Book Title: Sadi ma j Sanskruti Author(s): Velji Desai Publisher: Velji DesaiPage 20
________________ બીજી તરફ જે સ્ત્રી સાડી પહેરવાનું છોડે છે તે સદીઓથી ચાલી આવતી પરંપરા અને સંસ્કૃતિ તોડવાનું પાપ કરે છે. તે એમ વિચારે છે કે સાડી પહેરનારી સ્ત્રીઓ જુનવાણી હોય છે. હું ભણેલી ગણેલી છું, આધુનિક છું. હું શા માટે સાડી પહેરું? સાડીમાં પડતી અગવડ હું શું કામ વેઠું. ? તે અભિમાન કરે છે. બુદ્ધિવાદી બને છે, દલીલો કરે છે. તે પુરૂષની હરિફાઈ કરે છે. પુરૂષ કરી શકે એ બધું હું પણ કરી શકું એમ વિચારે છે. એ મહત્વાકાંક્ષાઓ સેવે છે અને તે પાર પાડવા પુરૂષના કાર્યો અપનાવે છે અને પુરૂષની સાથે હરિફાઈમાં ઉતરે છે. પરિણામે પોતાનો સ્ત્રી તરીકેનો સ્વધર્મ ચૂકે છે. નમ્રતા, સહનશીલતા, શીલ, સંકોચ, ત્યાગ, તપશ્ચર્યા તથા સ્ત્રી સહજ અનેક સદગુણોથી તે ધીરે ધીરે દૂર થતી જાય છે. આમ તે સ્ત્રીત્વથી અને માતૃત્વથી ભ્રષ્ટ થાય છે. અને પુરૂષત્વ તો અપનાવી શકે તે કુદરતી રીતે જ અશક્ય છે. તેથી તેની દશા નહીં ઘરના નહીં ઘાટના જેવી થાય છે, અને એમ કરતાં સમાજજીવન, કુટુંબજીવન છિન્નભિન્ન કરવામાં તે નિમિત બને છે. આવી સ્ત્રી પુરૂષને માટે આદરણીય રહેતી નથી. વધુમાં પુરૂષ સ્વભાવને અનુકૂળ પણ સ્ત્રી સ્વભાવને પ્રતિકૂળ બહારના કાર્યોમાં અથડાતાકૂટાતા તે પોતે પણ દુઃખી થઈ જાય છે. આ રીતે સ્ત્રીત્વને ખોઈ બેસવામાં ભારે મોટું જોખમ તે ખેડે છે. યુરોપ, અમેરિકામાં સ્ત્રીઓ આવું જીવન જીવે છે. તેથી હું જયારે જયારે સાડી સિવાયના પોષાકમાં કોઈપણ સ્ત્રીને જોઉં છું ત્યારે મને ખૂબ આઘાત લાગે છે, હૃદયમાં ધ્રાસ્કો પડે છે કે ભારતીય સંસ્કૃતિ જગત ઉપરથી લુપ્ત થશે. તેથી મને તે સ્ત્રી ભારતમાતાના હૃદયમાં ભાલો મારીને ભારતીય સંસ્કૃતિનો નાશ કરનારી કુપુત્રી સ્વરૂપ જ દેખાય છે. ભલે પછી તે સ્ત્રી નિર્દોષપણે કાંઈ પણ સમજણ વગર જ ફક્ત આધુનિક દેખાવાના મોહથી જ સાડી સિવાયના અન્ય પોષાક પહેરતી હોય. તે સાડી નથી પહેરતી એટલા માત્રથી જ મારા મનમાંથી તેની કિંમત નીકળી જાય છે. મારી આ લાગણી મારી દીકરીઓને પણ પૂરેપૂરી લાગુ પડે છે. આ માટે દરેક કુટુંબમાં સાડી પહેરવાનો રિવાજ સાચવી રાખવાનો પ્રયત્ન થવો જરૂરી છે. નાની ઉંમરની સ્ત્રીઓને સાડી પહેરવા માટે સમજાવવી જોઈએ. જ્યાં હજી વડીલોની આમન્યા તૂટીનથી, ત્યાં વડીલો આગ્રહ રાખે તો સાડી જળવાઈ રહે. જેમને ખાસચીવટ હોયતે દીકરાના લગ્ન કરતી વખતે શરત મૂકે કે નવી આવનારી પૂત્રવધુએ ઘરમાં સાડી પહેરવી પડશે, જેથી પાછળથી દુખના થાય. ગામડા પોતાની સંસ્કૃતિ જાળવી રાખવા ઈચ્છે તો ગામમાં સામૂહિક ઠરાવ કરીને યુરોપીયન વિકૃતિઓને પ્રવેશતી અટકાવી શકે. પરણેલી યુવતીઓ સાડી પહેર્યા વગર ગામમાં નીકળી ના શકે એવો કાયદો કરવાની ગામને બંધારણીય છૂટ છે. ગામ લોકો યુરોપીયન વિકૃતિઓથી અંજાતાના હોય અને તેમને અટકાવવા ઈચ્છે તો કાયદેસર રીતે અટકાવી શકે છે. 018 For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60