Book Title: Sadi ma j Sanskruti Author(s): Velji Desai Publisher: Velji DesaiPage 33
________________ પોતાનું જીવન ખોટી દિશામાં વેડફી નાખશે. સ્ત્રીઓ માટેનું ખાસ શિક્ષણ લઈને તે પોતાનું સ્ત્રીત્વ વિકસાવીને પુરુષને સાચી દિશા બતાવીને તેને અંકુશમાં રાખશે અને આવી લાખો સ્ત્રીઓ હશે તો રાજકારણ અને જાહેરજીવનમાં પણ સ્ત્રીઓનો હાથ ઉપર રહેશે અને પુરુષોએ ખોટા ઉધામાં કરવામાં સ્ત્રીઓથી ડરીને ચાલવું પડશે. આવી સ્થિતિ લાવવી, તેના માટે પુરુષાર્થ કરવો એ આજની વિદુષી બહેનોનો સ્વધર્મ છે. વેલજીભાઈ દેસાઈ સ્ત્રીઓને નોકરી શોધવાની કે વેપાર કરવાની ઉપાધિ વિષે હું માનતો નથી.. - ગાંધીજી મને તો લાગે છે કે સ્ત્રીને ઘર અને કુટુંબ પરિવાર વચ્ચેથી ઊઠીને બહાર આવવા અને એ ઘરબારની રક્ષાને સારું ખાંધે બંદુક ઉપાડવા હાકલ કરવી અગર લલચાવવી એમાં સ્ત્રી તેમજ પુરુષ બેઉનું પતન રહેલું છે. એમાં પાછા વળીને જંગલીપણાના જમાનામાં પગલા ભરવાપણું અને વિનાશની શરૂઆત રહેલા છે. પુરુષ જે ઘોડે ચડ્યો છે તે ઘોડે ચડવા જતા સ્ત્રી પુરુષને અને પોતાને બેઉને નીચે પછાડશે. આમ થશે તો તેનું પાપ પુરુષને માથે રહેશે, કારણ કે પોતાની સાથીને તેનું સારુ કુદરતે કરી મૂકેલા ખાસ સ્વાભાવિક વ્યવસાયથી ચળાવીને પુરુષને ચાળે ચડાવ્યા સારું તે જવાબદાર લેખાશે. ઘરને સુવ્યવસ્થિત રાખવું, ચલાવવું એમાં એટલી જ ધીરતા રહેલી છે જેટલી એ ઘરબારને બહારના હુમલાથી રક્ષા કરવામાં રહેલી છે. - ગાંધીજી Jain Education International - 031 For Personal Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60