Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

View full book text
Previous | Next

Page 32
________________ આગ્રહ હતો. તો જ્યાં બાળકોની મા બનીને શિક્ષણ આપવાનું છે, વાત્સલ્યમૂર્તિ બનીને વર્તવાનું છે, ત્યાં મેડમ બનીને બાળકો ઉપર સત્તા ચલાવવી શે કેટલું બેહુદૂ છે ? શિક્ષણકાર્યમાં બહેનો જરૂર જાય, જવુ જ જોઇએ. પરંતુ પુરુષની નકલ કરવા માટે નહીં, પરંતુ સ્ત્રીનો સ્વધર્મ આચરવા માટે જ જાય. તો સ્ત્રીઓએ સાડી છોડીને પુરુષની નકલ કરનારા પહેરવેશ અપનાવવાની જરૂર નથી, પણ સ્ત્રીનું યુગકાર્ય આચરવા માટે સ્ત્રીત્વને પોષનારો, ત્યાગ, તપ અને નમ્રતા સૂચક સાડીનો પહેરવેશ જરૂરી ગણવો જોઇએ. માને સાડી જ શોભે. માને કોટ પાટલુન ના શોભે. દરેક સ્ત્રી માતા છે, વાત્સલ્યમૂતિ છે તે ન ભૂલે. તે પોતાના ઇશ્વરદત સ્વભાવને વશ વર્તે. પુરુષની નકલ કરવામાં પતન છે. ન મોટી કંપનીઓમાં સ્ત્રીઓએ નોકરી કરવામાં ભારોભાર જોખમ રહેલું છે. કંપનીઓનું અસ્તિત્વ જ લોકોને લૂંટવા માટે છે. કંપની એ કાગળ ઉપર ઊભી કરેલી કરામત છે. તેમાં આત્મા નથી. તેથી હૃદય નથી, તેથી દયા નથી, લાગણી નથી, નીતિ નથી. તેનું ધ્યેય કોઇ પણ ભોગે ન્યાય અન્યાયનો પાપ પુણ્યનો વિચાર કર્યા વગર ફક્ત નફો કમાવાનું છે. આવી વ્યવસ્થામાં ઉચ્ચ હોદા ઉપર કામ કરનારા મોટા પગાર ખાતા કેટલાય મેનેજરોના મને ઇમેઇલ મળે છે કે તેઓ પોતાની ફરજ બજાવવામાં સતત પાપ લાગતુ હોવાથી કંટાળી ગયા છે અને મોટા પગારનો ભોગ આપીને પણ તેમાંથી નીકળી જવા માગે છે. બધી મોટી કંપનીઓ કાયદા માન્ય આધુનિક લૂટારાઓ અને ઘાડપાડુઓ જ છે.તેમને ત્યાં નોકરીઓ કરીને સ્ત્રીઓએ પાપની કમાણી સિવાય કાંઇ જ મેળવવાનું નથી. ઉલ્ટુ પોતાનું ચારિત્ર્ય ગુમાવવાનું કોઇપણ પળે જોખમ રહે છે. યુરોપની કંપનીઓમાં તો સ્ત્રીઓએ શરીરના સોદા કરવા પડે છે એ હવે જગજાહેર છે. ભારતની કંપનીઓ તેમનાથી ઉણી ઉતરે એવુ લાગતુ નથી. કેટલીક હોશિયાર યુવતીઓ એન્જીનિયર બનીને ભારતીય લશ્કરમાં જોડાઇને બે પાંચ વરસમાં જ આખરે ત્યાંની પરિસ્થિતિ સહન ન થતાં આપઘાત કરે છે. મોટી કંપનીઓની નકલ કરતી નાની વેપારી કંપનીઓ, પેઢીઓ, નાના કારખાના, ઓફિસો, વેચાણ કેન્દ્રો વગેરેમાં ક્યાંય પણ સ્ત્રી સંપૂર્ણ સલામત નથી. જેનું અસ્તિત્વ જ સેવા માટે નહીં, પણ સમાજના શોષણ અર્થે છે તેમાં સ્ત્રીનું શોષણ ના થાય એ બને જ નહીં. એટલે સ્ત્રીઓ ચેતે. પોતાનું સ્વભાવગત જીવનકાર્ય છોડીને પ્રાઇવેટ નોકરીઓમાં જવું તે પોતાનું અધઃપતન નોતરનારું છે. વિકાસની આંધળી દોટમાં પશ્ચિમનું અનુકરણ કરવામાં પુરુષની નકલ કરવા માટે પુરુષના પહેરવેશ અપનાવવામાં સ્ત્રીઓ પોતાનું સત્ત્વ, તત્ત્વ અને સ્ત્રીત્વ ગુમાવશે અને અંતે સેલ્સગર્લ અને કોલગર્લમાં જીવન ફેરવાઈ જશે એવી મને હૃદયમાં પ્રતીતિ થઇ ગઈ છે. સ્ત્રીઓ પોતાના સ્વતંત્ર ધંધા કરે તો વાંધો નથી. પરંતુ તેમાં પણ ખૂબ પ્રવાસો કરવા પડે, દોડા દોડી કરવી પડે તેવા કાર્યો શ્રી સ્વભાવને અનુકૂળ નથી. પોતાને ઘરે બેઠા થઈ શકે એવા ધંધા તેમને અનુકૂળ છે. તેથી ગાંધીજીએ કીધુ છે કે પુરુષોના જેવું જ સ્ત્રીઓને શિક્ષણ આપવુ ખોટુ છે. તેમનું શિક્ષણ પુરુષોના શિક્ષણથી જુદૂ જ હોવુ જોઇએ. ૯૦ ટકા સ્ત્રીઓ હંમેશા ઘર સંભાળનારી જ રહેશે. તો તેમને બાળસંભાળ, આયુર્વેદ, આરોગ્ય, પ્રસુતિ વિજ્ઞાન, ગૃહઉદ્યોગ, ધર્મ વગેરે ખાસ શીખવવું જોઇએ. પુરુષનું શિક્ષણ લઇને તે પુરુષની નકલખોર બનશે અને Jain Education International 030 For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60