Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

View full book text
Previous | Next

Page 26
________________ લખુ છું. સાડીની એક બાબતને બાજુમાં મૂકીએ તો બધી રીતે મારુ કુટુંબ ખૂબ સંસ્કારી છે, ધાર્મિક છે, સમાજસેવાની ધગશવાળુ છે. પણ સાડીમાં જ સંસ્કૃતિ છે એ વાત સ્વીકારવા કોઇ જ તૈયાર નથી. સમજાય તો પણ અમલ કરવાની તલભાર ઇચ્છા નથી. કોણ જાણે કેટલાય વરસોથી મારા ઘરમાં સાડી જ પહેરાતી હતી. મારા દાદીમાં સાડી જ પહેરતા. રાત્રે ખાટલામાં સૂતા હોય ત્યારે ય સાડી પહેરી રાખતા. હું આઠ વરસનો થયો ત્યાં સુધી તેમની સાથે જ ખાટલામાં સૂતો. મારા બા પણ સાડી જ પહેરતા. મારા પત્નિ પણ સાડી જ પહેરે છે. સંસ્કૃતિની આ ભવ્ય પરંપરા મારા ઘરમાં જ તૂટી ગઈ અને સાડી કાયમને માટે ગઈ. હવે આવનારી અનેક પેઢીઓ લફંગા અને નફ્ફટ પહેરવેશ પહેરશે. એની શરૂઆત મારી આંખોથી મારા જ ઘરમાં મારે જોવી પડશે તેની કલ્પના જ ન હતી. ખૂબ લાચારીથી આજનું આ સમાજજીવન જોઉ છું અને ઝૂરી ઝૂરીને જીવ્યા કરું છું. – વેલજીભાઈ દેસાઈ સ્ત્રીઓ મારે મન અબળા જાતિ નથી. બે પૈકી તે વધારે ઉમદા છે, કેમકે આજે પણ તે ત્યાગ, મૂક કૠસહન, નમ્રતા, શ્રદ્ધા અને જ્ઞાનની સાક્ષાત્ મૂર્તિ છે. – ગાંધીજી હવે બહેનો કંઇક સ્વતંત્ર વિચારકારણી ધરાવવા લાગી છે, તો તેનુ ય પરિણામ ખરાબ જોઇ રહ્યો છું. કારણ કે આ પ્રત્યાધાત એવો જબરો આવ્યો છે કે સ્વચ્છંદતાને માર્ગે બહેનો વળી રહી છે, અને તેમાંથી ઉગારવી બહુ મુશ્કેલ છે. – ગાંધીજી સ્ત્રીઓ આજે અધઃપતનને માર્ગે જઇ રહી છે તે હું જાણું છું. પુરુષ સમોવડી થવાના ઉત્પાદમાં સ્ત્રીઓ પોતાનું કર્તવ્ય ભૂલી છે. Jain Education International 024 For Personal & Private Use Only – ગાંધીજી H www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60