Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

Previous | Next

Page 21
________________ જો આપણે સમાજમાં, કુટુંબોમાં અને કોલેજોમાં સાડી પ્રચલિત અને પુનઃસ્થાપિત ના કરી શકીએ તો આપણી સંસ્કૃતિ ખત્તમ થઈ જવાની છે. તેમાં મને તલભાર પણ શંકા નથી. અત્યારે સાડીમાં પણ વિકૃતિ આવી છે. કેટલાંક લોકો સાડીના પહેરવેશને અર્ધનગ્ન પહેરવેશ કહે છે. આ આક્ષેપમાં તથ્ય છે. અત્યારે ખૂબ જ ટૂંકા બ્લાઉઝની ફેશન ઘર કરી ગઈ છે. પેટ, પડખા અને પીઠ ખુલ્લાં દેખાય તે સારું નથી લાગતું. બહેનોએ સિનેમા, ટી.વી. સીરીયલોની ફેશનોથી બચવું જોઈએ અને આપણી સંસ્કૃતિને અનુરૂપ દેહ ઢાંકીને રહેવું જોઈએ. દેહના પ્રદર્શનથી તો બચવું જ જોઈએ. સાડી આખા શરીરને સુંદર રીતે ઢાંકી શકે છે. સ્ત્રી પોતાનું સ્ત્રીત્વ, માતૃત્વ અને સતિત્વ ખોઈ બેસે તો પુરુષને મન તે ભોગ ભોગવવાનું સાધન માત્ર છે. તેનાથી વિશેષ તેની કાંઈ જ કિંમત રહેતી નથી. આ બાબત યુરોપ અમેરિકાએ સાબિત કરીને આપણી સમક્ષ ધરી છે. તે દરેક સ્ત્રીએ ખાસ યાદ રાખવાની જરૂર છે. મને તલભાર પણ શંકા નથી કે સુવ્યવસ્થિત સાડીમાં શોભતી દેવીઓ હિન્દુસ્તાની ધરતી ઉપર જ્યારે વિચરતી જોવા નહીં મળે ત્યારે હિન્દુસ્તાનનો નાશ થશે. • વેલજીભાઈ દેસાઈ “મનુષ્યને માટે જે અસંભવિત છે તે ઈશ્વર આગળ છોકરાની રમત જેવું છે. અને તેની સૃષ્ટિના અણુ અણુના ભાગ્યવિધાતા પરમેશ્વરમાં જો આપણી શ્રધ્ધા હોય તો નિઃસંદેહ દરેકે દરેક વસ્તુ સંભવિત થઈ શકે છે.’’ Jain Education International 019 For Personal & Private Use Only – ગાંધીજી M www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60