Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

Previous | Next

Page 40
________________ સતત પ્રયત્ન રહે છે. તેનો પતિ ગુસ્સો કરે, તરછોડે, અપમાનિત કરે તો પણ પતિ પ્રત્યેના સમર્પણમાં તેનામાં જરાપણ ફેર પડતો નથી. આટલી બધી લાગણી સ્ત્રીમાં ક્યાંથી આવે છે તે હું સમજી શક્તો નથી. પતિ પ્રત્યે જે લાગણી કે સમર્પણભાવ છે તે ઘણે અંશે આખા કુટુંબ પ્રત્યે. પણ હોય છે. વળી પોતાની આ લાગણીનો તે જરાપણ બદલો ઈચ્છતી નથી. જો પતિ રસોડામાં તેને મદદ કરવા જાય તો તરત જ તે કહેશે કે તમારે આવું કામ કરવાનું હોય? તે પોતે ગળાડૂબ કામમાં હોય, પતિનવરો આરામ કરતો હોય તો પણ તેને ઘરકામ ના કરવા દે. યુરોપિયન અમેરિકન મેડમોમાં આ ગુણ જોવા ના મળે. તે રસોડામાં સોઈ જરૂર કરે, પરંતુ તેનો બદલો જરૂર માગે. રસોઈ પછીના અને જમ્યા પછીના વાસણો પોતે સાફ ના કરે. તે પોતાના પતિ પાસે જ કરાવે. જમ્યા પછી મેડમ સૂતી સૂતી છાપું વાંચતી હોય કે ટીવી જોતી હોય અને તેનો પતિ રસોડામાં સાફ સફાઈનું કામ કરતો હોય તે દશ્ય યુરોપ અમેરિકામાં સામાન્ય છે. ઘરકામમાં પતિ-પત્ની વચ્ચે ભાગ પાડવાના આંતરરાષ્ટ્રીય કરારો છે. તેમાં જરાપણ ત્યાગ ભાવના, સમર્પણભાવ હોતા નથી. તબિયત સારી ના હોય તો પણ કરાર પ્રમાણે સૌસૌનું કામ સૌએ કરવાનું જ. ભારતીય સ્ત્રીનું સૌથી મોટું સુખ એ છે કે તેને પૈસા કમાવાની લેશમાત્ર ચિંતા નથી. પતિ જે કાંઈ કમાય છે તે બધું પોતાનું જ છે એમ તે સલામતપણે માની લે છે. ભારતીય પતિની કદીપણ એવી અપેક્ષા હોતી નથી કે પોતે જે કમાય છે તે ફક્ત પોતાનું છે અને પત્નીએ જુદી કમાણી કરીને ઘરખર્ચમાં ભાગ આપવો. તે સ્પષ્ટપણે સમજે છે કે પત્નીએ પૈસા કમાવાની જરાપણ ચિન્તા કરવાની હોય જ નહીં. પોતે જે કમાય છે તેમાંથી પત્નીએ ઘર ચલાવવાનું હોય છે. દરેક પુરુષ સમજે છે કે પૈસા કમાઈ લાવવા તે ફક્ત પુરુષની ફરજ છે. તેથી પત્નીને કમાઈ લાવવાનું કહેવાય જ નહીં. એટલું તો દરેક ભારતીય પતિ સ્વીકારે છે. પત્ની સામે ગમે એટલો વાંધો પડે તો પણ તું તારા ભાગના પૈસા કમાઈને લાવ એવું તે પત્નીને કદી નહીં કહે. પૈસા કમાવા માટે લાચારીથી બહાર ભટકવું પડે તે સ્થિતિ ભારતીય સ્ત્રી માટે સૌથી અપમાનજનક સ્થિતિ છે અને પત્નીને એવી અપમાનજનક સ્થિતિમાં મૂક્વાની હિંમત નિર્દય પતિ પણ નહીં કરે. એનો અર્થ એ થયો કે દરેક પુરુષ સ્ત્રીને માતૃપદે સ્વીકારે છે. એની પાસે બહાર જઈને કમાઈ લાવવાની આપેક્ષા રખાય જ નહીં. આ રીતે ભારતીય સ્ત્રી બહુ જ ઉંચા સ્થાને છે. ભારતીય સ્ત્રીનું આ સૌથી મોટું સુખ છે. તો ભારતીય સ્ત્રી માટે જે સૌથી અપમાનજનક સ્થિતિ છે, જે સ્થિતિમાં તેને કદી પણ મુકાવું પડતું નથી. તે અપમાનજનક સ્થિતિમાં યુરોપ અમેરિકાની મેડમો કાયમને માટે લાચારીપૂર્વક જીવે છે. તો કોણ સુખી છે? ભારતીય સ્ત્રી કે યુરોપિયન અમેરિકન મેડમો? આ બાબતમાં યુરોપિયન અમેરિકન મેડમો દુખી દુખી છે. તેમની સૌથી મોટી ચિન્તા પૈસા કમાવવાની હોય છે. કોઈપણ સંજોગોમાં ગમે તેમ કરીને આ મેડમોએ પૈસા કમાઈ લાવવા પડે છે. તેથી તેઓએ કારખાનામાં મજુરી કરવા જવું પડે છે. મજૂરીકે નોકરી શોધવા રખડપટી 038 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60