Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

Previous | Next

Page 30
________________ પોતાની નારાજગી જ બતાવે કે તરત જ પુરુષે માફી માગવી પડે. કારણ કે તે આખા માતૃસમાજનું અપમાન ગણાય જાય. સાડી પહેરેલી સ્ત્રી સાથે કોઈ પણ પુરુષે પૂરા વિનયથી જ વાત કરવી પડે. સાડી ના પહેરી હોય તો કોઇ પણ પુરુષ પોતાનાથી નાની ઉમરની સ્ત્રી સાથે વાતચીતમાં, નાની નાની બાબતોમાં છૂટ લેવા મંડી જાય છે. જો સ્ત્રી સાવધાન ના હોય તો તે ખરાબ પરિણામ તરફ દોરી જાય છે. જે સ્ત્રીએ દેશ સેવાને ખાતર જ જાહેરજીવનમાં જવું પડે છે તેણે સાદાઈ સ્વીકારવી જ પડે છે. મોજશોખ, ઠાઠમાઠ વગેરેને દેશ સેવા સાથે મેળ ખાય જ નહીં. તેથી દેશસેવાનું કાર્ય કરતી સ્ત્રીઓએ સાદઈ, ત્યાગ, પવિત્રતા, નમ્રતા, નિખાલસતા જેવા સદ્ગુણો કેળવવા જ પડે. આને માટે સાડીનો પહેરવેશ જ આદર્શ છે. પુરુષ રાજકારણમાં પાખંડી હોઇ શકે છે અને પોતાના પાખંડ છૂપાવીને વરસો સુધી કામ કરી શકે છે. પરંતુ સ્ત્રી પાખંડી બનીને જાહેરજીવનમાં લાંબુના ખેંચી શકે. તે તરત જ ખુલ્લી પડી જાય. એટલે કોઈપણ દષ્ટિકોણથી જોવામાં આવે તો પણ સ્ત્રીઓના જાહેરજીવન માટે સાડી જ આશીર્વાદરૂપ છે. સાડીમાં તેનું વ્યક્તિત્વ સોળે કળાએ ખીલી શકે છે. - વેલજીભાઈ દેસાઈ સ્ત્રી એટલે ત્યાગ અને તપશ્ચર્યાની સાક્ષાત્ મૂર્તિ. બહેનોનું કર્તવ્ય આપણું વાતાવરણ શુદ્ધ રાખવાનું, આપણી સભ્યતા અને સંસ્કૃતિના સવોત્તમ તત્વને પોષવાનું અને તેમાંના દુષણોને દૂર કરવાનું છે. બીજા દેશો કરતાય આર્યનારીમાં જે સંસ્કાર છે તે જુદા જ છે. - ગાંધીજી 028 For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60