Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

View full book text
Previous | Next

Page 36
________________ આખીમાં માતૃભાષા જ ભણાવાય છે તે સત્ય નથી સ્વીકારવું. અંગ્રેજી માધ્યમમાં ભણેલા સ્વતંત્ર ધંધા ઉદ્યોગો સ્થાપવામાં, ચલાવવામાં નિષ્ફળ જાય છે તે સત્ય સામે આંખો મીચી જવી છે. જગતની પ્રજાઓને આર્થિક ગુલામીમાં જકડી રાખતી બહુરાષ્ટ્રીય કંપનીઓ, જે ખરા અર્થમાં ધાડપાડુઓ જ છે તે ધાડપાડુઓને ત્યાં ગુલામી કરવામાં પોતાના દીકરાનો જાણે અવતાર સુધરી ગયો. અરેરે, અંગ્રેજીમાં ભણાવો નહીં તો કાળો કેર થઈ જશે એવું વાતાવરણ બધે છવાઈ ગયું છે. આપણે આપણું ડહાપણ પણ રસ્તા ઉપર ફેંકી દીધું છે. વિચારશક્તિ પણ ફેંકી દીધી છે. ગાંધીજી જેવા મહાપુરુષની વાત પણ સાંભળવી નથી. તેમણે કીધુ છે કે પારકી ભાષામાં પારંગત થનારા કોઈપણ પ્રજામાં પાંચ ટકાથી વધુ માણસો નીકળી શકે નહીં. જ્યારે આપણે તમામે તમામ માણસો અંગ્રેજીમાં પારંગત થઈ જાય અને અંગ્રેજ અમેરિકન બની જાય એવા ખ્વાબમાં આપણાં જ સંતાનોની જીંદગી બગાડી મારીએ છીએ. તેમનું બાળપણ ખૂંચવી લઈએ છીએ અને તેના કુમળા મગજ ઉપર અતિશય ત્રાસ ગુજારીએ છીએ. અત્યાચારની આ પરાકાષ્ઠામાં જ આપણી લાખો કરોડો માતાઓ રાજી થાય છે. પોતાના છોકરાને ગુમાલીસ નથી આવડતું પણ ફોરટીફોર આવડે છે તેનો ગર્વ લ્ય છે. જ્યારે ગુલામ જેનાથી બંધાયો છે તે સાંકળના જ વખાણક્ય કરે ત્યારે ગુલામીમાંથી છૂટવાનો કોઈ જ રસ્તો બચતો નથી. અરેરે, આ અભાગિયા દેશનું શું થવા બેઠું છે? આપણે અંગ્રેજોના ગુલામ થયા, આપણું આર્થિક શોષણ થયું, આપણે ગરીબ બન્યા, આ બધુ સુધારી લેવું કોઈ મોટી વાત નથી. જો આપણે આપણી જાતને ઓળખીએ, આપણે મહાન સંસ્કૃતિના વારસદારો છીએ તે સમજીએ અને આપણો સાંસ્કૃતિક વારસો જાળવી રાખીએ તો તેમાં આર્થિક પરિસ્થિતિ સુધારી લેવાના ઉપાયો પડેલાં જે છે. તેનો ઉપયોગ કરીને આપણે થોડાં જ વરસમાં ગરીબી અને ભૂખમરાને હાંકી કાઢીએ તેમ છીએ. આપણે થોડાંક વરસમાં આર્થિક સંપન્ન સુખી સમાજ બની શકીએ તેમ છીએ. પરંતુ જો આપણે સાંસ્કૃતિક વારસો છોડી દઈએ, આપણે આપણી સંસ્કૃતિથી ગૌરવ અનુભવવાને બદલે શરમ અનુભવીએ, પરદેશી વિકૃત્તિઓને સ્વીકારતા જઈએ અને તેમ કરવામાં ગૌરવ અનુભવીએ તો આપણે કદીપણ આપણી ગરીબી અને ભુખમરો કાઢી શક્વાના નથી અને હજારો ને હજારો વરસો પછી પણ ગુલામ અને ભૂખે મરતી ગરીબ પ્રજાજ રહેવાના છીએ, તેમાં જરાપણ શંકા નથી. તો હે ભારતવાસીઓ, જરાક સ્વસ્થચિંતન કરો. આ દેશમાં પુષ્કળ અનાજ પેદા થાય છે. માથાદીઠ ૨૦૦ કીલો. બે વરસના બાળકના ભાગમાં પણ ૨૦૦ કીલો આવે. પુખ્ત ઉમરનો માણસ પણ ૨૦૦ કીલો અનાજ વરસે ના ખાઈ શકે. તો અનાજની તંગી છે જ નહીં. કાપડ માથાદીઠ ૩૬ મીટર બને છે. દરેક બાળકના ભાગેપણ ૩૬ મીટર. આટલું કાપડ તમે વાપરી જ ના શકો. ખાંડ, ગોળ માથાદીઠ ૨૪ કીલો. તેલ વ્યક્તિ દીઠ ૧૦ કીલો. આટલું તમે માંડ ખાઈ શકો. વીજળી કુટુંબ દીઠ ૫૫૦૦ યુનીટ. તમે આટલી વીજળી ક્યાં નાંખો ? ઝારખંડના 034 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60