Book Title: Sadi ma j Sanskruti Author(s): Velji Desai Publisher: Velji DesaiPage 23
________________ સાડી વગરનો સ્ત્રી સમાજ કેવો હશે? સાડી ઝડપથી જઈ રહી છે. યુવતીઓએ સાડીને સદંતર છોડી દીધી છે. ભણેલી, ગણેલી સ્ત્રીઓ સાડી પહેરવામાં શરમ અનુભવે છે. ધનવાન કુટુંબોમાં તથા મધ્યમ વર્ગમાં જ્યાં આધુનિકતાએ ઘર ઘાલ્યુ છે ત્યાં ૬૦ વરસથી મોટી ઉંમરની સ્ત્રીઓ પણ સાડી ના પહેરવામાં ગૌરવ અનુભવે છે. નોકરી કરતી સ્ત્રીઓએ તો સાડીને સાવ જ હડધૂત કરી નાંખી છે. આજના યુવકો અને યુવતીઓની માતાઓ સાડી પહેરતી જ નથી, પરંતુ લગ્ન પ્રસંગે કે સામાજિક પ્રસંગોમાં ક્યારેક કલાક બે કલાક પૂરતી સાડી પહેરે તો પણ તેમને તે ગમતુ નથી. આજના યુવક યુવતીઓની દાદીમાંએ સાડી પહેરી હોય તો તેને જુનવાણી ગણીને કાંતો સહન કરી લ્ય છે. અથવા અવગણે છે (નીગ્લેક્ટ કરે છે, અથવા ધુત્કારી કાઢે છે. ગામડામાં પણ તમામ યુવતીઓએ સાડી ધુત્કારી કાઢી છે અને લગ્ન પછી સાસરે જાય ત્યાં પણ સાડી છે જ નહીં, પરંતુ ગામડામાં રહેવાનું હોય તો પણ આધુનિક ગણાવા માટે સાડીનો ત્યાગ ઝડપથી થવા માંડ્યો છે અથવા થઈ ગયો છે. ગામડાના કુટુંબો પણ શહેરની નકલ કરીને આધુનિક ગણાવાની હોડમાં છે. તેથી ગામડામાં પુરૂષો પણ પોતાના ઘરમાં પણ દીકરાની વહુ સાડીનથી પહેરતી તેનુ ગૌરવ લે છે. સૌ આધુનિકતાની આંધીમાં મૂળસહિત ઉખળીને ઉડી રહ્યાં છે. અને કયાં ફેકાઈ જશે તેની કોઈને ખબર નથી. અત્યારે ક્ત સાવ ગરીબ માણસો કે ભૂખે મરતા માણસો કે વાસણ સાફ કરવા જેવા હલકા ગણાતા (પરંતુ વાસ્તવમાં પવિત્ર) કામ કરનારી સ્ત્રીઓ કે ક્યરો વીણતી સ્ત્રીઓ પૂરતી જ જાણે સાડી બાકી રહી છે, જે ક્યારે જશે તે ખબર નથી. સાડી વગરનો સમાજ સંસ્કૃતિ વગરનો સમાજ હશે, વિકૃતિઓથી ખદબદતો સમાજ હશે, ચારિત્ર્ય ભ્રષ્ટ સમાજ હશે, પુરુષોને હરિફ અથવા દુશ્મન માનનારો સ્ત્રી સમાજ હશે, દરેક વાતમાં પુરુષોની નકલ કરનારી રેઢિયાળ સ્ત્રીઓથી ઊભરાતો સમાજ હશે, પુરૂષોની ઈર્ષ્યા કરનારો સ્ત્રી સમાજ હશે, પુરૂષો સાથે ઝઘડા કરનારી અને પુરૂષો ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપવા મથતો (પણ ઘણે ભાગે નિષ્ફળ જતો) સ્ત્રી સમાજ હશે, એદી અને આળસુ સ્ત્રીઓથી ભરેલો સ્ત્રી સમાજ હશે, બાળકોને જન્મ આપીને તેને ઉછેરવામાં હિણપત અનુભવનારો સ્ત્રી સમાજ હશે, નીતિ ભ્રષ્ટ સમાજ હશે. તેથી કોઇપણ હિસાબે નીતિ અનીતિના બાધ વગર નોકરી શોધીને પોતાની સ્થિતિ સારી કે સધ્ધર કરી લેવા મથતો સમાજ હશે. નોકરી મેળવવામાં કે ચાલુ રાખવામાં ચારિત્ર્ય શિથિલ થવું પડે તેમાં છોછ ના અનુભવનારો કે તે જીવનના કમ તરીકે સ્વીકારનારો સમાજ હશે. આધુનિકતા તેનો આરાધ્ય દેવ હશે. તેથી ટીવીમાં પીરસાતી તમામ વિકૃતિઓને ઝડપભેર સ્વીકારનારો અને પોષનારો સમાજ હશે. એકંદરે ભારતીય સંસ્કૃતિને ધીક્કારનારો અને યુરોપીયન વિકૃતિને આત્મસાત્ કરનારો તે સમાજ હશે. તેથી સ્વાભાવિક રીતે - 021 For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60