________________
નોકરીઓમાં સ્ત્રીઓ અને સાડી પુરુષ કરતા સ્ત્રીમાં વધારે શક્તિ રહેલી છે તે આજના શિક્ષણમાં સ્પષ્ટ જોઈ શકાય છે. છોકરા જેટલી જ તક છોકરીઓને મળે તો છોકરીઓ ભણવામાં આગળ નીકળી જાય છે તે આપણે શાળા, કોલેજોના પરિણામો ઉપરથી જોઈ શકીએ છીએ. ભણવામાં હોશિયાર યુવતીઓ સરકારી નોકરીઓમાં ઉચ્ચ હોદાઓ ઉપર પણ પહોંચવા લાગી છે. ભારતના લશ્કરમાં પણ એજીનિયર થયેલી યુવતીઓ હિંમતપૂર્વક જોડાવા લાગી છે. પ્રાઈવેટ કંપનીઓમાં, શિક્ષણકાર્યમાં સ્ત્રીઓનું પ્રમાણ વધવા મંડ્યુ છે.
આ બધુ કેટલે અંશે યોગ્ય છે તે વિચારવા જેવું છે. સરકારની આખી અમલદારશાહી પ્રજાને ગુલામ બનાવવા, ગુલામીમાં જકડી રાખવા અને તેનું શોષણ કરવા માટે રચવામાં આવેલી છે. તેથી સરકારી હોદા સાથે અમાનુષી સત્તા સંકળાયેલી છે, જે સત્તા માણસે નિષ્ફરતાથી પ્રજાને હેરાન કરવા માટે જ વાપરવાની છે. આવા હોદા ઉપર બેસનારા પ્રજાની કોઇ જ સેવા કરતા નથી, પણ પ્રજાનું શોષણ કરીને પાપ કરે છે. જેમ કે જિલ્લા કલેકટર કે મ્યુનિસીપલ કમીશનર. આવા હોદા પર સ્ત્રીઓ આવે, નકલી પુરુષ જેવી બનીને નિષ્ફરતાથી સત્તા ચલાવે, પુરુષ જેવા કપડા પહેરીને, મેડમ બનીને સત્તા દ્વારા રોફ જમાવે તેમાં સ્ત્રીએ શું મેળવ્યું? શું સિદ્ધ કર્યું? એટલું જ કે સ્ત્રી પણ પુરુષ જેટલી જ બગડી શકે છે. - જો સ્ત્રી સેવા માટે આવા હોદાઓ ઉપર જાય તો તેનું વર્તન પુરુષ કરતા તદ્દન ઉલ્લુ જ હોવું જોઈએ. તે પોતાની સત્તાનું ગુમાન જરાપણ ના રાખે. જે કોઇ અરજદારો તેની પાસે આવે 'તે સૌને સગા ભાઈ જેવા ગણે. તેમનું કામ તેની સગી બહેન તરીકે પ્રેમથી અને તત્પરતાથી કરી આપે. ખૂબજ સહાનભીતિથી અને વાત્સલ્યથી તેની સાથે વાત કરે અને માતૃત્વની શીતળતાનો અનુભવ દરેક અરજદારને કરાવે. તેણે પુરુષની નકલ કરવાપણુ હોય જ નહીં ઉલ્થ પુરુષ કરતા જુદી જ રીતે વર્તે. તેથી તેણે સાડી છોડી દઈને પુરુષની નકલ કરવાનું ના હોય. ઉલ્ટ વાણી, વર્તન અને કાર્યમાં પુરુષથી તદ્ન જુદા પડવું છે એવી સંભાવના સાથે તે વર્તે. તેથી પોષકમાં પણ સ્ત્રીત્વને પોષનારો સાડીનો પહેરવેશ તે કદીના છોડે. તે પોતાને બહેન કહેવરાવે અને મેડમ શબ્દ પ્રત્યે સૂગ ધરાવે તે બરાબર સમજે કે પુરુષ સમાજે જે સમાજ વ્યવસ્થાને ચૂંથી નાખી છે તેને ફરીથી સુવ્યવસ્થિત અને સુસંવાદી બનાવવાનું યુગ કાર્ય કરી રહી છે. આવુ કરે તો સ્ત્રીએ હોદો શોભાવ્યો ગણાય. તો લોકો તેના પગમાં પડે અને સામેથી માગણી કરે કે બધા જ ઉચ્ચ હોદાઓ ઉપર બહેનોની જ નિમણુંક કરો. આજે તો સ્ત્રીઓ મેડમ બનીને મોટા હોદા ઉપર મહાલે છે અને પ્રજા ઉપર જુલમ કરવામાં પુરુષની સાથે શામેલ થાય છે અને આમ પ્રજાના શ્રાપ અને તિરસ્કારને પાત્ર બને છે. યાદ રાખો કે સરકારી નોકરીએ ગંદી ચીજ છે એમ ગાંધીજીએ કીધુ છે.
બાળકોના શિક્ષણમાં તો બહેનો જ શોભે. બાળકોને તો મા જોઈએ. મા તો બહેનો જ બની શકે. તેથી પ્રાથમિક શિક્ષણ ફક્ત બહેનો મારફત જ અપાવું જોઇએ એવો ગાંધીજીનો
029
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org