Book Title: Sadi ma j Sanskruti
Author(s): Velji Desai
Publisher: Velji Desai

Previous | Next

Page 25
________________ મારા જ ઘરમાંથી સાડીને વિદાય આપણી સંસ્કૃતિ કેટલી ઝડપથી તૂટતી જાય છે તે સમજવા માટે મારો અનુભવ ટાંકુ છું. ૧૯૫૧માં હું પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે ૮ વરસની છોકરીઓ કોઈ અપવાદ વગર સાડી તો પહેરતી જ, પણ માથે પણ ઓઢીને સ્કૂલે આવતી હતી. ૧૯૫૬માં પ્રાથમિક શાળા છોડી ત્યારે મારી સાથે ભણતી છોકરીઓ સાડી તો પહેરતી જ. પરંતુ માથે ઓઢવાનું બંધ થઈ ગયેલું અને ૭-૮ વરસની છોકરીઓ ફ્રોક પહેરતી થઈ ગયેલી. ૧૯૫૯માં હું ગોંડલ ભણતો ત્યારે હાઈસ્કૂલની અર્ધી છોકરીઓ સાડી પહેરતી અને અર્ધી ફ્રોક પહેરતી. બે પ્રકારના યુનીફોર્મ ગર્લ્સ હાઈસ્કૂલમાં હતાં. ૧૯૬૨માં મુંબઈની કોલેજમાં ભણતો ત્યારે અમુક જ છોકરીઓ કાયમ સાડી પહેરીને જ કોલેજમાં આવતી. આજે દૂર દૂરના ગામડાંમાં જાઉં છું, સાવ રૂઢિચુસ્ત જુનવાણી ઘરોમાં જાઉં છું. ત્યાં પણ કોલેજમાં ભણતી છોકરીઓ કદી સાડી પહેરતી નથી. મને તરત જ વિમલા તાઈનું વાક્ય યાદ આવે છે કે “આજની આપણી શિક્ષણ સંસ્થાઓ આપણી સંસ્કૃતિના ક્તલખાના છે.’’ આ રીતે જે વિકૃતિ આખા સમાજમાં ફેલાઈ રહી છે તેમાંથી મારા ઘરને કેમ બચાવવુ તે પ્રશ્ન મને સતત સતાવતો હતો. તેથી મારા સુપુત્ર ગોપાલની સગાઈ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે મેં શરત મૂકી કે પુત્રવધુએ આખી જિંદગી સાડી જ પહેરવી પડશે. ગોપાલે પણ પૂરો સાથ આપ્યો. આ શરતથી મારુ ઘર બચી જશે એમ મેં માનેલું. પરંતુ લગ્ન પછી તરત જ ગોપાલનું માનસ બદલવા મંડ્યુ. તેણે કમને હા પાડી હશે. એ જાતજાતની દલીલો કરવા માંડ્યો. દલીલોમાં કંડવાશ અને તિરસ્કાર આવવા મંડ્યા. અને સમય જતા મુશ્કેલીઓ વધવા મંડી મારી પુત્રવધુ શર્મિલાને મેં હંમેશા સાક્ષાત્ દેવીસ્વરૂપે જ જોઇ છે, કારણકે તે વરસોથી હંમેશા સાડી પહેરતી હતી. પરંતુ તેના મનમાં પણ આધુનિકતાનું ભૂત સવાર થયેલું હતું. પરંતુ લગ્ન પહેલા જ સાડી પહેરવાની શરત મૂકેલી એટલે પહેરતી હતી. મારો ગાંધીભક્ત અને સેવાભાવી દિકરો ગોપાલ પણ આધુનિકતામાં તણાયો અને કાયમ સાડી પહેરવાનું શર્મિલાનું દુઃખ જોઇ ના શક્યો. ગોપાલની માતાને પણ ઘરમાં જુનવાણી રીતભાત પસંદ ન હતી. ગોપાલ કરતા મોટી મારી દિકરીઓ સાડી પહેરતી નથી અને શર્મીલાના કાયમી દુઃખ પ્રત્યે સહાનભૂતિ ધરાવતી હતી. મારા જ ઘરમાંથી સાડી નીકળી જાય એ વિચાર જ હું સહન કરી શકતો ન હતો. છતા એક દિવસ ગોપાલે બળવો કર્યો. શર્મિલાએ સાડી છોડી દીધી. મે ઘર છોડ્યું. જુદા ઘરમાં એકલો એક વરસ રહ્યો. ધર્મપત્નિનો સાથ અપેક્ષિત ન હતો. એકલા રહેવામાં મારી પામરતા હું ઓળખી શક્યો. જમવા માટે તો ગોપાલને ઘરે જ આવવુ પડતું હતું. એવામાં પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવવું પડ્યું અને ફરી પાછા ગોપાલને ઘરે જ રહેવું પડ્યું. ત્યારથી ખૂબ આઘાત સાથે ભગ્ન હૃદયે ગોપાલને ઘરે જ રહુ છું. આ પ્રસંગ ઘરના સભ્યોના અવગુણ ગાવા નથી લખતો, પણ આધુનિકતાનું ઘોડાપુર કેટલું વિકરાળ છે, કેટલુ જોખમી છે તે સમજાવવા માટે Jain Education International 023 For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60