Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

Previous | Next

Page 28
________________ મને તો સ્પષ્ટ લાગે છે કે આપણા સદ્ગુણો સાચવી રાખવા હોય, એટલે આપણી સંસ્કૃતિ સાચવી રાખવી હોય તો સાડી પહેરવાની ટેવ સાચવી રાખવી જોઈએ. એટલું જ નહીં, જે બહેનોએ સાડી પહેરવાનું છોડી દીધુ છે, એ પણ પાછી સાડી પહેરતી થાય એવો પ્રચાર અને પ્રયત્ન જરૂરી છે. આપણે યુરોપની નકલ કરવાનો ખોટો રસ્તો અપનાવ્યો છે તે છોડીને આપણે સાચે રસ્તે વળવું જોઈએ. આ કામ સૈથી અસરકારક રીતે મહિલા કોલેજ કરી શકે. અઠવાડિયામાં એક દિવસ સાડી પહેરવાનું ફરજિયાત કરવામાં આવે, પછી અઠવાડિયામાં બે દિવસ સાડી પહેરવાનું ફરજિયાત થાય. એમ કરતાં બે ત્રણ વરસમાં કાયમને માટે સાડી. પહેરવાનું ફરજિયાત કરવામાં આવે. આમ થાય તો આખા સમાજ ઉપર તેની જબરદસ્ત સારી અસર પડે. અત્યારે મહિલા કોલેજો વરસમાં એક દિવસ સાડી દિવસ ઉજવે છે. તે દિવસે બધી યુવતીઓ સાડી પહેરીને આવે ત્યારે કેવા ભવ્ય દશ્યો સર્જાય છે તો જે પ્રસંગ વરસમાં એક્વારા ઉજવીએ તેનાં કરતાં સતત સદાય એ પ્રમાણે જીવવું એ કેટલી બધી ઉંચી સ્થિતિ છે તો આવી ઉચી સ્થિતિમાં જ આપણે જીવતા હતા. તે ઉચી સ્થિતિ આપણે યુરોપની નકલ કરવા માટે છોડી છે. આપણે યાદ રાખવું ઘટે કે પશ્ચિમની દુનિયા આ ઉચી સ્થિતિની કદીપણ નકેલ કરી શકે એમ નથી. આપણે તેમના વિજ્ઞાન અને ટેકનોલોજીની તમામ નકલ કરીને તે બનાવી શકીએ છીએ. પરંતુ આપણી ઉચ્ચ સંસ્કૃતિની તે કદી નકલ કરી શકે એમ નથી. એ ઉચ્ચ સ્થિતિ છોડવામાં આપણે મુખઈ કરીએ છીએ. - વેલજીભાઈ દેસાઈ જેમ પુરુષને અપાય છે તેમ જ સ્ત્રીને કેળવણી અપાવી જોઈએ એમ હું માનતો નથી. - ગાંધીજી પુરુષ અને સ્ત્રી વચ્ચે જેમ કુદરતી ભેદ રાખ્યો છે તેમજ કેળવણીમાં ભેદની આવશ્યકતા છે. - ગાંધીજી સ્ત્રીઓ આજે અધઃપતનના માર્ગે જઈ રહી છે તે હું જાણું છું. પુરુષ સમોવડી થવાના ઉન્માદમાં સ્ત્રીઓ પોતાનું કર્તવ્યભૂલી છે. - ગાંધીજી 026 : Only Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60