Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

View full book text
Previous | Next

Page 38
________________ તાતી જરૂરિયાત છે. આ બધું કરવા માટે દેશપ્રેમી, સંયમી, ત્યાગી, પરિશ્રમી, નિસ્વાર્થી, તેજસ્વી એવા લાખો યુવાનોની જરૂર છે. તે આપણી સંસ્કૃતિમાંથી જ મળી શકે. એટલે સંસ્કૃતિના એકે એક અંગને સાચવવાની, જીવની જેમ જતન કરવાની જરૂર છે. ' - વેલજીભાઈ દેસાઈ મારો દ્રઢ મત છે કે આપણી સંસ્કૃતિ પાસે જેટલા સમૃધ્ધ ભંડારો છે તેટલા બીજી કોઈ સંસ્કૃતિ પાસે નથી. આપણે આપણી સંસ્કૃતિને પિછાની નથી. ઉલટું આપણને તેના અભ્યાસ પ્રત્યે સૂગ કેળવવાનું અને તેની કિંમત ઓછી આંક્વાનું શીખવવામાં આવ્યું છે. આપણે આપણી સંસ્કૃતિ મુજબ આચરણ કરતા લગભગ અટકી ગયા છીએ. મારો ધર્મ મને મારી સંસ્કૃતિ પચાવીને તે મુજબ જીવન ગાળવાનો અનુરોધ કરે છે. આપણી સંસ્કૃતિ અનુસાર ન જીવીએ તો એક સમાજ તરીકે આપણે આપઘાત વહોરી લઈશું. - ગાંધીજી 036 For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60