Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

Previous | Next

Page 24
________________ જ યુરોપ, અમેરિકાની ગુલામી કરવામાં ગૌરવ અનુભવનારો સમાજ તે બનશે. તેથી યુરોપ, અમેરિકાની રાજકીય ગુલામીમાં ખુલ્લંખુલ્લા પાડવામાં કોઈને જરાપણ શરમ, સંકોચ નહીં રહે. આ ગુલામી સદાકાળને માટે હશે. આવુ હિન્દુસ્તાન જીવે એના કરતા જલ્દી મરે એમ સૌ કોઈ સંસ્કૃતિપ્રેમી વ્યક્તિ ઇચ્છશે. ઉપરોક્ત વાતમાં ઘણાને અતિશયોક્તિ લાગશે. પરંતુમયુરોપમાં ઝીણી નજરે જોયુ છે કે આવી પરિસ્થિતિ આજે જ યુરોપમાં અસ્તિત્વ ધરાવે છે. ત્યાં સંસ્કૃતિ બીલકુલ નથી. ઉપર જે અવગુણો બતાવ્યા છે તે બધા જ અવગુણો, દોષો, અનિષ્ટો યુરોપીયન સમાજમાં ઘરે ઘરમાં ફેલાઈ ચૂક્યા છે. માટે જ હું ભારપૂર્વક કહું છું કે યુરોપ, અમેરિકાનું કોઈ ભવિષ્ય જ નથી. આપણે તેના ગુલામ થઈને તેમને ટકાવી ના રાખીએ તો તે લોકો સ્વતંત્ર પ્રજા તરીકે આજની સ્થિતિમાં ટકી શકે એમ નથી. અત્યારે આપણી સરકાર યુરોપ, અમેરિકા માટે ઊભી સૂકાય છે અને હિન્દુસ્તાનમાં પેદા થતી તમામ સમૃદ્ધિ સતત યુરોપ, અમેરિકામાં ઠલવાય છે. અને ત્યાંની વિકૃતિઓ અહીં ઠલવાય છે. જેમકે બાસમતી ચોખા, કેરી, શાકભાજી, કાપડથી માંડીને શહેરોને સુવ્યવસ્થિત ચલાવવાના આધુનિક સોફટવેર ભારતમાં બનીને યુરોપ, અમેરિકા જાય છે અને આપણા ૫૦ ટકા લોકોનાગા ભૂખ્યા રહે છે. વિકાસના નામે, વિદેશ વેપારના નામે આપણું હીર ચૂસાઈ રહ્યુ છે. અને દેશમાં ગરીબી, ગુલામી, ગુનાખોરી અને વિકૃતિઓ જ વિકસી રહી છે. થોડાક શહેરોની ઝાકમઝાળથી અંજાયા વિના દેશના ઊંડાણમાં જશો તો જ ભયાનક દુર્દશાનો ચિતાર તમે જોઈ શકશો. તો આપણી સંસ્કૃતિ, આપણા પોષાક, આપણી જીવન પદ્ધતિ, આપણું અધ્યાત્મ, અપણું ગ્રામીણ અર્થતંત્ર વગેરે ધ્યાનમાં રાખીને આપણી સમાજ રચના ગોઠવવાની ખાસ જરૂર છે, જેમા યુરોપ અમેરિકાની નકલ કરવાને જરાપણ સ્થાન નથી. - વેલજીભાઈ દેસાઈ આજે પશ્ચિમના દેશોને ઘેરી વળનાર વિષયોપભોગના યશોગાન ગાનાર ભ્રામક વિજ્ઞાનના ચડતા જુવાળમાં ખેંચાઈ જવાનો ઇન્કાર કરીને તમે (સ્ત્રીઓ) શાંતિ માટેનું બળ બની શકો, કેમકે ક્ષમાશીલતા એ તમારી પ્રકૃતિ છે. પુરુષોની વાનર નકલ કરવા થકી તમે નથી પુરુષો બની શકતા કે નથી તમે તમારા સાચા સ્વરૂપે કાર્ય કરી શકતા. - ગાંધીજી Jain Education International 022 For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60