્યહીન છે. સાહિત્ય અને ભાષાઓમાં તો આપણે સદીઓથી તેમનાંથી આગળ છીએ. 032 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60